JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label Computer & Internet tips. Show all posts
Showing posts with label Computer & Internet tips. Show all posts

1/24/16

Pendrive को कम्प्यूटर में RAM (flash drive) कैसे बनाया जाता है?

  • पेनड्राइव को बना सकते हैं रेम. आज हम आपके लिए एक ऐसी जानकारी लेकर आये है...  जिसको जानकर आपकी खुशी का ठिकाना नहीं रहेगा। ये एक ऐसी जानकारी है जिसका नॉलेज बहुतही कम लोगों को होता है। क्या आपको पता है कि जनरल उपयोग में आने वाले  Pendrive  को कम्प्यूटर में  RAM (flash drive)  की तरह उपयोग में लिया जा सकता है। ये तो आपको पता ही होगा कि कम्प्यूटर की स्पीड सबसे ज्यादाउसमें लगाई जाने वाली  RAM  की क्षमता पर निर्भर करती है यदि हमारे कम्प्यूटर में RAM की साइज बहुत ही कम है तोहमारा कम्प्यूटर धीरे चलेगा। ऐसी स्थिति में यदि हम एक्स्ट्रा RAM खरीदेंगे तो कम से कम 1000 से 1500 रूपये तक खर्च हो जाएंगे लकिन अगर आप अपने Pendrive को RAM बनाना जानते हो तो आपका ये काम बहुत आसान हो जाएगा।आओ जानते है कि कैसे बनाया जाता है पेनड्राइव को रेम....
  1. सबसे पहले अपने Computer के USB पोर्ट में अपनी pendrive लगाइये ! (पेनड्राइव कम से कम 2 जीबी का होतो अच्छा रहेगा)
  2. अब  MyComputer  के आइकन पर जाकर  Right click  कीजिये। और Properties विकल्प पर क्लिक कीजिये।
  3. एक विण्डो ओपन होगी इसमें  Advanced System Settings  पर क्लिक करें। (यदि आप विण्डोज XP यूज करते हैं तो Advanced tab पर क्लिककरनाहोगा)
  4. अब Advance Tab पर क्लिक कर Settings बटन पर क्लिक कीजिये।
  5. Performance Option विण्डो खुलेगी जिसमेंAdvanced tab पर क्लिक कीजिये। और Virtual memory केअन्दर दिये गए Change बटन पर क्लिक कीजिये।
  6. तब एक विण्डो खुलेगी जिसमें Automatically manage paging file size for all drives पर टिक (चैकमार्क) अगरलग रहा हो तो इसे हटा दीजिये। अब अपनी pendrive को दी गयी लिस्ट में से सीलैक्ट कीजिये। (जैसे कि मैंने अपनी पैनड्राइव को चुना है) अब custom size पर क्लिक कीजियेऔर वैल्यू दीजिए जो कि आपकी pendrive के खाली स्पेस के अनुसार दे सकते हो। अब सैट बटन पर क्लिक करके ओके बटन पर क्लिक करें। आपको एक मैसेज प्राप्त होगा जिसमें ओके पर क्लिक करें। अब एक मैसेज और प्रस्तुत होगा जिसमें RestartNow बटन पर क्लिक करें.... अब आपका कम्प्यूटर जब पुन: चालू होगा तो आपका पेनड्राइव रेम की तरह काम करेगा और सिस्टम की स्पीड में बहुत ज्यादा फर्क देखने को मिलेगा...

Note - ध्यान रहे कम्प्यूटर जब रिस्टार्ट
हो रहा हो तो पेनड्राइव कम्प्यूटर में लगा हुआ होना जरूरी है।



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

11/7/15

Windows 7 Full Activator Download

  • Windows 7 Full Activator
  • Windows 7 Licence Activator Lifetime

  1. Windows 7 Licence Activator Lifetime Download 
  2. Windows 7 Licence Activator Lifetime Download 

વધુ માહિતી માટે આ વિડીઓ નિહાળો...


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Avast Antivirus નું ૧ વર્ષ માટે ફ્રિ લાયસન્સ કી મેળવો.


Avast Antivirus નું ૧ વર્ષ માટે ફ્રિ લાયસન્સ કી મેળવો.

  • Avast Free Antivirus  .... With 1 Year Free Licence
  • સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ ડાઉનલોડ કરી લો.  અને ઇન્સ્ટોલ કરો.
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)
  1.       Avast Free Antivirus Download Click Here
  2.       Avast Free Antivirus Download Click Here

હવે  અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે. (એટલે કે ટ્રાયલ પેક).
  • ૧  વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
(૧).  નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો. (તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)

(૨).  ફોર્મ ભર્યા બાદ  Register For Free Lic. Key  પર ક્લિક કરો.
(૩).  તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
(૪).  હવે એન્ટીવાયરસ રન કરો.
(૫).  Maintenance>>Registration
(૬).  click Insert the license key 
(૭).  Browse The File And Insert
Congratulation



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Learn What is Y2K2038 ..? જાણો Y2K2038 એ શું છે..?

  • જાણો Y2K2038 એ શું છે..?

  • જાણો 19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર 
             વૈજ્ઞાનિકોએ ઉચ્ચારેલી એક ચેતવણી અનુસાર કમ્પ્યૂટરનો અંત નજીક છે. વૈજ્ઞાનિકોએ તો તેના અંતની તારીખની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મતે ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ બાદ તમારું કમ્પ્યૂટર આગળ વધવાની ના પાડી શકે છે, આમ થવા પાછળનું કારણ વાયટુકે૩૮ નામની એરરને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ એરર કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પર આધારિત છે. આ એવી સિસ્ટમોને પ્રભાવિત કરશે જેમાં ટાઇમ સાઇન્ડ ૩૨ બીટ ઇંટિઝર છે.
         આ ટાઇમ એક નંબર ઓફ સેકન્ડને કલક્યુલેટ કરે છે અને તે ગુરુવાર ૧ જાન્યુઆરી, ૧૯૭૦થી ચાલુ છે. ૩૨ બીટ મુજબ ગણતરી કરવાથી ભવિષ્યનો સૌથી શક્ય હોય તેવો સમય ગુરુવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ના રોજ વહેલી સવારે ૩:૧૪:૦૭ યુટીસી છે. આ સમયની એક સેકન્ડ બાદ સિસ્ટમની ડેટ રિવર્સ થઈ જશે. સોફ્ટવેર આ તારીખને ૨૦૩૮ની જગ્યાએ ૧૯૦૧ લેશે, જેને સોફ્ટવેર સપોર્ટ કરશે નહીં. તેની મેેમરી ઓછી હોવાને કારણે તે ૨૦૩૮ સુધી જ યોગ્ય રીતે કામ કરી શકશે ત્યારબાદ તે નેગેટિવ ઇન્ટિઝર સ્ટોર કરવા લાગશે, જેનાથી ટાઇમ પણ રિવર્સ થઈ જશે.
            મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૦માં પણ મિલેનિયમ બગ એટલે કે, વાયટુકેની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા પણ તેના જેવી જ છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલી સમસ્યામાં કમ્પ્યૂટર વર્ષ ૧૯૦૦ અને ૨૦૦૦ વચ્ચે ભેદ નહીં સમજી શકે તેની ભીતિ હતી. આ સમસ્યાનું મૂળ ૩૨ બીટ સિસ્ટમમાં રહેલું છે. ૩૨ બીટ સિસ્ટમ ઓછી મેમરી યૂઝ કરતી હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલમાં જ યૂ ટયૂબ પર ગગનમ સ્ટાઇલ વીડિયોની હીટ એટલી વધી ગઈ હતી કે, જેને કારણે સિસ્ટમ કાઉન્ટર તૂટી પડયું હતું, જોકે ત્યારબાદ સિસ્ટમને ૬૪ બીટમાં ફેરવી ભૂલને સુધારી લેવામાં આવી હતી.
  • સિસ્ટમને કેવી રીતે બચાવવી?
1.  ટાઇમ-ટીને ૬૪ બીટ બનાવવામાં આવે.
2.  ૩૨ બીટ સિસ્ટમની જગ્યાએ ૬૪ બીટ કરવામાં આવે.
3.  ૩૨ બીટ સાઇન્ડ ઇન્ટિઝરની જગ્યાએ ૩૨ બીટ અનસાઇન્ડ ઇન્ટિઝર ઉપયોગમાં લેવામાં આવે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

What are ... 32 bit and 64 bit?_શું છે... 32 બિટ અને 64 બિટ?

 શું છે... 32 બિટ અને 64 બિટ? 
કમ્પ્યૂટરમાં થનારી તમામ ગણતરીઓ અને પ્રક્રિયાઓ માઈક્રોપ્રોસેસર દ્વારા પાર પાડવામાં આવે છે જેને પ્રોસેસર અથવા તો ચિપ પણ કહે છે. આ એક પ્રકારનું ચોરસ હાર્ડવેર કમ્પોનન્ટ છે, જે કમ્પ્યૂટરના સીપીયુની અંદર મધરબોર્ડમાં હોય છે. કોઈપણ પ્રોસેસિંગ માટે તે ડેટા રિસીવ (ઈનપુટ) કરી પ્રોસેસિંગ બાદ ડેટા પૂરો(આઉટપૂટ) પાડે છે. આ કમ્પોનન્ટ એક સાથે કેટલો ડેટા રિસીવ કરી તેનું પ્રોસેસિંગ કરી શકે છે તેની પર કમ્પ્યૂટરની ક્ષમતા નિર્ભર કરે છે. 
       ઘણી વાર એવું થાય છે કે કોઈ ચોક્કસ સોફ્ટવેર તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ નથી કરતું અને મેસેજ આવે છે કે આ સોફ્ટવેર ૩૨ બિટનું છે અને તમારી ૬૪ બિટ ઓપરેટિંગ સિસ્ટમમાં નહીં ચાલી શકે. કમ્પ્યૂટર ખરીદતી વખતે મોટાભાગના લોકો હાર્ડ ડિસ્ક, મોનિટર તથા રેમ જેવી પ્રાથમિક બાબતો તો ચકાસે છે પરંતુ પ્રોસેસર કેટલાં બિટનું છે તેની ચકાસણી નથી કરતાં. ૩૨ અને ૬૪ બિટ વચ્ચેનો તફાવત કમ્પ્યૂટરના પ્રોસેસરની કામગીરી સાથે સંકળાયેલો છે. જે તેની કાર્યક્ષમતા પર અસર કરવાની સાથે સાથે જ કમ્પ્યૂટરમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાશે તે પણ નક્કી કરે છે. 
         સામાન્ય રીતે ૬૪ બિટ કમ્પ્યૂટર ૩૨ બિટના કમ્પ્યૂટરની સરખામણી એ સસ્તાં હોય છે. જેને કારણે મર્યાદિત બજેટ ધરાવતા લોકો ૬૪ બિટના કમ્પ્યૂટર પર પસંદગી ઉતારે છે. જોકે મજબૂરીમાં કરાયેલો તેમનો આ નિર્ણય ખરેખર તો એકદમ યથાર્થ છે કારણકે ૩૨ બિટની સરખામણીએ ૬૪ બિટ કમ્પ્યૂટર વધુ આધુનિક, કાર્યક્ષમ તથા ઝડપી છે. નવું કમ્પ્યૂટર ખરીદ્યા પછી ઘણીવાર તમારા જૂના સોફ્ટવેર તેમાં કામ નથી આપતા. ૩૨ બિટના કમ્પ્યૂટર ધરાવતા લોકો જો ૬૪ બિટ સોફ્ટવેર રન કરવાનો પ્રયત્ન કરે તો તેમને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગના ૩૨ બિટ સોફ્ટવેર ૬૪ બિટ કમ્પ્યૂટરમાં ચાલી જાય છે પરંતુ ૬૪ બિટના સોફ્ટવેર ૩૨ બિટના કમ્પ્યૂટર કે ઓપરેટિંગ સિસ્ટમમાં કામ નથી આપતાં.
  • કયુ કમ્પ્યૂટર ખરીદવું જોઈએ? 
નવું કમ્પ્યૂટર લેતી વખતે ૬૪ બિટનો વિકલ્પ જ પસંદ કરવો જોઈએ. તેમાં તમારા મોટાભાગના જૂના સોફ્ટવેર ચાલશે અને ભવિષ્યમાં આવનારા તમામ સોફ્ટવેર એવા જ હશે કે જે માત્ર ૬૪ બિટ કમ્પ્યૂટર પર જ ચાલશે.
  • તમારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? 
તમારી ઓપરેટિંગ સિસ્ટમ ૩૨ બિટની છે કે ૬૪ બિટની તે જાણવું હોય તો કન્ટ્રોલ પેનલમાં જઈને સિસ્ટમ પર ક્લિક કરો. અહીં તમારા કમ્પ્યૂટરની વિગતો જોવા મળશે, જેમાં તમને કમ્પ્યૂટર ૩૨ બિટ કે ૬૪ બિટ આધારિત છે તે જાણવા મળશે. 
  • પ્રોસેસિંગનો તફાવત 
        ૩૨ બિટ કમ્પ્યૂટરનું માઈક્રોપ્રોસેસર એક સાથે ૩૨ બિટ ડેટા ગ્રહણ કરી શકે છે, જ્યારે ૬૪ બિટ કમ્પ્યૂટરનું માઈક્રોપ્રોસેસર તેનાથી બમણાં ડેટા ગ્રહણ કરી શકે છે. આમ તે બમણી ઝડપે કામ કરે છે. ૬૪ બિટ કમ્પ્યૂટરમાં મલ્ટિ કોર પ્રોસેસર પણ ઉપલબ્ધ છે, જેમ કે ડ્યુઅલ કોર, ક્વાડ કોર, ઓક્ટા કોર વગેરે. તેનો અર્થ એ છે કે એક જ ચિપ પર અનેક માઈક્રોપ્રોસેસર એક સાથે લગાવેલા હોય છે. ડ્યુઅલ કોર એટલે બે માઈક્રોપ્રોસેસર તથા ક્વાડ કોરનો અર્થ ચાર કોર અથવા માઈક્રોપ્રોસેસર્સ. 
  • સોફ્ટવેરમાં તફાવત 
મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ્સ પણ હવે ૩૨ બિટમાંથી ૬૪ બિટ તરફ આગળ વધી રહી છે. જેને પરિણામે હવે સોફ્ટવેર પણ ૬૪ બિટના આર્કિટેક્ચરને અનુરૂપ વિકસિત થઈ રહ્યાં છે. આવા સોફ્ટવેર વધુ રેમનો ઉપયોગ કરવા સક્ષમ હોઈ તે ઝડપી રિસ્પોન્ડ કરે છે.
  • રેમનો ફરક 
હાર્ડેવર, સોફ્ટવેર તથા ઓપરેટિંગ સિસ્ટમ અનેક પ્રકારના ડેટાનો ઉપયોગ કરે છે. આ ડેટાને પ્રોસેસિંગ પહેલા અને પછી કોઈ જગ્યાએ કામચલાઉ ધોરણે રાખવાની જરૂર પડે છે. આ માટે ઝડપી સ્ટોરેજ માધ્યમ આવશ્યક છે. જે માટે રેમની જરૂર પડે છે. રેમ જેટલી વધારે હશે કામચલાઉ ડેટાને સ્ટોર કરવાની કામગીરી એટલી જ ઝડપી બનશે. રેમ ઓછી હશે તો કમ્પ્યૂટરની ઝડપ ઘટી જશે. 
          ૩૨ બિટ કમ્પ્યૂટરમાં માત્ર ૪ જીબી સુધીની રેમ ઈન્સ્ટોલ કરી શકાય છે. ૩૨ બિટના સોફ્ટવેર દ્વારા ઉપયોગમાં લેવાતી રેમ તેનાથી પણ ઓછી એટલે કે ૩.૨ જીબી હોય છે. આવા કમ્પ્યૂટરમાં ૪ જીબીથી વધુ રેમ ઈન્સ્ટોલ નથી કરી શકાતી. જ્યારે ૬૪ બિટ કમ્પ્યૂટરમાં રેમની મહત્તમ કેપેસિટી અમર્યાદિત રહે છે. તેને કારણે વિડીયો એડિટિંગ, એનિમેશન, ૩ડી ગ્રાફિક્સ જેવા સોફ્ટવેરો કે જેમાં મોટી સંખ્યામાં ડેટા બનવાની અને પ્રોસેસ થવાની કામગીરી થાય છે તેમાં ૬૪ બિટ કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે. તે માટે પ્રોસેસર ઉપરાંત રેમની ક્ષમતા પણ કારણભૂત છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/28/15

ગુજરાતી બ્લોગ બનાવો.....ફ્રી... માં

  • ગુજરાતી બ્લોગ બનાવો.....ફ્રી... માં.
ગુજરાતી બ્લોગ બનાવવા માટે આ વિડીઓ નિહાળો.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/21/15

PDF ફાઈલને ઈમેજમાં કન્વર્ટ કરો ઓનલાઈન

  • આપની PDF ફાઈલને ઈમેજમાં ઓનલાઈન  કન્વર્ટ કરવા માટે સૌ પ્રથમ આ સાઈટ

ઓપન કરો.. પછી અહીં ચિત્રમાં જણાવ્યા મુજબ પ્રથમ તમે તમારી ફાઈલ ને સિલેક્ટ કરો...

આપની ફાઈલ અપલોડ થઇ ગયા બાદ ન્યુ પેજ ઓપન થશે તેમાં  આપની PDF ફાઈલમાં જેટલા પેજ હસે એ મુજબ ઈમેજ કન્વર્ટ થશે....જે તમે એક એક ઈમેજ તથા ઝીપ ફાઈલ ડાઉનલોડ કરી લો...



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


Read More »

કેવી રીતે કરશો યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ...?

  • કેવી રીતે કરશો યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ...?
મિત્રો.... યુ-ટ્યુબ ના વિડીઓ ડાઉનલોડ કરવા માટેની કેટલીક ટ્રીક્સ અહીં આપણી સમક્ષ મુકેલ છે. તો આપ પણ ટ્રાય કરી જુઓ...
Method-1

Mehod – 1,  www.youtube.com માં જે યુઆર એલ હોય      
    તેમાં યુ-ટ્યુબ ની વચ્ચે ચિત્રમાં બતાવ્યા મુજબ magic લખો 
    www.youmagictube.com  લખી અને પછી એન્ટર કી પ્રેસ કરો.

એન્ટર કી પ્રેસ કરશો એટલે.. એક ન્યુ પેજ ખુલશે તેમાં તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ  જે  ફોર્મેટમાં ફાઈલ ડાઉનલોડ કરવી હોય તેના પર ક્લિક કરો એટલે તમારી ફાઈલ જેતે ફોર્મેટમાં ડાઉનલોડ થશે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/20/15

ઉપયોગી વેબસાઈટ ની યાદી ૧૦૦ કરતા પણ વધુ

   ઉપયોગી વેબસાઈટ ની યાદી ૧૦૦ કરતા પણ વધુ....
1). join.me : તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
2). onlineocr.net :  સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
3). flightstats.com : ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
4). wetransfer.com : મોટી ફાઈલ ને શેર કરવા માટે.
5). http://www.gutenberg.org/ : ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
6). polishmywriting.com : સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.
7). marker.to : શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
8). typewith.me : એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
9). whichdateworks.com : કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
10). everytimezone.com : વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
11). gtmetrix.com : તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
12). kuler.adobe.com : કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.
13). liveshare.com : આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.
14). lmgtfy.com : જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..
15). midomi.com : જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…
16). bing.com/images : પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.
17). faxzero.com : ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.
18). feedmyinbox.com : RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.
19). ge.tt : કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.
20). pipebytes.com : ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.
21). tinychat.com : સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.
22). privnote.com : એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.
23). boxoh.com : ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.
24). chipin.com જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.
25). downforeveryoneorjustme.com : તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.
26). ewhois.com : કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.
27). whoishostingthis.com : કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.
28). google.com/history : ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…
29). aviary.com/myna : ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..
30). thumbalizr.com : કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.
31). goo.gl : લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.
32). unfurlr.come : કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.
33). qClock : કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.
34). copypastecharacter.com : સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
35). postpost.com : ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
36). lovelycharts.com : ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
37). iconfinder.com : બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
38). office.com : ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
39). followupthen.com : ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
40). jotti.org : કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.
41). wolframalpha.com : સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
42). printwhatyoulike.com : ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
43). joliprint.com : ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
44). screenr.com : તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.
45). search4rss.com : RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
46). e.ggtimer.com : ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
47). coralcdn.org : વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
48). random.org : રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.
49). pdfescape.com : તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.
50). viewer.zoho.com : પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
51). tubemogul.com : એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
52). workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org : બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
53). scr.im : સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
54). spypig.com : હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
55). sizeasy.com : કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
56). myfonts.com/WhatTheFont : કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
57). google.com/webfonts : ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
58). regex.info : ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
59). livestream.com : તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
60). iwantmyname.com : બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.
61). homestyler.com : શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
62). noteflight.com : મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
63). imo.im : એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
64). translate.google.com : વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
65). kleki.com : ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
66). similarsites.com : તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
67). wordle.net : લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
68). bubbl.us : તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
69). disposablewebpage.com : ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.
70). urbandictionary.com : અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..
71). seatguru.com : તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.
72). sxc.hu : ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..
73). zoom.it : હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.
74). scribblemaps.com : કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.
75). alertful.com : મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.
76). picmonkey.com : વધારે સાટું ઈમેજ એડિટર.
77). formspring.me : પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..
78). sumopaint.com : લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.
79). snopes.com : તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..
80). typingweb.com : ટાઇપ પ્રેક્ટીસ માટે..
81). mailvu.com : તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..
82). timerime.com : ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.
83). stupeflix.com : તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.
84). safeweb.norton.com : કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.
85). teuxdeux.com : સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.
86). deadurl.com : જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.
87). minutes.io : મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.
88). youtube.com/leanback : યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.
89). youtube.com/disco : તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.
90). talltweets.com : ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…
91). pancake.io : તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળ વેબસાઈટ બનાવો.
92). builtwith.com : કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.
93). woorank.com : SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.
94). mixlr.com : ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.
95). radbox.me : ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.
96). tagmydoc.com : તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.
97). notes.io : વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.
98). sendanonymousemail.net : નાનામો ઈમેઈલ મોકલવા માટે.
99). fiverr.com : ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.
100). otixo.com : ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.
101). ifttt.com : તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.
102). xuix.com : દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર

મિત્રો..... ઉપરોક્ત વેબસાઈટ શિવાયની કોઈપણ ઉપયોગી સાઈટ જો આપને યાદ હોય તો અમને ઉપરોક્ત લીસ્ટમાં ઉમેરી શકાય તેમજ એકસાથે બધા સાથે શેર કરી શકાય તે હેતુ થી કોઈ વેબસાઈટ ની જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવશો... 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Read More »

10/15/15

કમ્પ્યુટર ની વિવિધ સેવા ના શોધક

  • કમ્પ્યુટર ની વિવિધ સેવા ના શોધક
  1. Founder of Apple Computers – Steve Jobs.
  2. Founder of Artificial Intelligence – John McCarthy.
  3. Founder of Bluetooth – Ericsson 
  4. Father of Computer – Charles Babbage.
  5. Father of ‘C’ Language –Dennis Ritchie.
  6. Founder of Email – Shiva Ayyadurai.
  7. Founder of Google – Larry Page and Sergey Brin.
  8. Founder of Internet – Vint Cerf.
  9. Father of ‘Java’- James Gosling.
  10. Father of JQuery – John Resig .
  11. Founder of Keyboard – Christoper Latham Sholes.
  12. Founder of Linux – Linus Torvalds.
  13. Founder of Microsoft – Bill Gates and Paul Allen.
  14. Founder of Mobile Phones – Martin Cooper.
  15. Founder of Mouse – Douglas Engelbart.
  16. Founders of Oracle – Ed Oates, Larry Ellison, Bob Miner.
  17. Founder of Php – Rasmus Lerdorf.
  18. Founder of USB – Ajay V.Bhatt.
  19. Founder of WWW – Tim Berners-Lee.
  20. Founder of Yahoo – Jurry Yang and David Filo.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

આઈ ટી અને કોમ્પ્યુટરને લગતા શોર્ટફોર્મ્સ અને તેના ફુલફોર્મ્સ

  • આઈ ટી અને કોમ્પ્યુટરને લગતા શોર્ટફોર્મ્સ અને તેના ફુલફોર્મ્સની યાદી

આઈ ટી અને કોમ્પ્યુટરને લગતા શોર્ટફોર્મ્સ અને તેના ફુલફોર્મ્સની યાદી આ મુજબ છે

1          GOOGLE - globel organization of oriented group language of earth

2          YAHOO - yet another hierarchical officious oracale

3          WINDOW - Wide interactive network develpment for office work sollution

4          VIRUS - virtually infected reputed utilized software

5          UMTS - universal mobile telecommunicati¬on system

6          AMOLED - active matrix organic emitting diode

7          OLED - organic lite emitting diode

8          IMEI - international mobile equipment identy

9          ESN - electronic serial number

10        UPS - uninterupitible¬ power supply

11        HDMI - high defenation multimedia interface

12        VPN - virchual private network

13        APN - access point name

14        SIM - subsucriber identy module

15        LED - lite emitting diode

16        DLNA - digitel line network access

17        RAM - random access memory

18        ROM - read only memory

19        VGA - video graphic array

20        QVGA - quarter video graphic array

21        WVGA - wide video graphic array

22        WXGA - wide extended graphic array

23        USB - universal service bus

24        WLAN - wireless local area network

25        PPI - pixel per inch

26        LCD - liquid crystel display

27        HSDPA - high speed downlink packet access

28        HSUPA - high speed upload packet access

29        HSPA - high speed packet access

30        GPRS - general packet radio service

31        EDGE - enhancement datarate for globel evolution

32        NFC - near field communication

33        OTG - on-the-go

34        S-LCD - super clear liquid display

35        O S - oprating system

36        SNS - socail networking sites

37        H S - HOTSPOT

38        P O I - point of interest

49        GPS - globel position system

40        DVD - digitel video disc

41        DTP - desk top publishing

42        DNSE - digitel natural sound engine

43        OVI - ohio video inrranet

44        CDMA - code division multiple access  Kamal King

45        WCDMA - wide-band code division multiple access

46        GSM - globel system for mobile communication

47        WI-FI - wireless fidelity

48        DIVX - digitel internet video access

49        APK - authenticated public key

50        J2ME - java 2 micro edition

51        SIS - symbian installation sourc
e

52        DELL - digitel electronic link library

53        ACER - acquisition collabration experimantion reflaction

54        RSS - really simple syndication

55        TFT - thin film transister

56        AMR - adapative multi rate

57        MPEG - moving pictures experts group

58        IVRS - interactive voice response system

59        HP - hewlett-packard



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

विंडोस कीबोर्ड शोर्टकट

  • विंडोस कीबोर्ड शोर्टकट
CTRL+C = कॉपी
CTRL+X = कट
CTRL+V = पेस्ट
CTRL+Z = अन्डू
DELETE = डिलीट
SHIFT+DELETE = डिलीट (बिना रिसाईकिल बिन रखे)
F2 = रिनेम
CTRL+RIGHT ARROW = कर्सर को अगले शब्द के शुरू में रखता है
CTRL+LEFT ARROW = कर्सर पिछले शब्द के शुरू में रखता है.
CTRL+DOWN ARROW = कर्सर को अगले पैराग्राफ के शुरू में रखता है .
CTRL+UP ARROW = कर्सर को पिछले पैराग्राफ के शुरू में रखता है.
CTRL+A = सेलेक्ट आल
F3 = सर्च
ALT+ENTER = सेलेक्टेड आइटम की प्रोपर्टी
ALT+F4 = एप्लीकेशन विंडो को बंद करता है
ALT+SPACEBAR = एक्टिव विंडो का शोर्टकट मेनू
CTRL+F4 = डाकुमेंट विंडो को बंद करता है
ALT+TAB = खुले हुए आइटम्स के बीच स्विच करता है
ALT+ESC = Cycle जिस क्रम में विंडोस खुले
F4 = एड्रेसबार लिस्ट
CTRL+ESC = स्टार्ट मेनू
F10 = एक्टिवेट मेनूबार
F5 = रिफ्रेश एक्टिव विंडो .
BACKSPACE = बेक
ESC = केंसिल कर्रेंट टास्क
SHIFT जब DVD इन्सर्ट हो = ऑटोरन को रोकता है
TAB = फोकस आगे बढाना
SHIFT+TAB = फोकस पीछे करना
F1 = हेल्प
Window = स्टार्ट मेनू
window+BREAK = सिस्टम प्रोपर्टी
window+D = डेस्कटॉप
window+M = मिनिमाईज़ आल
window+Shift+M = रिस्टोर आल
window+E = माय कम्प्युटर
window+F = सर्च
CTRL+ window+F = सर्च कम्प्युटर
window+ L = सर्च कम्प्युटर या स्विच यूजर
window+R = रन डायलोग बॉक्स
window+U = यूटिलिटी मेनेजर
Windows Explorer
END = एक्टिव विंडो का बाटम
HOME = एक्टिव विंडो का टॉप
NUM LOCK+ * = सेलेक्टेड फोल्डर के सभी सबफोल्डर
NUM LOCK+ numeric keypad (+) = सेलेक्टेड फोल्डर का कंटेंट
NUM LOCK+numeric keypad (-) = कोलेप्स सेलेक्टेड फोल्डर
LEFT ARROW = कोलेप्स सेलेक्शन
RIGHT ARROW = डिस्प्ले कोलेप्सड सेलेक्शन
Windows Mediaplayer
___________________________
ctrl+o ओपन
ctrl+u ओपन url
ctrl+w क्लोस
ctrl+n नई प्लेलिस्ट
ctrl+d एडिट कर्रेंट प्लेलिस्ट
ctrl+1 फुल मोड़
ctrl+2 स्किन मोड़
alt+enter फुल स्क्रीन
f 5 रिफ्रेश
ctrl+p प्ले/ पाउस
ctrl+s स्टॉप
ctrl+shift+g फास्ट प्ले
ctrl+shift+n नोर्मल प्ले
ctrl+shift+s स्लो प्ले
ctrl+b पिछला
ctrl+f अगला
ctrl+shift+b रिवाईंड
ctrl+shift+f फास्ट फारवर्ड
ctrl+h शफल
ctrl+t रिपीट
ctrl+shift+c केप्शन & subtitle
f10 वोल्यूम अप
f 9 वोल्यूम डाउन
f 8 म्यूट
ctrl+e इजेक्ट


પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

PC પર નામ વગરનું ફોલ્ડર બનાવો.


  • PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવું

તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
એક નવું ફોલ્ડર બનાવો.
F2  દબાવો.
press Alt + ૦૧૬૦  અથવા  Alt + ૨૫૫
પ્રેસ એન્ટર
        અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!

હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ
Right Click  ઓન  ફોલ્ડર
property
costomize
change icon >
૧૧ વખત જમણી એરો કી દબાવો>
બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

બૂટેબલ પેનડ્રાઈવ બનાવો


  • બૂટેબલ પેનડ્રાઈવ બનાવો

Bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB  pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ

 Windows 7 or Vista ISO 
 4GB pendrive (windows7 માટે
2GB  pendrive (win xp માટે)
૧૫ મિનીટ ફ્રી સમય.

રીત :
સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
તેને ફોરમેટ કરી દો.
હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.

સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
હવે windows DVD  ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
create  બટન પર ક્લિક કરો.
૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/20/15

Microsoft Office ડોક્યુમેન્ટને તમારા મોબાઈલ થી જ PDF માં ફેરવો.

  ◆  કોઈપણ પ્રકારની xls, doc, txt ફાઈલો ને PDF ફાઈલ બનાવીએ.

            મિત્રો આપણે કોઈ પણ પ્રકારની ફાઈલ એટલે કે  doc, xls, txt  આ ફાઈલો ને  PDF ફાઈલ બનાવી શકીએ છીએ એ પણ એન્ડ્રોઈડ ફોનમાંથી. આ માટે તમારા ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોવુ જરૂરી છે. તમારે માત્ર એક એપ ડાઉનલોડ કરવાની છે  DOC TO PDF  આ  એપ ડાઉનલોડ માટે
◆  " Doc To pdf " 

   Click here to Download Android App 

      આ એપનો ઉપયોગ કરી કમ્પ્યુટર વગર જ  મોબાઈલ માંથી જ  PDF  બનાવી શકાય. એક ફાયદો એ પણ છે તમે ગુજરાતી લખાણનું પણ PDF બનાવશો તો વાંચી શકાશે કોઈપણ ભૂલ વગર. પોતાને ગમતી બાબતો બીજા મિત્રો સુધી પહોંચાડો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

7/8/15

Microsoft Office ડોક્યુમેન્ટને PDF માં ફેરવો.

  • Microsoft  Office ડોક્યુમેન્ટની  PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
(1).  સૌ પ્રથમ એક નાનકડો SaveAsPDFandXPS નામનો સોફ્ટવેર ડાઉનલોડ કરો...
(2) સોફ્ટવેર ડાઉનલોડ કરી તેને તમારા PCમાં ઇન્સ્ટોલ કરી દો.
(3) ત્યાર બાદ તમે જે ફાઈલ  P.D.F. કન્વર્ટ કરવા માંગતા હોવ તે ઓપન કરો.
(4).  Office પર ક્લિક કરો.

(5).  Save As પર અને તેમાં PDF Or XPS ઓપ્સન પર ક્લિક  કરો.

(6). PDF Or XPS ઓપ્સન પર ક્લિક  કરતાજ તમારી ફાઈલનું આ મુજબ નામ આપી અને યોગ્ય લોકેશન પર  Publis કરો.

(7). Publis પર ક્લિક  કરતાજ તમારી ફાઈલ આ મુજબ યોગ્ય લોકેશન પર  PDFમાં સેવ થશે.
  • આ માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ અને ૨૦૧૦ માં ખુબજ સરળતાથી કામ આપશે.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/27/15

ઈન્ટરનેટ પર ફાઈલો શેર કરવી.


   મિત્રો અત્યારના આ આધુનિક ફાસ્ટ યુગમાં ઇન્ટરનેટની પણ સ્પીડ વધી છે.. પણ  તમારે તમારી મોટી ફાઈલો   ઇન્ટરનેટ મારફતે શેર કરાવી છે તો શું કરવું.. જો તમારે કોઈ મોટી ફાઈલને કોઈની સાથે ઈન્ટરનેટ પર શેર કરવી હોય તો તેના કેટલાક સરળ રસ્તા છે.
        એક તો તમે એ ફાઈલને મેઈલ માં અટેચ કરીને મોકલી શકો છો અથવા તો ફાઈલ એટલી મોટી હોય કે ઈમેઈલમાં ના આવી શકે તો કોઈ ઓનલાઈન સ્ટોરેજ સર્વરમાં અપલોડ કરો અને તેની ડાઉનલોડ લીંક મેઈલમાં મોકલો અને તે લીંકથી ડાઉનલોડ કરાવો.
       તો હવે આપણે એવા સર્વિસ પ્રોવાઇડર વિષે ચર્ચા કરીએ જે આવી સર્વિસ આપે છે અને તેનાથી ઈન્ટનેટ પર મોટી ફાઈલ શેર કરવી ઘણીજ આસાન થઇ જાય છે અને તદન ફ્રી પણ છે.

૧.  અત્યારના ફાસ્ટ ઈન્ટનેટ યુગમાં તમે નવો એન્ડ્રોઇડ ફોન વાપરો છો તેમાં એન્ડ્રોઇડ સિસ્ટમ સ્ટાટ કરવા  સૌ પ્રથમ  તેમાં તમારે ગુગલ એકાઉન્ટની જરૂર પડે.  આ ગુગલ આપણને ગુગલ ડ્રાઈવ (Google Drive) દ્વારા આપની નાની-મોટી ફાઈલને સ્ટોર કરવાની તેમજ તેને શેર કરવાની ફેસેલીટી આપે છે. તેના દ્વારા તમે તમારી સ્ટોર કરેલ ફાઈલની લીંક તમે મેઈલ મારફતે અથવા સોસીયલ મિડીયા વોટ્સએપ ફેસબુક મારફતે ફાઈલની લીંક દ્વારા તમે તમારી ફાઈલ શેર કરી શકો છો.
૨.  તેમજ ગુગલ એક બીજી પણ ફેસેલીટી આપે છે જે છે સાઈટ ગુગલ ડોટ કોમ (http://sites.google.com) જેમાં તમે તમારા ગુગલ એકાઉન્ટ થી જ સાઇન થઈ એક વેબ પેજ બનાવી શકો છો. આ પેજ પર આપ તમામ ટાઈપ ની ફાઈલ અપલોડ કરી શકો છો,તેમજ શેર પણ કરી શકો છો.

૩.  ઈમેઈલ દ્વારા શેર કરવી:   જેમાં જીમેઇલ, રિડિફમેઈલ, યાહુ મેઈલ, હોટ મેઈલ  વગેરે સાઈડ દ્વારા આપ ફાઈલ મેઈલ કરી શકો છો. જીમેઇલ ૨૫ એમબી થી મોટી ફાઈલને ઈમેઈલમાં અટેચ કરવાની સુવિધા નથી આપતું. તેના અવેજી તરીકે હોટમેઈલ ૧૦ જીબી સુધીના અટેચમેન્ટ કરવાની સુવિધા આપે છે, પરંતુ એક ફાઈલ ૫૦ એમબીથી મોટી ના હોવી જોઈએ.
     એચજે સ્પ્લીટ જેવી યુટીલીટી થી તમે કોઈ પણ ફાઈલ ના ઈચ્છો તેટલા ટુકડા કરી શકો છો અને ઈચ્છો ત્યારે એ ટુકડાઓને જોડી પણ શકો છો. તેમજ તમે કોઈ ફાઈલને વિનરાર કે ઝીપ જેવા સોફ્ટવેર થી પણ રાર કે ઝીપ માં કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરતી વખતે તેના ટુકડા કરી શકો છો. અને જયારે તમે તેને અનઝીપ અથવા અનરાર કરો ત્યારે તે ફરી એક મોટી ફાઈલ બની જાય છે. તો આવી ફેસીલીટી દ્વારા તમે ફાઈલના ટુકડા કરી અને મોટી ફાઈલ ને હોટમેઈલ માં અટેચ કરી શકો છો.
      પરંતુ....  હવે પ્રોબ્લેમ એ થાય કે મોટા ભાગના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને ઇવન જીમેઇલ પણ ખુબ મોટી ફાઈલ અટેચ કરી હોય એવા ઈમેઈલ ને રિસીવ નથી કરતુ. આથી બધી મહેનત પાણી માં જાય છે.જો તમે જેને મેઈલ મોકલતા હોય એ ઈમેઈલ અડ્રેસ પણ હોટમેઈલનું જ હોય અથવા ફાઈલ ૫૦ એમ બી કરતા નાની હોય ત્યાં સુધી ઠીક છે, બાકી આ સુવિધાનો કોઈ જ અર્થ રહેતો નથી. તો હવે આપને જોઈએ ઈમેઈલ વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી.

૪. ફાઈલને ઈમેઈલ સર્વિસ વગર શેર કરવી:
     ઈમેઈલ વગર કોઈ ફાઈલને શેર કરવી હોય તો તેનો બેસ્ટ રસ્તો કોઈ હોય તો એ છે.... 
  •   ડ્રોપબોક્ષ (www.dropbox.com). એક વખત તમે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૨ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૨ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ ડ્રોપબોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. પરંતુ એ ફાઈલ ૩૦૦ એમ બી થી મોટી ના હોવી જોઈએ.
  •   બોક્ષ (www.box.com).એક વખત તમે બોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૧૦ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૧૦ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ બોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. 
  •   બીજો રસ્તો છે ગૂગલ ડોક્સ. ગૂગલ ડોક્સ માં તમે ૨૫૦ એમ બી સુધી ની કોઈ પણ ફોરમેટ ની ફાઈલ અપલોડ કરી શકો છો. તેમાં તમને ટોટલ ૧ જીબી જેટલું સ્ટોરેજ કરવા મળે છે. હવે આ બંને સર્વિસ માં એક જ પ્રોબ્લેમ છે અને એ છે કે તમે રીઝ્યુંમ ના કરી શકો. એટલે કે એક વખત ફાઈલ ડાઉનલોડ કે અપલોડ કરતી વખતે ઈન્ટરનેટ બંધ થઇ ગયું અથવા ડાઉનલોડ કે અપલોડ અટકી ગયું તો આખી ફાઈલ ફરી વાર ડાઉનલોડ કે અપલોડ કરવી પડે. અને જેને સ્લો ઈન્ટનેટ હોય તેમના માટે આ સુવિધા ખરેખર માથાના દુખાવા જેવી સાબિત થઇ શકે છે.

       સ્કાય ડ્રાઈવ (http://skydrive.live.com/) પણ આવી જ સર્વિસ પ્રોવાઇડ કરે છે અને તે માઈક્રોસોફ્ટની પોતાની સર્વિસ છે. સ્કાઈડ્રાઈવ ૨૫ જીબી સુધીનું સ્ટોરેજ સ્પેસ આપે છે. પરંતુ ૫૦ એમબી થી મોટી ફાઈલ તમે અપલોડ કરી શકતા નથી. આથી તમારે મોટી ફાઈલના ટુકડા કરવા પડે અને પછી તેને અપલોડ કરવા પડે.
      ફાઈલ ઉપલોડ કર્યા બાદ તમે તે ફાઈલની લીંક મેઈલ મારફતે અથવા સોસીયલ મિડીયા વોટ્સએપ ફેસબુક મારફતે ફાઈલની લીંક દ્વારા તમે તમારી ફાઈલ શેર કરી શકો છો. તે લીંક પરથી તમારી ફાઈલ સીધી ડાઉનલોડ કરી સકાય છે.

૫ . કોઈપણ જાતના સાઈનઅપ કે લોગીન વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી:
     જો તમારે ખુબજ મોટી ફાઈલને શેર કરવી હોય અને તમારું એકાઉંટ ઉપરની કોઈ પણ સર્વિસ કે વેબસાઈટમાં ન હોય અને તમને ફાઈલ શેર કરવાની ઉતાવળ હોય અને જલ્દી થી કામ પતાવવું હોય તો યુસેન્ડઈટ (https://www.yousendit.com/) અને વીટ્રાન્સફર (https://www.wetransfer.com/) જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં તમારે ફક્ત વેબસાઈટ ઓપન કરવાની અને ફાઈલ અપલોડ કરવાની અને જેને ઈમેઈલ માં આ લીંક મોકલવાની હોય તેનું ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરી અને સેન્ડ બટન દબાવી દો. બસ થઇ ગઈ ફાઈલ શેર. વીટ્રાન્સફર ૨ જીબી સુધીની ફાઈલ શેર કરવા આપે છે જયારે યુસેન્ડઈટ નું ફ્રી વર્ઝન ૧૦૦ એમબી સુધીની ફાઈલ અપલોડ કરવા આપે છે.

 ફાઈલને ઝીપ ફાઈલ અથવા રાર ફાઈલ બનાવવાથી તે ફાઈલની સાઈઝ ઘટાડી શકાય છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Computer tips / કમ્પ્યુટરની કેટલીક ટીપ્સ

  કમ્પ્યુટરની કેટલીક ટીપ્સ / Computer tips 
  • કમ્પ્યુટર સ્ટાર્ટ થવાની સાથે શરૂ થતાં નકામા પ્રોગ્રામ્સ બંધ કરો
         તમે તમારું કમ્પ્યુટરસ્ટાર્ટ કરો ત્યારે એકદમ મસ્ત માઈક્રોસોફટનો દિફોલ્ટ સાઉંડ ચાલુ થાય અને જાણે રાજા મહારજાની એન્ટ્રી થવાની હોય તેમ તમારું ડેસ્કટોપ છાતી પહોળી કરીને ઓપન થતું હોય તેમ લાગે છે. આપણે બસ,જાણે કમ્પ્યુટરના ચાલ્ય થવાની અને ડેસ્કટોપ દેખાવાની જ રાહ જોતાં હોય તેમ,કી-બોર્ડ અને મોનીટરની સામે સેટ થઈને બેસી જતાં હોઈએ છીએ.પરંતુ તમે કમ્પ્યુટરમાં કામ ચાલુ કરવા જાઓ એ જ સમયે અથવા તો એ પહેલાં જ સ્ટાર્તટ-અપમાં રહેલાં અવનવા પ્રોગ્રામ્સ અને તેના પોપ-અપ્સ તમારા ડેસ્કટોપ પ ચઢાઈ કરીહોય તેમ અનિચ્છનીય રીતે સામે આવી જતાં હોય છે.ત્યાર બાદ તમારે એક પછી એક દરેકને બંધ કરવાની ફરજ પડ્તી હોય છે,જે ખરેખર કંટાળા જનક હોય છે.જો તમારે આ કંટાળાજનક પ્રવ્રુતિથી છૂટકારો મેળવવો હોય તો સ્ટાર્ટાપ દરમ્યાન જરૂરી ન હોય તેવા પ્રોગ્રામ્સને તમે ડિલીટ કરી શકો છો.આ માટે તમારે નીચે પ્રમાણે કવાનું રહેશે........

સ્ટેપ 1 -   સૌ પ્રથમ start > Run માં જઈ msconfig ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.
સ્ટેપ 2 -   ત્યારબાદ ઓપન થયેલી વિન્ડોમાં startup  ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 -  હવે તેમાં દેખાતા લિસ્ટમાંથી જ પણ પ્રોગ્રામ કે એપ્લિકેશનને બંધ કરવી                    હોય તેમાંથી ટિક માર્ક કાઢી નાખો.
સ્ટેપ 4 -    ત્યારબાદ ok કરી દો.
                  અમુક પ્રોગ્રામ જેમકે, ફાયરવૉલ, એન્ટિવાયરસ કે એન્ટિ સ્પાયવેર , કી-બોર્ડના કોઈ સોફટવેર્સ તેમ જ તમારા ઈન્ટરનેટ પ્રોવાઈડરે કનેકશન માટે આપેલા પ્રોગ્રામ્સ જેવા સ્ટાર્ટ અપમાં ચાલુ થાય તે જરૂરી છે,તેનું ધ્યાન રાખજો......

XP ની સ્પીડ વધારો...
                           તમે કમ્યુટરમાં કેટલાક પ્રોગ્રામ્સ ઓપન કરતાં હોવ છો. જેમાં તમે open, sava અને close  એવા કમાન્ડનો ઊપયોગ કરતાં હશો. પરંતું જો તમારું ધ્યાન ગયુ હોય અથવા તો તમને તકલીફ પડ્તી હોય કે આ કમાન્ડ જયારે રન કરો ત્યારે સામાન્ય રીતે લાગતા સમય કરતાં વધુ સમય લાગતો હોય છે. અથવા તો પ્રોગ્રામને ઓપન થવામાં તેમ જ ત્યાર બાદની પ્રક્રિયા ઘણી જ ધીમી પડી જતી હોય છે.આ માટેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, XP પોતાની રીતે ફાઈલોને ઈન્ડેક્સ કરતું રહે છે. માટે આ ઓપપ્શનને બંધ કરીને XP માં આ પ્રક્રિયાને થોડે ઘણાં અંશે ઝડપી બનાવી શકાય છે.આ રહી તેની રીતે......
સ્ટેપ 1 -   Start  >  Settings  >  Control  penal માં જાઓ.
સ્ટેપ 2 -   તેમાં Administrative Tools ઓપન કરો.
સ્ટેપ 3 -   Services ઓપન કરો.
સ્ટેપ 4 -  લિસ્ટમાંથી Indexing Service  શોધો અને ડબલ ક્લિક કરો.
સ્ટેપ 5 - ત્યારબાદ જે ડાયલોગ બોક્ષ ખુલે તેમાં જનરલ માં જ                        
          Startup  type માં Disabled સિલેક્ટ કરી દો અને okકરો.
કમ્પ્યુટરને ઝડપથી ઓપન કરો...
                        કમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યુ અને ધડાધડ યાહૂ મેસેન્જર, આઉટલૂક એક્સપ્રેસ અને બીજા ઘણાં બધા સોફ્ટવેર્સ ઓપન થઈ જતાં હોય છે.સમય જતાં ઓટોમેટિક સ્ટાર્ટ થતાં સોફ્ટવેર્સને બંધ કરતી સમયે ગુસ્સો આવી જતો હોય છે કે શું રોજે રોજ આ બંધ કરવાનું  ? જો તમે પણ આ દર્દથી પીડાતા હોય તો તેની દવા હાજર છે.ફકત તમારે માત્ર એનો અમલ કરવાની  જરૂર છે. તો થઈ જાવ દવા માટે ......
સ્ટેપ 1 -   સૌ પ્રથમ start > Run માં જઈ regedit ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.
સ્ટેપ 2 -   હવે ખુલેલી  વિન્ડોમાં ડાબી બાજુની પેનલમાં  HKEY_ LOCAL_MACHINE   >       
             SOFTWARE  > Microsoft  > Windows  > CurrentVersion  >        
             Run  >  Start  >  Programs  >  Startup Folder  
સ્ટેપ 3 -   ત્યાર બાદ જમણી બાજુની પેનલમાં કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જે 
            સોફ્ટવેર્સ ચાલુ થતાં હશે તેનું લિસ્ટ દેખાશે.
સ્ટેપ 4 -   બસ, આ લિસ્ટ માંથી તમારે ન જોઈતા હોય તેવા સોફ્ટવેર્સ દૂર કરવા 
            રાઈટ ક્લિક કરી Delete પ્રેસ  કરો.

ડિલીટ ન થતી ફાઈલને કેવી રીતે ડિલીટ કરશો ?

તમે નવરા હોવ અને કમ્પ્યુટર પર બેસો એટલે નકામી ફાઈલોને ડિલીટકરવા બેસી જતાં હશો. પરંતું કેટલીકવારા એવું થતું હોય છે કે અમુક જિદ્દી ફાઈલો ડિલીટ થવાનું નામ નથી લેતી. ડિલીટ કરો ત્યારે કોઈક પ્રકારની એરર આવી જતી હોય છે અને આ ફાઈલ ડિલીટ કરી શકાય તેમ જણાવે છે. તો આવા સમયે આ જિદ પકડી બેઠેલી ફાઈલને તમારા કમ્પ્યુટરમાંથી કાઢી મુક્વા શું કરવું ? આ માટે એક રીત છે જે પ્રમાણે કરવાથી કમ્પ્યુટર માંથી આ ફાઈલને દૂર કરી શકાય છે.

Step  1   :-   સૌ પ્રથમ આ ફાઈલ જ્યાં હોય તેનો પાથ કોઈ પેપર પર લખી રાખો.દા.ત.:-  mobi.txt નામની ફાઈલ
         C:\Documents and Settings\user name\My Documents\GTA Vice City      
         માં પડી હોય તો આ પાથ લખી રાખો.
Step  2   :-   ત્યારબાદ તમારૂ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો અને તેને F8 દ્વારા બૂટ કરો.
Step  3  :-    આ પછી તમને “Advanced Boot Options” મેનું દેખાશે ત્યાં  Safe
                    Mode with Command Prompt  સેકશનમાં જાઓ.
Step  4   :-   હવે તમારું કમ્પ્યુટર ડોઝ મોડમાં ચાલું થશે.
Step  5   :-   ત્યારબાદ તેમાં  C:\Documents and Settings\user name\My
                     Documents\GTA Vice ટાઈપ કરો અને એન્ટર મારો.
Step  6   :-   હવે del mobi.txt  ટાઈપ કરો અને એન્ટર મારો.
                  તે ડિલીટ થઈ જશે.
બીજી ટ્રીક...
Start  >  Run માં જઈ cmd ટાઈપ કરીને કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરો અને સ્ટેપ નં. 5 પછીની પ્રોસેસ કરી જુઓ.....

ઇન્ટરનેટ પર સૌથી વધારે સંશોધન શબ્દસમૂહો એ છે કે કેવી રીતે મારા કોમ્પ્યુટર ઝડપી બનાવવુ ? દેખીતી રીતે ઘણા લોકો આ સમસ્યા પીડાતા હોય છે. જો કે, સમસ્યા થોડા જાળવણી કાર્ય કરી  હલ કરી શકાય છે. હા,  તમારા પીસીમાં એક વધુ કાર્યક્રમ  ઉમેરવામાં આવશે. આ કાર્યક્રમ તમારા કમ્પ્યુટરને ઘણી વાર સરળ સફાઈ peformingકરિ આપશે જેથી તમારુ પીસી સુપર ફાસ્ટમા ફેરવાઇ જશે..તો થઇ જાવ તૈયાર..! કોમ્પ્યુટર એક ક્લિક સાથે ઝડપી બનાવો!

1. એક સફાઇ કરો
ડિસ્ક સફાઇ એક્ શક્તિશાળી કાર્યક્રમ છે કે જે તમારા કમ્પ્યુટર પર જંક ફાઈલો દૂર કરે છે. તમે સરળતાથી આ સૂચનો નીચેના આ ક્રિયા કરવા માટે  ક્લિક કરો.Click Start > Programs > Accessories > System Tools > Disk Cleanup.


2. ફાઇલ કમ્પ્રેશન
 કમ્પ્યુટર મા તમારી હાર્ડ ડ્રાઇવ વધારે જગ્યા - જથ્થા દ્વારા ખરાબ અસર પામે છે. તમે ડિસ્ક સફાઇ ઉપયોગ ના સુંદરતા શીખ્યા, હવે આપણૅ તે ફાઇલો કોમ્પ્રેસ બનાવીએ. આમ આપણા પોતાના ઉપયોગ માટે વધુ જગ્યા બનાવીએ અને ફાઈલો કોમ્પ્રેસ દ્વારા એક પગલું આગળ લઇ શકીએ .. અંહિ કેવી રીતે: Right Click the File or Folder > Click Properties > Click Advanced> Click Compress Contents..> Click OK > Confirm.


3. અનિચ્છનીય સોફ્ટવેર દૂર કરો
આપણે અનિચ્છનીય કાર્યક્રમો દૂર કરીને કોમ્પ્યુટર ઝડપી બનાવી શકીએ છીએ. તમારા અનિચ્છનીય અને નહિં વપરાયેલ સોફ્ટવેર દૂર કરીને, તમે તમારા કમ્પ્યુટર પ્રભાવ માટે વાપરી શકાય છે. ક્લિક કરો Click Start > Control Panel > Add and Remove.. or Programs > Select Program to be Uninstalled


4. તમારી હાર્ડ ડ્રાઈવ Defrag
તમારા કમ્પ્યુટર ઝડપી બનાવવા  Windows  Defrag એક શ્રેષ્ઠ સાધન છે. Defrag તમારી હાર્ડ ડ્રાઈવ ફાઈલ બંધારણ જે શોધ અને હાર્ડ ડ્રાઈવ વપરાશ વધુ કાર્યક્ષમ બનાવેછે. શરૂ કરો :Click Start > Click Computer > Right Click your hard drive > Click Properties > Choose Tools > Click Defragment Now.


5. વર્ચ્યુઅલ મેમરી વધારો
વર્ચ્યુઅલ મેમરી વધારાની જગ્યા સાથે તમારા કમ્પ્યુટર પૂરી પાડવા માટે કામચલાઉ માહિતી સંગ્રહે છેનીચેના પગલાંઓની મદદથી તમારા વર્ચ્યુઅલ મેમરી  જ્યારે જરૂર છે વાપરી શકો છો. Start > Control Panel > System and Maintenance > System > Advanced System Settings > Settings > Under Vitrual Memory > Change > Custom > Set the Amount of Virtual Memory.


6. એન્ટિવાયરસ એન્ટી સ્પાયવેર વાપરો
 જો તમારું કમ્પ્યૂટર મૉલવેર સાથે riddled છે, તો પીસી અત્યંત ધીમું ચાલશે . તમે એક સારૉ એન્ટિવાયરસ કાર્યક્રમ ડાઉનલોડ કરો અને તેને નિયમિત ચલાવો જે તમારુ પીસી સ્વચ્છ રાખે..
7. તમારા ડેસ્કટોપ ગોઠવો
હા વધુ ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર હોય તો, વધુ સ્રોતો પર ભાર પડે છે  માટે ઓછામાં ઓછા ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર  રાખો.
8. પ્રદર્શન વિકલ્પો સેટ કરો
વિન્ડોઝ તમામ ગ્રાફિકલ અપ સેટિંગ્સ સાથે સુંદર દેખાય છે. પરંતુ આ ક્રિયાઓ નીચે તમારી સિસ્ટમ ધીમી અને રેમ નો વધુ કે અન્ય કાર્યો માટે ઉપયોગ થાય છે.અને પીસી અત્યંત ધીમું ચાલે છે. Start > Control Panel > System > Advanced > Performance > Settings > Visuals Effects > Adjust for best performance.


9. પ્રિન્ટર અને શોધ ફોલ્ડર નિષ્ક્રિય કરો
દર વખતે જ્યારે તમે ફોલ્ડર બ્રાઉઝ કરો, તમારું પીસી કેટલાક પ્રિન્ટરો અને નેટવર્ક ફાઈલો શોધવા માટે સમય લે છે. તેથી તેને  નિષ્ક્રિય કરો.:Start > My Computer > Tools or Organize > Folder Options > Remove the check mark for “Automatically search network folders and printers” > OK > Restart


10.  એક Optimizer વાપરો
તમારી બધી સોફ્ટવેર સમસ્યાઓ માટે onclickઉકેલ રાખવાથી સમય અને ઊર્જા સંગ્રહી શકો છો.
11. Clearકામચલાઉ ફાઈલો
અહીં એક ઝડપી અને સરળ પ્રશ્નનો ઉકેલ મારા કોમ્પ્યુટર ઝડપી બનાવવા માટે કેવી રીતે થાય છે. આ કામચલાઉ નોકર ફોલ્ડર બધી માહિતી કે જે અસ્થાયી રૂપે તમારા પીસી પર સંગ્રહિત કરવામાં જરૂરી ધરાવે છે. તમે Windows શોધ બાર અથવા રન વિધેય માં "% tmpએ"% લખીને આ ફાઈલો વાપરી શકો છો. Click Start > Type %tmp% > Select and Delete files.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »