Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/4/15

સ્વાઇન ફ્લૂનો ઘરેલું ઇલાજ


    ઘર આંગણે સ્વાઇન ફ્લૂનો ઇલાજ છે... ઘર આંગણાના છોડ તુલસીમાં,

➜    સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. તેવામાં જો આપને ઘરગથ્થુ ઉપાય મળી જાય તેનાંથી છુટારો મળવવાનો તો પછી પુછવું જ શું. ચાલો તો આજે આપણે વાત કરીએ દરેક ઘરમાં જોવા મળતાં તુલસીનાં છોડ વિશે. જે કોઇપણ પ્રકારનાં રોગ સામે પ્રતિકાર આપવા સક્ષમ છે.

➜  ❂ ચાલો તો નજર કરીએ તુલસીના વિવિધ ઉપયોગો પર –

1. તુલસીના રસમાં ખાંડેલી મોરસ મેળવીને પીવાથી છાતીના દુઃખાવામાં તેમજ ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
2. ચાર-પાંચ શેકેલા લવિંગની સાથે તુલસીના પાન ચૂસવાથી બધા પ્રકારનીખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
3. આ ઉપરાંત રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાવાથી કોઇપણ પ્રકારની બીમારીથી દૂર રહેવાય છે.
જો વ્યક્તિને વઇ ચઢતી હોય તો તુલસીના રસમાં થોડા પ્રમાણમાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં રેડવાથી તે તરત જ ભાનમાં આવી જાય છે.
5. ચા બનાવતી વેળા, ચામાં તુલસીના થોડા પાન નાંખીને ઉકાળવામાં આવે તો તેનાથી શરદી, તાવ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
6.  10 ગામ તુલસીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી હેડકી તથા અસ્થમાના રોગીને સાજો કરી શકાય છે.
7. તુલસીના કવાથમાં થોડું સીંધવ મીઠું તથા પીસાયેલી સૂંઠને મેળવીને સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
8. બપોરે ભોજન સાથે તુલસીના થોડા પાન ચાવવાથી પાચનશક્તિ સુધરે છે.
9.  10 ગામ તુલસીના રસમાં પ ગામ મધ તથા પ ગામ પીસેલી કાળીમરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઈ દૂર થાય છે
10. અશુદ્ધ કે દૂષિત પાણીમાં તુલસીના થોડાક પાન નાંખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
11. તુલસીના પાનને લીંબુના રસની સાથે પીસીને પેસ્ટ (મલમ) બનાવીને લગાવવાથી ચામડીના કોઇપણ પ્રકારનાં રોગોથી આઝાદી કે છૂટકારો મેળવી શકાય છે.
12. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે
( સંકલિત )

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment