Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

10/19/15

એક કરતા વધુ ભાષામાં એકજ કી બોર્ડથી મેસેજ લખો.


મિત્રો...શું આપ એન્ડ્રોઇડ ફોન વાપરો છો? એકજ  કી બોર્ડ થી એક કરતા વધુ ભાષામાં એક જ મેસેજ લખવા માંગો છો? આપ જો સેમસંગનો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ તો આપના માટે મેસેજ એક કરતા વધુ ભાષામાં લખવા અહીં આપની સમક્ષ એક ટીક્સ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને મેસેજ એક કરતા વધુ ભાષામાં લખો.
     આ માટે...
  • સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
  • Language and Input પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તેમાં Samsung keyboard  ના સેટિંગ બટન પર ક્લિક કરો.
  • Select input Language પર ક્લિક કરો.
  • બાદ માં ચિત્રમાં બતાવ્યા મુજબની તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • હવે એક સ્ટેપ બેક જાઓ...તમે પસંદ કરેલ ભાષા ચિત્ર મુજબ જોવા મળશે.

હવે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો. 
  • હવે આપ વોટ્સએપ મેસેજ અથવા  મેસેજ ટાઈપ કરો.. તમારા કી બોર્ડના સ્પેસ બટન પર સાઈડ એરો ની નિશાની જોવા મળશે..તેમજ સિલેક્ટ ભાષા નું નામ પણ લખેલ જોવા મળશે...   
  • હવે.... તમે કી-બોર્ડની ભાષા બદલવા ચિત્રમાં બતાવ્યા મુજબ સ્પેસ બટન પર દબાવી સાઈડ પર સ્ક્રોલ કરો. કી-બોર્ડ પરની ભાષા બદલશે.  આમ તમે સ્પેસ બટન પર લેફ્ટ તથા રાઈટ સાઈટ બન્ને બાજુ સ્ક્રોલ કરી ભાષા બદલી શકશો. અને ટાઈપ કરી શકશો.




તમે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો. 
 છે...ને...મજાનું.... તમારી જોડે સેમસંગનો એન્ડ્રોઇડ ફોન છે તો ટ્રાય કરો...

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

2 comments: