Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

5/29/15

તમારા વાળનું અમૃત...શાકભાજી


    દોસ્તો....આપ જાણો છો..?   કે  શાકભાજી વાળનું  છે.  શું વાળ માટે શાકભાજી ફાયદો કરે છે ખરા ?
તમે  વિચારતાં હશો કે વાળની તકલીફ જેમ કે વાળનું ખરવું, સફેદ થવું, ખોડો જૂં-લીખ વગેરે રોગો થયા હોય તો  એ માટે વાળ પર લગાવવાના તેલો  અને  ખાવાની દવા આ બધી ટ્રીટમેન્ટ કરવાથી વાળમાં ફાયદો થાય છે.  તમારૂ અનુમાન સાચું જ છે, પરંતુ એ સાથે શાકભાજીનો  યોગ્ય  ઉપયોગ કરવામાં આવે તો તેનું પરિણામ  જલ્દી મળે છે.
      આપણે  સૌ જાણીએ છીએ  જ  કે દરેક શાકભાજીમાં બધા જ પ્રકારના વિટામીન્સ, ફોસ્ફરસ, પ્રોટીન, લોહ વગેરે તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે  
● 《 કાકડી 》    
કાકડીનો ગુણ પણ ઠંડક ઉત્પન્ન કરનાર છે. મગજમાં અતિશય ગરમી લાગતી હોય તો કાકડીનો ઉપયોગ કરવો જોઇએ. વાળમાં પણ અતિશય ગરમી લાગતી હોય તો કાકડીને છીણી કપડામાં લપેટી માથા પર મૂકવાથી ખૂબ જ ઠંડક લાગે છે અને માનસિક સાંત્વના મેળવી શકાય છે.
● 《 ડુંગળી 》   

ડુંગળી સ્વાદમાં તીખી હોય છે. તેમજ તેનો ગુણ પણ ગરમ હોય છે. જેને Acidity રહેતી હોય તેણે ડુંગળીનો ખાવામાં ઉપયોગ કરવો નહીં બાકી જેમને તકલીફ ન હોય તેમને માટે ડુંગળી પુષ્ટિકર, વીર્યવર્ધક છે. ડુંગળીને ‘‘ગરીબોની કસ્તુરી’’ નામ આપવામાં આવેલું છે. ગરીબો કસ્તુરી ખાઈ શકતા નથી પરંતું કસ્તુરી જેવા જ ગુણો ડુંગળીમાં છે એટલા માટે જ ઉપર્યુક્ત ઉપમા આપવામાં આવી છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી જૂં મરી જાય છે. વાળ ધોવાના ૧ કલાક અગાઉ ડુંગળીનો રસ માથામાં ભરી દેવો. ત્યાર બાદ કડવા લીમડાના ઉકાળતા પાણીને ઠંડુ કરી આ જ પાણીથી વાળ ધોવાથી જૂં મરી જાય છે. જો જૂં વારંવાર થતી હોય તો સાથે ખાવાની દવા લેવાથી કાયમી ફાયદો મેળવી શકાય છે. જો કોઇકવાર જ જૂં થતી હોય તો ઉપરનાં ઉપચાર કરવાથી પરિણામ મેળવી શકાય છે. સરગવાના પાનના રસનું માથા પર મસાજ કરવાથી ખોડો મટે છે.
● 《 દૂધી 》    
દૂધીનો તેલમાં ઉપયોગ થાય છે. એ તો આપ જાણો જ છો. ગરમપ્રકૃત્તિ એટલે કે પિત્તના પ્રકોપને કારણે માથુ ગરમ રહેતું હોય અને ગુસ્સો ખૂબ આવતો હોય આવા સમયે દૂધીને છીણી તેનો રસ કાઢી તેનું તેલ બનાવી રોજે રોજ ઉપયોગ કરવાથી વાળમાં ઠંડક થાય છે. અલબત્ત સાથે સાથે પ્રકૃત્તિ પ્રમાણે બીજી વનસ્પતિનો તો ઉપયોગ સવિશેષ કરવો જોઇએ. દૂધીનો હલવો સ્વાદિષ્ટ અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરનાર છે. પિત્તના પ્રકોપને કારણે વાળ ખરતાં હોય તો અથવા સફેદ થયા હોય તો દૂધીનો હલવો ખાવાથી ફાયદો થાય છે.
● 《 પરવળ 》  

 પરવળ બે પ્રકારના હોય છે. એક તો મીઠા અને બીજા કડવા. મીઠા પરવળ પચવામાં હલકાં હોય છે અને લોહી વધારનાર છે. મીઠા પરવળનો સૂપ બનાવી પીવાથી પણ ખરતાં વાળમાં ફાયદો થાય છે. મીઠા પરવળ ખાવાના કામમાં આવે છે. જ્યારે કડવા પરવળ દવા તરીકે લગાવવાના કામમાં આવે છે. કડવા પરવળના પાનનો રસ માથાની ઉંદરી (ઇન્દ્રલુપ્ત) પર ચોપડવાથી નવા વાળ આવે છે. ઉંદરી એટલે વાળને જાણે ઉંદરે કાપી નાંખ્યા હોય એવા ચકામાં પડ્યા હોય તેને ઉંદરી કહેવામાં આવે છે. વાળમાં જો ફોડલાઓ થયા હોય તો કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડાને ધોવાથી ખૂબ જ ફાયદો થાય છે.
● 《 ગાજર 》    

ગાજરમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ, ફોસ્ફરસ, ગંધક અને સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત વિટામીન ‘એ’નું પ્રમાણ વધુ હોય છે. ગાજરમાં લોહ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસનું તત્વ હોવાને કારણે વાળમાં ફાયદો કરે છે. શરીરમાં લોહતત્વ અને કેલ્શિયમની ઉણપને કારણે વાળ મૂળમાંથી ખરે છે. આ ખામી પૂરી કરવા માટે ગાજરનો રોજે રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કાચા ગાજર ન ખાઈ શકો તો તેના કટકા કરી મીઠું અને લીંબુ મેળવી ખાવું. ગાજર હંમેશા કુમળાં જ ખાવા જોઈએ અને ગાજરનો સવારે સવારે જ ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. જો ગાજર ન ભાવતા હોય તો ૫ થી ૬ કુમળા ગાજર લઈ તેનો રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.
● 《 તાંદળજાની ભાજી  》     
તાંદળજામાં વિટામીન ‘એ’ ‘બી’ અને ‘સી’ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ છે. જેમાં રક્તવર્ધક (લોહી વધારનાર) રક્તશોધક (લોહી સુધારનાર) જંતુનાશક અને પાચક ગુણો છે. તાંદળજાની ભાજીને કૂકરમાં બાફી વધાર કરી ઉપયોગમાં લેવી જોઈએ. ભાજીમાં લગભગ બધાજ રસો આવી જતાં હોવાથી મીઠુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તાંદળજાનો રસ પીવાથી પણ ફાયદો થાય છે. વાળ ખરતાં હોય, સફેદ થયા હોય તો તાંદળજાની ભાજીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો જોઈએ. આજકાલ લોહીની ઓછપને કારણે ઘણાં રોગો થવાનો સંભવ રહે છે. આવા વખતે વિટામીન્સ કે આર્યનની ગોળીઓ ખાવા કરતાં જો તાંદળજાના રસનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં Himoglobin નું પ્રમાણ વધી જાય છે.
       પાલકની ભાજીમાં પણ વિટામીન એ, બી, સી અને ઈ તેમજ પ્રોટીન, સોડીયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને લોહ છે. એ લોહીના રક્તાણુઓને વધારે છે.
● 《  લીંબુ  》     
લીંબુમાં સાઈટ્રીક એસીડ, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું, સાકર, કેલ્શિયમ, પોટાશ, ફોસ્ફરસ, અને લોહ છે. લીંબુમાં વધુ પડતુ વિટામીન ‘સી’ હોય છે
તેમજ વિટામીન બી-૧ નું પ્રમાણ હોય છે. લીંબુનો રસ માથાના વાળમાં નાંખી મસળી અને સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લૂખાશ દૂર થાય છે. તેમજ વાળ સ્વચ્છ બને છે. વાળ ધોવાના એક કલાક અગાઉ વાળમાં ખાટું દહીં અને લીંબુનો રસ મેળવી લગાવવાથી વાળમાં રહેલ ખોડો મટે છે.
      આમળાના પાવડરને લીંબુના રસમાં મેળવી ૫-૬ કલાક પલાળી રાખવું. ત્યારબાદ રાત્રે તે તે પાવડર વાળમાં લગાડી સવારે ધોઈ લેવું. આનાથી લાંબા ગાળે સફેદ વાળ કાળા બને છે.
       મિત્રો....,  આમ આપણે રોજબરોજ વાપરતાં શાકભાજીનો ઉપયોગ કરવાથી કેટલા બધા ફાયદા થાય છે એ જોયું. શાકભાજીને બને ત્યાં સુધી અગ્નિના ઓછા સંપર્કમાં આવે એ પ્રમાણે રાંધવા જોઈએ. વધુ પડતા શાકભાજીને બાફવાથી અથવા ફક્ત તેલમાં જ બનાવવાથી શાકના ગુણો નાશ પામે છે, અને શાકમાં ફક્ત સ્વાદ જ રહે છે.
      તેથી બને ત્યાં સુધી શાકભાજી જે કાચા લઈ શકો તો કાચા જ ખાવા જોઈએ, અને જે કાચા ન ખાઈ શકાતા હોય તેને કૂકરમાં બાફી વઘાર કરી ખાવાથી તેના ગુણો જળવાઈ રહે છે. શાકભાજીમાં વધુ પડતાં મરીમસાલાનો ઉપયોગ પણ શરીરને માટે નુકશાનકર્તા છે. આ પ્રકરણ વાંચ્યા પછી આશા છે તમે પણ તમારા રોજબરોજના ખોરાકમાં શાકભાજીને મહત્વનું સ્થાન આપશો તો વધુ આનંદ થશે.
     વાળના સૌંદર્ય માટે માટી પણ અગત્યનું ઘટક છે.
● 《  ટામેટા  》  

 ટામેટામાં પણ આર્યનનું પ્રમાણ હોય છે. શરીરમાં લોહીની ઓછપને કારણે જો વાળ ખરતાં હોય તો ટામેટાનો રસ અથવા ટામેટાના સલાડનો રોજે રોજ ઉપયોગ કરવાથી જરૂર ફાયદો થાય છે.
● 《  માટી  》  
 મિત્રો..... માટી  પણ  વાળ માટે  ખૂબ ફાયદાકારક છે. પહેલાનાં જમાનામાં તો લોકો સાબુને બદલે કાળી માટીથી વાળ ધોતાં હતાં. અને તે સમયે લોકોને વાળ ખરવાની કે સફેદ થવાની ફરિયાદ જોવા મળતી ન હતી. માટીથી વાળ ધોવાથી કુદરતી ચમક જળવાઈ રહે છે. તથા વાળ સ્વચ્છ થઈ મુલાયમ અને કાળા બને છે. 
(૧)  સફેદ વાળ વાળાએ કાળી માટીમાં ત્રિફળા, લોહભસ્મ તથા ભાંગરો ઉમેરી બકરીના મૂત્રમાં લસોટી તેનો લેપ વાળમાં રાત્રે કરવો સવારે ધોઈ લેવું. આનાથી લાંબે ગાળે વાળ કાળા થાય છે.
(૨)  કાળી માટીની જેમ મુલતાની માટી પણ વાળ માટે ફાયદાકારક છે. જેના લુખ્ખા વાળ હોય તેમણે મુલતાની માટીમાં થોડું કોપરેલ કે વાળમાં નાંખવાનું તેલ તથા થોડું દહીં મીક્ષ કરી વાળમાં પચાવવું. એકાદ-બે કલાક બાદ વાળ ધોઈ લેવા. આનાથી ધીમે ધીમે વાળ સુંવાળા બને છે. તથા તેની ચમક વધે છે.
(૩)  જેના વાળ ખૂબ તૈલી હોય તેઓએ મુલતાની માટીને થોડા ગરમ પાણીમાં પલાળવી તથા તેમાં થોડો લીંબુનો રસ કે નારંગીનો રસ ભેળવી વાળમાં પચાવવું. એક કલાક બાદ વાળ ધોઈ લેવા આનાથી વાળ કાળા તથા છૂટ્ટા બને છે. આમ માટી પણ વાળનું સૌંદર્ય બક્ષે છે.
(૪)  જમીનના સફેદ ક્ષાર જેનાથી માથું ધોવાથી વાળ એકદમ મુલાયમ,શીલકી બને છે..તેમજ ઝૂ નો પણ નાશ  થાય છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

1 comment: