JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/7/22

For Primary School Teachers:Regarding promotion of primary school teacher with “Talented Teacher” certificate

For Primary School Teachers:Regarding promotion of primary school teacher with “Talented Teacher” certificate
Talented Teacher
Talented Teacher(Pratibhashali Teacher's)

પ્રાથમિક શાળાના શિક્ષકો માટે: પ્રાથમિક શાળાના શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક” પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત


According to the above subject and context in the state of Gujarat, to inform all the primary school teachers that according to the resolution dated 27/06/2019 of the Education Department, they are doing excellent academic work in the primary school of the state and are enthusiastically active in school co-curricular activities, innovative experiments, social contribution etc. and useful to the society. A scheme to give “Talented Teacher Certificate” to primary teachers/head teachers has been implemented with the noble purpose of encouraging primary teachers/head teachers of the emerging state of Gujarat.


ગુજરાત રાજ્યમાં ઉપરના વિષય તથા સંદર્ભ અન્વયે સૌ પ્રાથમિક શાળાના શિક્ષકોને જણાવવાનું કે શિક્ષણ વિભાગનાં તા.૨૭/૦૬/૨૦૧૯ નાં ઠરાવ અન્વયે, રાજ્યની પ્રાથમિક શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકોને પ્રાત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકોને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.



At the end of the first session of the current year-2022, the process of selection of teachers for “Talented Teacher Certificate” has been completed, the names are to be obtained from all over the state, but due to the covid-19 global epidemic, regular teaching work cannot be carried out in the schools, condition no-2 and 3 of section B – section of the resolution. 100% multiplication wise selection process as mentioned in cannot be followed completely. In such circumstances, the selection process of teachers for “Talented Teacher Certificate” for the first semester of the current academic year will have to be evaluated keeping in mind the following criteria.

Criteria for selection process of teachers for awarding “Talented Teacher Certificate” 2021 Teachers who have done special work for Home Learning during the Covid-19 pandemic.
During this Corona (Covid-19) epidemic, in coordination with the students, parents and society, street education and online education work and other tasks have been completed effectively and honestly as per the instructions of the government.
Have made outstanding contribution in the field of education and society in the last five years, have written articles in national / international publications, done other activities like annual evaluation, online educational activities.


Step by Step Selection Process of Teachers for Awarding “Talented Teacher Certificate” Certificate C.R.C. The date of presentation under the Talented Teacher' before the Taluka Committee. By 17/12/2022
List of three names in order of taluka committee carrying out evaluation for 20% weightage. Date of submission to Vidya Review Center Gandhinagar. By 23/12/2022, one teacher who is fully qualified for “Talented Teacher Certificate” has to be selected neutrally, taking into account all the facts.
Taluka Selection Committee selected talented teacher, list of names to be sent to District Primary Education Officer by 03/08/2021.
Cluster wise list sent by District Primary Education Officer by Taluka Selection Committee, in prescribed form, in Shruti font and Excel sheet only by 05/08/2021 to the office of the Director of Primary Education-Gandhinagar through the office's e-mail. d. It has to be sent in soft copy and hard copy to ptc.guj@gmail.com.


⇛  How many teachers are allotted the certificate?
For “Talented Teacher Certificate” one teacher/head teacher per each cluster and each session of the entire state is to be selected and awarded “Talented Teacher Certificate”.

The selection procedure of teachers for “Talented Teacher Certificate” shall not consider any minimum service for a talented teacher and shall be available only once during the period of service.
For 80% weightage out of 100%, from the data available in the command and control center to evaluate the activity based on the teacher's own attendance, attendance of students of his class, unit-test coefficient, assessment of quality/school accreditation, semester examination result, annual examination result etc. will be
For 20% weightage, special works done by the teacher, social and educational contribution given in any other way and special works done in the last five years like writing articles in national/international publications, annual evaluation, teacher enthusiastically participating in school activities and teacher receiving regular training. Has to be evaluated based on activity etc.
CRC will prepare a list of three names for selection of meritorious teachers keeping in view all the above factors and place before the Taluka Committee and taking into consideration all the facts the Taluka Committee will select one name neutrally.
The names selected by the Taluka Committee will be collated at the district level and submitted to the Office of the Director, Primary Education. And the names will be announced by the Director, Primary Education level.
The selection of teachers has to be done twice a year following this process in one month after the completion of the first and second semesters.




