Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/15/22

Human Eye:Structure of Human Eye | What is the eye? | Learn... Functions of the Human Eye | The science of the eye | માનવ આંખની રચના

Human Eye:Structure of Human Eye | What is the eye? | Learn... Functions of the Human Eye | The science of the eye | માનવ આંખની રચના
Human Eye
માનવ આંખ(Human Eye)



માનવ આંખ:માનવ આંખની રચના | આંખ શું છે? | જાણો... માનવ આંખના કાર્ય | આંખનું વિજ્ઞાન

માનવ આંખ(Human Eye) :
માનવ આંખ એક અદભુત, અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની અદભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. માનવ શરીરની બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ.આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે... વ્યક્તિની આંખ તેની આત્માનો અરીસો છે. બે લોકોની આંખનો કલર એક જેવો ક્યારેય જોવા મળતો નથી. કોઇ વ્યક્તિની આંખમાં જોઇને તમે તે વ્યક્તિના મૂડ અને ઇમોશન્સને જાણી શકો છો. વ્યક્તિની ગર્મજોશી, દેખભાળ, પ્રેમ, નિરાશા અને ઘૃણા જેવી ભાવનાઓ તેની આંખ પરથી જાણી શકાય છે. આ સિવાય વ્યક્તિની આંખ શું કહે છે? તો કોઇપણ જગ્યાએ જાય છે ત્યાં તેનું વ્યક્તિત્વ લઇને જાય છે. આંખ જ એક એવું અંગ છે જે વિપરીત સેક્સના લોકોને એકબીજા પ્રત્યે આકર્ષિત કરે છે. આ આંખ જ આપણને ભીડથી અલગ કરે છે. વ્યક્તિની આંખનો કલર તેને અન્ય કરતાં જુદો પાડે છે. સાથે જ, એક નવી ઓળખાણ પ્રદાન કરે છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે કયા દેશ અથવા કઇ જાતીના સમૂહ સાથે સંબંધ રાખો છો. પરંતુ તેની વિશેષતાઓ સમાન રહેશે અને ઘણુ બધું કહી જશે.


                 આપણે જેના દ્વારા આપણી આસપાસની અદભુત દુનિયા નિહાળી શકીએ છીએ જેને આપણે આંખો કહીએ છીએ. સજીવઅંગોમાં આંખ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. સામાન્ય રીતે આંખની સરખામણી આપણે કૅમેરા સાથે કરીએ છીએ. આમતો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ ૧૨ માનોવિજ્ઞાનમાં આવતા એક પ્રકરણ સંવેદન,ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં માનવઆંખ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. માનવઆંખ કેવી છે? અને આંખ કેવી રીતે કાર્ય કરે છે? ચાલો જાણીએ.

               માનવઆંખ માં સૌપ્રથમ કોઈ પણ વસ્તુમાંથી આવાતા પ્રકાશના કિરણો કનિનીકા દ્વારા આંખમાં પ્રવેશે છે. કનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઇરીસ કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કનિનીકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણમુખ જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ, જેને નાની-મોટી કરવાનું કામ આઈરીસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશનાં કિરણો નેત્રમણિ તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સીલીયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. જે નેત્રમણિની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઇ બદલી શકે છે.
નેત્રમણિ દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.
               સીલીયરી સ્નાયુઓ મનાવાઅંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્રલંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્રલંબાઈ વધારે હોય છે. આથી આંખ દુરની વસ્તુ નિહાળવા માટે સમક્ષ બને છે. જ્યારે સીલીયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્રલંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.


