Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/20/23

World Mother Language Day-2023 : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ | ગુજરાતી મારી માતૃભાષા

World Mother Language Day-2023 : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ | ગુજરાતી મારી માતૃભાષા
World Mother Language Day
વિશ્વ માતૃભાષા દિવસ



 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ :
બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા
બાળક જે ભાષામાં હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન બાળકે જે ભાષામાં કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

"મનથી બોલાય એ માતૃભાષા  અને મગજથી બોલાય એ પરભાષા."

ઇ.સ.1952 માં બાંગ્લા ભાષાને બચાવવા માટે 4 બાંગ્લાદેશી યુવાનો શહીદ થયા એ દિવસ હતો 21 ફેબ્રુઆરી. જેને યુ.એન. દ્વારા વિશ્વ  માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે.

તો ચાલો મિત્રો... આજના આ શુભ દિને(21મી ફેબ્રુઆરી) એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ, પરંતુ તેને હવે થોડું વહાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ."વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ.


"મારી માતૃભાષા મારી ગુજરાતી."

આપણી માતૃભાષા ગુજરાતી છે. 24 મી ઓગસ્ટ એ ગુજરાતી ભાષા દિવસ છે એ ઘણાને ખબર નથી.
જે વિર કવિ નર્મદનો જન્મદિવસ છે.
આપણા ગુજરાતી કવિએ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે... જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!


વિશ્વ માતૃભાષા દિવસ LIVE જોવા માટે અહીંયા નીચે આપેલ લીંક પર ક્લિક કરો. 👇


Gujarati: Jai Jai Garvi Gujarat
Today let's talk about Gujarati language. You know that the history of Gujarati language is very old. The Gujarati language is more than 700 years old, and more than 6 crore people use Gujarati as their dialect. The vocabulary of Gujarati language is unique and rich. The area of Gujjar Empire is Gujjarat and gradually Gujarat was formed from it. And the language of Gujarat is Gujarati. This is how the original Sanskrit, Prakrit, Sauraseni Prakrit, Western Rajasthani, Ancient Gujarati and Modern Gujarati developed.

Many words of Gujarati language are popular
There are many words in use as Gujarati language words which actually belong to other languages. The languages of the country like Hindi, Marathi, Kannada, Bengali are true. Also, words from foreign languages like Arabic, Persian, Turkish, Portuguese, English have also been adopted by Gujaratis.

You may be surprised to know that Gujarati is the only language that is spoken to 'others', English is considered a language since dawn. There is no other Amaya language in the world that is as selfless as Gujarati. Instead of calling someone directly by name, Gujaratis use the word brother or sister. Another joy is hidden in it.


માતૃભાષાના મહત્વ વિશે જાણીએ :
આધુનિક આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજીભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે.મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.


વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત :
દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1999 નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે 21મી ફેબ્રુઆરી-2000થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. યુનેસ્કોએ 7000થી વધુ ભાષાઓને વિવિધ દેશોમાંથી ઓળખી કાઢી છે જેનો ઉપયોગ લખવા, વાંચવા કે બોલવામાં થાય છે.

આપ વાચક મિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વિસ-વિસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.


1948માં પાકિસ્તાનના વડા પ્રધાન મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે હવેથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે રાષ્ટ્રાભાષા ઉર્દુ રહેશે, બંધારણીય ભાષા તરીકે ઉર્દુ ભાષા સ્વીકારાય છ, સરકારી સહિતના બધા કામકાજ હવે ઉર્દુમાં જ થાશે. આ જાહેરાતને પશ્ચિમ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી પરંતુ પૂર્વ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી નહિ કારણકે  તે લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી. આ લોકો કોઇ પણ ભોગે પોતાની માતૃભાષા છોડીને ઉર્દુ સ્વીકારવા તૈયાર ન હતા. જેના કારણે ભયંકર વિરોધ થયો. આ વિરોધના ભાગરુપે 21 ફેબ્રુઆરી 1952ના દિવસે ઢાંકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યુ જેનો હેતુ પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનો અને બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી. જેના માટે વિશાળ રેલી કાઢી, હજારો લોકો રેલીમાં જોડાયા. સરકારી આ આંદોલનને કચડી નાખવા પોલિસ મોકલી, પોલીસે લાઠી ચાર્જ અને ગોળીબાર કર્યો જેમા હજારો લોકો ઘવાયા હતા. ચાર જેટલા વિદ્યાર્થીઓ મરી ગયા. ઘણા લોકોએ આ આંદોલનમા જાન ગુમાવી પણ માતૃભાષાની મમતાના છોડી.
      આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને શ્ર્દ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ 1999ની જનરલ કોન્ફરન્સમાં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.
      ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે. હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે. પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.)એ 2010માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે. આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.


ગુજરાતી: જય જય ગરવી ગુજરાત
આજે આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ. તમને ખબર છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ ઘણો વર્ષોજૂનો છે. ગુજરાતી ભાષા 700 વર્ષથી પણ જૂની છે, અને 6 કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી ગુજરાત થયું છે. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી આ રીતે વિકાસ પામી છે. 

ગુજરાતી ભાષાના અનેક શબ્દો પ્રચલિત : ગુજરાતી ભાષાના શબ્દો તરીકે અનેક શબ્દો પ્રચલિત છે જે ખરેખર અન્ય ભાષાઓના છે. હિન્દી, મરાઠી, કન્નડ, બંગાળી જેવી દેશની ભાષાઓ તો ખરી જ. સાથે, વિદેશની ભાષાઓ જેવી કે અરબી, ફારસી, તુર્કી, પોર્ટુગીઝ, અંગ્રેજીના શબ્દો પણ ગુજરાતીઓએ સ્વીકાર્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે જે 'બીજાના' માટે બોલાય છે, અંગ્રેજી ભાષાને સવારથી ભાષા ગણવામાં આવે છે. દુનિયામાં ગુજરાતી જેવી બીજી કોઈ અમય ભાષા નથી જે નિઃસ્વાર્થ હોય. ગુજરાતીઓ કોઈને સીધા નામથી બોલાવવાના બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે. જેમાં એક અનેરો આનંદ છૂપાયેલો છે.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ વિશે વિચાર કણિકાઓ :
"માતૃભાષા ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર છે" 
"માતૃભાષાને જીવાડશો તો માતૃભાષા તમને જિવાડશે"
"માં, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી."
         મા સાથે દરેકનો લોહીનો સંબંધ છે, માતૃભાષા સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે માતૃભૂમિ સાથે આત્મિક સંબંધ છે. 

  • "હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું."  - અબ્દુલ કલામ
  • "માતૃભાષા ગુજરાતીની મીઠાશ તો જુઓ, જતાં લોકોને Bye નહીં આવજો કહીએ છીએ"
  • "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાંં ત્યાં સદા કાળ ગુજરાત" ‌- અરદેશર ખબરદાર
  • ભાષા જાય તો સંસ્કૃતિ જાય"  -ફાધર વાલેસ
  • સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા અમને ગુજરાતી. - ઉમાશંકર જોશી
  • "મને ફાંકડું  અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ, મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે"  - કવિ નર્મદ
  •  "બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે."  - ગાંધીજી
  •  "સંસ્કાર અને સંસ્કૃતિનું પતન માતૃભાષાના પતનથી જ થાય છે"  - ગુણવંત શાહ

ભાષા એ વિચારોનો પહેરવેશ છે... પ્રત્યાયનની અનેક ભાષા હોઇ શકે, પરંતુ અભિવ્યક્તિની સચોટ રજુઆત કેવળ માતૃભાષામાં જ થઇ  શકે.

વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારા સાત કરોડ લોકો છે.

પરંતુ આપણામાં ભાષાભિમાન નથી..બે અજાણ્યા ગુજરાતી એકબીજાને મળે તો અંગ્રેજી કે અન્ય ભાષામાં વાત કરે છે..આવું બંગાળી કે મરાઠી બોલતા લોકો કયારેય ના કરે..એ એમની માતૃભાષાને બેહદ ચાહે છે.

લતા મંગેશકર,સચિન તેંડુલકર કે માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પણ મરાઠીમાં બોલે છે. આપણે ગુજરાતી બોલતા શરમ અનુભવીએ છીએ. કારણ વગર પરભાષામાં બોલતા લોકો કૃત્રિમ લાગે છે. માણસ જયારે માતૃભાષામાં બોલે છે ત્યારે એ દીપી ઉઠતો હોય છે.

હકિકતમાં આપણી ગુજરાતી ભાષા એક હજાર વર્ષનો સુદીર્ઘ ઇતિહાસ ધરાવે છે.

એનું શબ્દભંડોળ આગવું છે, ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે "ગૂર્જરાત" અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત અને એની ભાષા ગુજરાતી.

જે મુળ સંસ્કૃત- પ્રાકૃત-સૌરસેની પ્રાકૃત-પશ્ચિમી રાજસ્થાની-જૂની ગુજરાતી-અને આધુનિક ગુજરાતી... એમ ગૌરવશાળી રીતે વિકસી છે.

કવિ ખબરદાર કહે છે...
"ગુર્જર વાણી ગુર્જર લ્હાણી ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત "*

ગુજરાતી...એ...
એ નરસિંહ અને મીરાં જેવા ભકત કવિઓની જબાન છે .
જૈન કવિઓની આરાધના છે.
પારસીઓના ખટમીઠ્ઠા શબ્દોની નજાકત છે.

પ્રેમાનંદના સમયમાં આપણી ભાષા માટે કોઇએ મ્હેણું માર્યું.
કે...'અબે તબે કા સોલ આના, ઇકડમ તીકડમ આના બાર.
અઠે કઠે કા આઠ હી આના, શું  શાં પૈસા ચાર'
          અને પોતાની માતૃભાષા ના ગૌરવ માટે પ્રેમાનંદે ભેખ ધારણ કર્યો.જયાં સુધી ગુજરાતીને ઉચ્ચ સ્થાને ના બેસાડી ત્યાં સુધી એમણે શિખા ન બાંધી અને માણ ઉપર આખ્યાનો થકી ઓજસ્વી ગુજરાતી કાવ્યોનું સર્જન કરી મહાકવિ નું બિરૂદ પામ્યા..


આવા અનેક પડાવો છે માતૃભાષા ગુજરાતીના વિકાસક્રમના... 
આપણને ગૌરવ થાય એવા લોકો મળ્યા છે આપણી ભાષામાં.
  • દયારામની ગરબી કે નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' લાજવાબ છે.
  • એ ગાંધીજીની ભાષા છે.
  • દુનિયાનું સૌથી મહત્વનું પુસ્તક "સત્ય ના પ્રયોગો "આપણી ભાષામાં લખાયું છે.
  • સરદાર પટેલ પાણીદાર ગુજરાતી બોલતા જેનો આગવો અંદાજ હતો... કૃષ્ણ ભગવાનના અંગત મિત્ર સુદામા ગુજરાતી હતા.ખુદ કૃષ્ણ પણ અહીં નિવાસ કરતા હતા એટલે એ પણ ગુજરાતી બોલ્યા હશે..આ કેટલું રોમાંચક છે.!
  • ભગવાન સ્વામીનારાયણ કે દયાનંદ સરસ્વતી ગુજરાતીમાં લખતા.
  • નાનજી કાલીદાસ મહેતા કે ધીરુભાઈ અંબાણી એ કરોડોનો કારોબાર આ ભાષામાં કર્યો છે.
  • એ ગોવર્ધનરામની સંસ્કારિતા છે.
  • કનૈયાલાલ મા.મુનશીની અસ્મિતા છે.
  • સરદાર પટેલનો લોખંડી પ્રતિભાવ છે.
  • કૃષ્ણકુમારસિંહજી નું સ્વાર્પણ છે.
  • સયાજીરાવ નું સુશાસન છે.
  • પન્નાલાલ પટેલનો કથાવૈભવ છે.
  • કલાપી નો કેકારવ છે.
  • જામ રણજી નો માસ્ટર સ્ટ્રોક છે.
  • એ મારી માતૃભાષા ગુજરાતી છે.
  • 'હું ગુર્જર ભારતવાસી' કહેતા ઉમાશંકરની કાવ્યબાનીમાં એ સુપેરે વણાઈ છે.
  • એ ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની સેવા થકી ઉજળી બની છે.
  • કોઠાસુઝ કે હૈયાઉકલત જેવા શબ્દો એની આગવી ઓળખ છે.


મને મારી માતૃભાષા માટે દાઝ છે. આ 'દાઝ' જેવો શબ્દ આપણી ભાષા જ આપી શકે !
એના કેટકેટલા અર્થ છે..!
  • એ પારસીઓની શાલીનતા છે.
  • નાગરો ની સુઘડતા છે.
  • વ્હોરાઓની વ્હાલપ  છે.
  • મેમણોની મીઠાશ છે.આહીરોની 'આન' છે.
  • લોહાણાઓનું સાહસ છે.
  • જૈનોનું જાજવલ્ય છે.
  • પાણીદાર પાટીદારોનો પુરુષાર્થ છે.
  • ક્ષત્રિયોની તેજસ્વીતા છે.
  • ચૌધરીઓની ચતુરતા છે.
  • એ મહાજાતીઓનો સમુહ છે.
  • એ પીડ પરાઇ જાણે છે.
  • એ મીરાના પ્રેમની કટારી છે.
  • એ અનોખો જોસ્સો છે.
  • એ મોંઘેરૂં ગાન છે.
  • એ ગાંધીના વૈષ્ણવજનની પરિભાષા છે.
  • એ વિક્રમ સારાભાઇની જિજ્ઞાસા છે.
મારી માતૃભાષા મહાન છે.

..... એટલે જ કહેવાયું છે કે...
"જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં  ત્યાં  સદાકાળ  ગુજરાત.'


છેલ્લે આખીરમાં ...
'મારી વાત જેને સમજાતી નથી, એ ગમેતે હોય ગુજરાતી નથી.'


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ ની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 04, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment