Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/2/15

જાણો ફળોના રાજા કેરી વિશે.


    આંબા / કેરી,  Mango, आम, વિશે જાણો.
        ઉનાળો  આવતાની સાથે જ કેરી યાદ આવવા લાગે છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ ખાવાની મજા જ અનેરી હોય છે. ગરમીની સિઝનમાં થતાં લગ્નોમાં પણ કેરીના રસની લોકો લિજ્જત મણાતા હોય છે. ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગે છે. કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
       ઉનાળાની સ‌િઝન  શરૂ થવાની સાથે જ બજારમાં મનને લલચાવનારી કેરીનું આગમન ભલે થઈ ચૂક્યું છે,  પરંતુ જલદીથી કેરીની સિઝનની મોટા પાયે કમાણી કરવાની લાલચમાં કેરી ખરીદનાર અનેક નાગરિકોના આરોગ્ય માટે ખતરારૂપ કાર્બાઈડ પણ કેરીની સાથે જ લોકોના પેટમાં ઠલવાય છે,  દવા-કેમિકલથી પકવવામાં આવેલી કેરીઓ બેરોકટોક   બજારમાં વેચાઈ રહી છે.  જેની લાંબા ગાળાની અસર જીવલેણ બીમારીઓમાં પલટાય છે .
        કેવી રીતે ઓળખવી કુદરતી અને કેમિકલથી પકાવેલી કેરી?કેલ્શિયમ કાર્બાઇડે અન્ય કેમિકલ  વડે પકાવવામાં આવતી કેરી ખાવાથી મગજના રોગો થવા ઉપરાંત અન્ય લાંબા ગાળે કેન્સર જેવા અનેક રોગો થવાનીની સંભાવનાઓ રહેલી છે. નેચરલ કેરી અને કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી વચ્ચેનો તફાવત પારખવા માટે કેરીને પાણી ભરેલી ડોલ કે વાસણમાં નાખવી. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પકાવેલી કેરી છે  તેમ સમજવું અને જો કેરી પાણીમાં તરવા લાગે તો સમજી લેવું કે આ કેરી ખાવાલાયક નથી,  કેમ કે તે  તે કેમિકલથી પકવવામાં આવેલી આર્ટિફિશિયલ કેરી છે. અન્ય ઉપાયરૂપે કેરી કુદરતી રીતે પકાવેલી નેચરલ છે કે દવાથી પકાવેલી છે તે કેરીના કલર ઉપરથી પણ ખબર પડી શકે છે...
       
      દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. 
      ભારતમાં થતી કેરીની જાતો..
કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમપલ્લી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશ, નિલેશાન, નિલેશ્વરી, વસી બદામી, દાડમીયો.
      ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકર પ્રદેશમાં) થાય છે. તે પછી તામીલનાડુ, બિહાર, પશ્ચિમબંગાળ, ઓરિસ્સા,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનોનંબર આવે છે. મહારાષ્ટ્ર આલફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટીએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ભરૂચ તેમજ ઓછાવત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, કચ્છ, ભાવનગર અને જામનગર જિલ્લામાં પણ થોડી ઘણી કેરીઓ થાય છે. 
  •    કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે.કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
  •    સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે. તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે. આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટે છે.
  •    કેરી સ્વાદની સાથે અનેક ફાયદાકારક ગુણ ધરાવે છે. જાણો, કેરી તમને અમુક રોગો સામે કેવી રીતે રક્ષણ આપી શકે છે. ફળોના રાજા તરીકે ગણાતા ફ્રૂટમાં સૌથી પહેલી ગણતરી કરીએ તો કેરીનું નામ જ યાદ આવે. કેટલાંક લોકો માને છે કે કેરીમાંથી કેલરી મળી રહે છે, તેથી ખાવી જોઈએ. જો કે કેરીએ એવું ફળ છે, જે શરીર માટે ઘણી રીતે ઉપયોગી બને છે  
  •    કેરીની સિઝનમાં જો તેને નિયમિત ધોરણે ભોજનમાં ઉમેરવામાં આવે તો તેનાથી આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. તાજી કેરીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે હ્યદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે. કેરીમાં રહેલાં વિટામિન ઈથી શરીરમાં જોશ અને ચુસ્તી તેમજ ર્સ્ફૂિત રહે છે. 
  •    કેરીના ટુકડાને ૧૦થી ૧૫ મિનિટ ચહેરા પર ઘસવાથી અને પછી ચોખ્ખાં પાણીથી સાફ કરવાથી ચહેરા પરથી ખીલને દૂર કરી શકાય છે. ચહેરાની સુંદરતા અને નરમાઈ વધે છે અને ચહેરો વધારે ચમકદાર બને છે. 
  •    તાજા લીલા કેરીના બીયડ એટલે કે ગોટલાને સુકાવી લો. એને વાટીને પાવડર બનાવી લો. આ ચૂર્ણમાં સ્વાદ મુજબ સંચણ નાખી અને જીરુઉ પાવડર નાખી રાખી લો. જ્યારે પણ અપચ થાય તો થોડી માત્રામાં આ ચૂર્ણ ખાલી લો. સમસ્યા દૂર થઈ જશે.
  •    કેરીના તાજા પાનાના રસને એસિડીટી નિયંત્રણ માટે હર્બલ જાણકારો દ્વારા  અપાય છે . તાજા પાન આશેરે 10 ગ્રામને  50 મિલી પાણી સાથે મિક્સ કરી વાટી લો. આ રસને પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે.
  •    કેરીના ગોટલાના  ચૂર્ણને દહી સાથે મિક્સ લેવાથી જાડામાં આરામ મળે છે. ગુજરાતમાં જાડા અને અપચમાં દર્દીને આ જ દેશી ઉપાય આપે છે. લૂ લગવા થી પણ આ નુસ્ખાના ઉપયોગ કરાય છે.
  •    કેરીના ગોટલાના ચૂર્ણ , કમલના સૂકા ફૂલ , બીયડ અને સૂકી પાંદડીઓને સમાન માત્રામાં લઈને વાટી લો. આ મિશ્રણને તે મહિલાઓને ઠંડા પાણી સાથે લેવું જોઈએ , જેને ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી રહી હોય્
  •    કેરીના ગોટલાના રસને નકસીર નાકથી લોહી નિકળતા રહેવાની તકલીફમાં પણ કારગર છે. જાણકારો મુજબ દિવસમાં 3 વાર આ રસની 2-2 ટીપાં નાકમા નાખવાથી આ સમસ્યાથી નિદાન મળી જાય છે.
  •    ખાંસી થતાં પાકા કેરીને શેકીને ઠંડા થતાં રોગીને ખવડાવો. ખાંસીમાં જ્લ્દી આરામ મળી જાય છે.
  •    પાકી કેરી 100 ગ્રામ ભોજન પછી એક ગ્લાસ ઠંડા દૂધ સાથે પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.
  •    કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હયો તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાંથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે, જે મહિલાઓ ૪૦-૪૫ વર્ષની હોય અને મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય તેવી મહિલાઓ માટે કેરી ખાવાનું ગુણકારી છે. કેરીમાં રહેલા ફાઇબર અને પેક્ટિન તેમજ વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. દરરોજ રાત્રે આંબાનાં ૧૦થી ૧૫ જેટલાં પાંદડાંને સ્વચ્છ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તે પાણી ગાળીને નરણા કોઠે પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે.
  •    હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે, આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે, એનેમિયા અને કોલેસ્ટરોલ સામે રક્ષણ મળે છે
  •    કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજનથશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.
  •    કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.
દુનિયામાં કેરીનો વાવેતર વિસ્તાર
1. ભારત : ૨૧,૪૩,૦૦૦ હેક્ટર
2. ચીન : ૪,૪૫,૦૦૦ હેક્ટર
3. થાઇલેન્ડ : ૨,૮૫,૦૦૦ હેક્ટર
4. ઇન્ડોનેશીયા : ૨,૬૬,૦૦૦ હેક્ટર
5. પાકિસ્તાન : ૨,૧૫,૦૦૦ હેક્ટર
6. મેક્સિકો : ૨,૦૦,૦૦૦ હેક્ટર
7. ફિલીપાઇન્સ : ૧,૮૧,૦૦૦ હેક્ટર
8. નાઇજીરીયા : ૧,૨૬,૫૦૦ હેક્ટર
9. બ્રાઝીલ : ૮૯,૮૦૦ હેક્ટર
10. ગુએના : ૮૨,૦૦૦ હેક્ટર
11. વિયેતનામ : ૫૨,૦૦૦ હેક્ટર
12. બાંગ્લાદેશ : ૫૧,૦૦૦ હેક્ટર
ભારત દુનિયાનાં કુલ ઉત્પાદનનાં ૪૦% થી વધુ ઉત્પાદન કરે છે. ત્યાર બાદ ચીન અંદાજે ૧૧% અને પાકિસ્તાન અંદાજે ૭% ઉત્પાદન કરે છે.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment