TET EXAM GUJARAT 2023: TET પરીક્ષા સીલેબસ | મોડેલ પેપરો-જુના પેપરો | TET પરીક્ષા 2023ની સંપુર્ણ માહિતી
ગુજરાત TET પરીક્ષા પેટર્ન 2023 :
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET પરીક્ષા 2 પ્રકારની લેવામાં આવે છે.
- TET-1 EXAM જે ધોરણ: 1 થી 5 નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
- TET-2 EXAM જે ધોરણ:6 થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
- આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
- બન્ને પરીક્ષામાં કુલ:150ગુણ નુ પેપર હોય છે.
- TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
ગુજરાત TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
કુલ ગુણ-150
કુલ પ્રશ્નો-150
- વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો - 30 ગુણ
- વિભાગ-2 ભાષા- ગુજરાતી - 30 ગુણ
- વિભાગ-3 ભાષા- અંગ્રેજી - 30 ગુણ
- વિભાગ-4 ગણિત - 30 ગુણ
- વિભાગ-5 પર્યાવરણ - 30 ગુણ
- કુલ ગુણ - 150
પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ (ધોરણ- 1 થી 5)માં શિક્ષક / વિદ્યાસહાયક થવા આ પરીક્ષા આપી પાસ કરવાની રહેશે.
(I) વિવિધ હેતુલક્ષી કુલ:150 પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ–90 મિનિટનો રહેશે.
(II) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
(III) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.
વિભાગ–1: બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy ) : 30 બહુહેતુક પ્રશ્નો દરેકનો એક ગુણ, કુલ ગુણ–30
જેમાં Resoring Abfty Logical Ability, Teacher Aptitude bota iiler,refcation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
– બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ 6 થી 11 વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
વિભાગ-2 અને 3 : ભાષા-1 અને 2 ( ગુજરાતી અને અંગ્રેજી) : 30–30
પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – 60
– ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-1 ( ગુજરાતી) માં થશે. જયારે ભાષા–2 (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
વિભાગ-4 : ગણિત: 30 પ્રશ્નો દરેકનો એક ગુણ : કુલ ગુણ – 30
— વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problen Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
વિભાગ–5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની
જાણકારી : 30 પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – 30
આમ આ કસોટી માટે ધોરણ:1 થી 5 નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ:6 થી 8) સાથેનું હોય તે જરૂરી છે.