માનવ આંખ(Human Eye) વિશે કેટલીક રસપ્રદ જાણકારી : 
પ્રશ્ન 1 : માનવ આંખની નામનિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય માર્ગોના કાર્ય સમજાવો.
ઉત્તર:  
● માનવ આંખ એક કેમેરા જેવી છે.
● તેનો લેન્સ તંત્ર રેટિના તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે.
● આંખના ડોળો લગભગ ગોળાકાર હોય છે, જેનો વ્યાસ આશરે 2.3 cm હોય છે.
(1) પારદર્શકપટલ (કોર્નિયા) : 
● આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે, તેને પારદર્શક પટલ કહે છે.
● પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે.
આંખમાં દાખલ થતા પ્રકાશનાં કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શકપટલની બહારની સપાટી પર થાય છે..
(2) કીકી (Pupil) : 
● કનીનીકાન મધ્યમાં આવેલ  નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે.
● પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે.
● કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે.
(3) કનીનીકા (આઇરિસ) : 
● પારદર્શકપટલના પાછળના ભાગે કનીનીકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે.
● જે કીકીનુ કદ નાનું-મોટું કરે છે.
(4) નેત્રમણિ  : 
● કનીનીકા પાછળ નેત્રમણિ (આંખનો લેન્સ) આવેલ છે, 
● તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે.
● નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલમાત્રામાં પ્રકાશ સંવેદી કોષો  ધરાવે છે.
● પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે.
● આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડે છે મગજ આ સંદેશાઓનું  અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ.
● નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે.
(5) સિલિયરી સ્નાયુ : 
● નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. 
તે નેત્રમણિની  વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઈ બદલી શકે છે.
● લેન્સ ની વક્રતા માં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્રલંબાઈ બદલાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે.
● આમ તેની કેન્દ્રલંબાઈ વધે છે આનાથી આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
● જ્યારે આપણે આંખ ની નજીક રહેલી વસ્તુઓ ને જોઈએ છીએ ત્યારે સિલીયરી સ્નાયુઓ સંકોચાય છે.
● આનાથી નેત્રમણી ની વક્રતા માં વધારો થાય છે તેથી નેત્રમણી જાડો થાય છે પરિણામે નેત્રમણિની  કેન્દ્રલંબાઈ ઘટે છે આનાથી આપણે નજીકની વસ્તુ અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.

પ્રશ્ન 2 :  મોતિયો શું છે? તેને કેવી રીતે દૂર કરી શકાય છે?
ઉત્તર : 
● મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે, ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહે છે.
● મોતિયાની સર્જરી દ્વારા  જોવાની શક્તિ ફરી પુનઃ સ્થાપિત કરી શકાય છે.
● જોવા માટે આપણને  એક નહીં પણ બે આંખ શા માટે હોય છે ? 
● માણસ એક આંખ વડે 150° શિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે બંને આંખો વડે આ વિસ્તાર લગભગ 180° થઈ જાય છે. 
● આમ, બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે. વાસ્તવમાં કોઈ ઝાંખી/ નિસ્તેજ વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે આંખો (સંવેદકો) વડે સ્પષ્ટ જોઈ શકાય છે.





માનવ આંખ(Human Eye) :
આંખનો લેન્સ એ રેસામય જેલી (પોચી લોચા જેવી 3 વસ્તુ) જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્રલંબાઈ બદલાય છે.
              જ્યારે દૂરની વસ્તુ જેવી કે, દૂરનું ઝાડ (અનંત અંતરે) જોઈએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે. આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો હોય છે. તેથી તેની કેન્દ્રલંબાઈ વધારે અને અભિસારી પાવર ઓછો હોય છે. દૂરની વસ્તુનું ઊલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે.



Human Eye
દૂરની વસ્તુ જોવી.

આમ, આંખ જ્યારે દૂરની વસ્તુને જુએ છે ત્યારે તે આરામની સ્થિતિમાં હોય છે.
જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે, જેમ કે, 25 cm અંતરે રહેલું પુસ્તક) ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય છે અર્થાત્ લેન્સની વક્રસપાટીઓની વક્રતાત્રિજ્યા ઘટે છે અને લેન્સ જાડો બને છે. પરિણામે લેન્સની કેન્દ્રલંબાઈ ઘટે છે અને અભિસારી પાવર વધે છે. નજીકની વસ્તુનું ઊલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે.
આમ, આંખ જ્યારે નજીકની વસ્તુને જુએ છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે.


Human Eye
નજીકની વસ્તુ જોવી




પ્રશ્ન 3 :  આંખની સમાવેશ ક્ષમતા એટલે શું?
ઉત્તર : જુદા જુદા વસ્તુ-અંતરને અનુરૂપ, વસ્તુનું યોગ્ય પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે, જરૂરિયાત મુજબ આંખના લેન્સ(નેત્રમણિ)ની પોતાની કેન્દ્રલંબાઈ ગોઠવવાની  ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે.

પ્રશ્ન 4 :  આંખના નજીકનું બિંદુ એટલે શું?
ઉત્તર : જે લઘુતમ અંતરે આંખના નેત્રમણિ (લેન્સ) વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય, તે અંતરને   દષ્ટિનું લઘુતમ અંતર અથવા આંખનું નજીકબિંદુ કહે છે.સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આ અંતર નું મૂલ્ય 25 cm જેટલું હોય છે.

પ્રશ્ન  5 : માનવ આંખ માટે દૂર બિંદુ એટલે શું?
ઉત્તર : દુરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે, તે અંતર ને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિથી ધરાવતી વ્યક્તિ 25 cm થી અનંત અંતર સુધી ની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

પ્રશ્ન 6 : આંખોની  વક્રીકારક (પ્રત્યાવર્તન) ખામીઓ શું છે ખામીઓના મુખ્ય ત્રણ પ્રકારના નામ આપો.
ઉત્તર : 
● કેટલીકવાર આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સ્પષ્ટ જોઈ શકતી નથી , તેને દ્રષ્ટિ ખામી કહે છે.  
● દૃષ્ટિની વક્રીકારક ખામીના મુખ્ય ત્રણ પ્રકારો : (1) લધુદષ્ટિ ખામી, (2)  ગુરુદ્ર્ષ્ટીની ખામી અને (3) પ્રેસબાયોપીઆ.

પ્રશ્ન 7 : લઘુદ્રષ્ટિની ખામી અથવા માયોપીઆ એટલે શું?
ઉત્તર :  
● આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. પરંતુ દૂરની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે, તેને માયોપીઆ એટલે કે લઘુદ્રષ્ટિની ખામી કહે છે.
● આ  ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે.
● આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી  વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે.
● તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્ર પટલની આગળ રચાય છે.

પ્રશ્ન 8 :  લઘુદ્રષ્ટિની ખામી (માયોપીઆ) થવાનાં કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે?
ઉત્તર :  
● લઘુદ્રષ્ટિની ખામી (માયોપીઆ) થવાનાં કારણો નીચે મુજબ છે :
(1) આંખના લેન્સની વક્રતા વધારે હોવી.અથવા
(2) આંખનો ડોળો લાંબો થવો.
● ખામીનું નિવારણ : લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્રલંબાઈ(અથવા પાવર)વાળા અંતર્ગોળ  લેન્સના ચશ્માં પહેરવા જોઈએ.કેમકે યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે.

પ્રશ્ન 9 : ગુરુદ્રષ્ટિની  ખામી અથવા હાઇપરમેટ્રોપીઆ એટલે શું?  
ઉત્તર :  
● આંખની આ ખામીને લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે, તેને ગુરુદ્રષ્ટિની  ખામી કહે છે.
● ગુરુદ્રષ્ટિ ખામીવાળી આંખનું નજીકનું બિંદુ સામાન્ય નજીકબિંદુ (25 cm) કરતા દૂર ખસી જાય છે.
● આવી વ્યક્તિને આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી(પુસ્તક)ને આંખથી 25 cm થી વધારે દૂર રાખવી પડે છે.  
● આનું કારણ એ છે કે, નજીકની  વસ્તુઓમાંથી આવતા પ્રકાશનાં કિરણો રેટિનાની  પાછળના ભાગે કેન્દ્રિત થાય છે.




પ્રશ્ન 10 : ગુરુદ્રષ્ટિની  ખામી (હાઇપરમેટ્રોપીઆ) થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે? 
ઉત્તર : 
● ગુરુદ્રષ્ટિની  ખામી (હાઇપરમેટ્રોપીઆ) થવાના કારણો નીચે મુજબ છે :
(1) આંખના લેન્સની  કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી અથવા
(2) આંખનો ડોળો ખૂબ નાનો થવો.
● ખામીનું નિવારણ : ગુરુદ્રષ્ટિની  ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્રલંબાઈ(અથવા પાવર)વાળા બહિર્ગોળ લેન્સના ચશ્માં પહેરવા જોઈએ.જેના ઉપયોગથી નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો ફોક્સિંગ કરવાનો પાવર મળી રહે છે.

પ્રશ્ન 11 : પ્રેસબાયોપીઆ એટલે શું? પ્રેસબાયોપીઆ થવાનાં કારણો જણાવો. આ ખામી કેવી રીતે નિવારી શકાય છે ? અથવા પ્રેસબાયોપીઆ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : 
● ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટા ભાગની વ્યક્તિઓ માં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે.
● ચશ્મા વિના તેમને નજીકની વસ્તુ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે આ ખામીને  પ્રેસબાયોપીઆ કહે છે.
● પ્રેસબાયોપીઆ થવાના કારણો : આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ  નબળા પડવાથી અને આંખના લેન્સ(નેત્રમણિ) ની. સ્થિતિસ્થાપકતા ઓછી થવા થી ઉદભવે છે.
● તેથી પ્રેસબાયોપીઆના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં વધારો થાય છે, પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય  છે.
● ખામીનું નિવારણ : આ ખામીને યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે.
 ● જે વ્યક્તિ લઘુષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની  ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ (બાયફોકલ લેન્સ)ની જરૂર પડે છે.
● બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે.
● જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે.





પ્રશ્ન 12 :  આંખની સમાવેશ ક્ષમતા એટલે શું ?
ઉત્તર : નજીકની તેમજ દૂરની  વસ્તુનું તીક્ષ્ણ (પાણીદાર) પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખ ના લેન્સ (નેત્રમણિ)ની પોતાની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે.

પ્રશ્ન 13 : લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી  કોઈ વ્યક્તિ 1.2 m થી વધારે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. આ ખામીનું નિવારણ કરવા (યોગ્ય દ્રષ્ટિ પાછી મેળવવા માટે) કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ?
ઉત્તર : 
● લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિ જો યોગ્ય કેન્દ્રલંબાઈ અથવા પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ વાપરે, તો તે પુનઃ યોગ્ય દષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.
● અહીં, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરની જગ્યાએ આંખથી 1.2 m અંતરે આવી ગયેલ છે.
આથી v=- 1.2 m; u = -∞, f = ?
લેન્સ સૂત્ર પરથી,
1/f = 1/-u +1/v
1/f =1/-(-∞) +1/-1.2
f = -1.2m (1/∞=0)
P=1/-1.2=-0.83D
● 1.2 m કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ઉપયોગ દ્વારા યોગ્ય દ્રષ્ટિની પુનઃપ્રાપ્તિ કરી શકાય છે. 

પ્રશ્ન 14 : સામાન્ય દ્રષ્ટિ  ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીકબિંદુ કેટલું હોય છે?
ઉત્તર : સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે અને નજીકબિંદુ 25 cm હોય છે.

પ્રશ્ન 15 : છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતા હશે? તેનું નિવારણ કેવી રીતે થઈ શકે?
ઉત્તર :
● વિદ્યાર્થી દૂરની  વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતો નથી એનો અર્થ એ થાય છે કે તે માયોપીઆ અથવા લઘુષ્ટિની ખામીથી પીડાય છે.
● આ કિસ્સામાં નજીકની વસ્તુ વિદ્યાર્થી સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાતું હોવાથી તે સ્પષ્ટ જોઈ શકતો નથી.
● આ ખામીને નિવારવા યોગ્ય કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સના ચશ્માં વિદ્યાર્થીએ પહેરવા જોઈએ.

પ્રશ્ન 16 : વર્ણપટ એટલે શું ?
ઉત્તર : કિરણપુંજના રંગીન ઘટકોના  પટ્ટાને વર્ણપટ કહે છે.

પ્રશ્ન 17 : પ્રકાશનું વિભાજન એટલે શું?
ઉત્તર :  પ્રકાશનું તેના ઘટક રંગોમાં  વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન  કહે છે.

પ્રશ્ન 18 :  સૂર્યનો શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોના બનેલો છે, તે દર્શાવતો ન્યૂટનની પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી સમજાવો.
ઉત્તર :  
● ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઊલટી પ્રક્રિયા પણ શક્ય છે.
● ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમને એકબીજાની નજીક રાખી એકને ચત્તો તો બીજાને ઊલટો ગોઠવ્યો.
● જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજીત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે  બીજા પ્રિઝમ પર આપાત કર્યા.
● બીજો પ્રિઝમ બધા જ રંગોને ફરી ભેગા કરી  શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે.
● આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ સાત રંગોનો બનેલો છે.
કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે, તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે.

પ્રશ્ન 19 : માનવની સામાન્ય આંખ 25 cm થી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી?
ઉત્તર :  નજીકની વસ્તુને જોવા સિલિયરી સ્નાયુઓને યોગ્ય પ્રમાણમાં સંકોચાવું પડે છે. પરિણામે આંખનો લેન્સ મધ્યમાંથી જાડો થાય છે અને તેથી તેની કેન્દ્રલંબાઈ ઘટે છે.
     પરંતુ સિલિયરી સ્નાયુ અમુક હદથી વધારે સંકોચાય શકતા નથી. તેથી 25 cm અંતરથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, સામાન્ય આંખ 25 cm થી નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી, કારણ કે તેની બધી જ સમાવેશ ક્ષમતા પહેલેથી જ ખર્ચાઈ ગયેલી હોય છે.

પ્રશ્ન 20 :  જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ-અંતરમાં શું ફરક પડે છે?
ઉત્તર : 
સામાન્ય આંખ માટે, પ્રતિબિંબ-અંતર (v) આંખની અંદર નિશ્ચિત હોય છે
= આંખના લેન્સ(નેત્રમણિ)થી નેત્રપટલનું અંતર
= 2.3 cm
જ્યારે આપણે આંખથી વસ્તુ-અંતર (u) વધારીએ છીએ, ત્યારે આંખની સમાવેશ ક્ષમતાને કારણે આંખોના લેન્સની કેન્દ્રલંબાઈ એટલા  પ્રમાણમાં બદલાય છે, કે જેથી,
પ્રતિબિંબ-અંતર (v), સૂત્ર,1/f=1/v-1/u અનુસાર અચળ રહે.




પ્રશ્ન 21 :  કોઈ અંતરિક્ષયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે ?
ઉત્તર : 
● અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી. 
● બાહ્ય અવકાશમાંથી અંતરીક્ષયાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના  પ્રકાશનું પ્રકીર્ણન ન થતું હોવાથી, અંતરિક્ષ યાત્રીઓને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું દેખાય છે.

પ્રશ્ન 22 : લઘુદષ્ટિની ખામી અને  ગુરુદ્રષ્ટિની ખામી તફાવત:
ઉત્તર: 
લધુષ્ટિની ખામી:
● આંખના લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી, પરંતુ જાડો  રહે છે.
● દૂરની  વસ્તુ પરથી આવતા પ્રકાશનાં કિરણો નેત્રપટલની આગળ  કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી.
 ● નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત  થાય છે. આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
● યોગ્ય કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્માં વાપરીને આ ખામી દૂર કરી શકાય છે.
ગુરુદ્રષ્ટિ ખામી:
● આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી, પરંતુ પાતળો જ રહે છે.
● નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી.
● દૂરની  વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
● યોગ્ય કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ ચશ્મા વાપરીને આ ખામી દૂર કરી શકાય છે.


વિદ્યાર્થી મિત્રો... આંખની રચનાની 
એક ઇન્ટરએકટીવ ગેમ : 👇

              અહીં, વિદ્યાર્થી મિત્રોને માટે આંખની રચનાની એક ઇન્ટરએક્ટીવ ગેમ આપવામાં આવેલ છે.જેમાં આંખની રચના ભાગોને તેના યોગ્ય સ્થાને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે એટલે કે આંખની રચનાના ભાગના નામ પર ક્લિક કરી તેને ખસેડીને તેના સાચા સ્થાન પર લઈ જઈ છોડવાનું છે. તો ચાલો જોઈએ તમેં આંખની રચનામાં અંગોને તેના યોગ્ય સ્થાને ગોઠવી શકો છો કે નહિ? નીચે આપેલ Check પર ક્લિક કરવાથી તમારું પરિણામ જાણી શકશો.


Note:- After checking the result refresh the page to play the game again
નોંધ:- પરિણામ ચેક કર્યા બાદ ફરીથી ગેમ રમવા માટે પેજ રીફેશ કરવું.


વૈજ્ઞાનિક કારણ આપો : વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે. 
ઉત્તર : 
ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળાં માં  નાના નાના પાણીના બુંદો રહેલા હોય છે.
     જ્યારે સૂર્યનું કિરણ આ નાના પાણીના બુંદો  પર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે.
આના કારણે આકાશમાં સાત રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને મેઘધનુષ્ય કહે છે.
બીજી ઋતુઓમાં આકાશમાં વાદળ હોતાં નથી. તેથી આકાશમાં કોઈ નાના પાણીનાં બુંદો હોતા નથી. આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ્ય રચાતું નથી. તેથી જોઈ શકાતું નથી.


We hope that you have found the structure of the human eye and detailed information about it in this article. You will definitely like this information..! And you must have loved it. If you still have any question about it, you can ask us through a message in the comment section. And we will answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Dicember  15, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.





Your feedback is required.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment