ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના | ગુજરાત રાજ્યમાં વિધવા બહેનો માટેની યોજના |Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online
રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં... વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર(PBSC) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા ગુજરાત રાજ્યની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલેકે વિધવા પેન્શન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાની હેતુ :
સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. આ યોજના દ્વારા ગુજરાતની બધી વિધવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે, અને તે આત્મનિર્ભર બની શકે તેમજ તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે. આ યોજના જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ:
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.
1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
2. આધારકાર્ડ
3. રેશનકાર્ડની નકલ
4. આવક અંગેનો દાખલો
5. વિધવા હોવા અંગેનો દાખલો
6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
7. અરજદારની ઉંમર અંગેના પુરાવા
8. બેંક ખાતાની નકલ
👉 Also read : ફ્રી સિલાઈ મશીન યોજના-2023 👉 આભા કાર્ડ-ABHA CARD (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ)👉 ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના👉 મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને મળશે વગર વ્યાજે 1 લાખનું ધિરાણ 👉 આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ 👉 પાનકાર્ડ-આધારકાર્ડ લીંક
#ગંગા સ્વરૂપા યોજના
#Apply Online
#વિધવા આર્થિક સહાય યોજના
#ગંગા સ્વરૂપા યોજના ફોર્મ pdf
#Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat
#Vidhva Arthik Sahay Yojana Gujarat
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા :
વિધવા સહાય યોજના ફોર્મનું ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.
વિધવા લાભાર્થીઓ સૌ પ્રથમ તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે.
તમામ ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ જશે.
છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના હેલ્પલાઈન(Helpline) :
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનું ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે.
Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.
⇛ આ પણ વાંચો : 👉 પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક જાતેજ લીંક કરો. 👉 RTO કમ્પ્યુટર પરીક્ષા ટેસ્ટ માટે એપ & બુક👉 તમારૂ e- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.👉 PVC/PDF આધાર કાર્ડ ઓનલાઈન મેળવો.👉 કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે. જેમાં Indira Gandhi National Widow Pension Scheme(IGNWPS) માં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે. અને Destitute Widow Pension Scheme(DWPS) માં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે. જે અરજી ફોર્મ નીચે મુજબ છે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.
મહત્વની લીંક :
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના(DWPS) ફોર્મ Download
ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ(IGNWPS) ફોર્મ Download
ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો.
👉 Also read : સાધન-ટુલકીટ સહાય યોજના-2023
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો :
ગંગા સ્વરૂપા/નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.
● વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
● વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના ફોર્મ ઓનલાઈન સ્ટેટસ ચેક :
ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું Status જાણી શકે છે. લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું Online Status પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર, નામ અને સેક્શન નંબર દ્વારા જાણી છે.
- સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
- NSAP વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
- Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
- ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
- લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
- Sanction Order No/Application No
- Application Name
- Mobile No.
ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજના FAQ :
● ગંગા સ્વરૂપા/વિધવા સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
● Vidhva Sahay Yojana Income Limit કેટલી નક્કી કરવામાં આવેલી છે?
Ans. ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
● Women And Child Development Department, Gujarat ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Ans. WCD Gujarat ની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.
● Vidhva Sahay Yojana ની ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?
Ans. આ યોજનાની અરજી Digital Gujarat Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે.
● Vidhva Sahay Yojana Gujarat Helpline Number ક્યો છે?
Ans. રાજ્ય કક્ષાએ વિધવા Vidhava Sahay Helpline Number જાહેર કરેલો છે. જેનો નંબર 155209 છે.
● ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક કરવો.?
Ans. જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” એ સંપર્ક કરવાનો રહેશે. આ કચેરી દરેક જિલ્લાના કલેકટર ઓફિસ ખાતે આવેલી હોય છે.
અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં ગંગા સ્વરૂપા/વિધવા આર્થિક સહાય યોજનાની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે... જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on June 28, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.
અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.