પ્રાર્થના : પ્રાર્થના એટલે શું? | પ્રાર્થનાનું મહત્વ | ૧૧. વૈષ્ણવ જન તો તેને કહીએ.
શાળા, કોલેજો માટે ખુબજ ઉપયોગી ૪૦ વધુ પ્રાર્થનાઓ એક જ જગ્યાએ થી...
ટેક્સટ તેમજ PDFબૂક તેમજ MP3 સાંભળો તથા ડાઉનલોડ કરો અહીંયાથી.
પ્રાર્થનાથી ઈશ્વરીય શક્તિનો અનુભવ કરવા જરૃરી છે. પ્રાર્થનાથી પોતાની ચિંતા કે જવાબદારી પ્રભુને સોંપ્યાનો અનુભવ થાય છે. નિરાશા, હતાશા, ક્રોધ જેવા હાનિકારક ભાવો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે. હાનિકારક ભાવોની અસરથી ઉદ્ભવતા શારીરિક કે માનસિક રોગો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દુર કરે છેે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાણ, પરોપકારી અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દુર કરે છે અને કોઇ પણ વિષમ પરિસ્થિતિનો સમાનો કરવાની શકિત કરે છે. પ્રાર્થના કરવાથી અહમ, ઇગો દુર થાય છે જેથી આપણે પોતાની ભુલો શોધી શકીએ છીએ.
⇛ પ્રાર્થના :
• પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે!
• પ્રાર્થના એટલે હૃદયની આંતર વાત પ્રભુ પાસે પહોંચાડવાનો દિવ્ય માર્ગ છે
• પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેમ દેહને ટકાવવા અન્નાદિક ખોરાક જોઈએ તેમ આત્માને સબળ રાખવા પ્રાર્થના ફરજિયાત છે
• પ્રાર્થના એ આધ્યાત્મિક, વ્યવહારિક, શારીરિક, માનસિક અનેક દુઃખોથી રહિત થવાનો સરળ માર્ગ છે.
• પ્રાર્થનાનાં બીજા પર્યાય શબ્દ અભ્યર્થના, બંદગી તથા વંદના છે. પ્રાર્થના એટલે એક પ્રકારની અરજ, ગુજારિશ અને દીનભાવ એવો અર્થ કરી શકાય. પ્રાર્થના એટલે અંતઃકરણપૂર્વક ભગવાનની કરવામાં આવતી ભક્તિ.
• પ્રાર્થના આપણાં જીવનમાં શાંતિ બક્ષે છે તથા મન અને મગજને એકચિત્ત કરે છે. હકીકતમાં પ્રાર્થના આપણાં દૈનિક જીવન સાથે વણાયી ગયી છે અને પ્રાર્થના વગર દિવસની શરૃઆત કરવી નકામી છે
• દરેક શાળા, મહાશાળા કે અમુક સરકારી કચેરીઓમાં કામગીરી શરૃ કરતાં પહેલાં પ્રાર્થના બોલવાનો રિવાજ છે અને એનું કારણ એ છે કે પ્રાર્થનાથી આપણું મન શુદ્ધ થાય છે અને આપણો આખો દિવસ શાંતિમય રીતે પસાર થાય છે.
• વિદ્યાર્થીઓનાં પાઠયપુસ્તકોમાં પણ જુદી જુદી પ્રાર્થનાઓ જોવા મળે છે અને આનાં ઉપરથી જ આપણને પ્રાર્થનાની મહત્તાનો ખ્યાલ આવે છે. પ્રાર્થના આપણી સંસ્કૃતિનું પ્રતિક છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે. બાળકોમાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળા, કોલેજની શરૂઆત પણ પ્રાર્થનાથી જ થાય છે. પ્રાર્થનાથી ઘર, ઓફિસ કે શાળાનું વાતાવરણ સ્વર્ગીય આનંદ આપતું બની જાય છે.આપણા સૌના પ્રિય મહાત્મા ગાંધીજી પણ દરરોજ પ્રાર્થના કરતા હતા. તેઓ કહેતા કે ભગવાને મારી પ્રાર્થના નો જવાબ ન આપ્યો હોય એવુ કયારેય બન્યુ નથી.ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’ પ્રાર્થના ગાઇને કે મનોમન પણ કરી શકાય છે. ભજન, કીર્તન, ગરબા, સાખી, આરતી વિગેરે બધા પ્રાર્થનાના જ સ્વરૂપો છે.
પ્રાર્થના આપણામાં ઇશ્વરીય શિકતનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કર્યા પછી આપણને આપણી તમામ જવાબદારીઓ, સમસ્યાઓ જાણે ઇશ્વરને સોંંપી દીધી હોય તેવો અહેસાસ થાય છે. દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મના રીત રીવાજો પ્રમાણે પ્રાર્થના કરે છે, સામાન્ય રીતે સવાના સમયે પ્રાર્થના કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે.
"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" આ વાકય જ આપણને પ્રાર્થનાનું મહત્વ નિબંધનું આખુ હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે. તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.
પ્રાર્થના એક એવી ધાર્મિક ક્રિયા છે કે મનુષ્યને બ્રમાંંડની કોઇ મહાન શકિત સાથે જોડે છે. પ્રાર્થના વ્યકિતગત અથવા સામુહિક રીતે પણ કરી શકાય છે. તેમાં મંત્ર, ગીતો, ભજનો વિગેેેેેરેનો પણ ઉપયોગ થઇ શકે છે અથવા તો મૌન રહીને પણ પ્રાર્થના કરી શકાય છે.
માનવી એ સમગ્ર પ્રાણી સૃષ્ટિનું સૌથી બુધ્ધિશાળી પ્રાણી ગણાય છે. જયારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે. તેના માટે પણ ઇશ્વરનો આભાર માનવો જરૂરી છે. વળી ઇશ્વરે આપણને હવા, પાણી, સુર્યપ્રકાશ આપ્યા છે, જેના વડે આપણે આ પૃથ્વી પર સરળતાથી જીવન જીવી રહયા છે તો એ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.
⇛ પ્રાર્થના કરવા માટેની પૂર્વશરત :
• જરૂરિયાતમંદ થઈને (needy) પ્રાર્થના કરવી.
• ‘હું કશું જ નથી’ એવા ન્યૂનભાવે પ્રાર્થના કરવી.
• પ્રગટ-પ્રત્યક્ષભાવે પ્રાર્થના કરવી.
• ‘મહારાજ પ્રાર્થના સાંભાળે જ છે’ એવા વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી.
• પ્રાર્થના કેવી રીતે કરી શકાય ? કોને કરી શકાય ?
• પ્રાર્થના ઉચ્ચ સ્વરે અથવા મૌન રહી મનમાં કરી શકાય.
• પ્રાર્થના ગદ્યમાં કે પદ્યમાં કરી શકાય.
⇛ (૧). પ્રાર્થનાનું મહત્વ :
• (૧) એકાંતમાં (૨) સમૂહમાં એમ બે રીતે કરી શકાય. સમૂહપ્રાર્થના કરતાં એકાંતપ્રાર્થનામાં ૧૦૦ ગણી વધુ તાકાત છે. તેનાથી મહારાજ ખૂબ રાજી થાય. નીરવ શાંતિમાં કોઈ પણ પ્રકારના ઉદ્વેગ કે ઉચાટ વગર એકાંતમાં ગદ્ગદભાવે મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરવાથી જીવનમાં એક દિવ્યતાનો અહેસાસ થાય છે, હળવાફૂલ જેવા થયાનો અનુભવ થાય છે.
• પ્રાર્થના ગરજુની આરજૂ છે; તેમાં પ્રભુ પાસે કંઈક યાચના કરવાની છે માટે હંમેશાં પ્રાર્થના બે હાથ જોડીને જ કરાય. જો સામે મહારાજની મૂર્તિ હોય તો નેત્ર ખુલ્લા રાખીને ટટ્ટાર બેસીને પ્રાર્થના કરાય; અન્યથા નેત્ર બંધ રાખીને પ્રાર્થના કરાય.
• પ્રાર્થનાનાં માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચવું શક્ય જ નથી. પ્રાર્થના એ ભક્ત અને ભગવાન વચ્ચેનો સેતૂ છે. એવું નથી કે પ્રભુ પાસે કાંઈ માંગવા માટે જ આપણે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણાં મન તથા મગજની શાંતિ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.
• પ્રાર્થના એ અંતરનો આર્તનાદ છે. આપણી પ્રાર્થનામાં એક શક્તિ, વજૂદ અને સચ્ચાઈ હોવાં જરૃરી છે, અને એમાં અંતરનો ઉમળકો હોવો ખાસ જરૃરી છે. પ્રાર્થના એટલે પ્રભુનાં ગુણગાન, વખાંણ,સ્તુતિ કે પ્રસંશા એથીવિશેષ કાંઈ નહીં. જેમ આપણે આપણું શરીર ટકાવી રાખવા માટે જળ તથા આહારની જરૃર પડે છે, તેવી જ રીતે જીવનમાં આપણે જાણે અજાણે કરેલાં પાપોને ધોવા માટે ભક્તિરૂપી ભાથું બાંધવું પડે છે.
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીઠ પરાઇ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિયાન ન આણે રે,
વૈષ્ણવ જન....
સકલ લોકમાં સહુને વંદે નિંદાન કરે કેની રે,
વાંચ, કાછ, મન નિચલ રાખે ધન ધન જનની તેની રે,
વૈષ્ણવ જન....
સમદ્દષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્યા થકી અસત્યન બોલે પર ધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન....
મોહમાયા વ્યાપે નહી જેને દ્દઢ વૈરાગ જેના જેના મનમાં રે
રામનામ શું તાલી રે લાગી સકલ તીરથ તેના મનમાં રે
વૈષ્ણવ જન....
વણલોભીને કપટરહિત છે. કામક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનુ દરશન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે,
વૈષ્ણવ જન....
- નરસિંહ મહેતા
________________________________________
⇛ સવારની પ્રાર્થના :
દરરોજ સવારે, આપણે પૂર્ણ નિષ્ઠાપૂર્વક નીચેની પ્રાર્થના ગાવી જોઇએ, તે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવશે.
“ હે ભગવાન, મારા મન, વાણી અને કાયાથી કોઇને દુ:ખ ન આપુ તે માટે શક્તિ આપો, હે ભગવાન, મને તમારા જેવો જ બનાવો અને મોક્ષે લઈ જાઓ.”
⇛ આપણો અભ્યાસ શરૂ કરતાં પૂર્વે દરરોજ કરવાની પ્રાર્થના :
દરેક બાળકની પ્રાથમિક જવાબદારી સારા અભ્યાસની છે. તેથી, દરેક માતા-પિતાએ અથવા શિક્ષકે તેઓના બાળકોને ભણતા પહેલા કઈ રીતે પ્રાર્થના બોલવી તે શીખવવું જોઇએ, આનાથી તેમને પોતાની જવાબદારી પૂર્ણ કરવા માટે પુરતી શક્તિઓ મળી રહેશે.
તેઓને આંખ બંધ કરવાનું કહો અને ૧૦ મિનિટ માટે સારી સ્થિરતા સાથે મોટેથી બોલવા કહો, ‘દાદા ભગવાનના અસીમ જય જય કાર હો!’ અને જ્યારે તેઓ બોલી રહ્યા હોય ત્યારે સાથે સાથે આંખ બંધ રાખીને પ્રત્યેક અક્ષરે અક્ષ્રર વાંચવાનું કહો.
ખાસ પ્રાર્થના કરવાથી આપણી યાદશક્તિ વધે છે અને ભણવાનું સહેલાઇથી યાદ રહી જાય છે.
પરીક્ષા પહેલા, દરેકને એવો સામાન્ય ભય હોય છે કે મેં જે કાંઇ વાંચ્યું છે તે યાદ નહિ રહે તો હું શું કરીશ. આ ભયને દૂર કરવા માટેનો ઉપાય નીચેની પ્રાર્થના છે:
“હે ભગવાન! હું હ્ર્દયપૂર્વક આપને પ્રાર્થના કરું છું કે મને ભણવાનું યાદ રહે તેવી યાદશક્તિ આપો.
આ માટે, હે ભગવાન, મારી ચિતવૃતિઓ દ્વારા જે કાંઇ ભૂલો થયેલ હોય તેની માફી માંગું છું
અને મારી ચિતવૃતિઓને ભણવામાં અને આપનામાં સ્થિર કરી શકું તે માટે મને પરમ શક્તિ આપો.”
➤ ૧૧. વૈષ્ણવ જન તો તેને કહીએ.
⇛ પ્રાર્થના કરવાથી થતા ફાયદા:
• વ્યવહારિક માર્ગે કોઈ કાર્યમાં ક્યારેક નફો તો ક્યારેક ખોટ જાય પરંતુ નિષ્કામભાવે પ્રાર્થના કરવામાં તો નફો જ નફો છે; કદી ખોટ જતી નથી. અવરભાવનાં ઉદ્વેગ, અશાંતિ, ચિંતા, ઉગ્રતા, આપત્તિ, વિપત્તિ અનેક દુઃખનાં દ્વંદો પ્રાર્થના કરવાથી ટળી જાય છે અને હળવાફૂલ જેવા થઈ જવાય છે.
• પ્રાર્થનાથી માનિક રોગ અને શારીરિક રોગો પણ દૂર થાય છે.
• મહારાજ અને મોટાપુરુષને સકારાત્મક પ્રાર્થના કરવાથી આપણામાં જબરજસ્ત સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જે આપણા જીવનમાં નવો રચનાત્મક ઓપ આપે છે.
• પ્રાર્થના કરવાથી અહંકાર ઓગળે છે. ‘હું કશું જ નથી’ એ ભાવની દૃઢતા થાય છે અને મહારાજ અને મોટાપુરુષનું મહાત્મ્ય વધુ દૃઢ થાય છે.
• પ્રાર્થનાથી વણ ઉકલ્યા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.
• પ્રાર્થનાથી શાશ્વત શાંતિનો અનુભવ થાય છે.
• દિવસનો પ્રારંભ અને અંત પ્રાર્થનાથી જ થાય.
⇛ આ તમામ પ્રાર્થનાઓ સેવ કરો... ડાઉનલોડ કરો... સાંભળો... એક જ જગ્યાએથી
👇
#વૈષ્ણવ જન તો તેને કહીએ
#પ્રાર્થના
#pdf
#Mp3
#ડાઉનલોડ
દરેક શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ ને માટે તથા દરેકને માટે પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી સંકલિત "પ્રાર્થના પોથી"
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં આપને વર્ગશિક્ષકો ને ઉપયોગી મટેરિયલ સંકલિત કરી મુકેલ છે તે તમને ગમ્યું જ હશે... જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on November 19, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
આ જાણકારી શેર કરવાનો અમારો ઉદેશ ફક્તને ફક્ત શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભણવવા માટે મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતી શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
Your feedback is required.
No comments:
Post a Comment