Such teachers/head teachers selected at the end of the first semester and at the end of the second semester, shall be awarded “Talented Teacher Certificate” at the end of both the semesters.


⇛  Talented Teacher Certification Selection Committee:
A selection committee shall be constituted as follows for selection of “Talented Teacher Certificate”.
Rank Position Position in Selection Committee
1. Taluka Primary Education Officer - Convener
2. Block Resource Co-ordinator (BRC) – Member
3. Cluster Resource Coordinator (CRC) of the concerned Pay Center – Member Secretary


⇛  Regarding promotion of primary school teacher with “Talented Teacher” certificate.
⇛  પ્રાથમિક શાળાના શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક” પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત.

➜  Office of the Director of Primary Education, Gandhinagar Dated:- Circular dated 07-12-2022
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 07-12-2022 નો પરિપત્ર ડાઉનલોડ 👇

➜  Form to be filled for Talented Teacher Selection
પ્રતિભાશાળી શિક્ષક પસંદગી માટે ભરવાનું થતું ફોર્મ ડાઉનલોડ 👇


ચાલુ વર્ષ-૨૦૨૨નાં પ્રથમસત્રનાં અંતે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર“ માટે શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી, સમગ્ર રાજ્યમાંથી નામો મેળવવાના થાય પરંતુ, covid-19 વૈશ્વિક મહામારીને કારણે શાળાઓમાં નિયમિત શિક્ષણ કાર્ય ન થઇ શકવાને કારણે સદર ઠરાવનાં ખ – વિભાગની શરત નં-૨ અને ૩ માં દર્શાવ્યા મુજબની ૧૦૦ % ગુણાંકન મુજબની પસંદગી પ્રક્રિયાનું સંપૂર્ણપણે અનુસરણ થઇ શકે તેમ નથી.એવા સંજોગોમાં ચાલુ શૈક્ષણિક વર્ષનાં પ્રથમ સત્ર માટે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા માટે નીચે મુજબનાં માપદંડોને ધ્યાને લઇ, મૂલ્યાંકન કરવાનું રહેશે.


“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” આપવા માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયાના માપદંડો ૨૦૨૧ Covid-19 મહામારી દરમ્યાન જે શિક્ષકોએ Home Learning માટે વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.
આ કોરોના(Covid-19) મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સાથે સંકલન સાધી, શેરી શિક્ષણ તથા સરકારશ્રીની સૂચના મુજબ ઓનલાઇન શિક્ષણ કાર્ય તેમજ અન્ય કાર્યો અસરકારક અને પ્રમાણિક રીતે પૂર્ણ કરેલ હોય.
છેલ્લા પાંચ વર્ષમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલ હોય, રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખેલા હોય, વાર્ષિક મૂલ્યાંકન, ઓનલાઇન શૈક્ષણિક પ્રવૃતિઓ જેવી અન્ય પ્રવૃતિઓ કરેલ હોય.

  “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” પ્રમાણપત્ર આપવા માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સી.આર.સી. દ્વારા તાલુકા સમિતિ સમક્ષ પ્રતિભાશાળી શિક્ષક’ અન્વયે રજુ કરવાની તા. ૧૭/૧૨/૨૦૨૨ સુધીમાં
તાલુકા સમિતિ દ્વારા ૨૦% ભારાંક માટેની મુલ્યાંકનની કાર્યવાહી કરી ક્રમ અનુસાર ત્રણ નામોની યાદી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરને રજુ કરવાની થતી થાદીનો તા. ૨૩/૧૨/૨૦૨૨ સુધીમાં તમામ હકીકતોને ધ્યાને રાખીને, તટસ્થપણે “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે પૂર્ણત: યોગ્યતા ધરાવતાં હોય તેવાં એક શિક્ષકની પસંદગી કરવાની રહેશે.
તાલુકા પસંદગી સમિતિએ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરી, તા.૦૩/૦૮/૨૦૨૧ સુધીમાં નામોની યાદી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પસંદગી સમિતિ દ્વારા મોકલી આપેલ ક્લસ્ટર વાઇઝ યાદી, નિયત પત્રકમાં, શ્રુતિ ફોન્ટમાં તથા એકસેલ શીટમાં જ તા.૦૫/૦૮/૨૦૨૧ સુધીમાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી- ગાંધીનગરને ક્ચેરીનાં ઇ-મેઇલ આઇ. ડી. ptc.guj@gmail.com પર સોફ્ટ કોપીમાં તથા હાર્ડ કોપીમાં મોકલી આપવાની રહેશે.


⇛  કેટલા શિક્ષકોને ફાળવવામાં આવે છે પ્રમાણપત્ર?
“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે સમગ્ર રાજયના દરેક ક્લસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષક/મુખ્ય શિક્ષકની પસંદગી કરવાની રહેશે અને તેમને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” એનાયત કરવાના રહેશે.


“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” માટે શિક્ષકની પસંદગી માટેની પદ્ધતિપ્રતિભાશાળી શિક્ષક માટે કોઇ ન્યુનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સેવાકાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે.
૧૦૦% પૈકી ૮૦% ભારાંક માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષકની પોતાની હાજરી, તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી, એકમ – કસોટી ગુણાંકન, ગુણોત્સવ/સ્કુલ એક્રીડીટેશન(accreditation) ના મુલ્યાંકન, સત્રાંત પરીક્ષાનું પરિણામ, વાર્ષિક પરિક્ષાનું પરિણામ વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનુ રહેશે.
૨૦% ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો, અન્ય કોઇપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક ફાળો તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશીષ્ટ કાર્યો જેવા કે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા, વાર્ષિક મૂલ્યાંકન,શિક્ષક ઉત્સાહભેર શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતો હોય તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનુ રહેશે.
ઉક્ત ગુણાંકનની એકદંર બાબતો ધ્યાને રાખીને પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટે ત્રણ નામોની યાદી સી.આર.સી તૈયાર કરીને તાલુકા સમિતિ સમક્ષ મુકશે અને તમામ હકીકતોને ધ્યાને રાખીને તાલુકા સમિતિ તટસ્થપણે એક નામ પસંદ કરશે.
તાલુકા સમિતિએ પસંદ કરેલ નામ જીલ્લા લેવલે એકત્રીત કરી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીને સુપ્રત કરવામાં આવશે. અને નામોની જાહેરાત નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણના સ્તરેથી થશે.
પહેલા અને બીજા સત્રો પુર્ણ થયા પછી એક મહિનામાં આ પ્રક્રિયા અનુસરી વર્ષમાં બે વખત શિક્ષકોની પસંદગી કરવાની રહેશે.
આવા શિક્ષક/મુખ્ય શિક્ષકની પહેલા સત્રના અંતે અને બીજા સત્રના અંતે પસંદગી કરી, તેઓને બન્ને સત્રના અંતે સત્રદીઠ “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” એનાયત કરવાના રહેશે.
  

⇛  પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર પસંદગી સમિતી :
“પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર“ ની પસંદગી કરવા માટે નીચે મુજબ પસંદગી સમિતિની રચના કરવાની રહેશે.
ક્રમ    હોદ્દો પસંદગી   સમિતિમાં હોદ્દો
1.  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી - કન્વીનર
2.  બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટર (BRC) - સભ્ય
3.  સબંધિત પે સેન્ટરના ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડીનેટર (CRC) - સભ્ય સચિવ



⇛  પ્રાથમિક શાળાના શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક” પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત.
➜ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 07-12-2022 નો પરિપત્ર

➜ પ્રતિભાશાળી શિક્ષક પસંદગી માટે ભરવાનું થતું ફોર્મ ડાઉનલોડ 👇




Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts