JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label મોબાઇલ વિશે. Show all posts
Showing posts with label મોબાઇલ વિશે. Show all posts

11/7/15

Learn What is Y2K2038 ..? જાણો Y2K2038 એ શું છે..?

  • જાણો Y2K2038 એ શું છે..?

  • જાણો 19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર 
             વૈજ્ઞાનિકોએ ઉચ્ચારેલી એક ચેતવણી અનુસાર કમ્પ્યૂટરનો અંત નજીક છે. વૈજ્ઞાનિકોએ તો તેના અંતની તારીખની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મતે ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ બાદ તમારું કમ્પ્યૂટર આગળ વધવાની ના પાડી શકે છે, આમ થવા પાછળનું કારણ વાયટુકે૩૮ નામની એરરને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ એરર કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પર આધારિત છે. આ એવી સિસ્ટમોને પ્રભાવિત કરશે જેમાં ટાઇમ સાઇન્ડ ૩૨ બીટ ઇંટિઝર છે.
         આ ટાઇમ એક નંબર ઓફ સેકન્ડને કલક્યુલેટ કરે છે અને તે ગુરુવાર ૧ જાન્યુઆરી, ૧૯૭૦થી ચાલુ છે. ૩૨ બીટ મુજબ ગણતરી કરવાથી ભવિષ્યનો સૌથી શક્ય હોય તેવો સમય ગુરુવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ના રોજ વહેલી સવારે ૩:૧૪:૦૭ યુટીસી છે. આ સમયની એક સેકન્ડ બાદ સિસ્ટમની ડેટ રિવર્સ થઈ જશે. સોફ્ટવેર આ તારીખને ૨૦૩૮ની જગ્યાએ ૧૯૦૧ લેશે, જેને સોફ્ટવેર સપોર્ટ કરશે નહીં. તેની મેેમરી ઓછી હોવાને કારણે તે ૨૦૩૮ સુધી જ યોગ્ય રીતે કામ કરી શકશે ત્યારબાદ તે નેગેટિવ ઇન્ટિઝર સ્ટોર કરવા લાગશે, જેનાથી ટાઇમ પણ રિવર્સ થઈ જશે.
            મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૦માં પણ મિલેનિયમ બગ એટલે કે, વાયટુકેની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા પણ તેના જેવી જ છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલી સમસ્યામાં કમ્પ્યૂટર વર્ષ ૧૯૦૦ અને ૨૦૦૦ વચ્ચે ભેદ નહીં સમજી શકે તેની ભીતિ હતી. આ સમસ્યાનું મૂળ ૩૨ બીટ સિસ્ટમમાં રહેલું છે. ૩૨ બીટ સિસ્ટમ ઓછી મેમરી યૂઝ કરતી હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલમાં જ યૂ ટયૂબ પર ગગનમ સ્ટાઇલ વીડિયોની હીટ એટલી વધી ગઈ હતી કે, જેને કારણે સિસ્ટમ કાઉન્ટર તૂટી પડયું હતું, જોકે ત્યારબાદ સિસ્ટમને ૬૪ બીટમાં ફેરવી ભૂલને સુધારી લેવામાં આવી હતી.
  • સિસ્ટમને કેવી રીતે બચાવવી?
1.  ટાઇમ-ટીને ૬૪ બીટ બનાવવામાં આવે.
2.  ૩૨ બીટ સિસ્ટમની જગ્યાએ ૬૪ બીટ કરવામાં આવે.
3.  ૩૨ બીટ સાઇન્ડ ઇન્ટિઝરની જગ્યાએ ૩૨ બીટ અનસાઇન્ડ ઇન્ટિઝર ઉપયોગમાં લેવામાં આવે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Learn about mobile network GSM, CDMA, मोबाइल नेटवर्क जीएसएम, सीडीएमए के बारे में जानें।

   Learn about mobile network GSM, CDMA.
  
              Friends ..... If you are using a mobile phone then you must have heard about CDMA and GSM, but what is this ...? These are both types of mobile phone networks, all the mobiles in the whole world are based on these two networks. So let's get information about this network.
GSM (Global System for Mobile Communication) This network is the most used mobile network in the world. Unless you are using this network yourself. And it is also very easy to know ... whether your phone is CDMA or GSM, whether your mobile phone has a SIM card or not, if the SIM card comes then your mobile phone is GSM. And if the SIM card does not come, your mobile phone is CDMA.
CDMA i.e. (Code Division Multiple Access) Mobile that works on this type of network does not have a SIM card in the mobile. However, if the SIM card comes, it belongs only to the company from which you have taken the mobile. Such as BSNL (WLL), Reliance, Idea, AirTel, Docomo etc ... etc ....

Your mobile will only support one network at a time. Such as .. CDMA or GSM.
Thank you.

જાણો મોબાઈલ નેટવર્ક GSM, CDMA વિષે.
   
  મિત્રો.....   જો તમે મોબાઈલ ફોન વાપરતા હશો તો તમે સીડીએમએ અને જીએસએમ આ બંને શબ્દો વિષે સાંભળ્યું જ હશે., પરંતુ આ છે શું...? આ મોબાઇલ ફોન નેટવર્કના બંને પ્રકાર છે, પૂરી દુનિયામાં તમામ મોબાઈલ આ બંને નેટવર્ક પર આધારિત છે. તો આવો આ બને નેટવર્ક વિશે માહિતી પ્રાપ્ત કરીએ.
  • GSM (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યૂનિકેશન) આ નેટવર્ક વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થતું મોબાઇલ નેટવર્ક છે. ત્યાં સુધી કે તમે પોતે પણ આ નેટવર્કનો ઉપયોગ કરતા હશો. અને એ જાણવું પણ ખુબજ સરળ છે...કે તમારો ફોન CDMA છે કે GSM, તમારા મોબાઈલ ફોનમાં સીમકાર્ડ આવે છે કે નહિ, જો સીમકાર્ડ આવે છે તો તમારો મોબાઈલ ફોન  GSM છે. અને સીમકાર્ડ નથી આવતો તો તમારો મોબાઈલ ફોન CDMA છે.
  • CDMA એટલે કે (કોડ ડીવીઝન મલ્ટીપલ એક્સેસ) આ પ્રકારના નેટવર્ક પર જે મોબાઈલ કામ કરે છે, તે મોબાઈલમાં સીમકાર્ડ નથી આવતું હોતું. છતાં પણ લો સીમકાર્ડ આવે છે તો તે માત્ર તેજ કંપનીનું હોય છે જે કંપનીનો તમે મોબાઈલ લીધો હોય છે. જેમકે BSNL(WLL), Reliance, Idea, AirTel, Docomo વગેરે...વગેરે....

તમારો મોબાઈલ એકસાથે માત્ર એકજ નેટવર્ક ને સપોટ કરશે. જેમકે.. CDMA અથવા GSM.
આભાર.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

10/19/15

તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો


મિત્રો...તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરવા માંગો છો..?  તો તે માટે ફોન(સેમસંગ)માં સ્ક્રીન લોક સેટ કરવા માટેની પદ્ધતિ અહીં આપની સમક્ષ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો...
  • સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ. 
  • ત્યાર બાદ તેમાં Screen Lock  બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તેમાં વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી તમેં જે પ્રકારે સ્ક્રીન લોક કરવા ઇચ્છતા હોવ તે સિલેક્ટ કરવું.

1).  સ્ક્રીન લોક – ૧ સ્વીપ(Swipe) લોક


સ્વીપ(Swipe) લોક કરવા સ્વીપ (Swipe) પર ક્લિક કરો.

સ્વીપ(Swipe) લોક પર ક્લિક કરતા તમારો મોબાઈલમાં સ્વીપ(Swipe) લોક થઇ જશે...જે લોક તમે સ્ક્રીન પર સ્વીપ(Swipe)કરતા જ ફોન અનલોક(Unlock) થઇ જશે.

2).  સ્ક્રીન લોક – ૨  પેર્ટન લોક (Pattern Lock) 
  • પેર્ટન લોક (Pattern Lock) કરવા વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પેર્ટન લોક(Pattern Lock) પર ક્લિક કરવું.

  • પેર્ટન લોક (Pattern Lock) માં ચિત્ર મુજબ ઓછામાં ઓછા ૪ ડોટ સાથે આવે તે મુજબ પેર્ટન સેટ કરવી.
  •   પેર્ટન(Pattern) ક્ન્ફોમ કરવી, ત્યાર બાદ કન્ટીન્યુ (Continui) કરવું.
  •   ત્યાર બાદ એક ન્યુ બેકઅપ પીન (BackupPIN) નું ઓપ્શન આવશે. તેમાં બે વખત પીન નાખવો.


નોંધ: આ બેકઅપ પીન (BackupPIN) જયારે તમે પેર્ટન(Pattern) ભૂલી જાઓ અને તમારો ફોન અનલોક નાં થાય ત્યારે આ પીન થી ફોન અનલોક કરી શકાશે.
  •  આ બધાજ સ્ટેપ પુરા થતા હવે તમારો મોબાઈલમાં પેર્ટન લોક (Pattern Lock) સેટ થઇ ગયેલું જોવા મળશે.

મોબાઈલ અનલોક(Unlock) કરવા તમે સેટ કરેલ પેર્ટન(Pattern) નાખશો એટલે તમારો ફોન અનલોક(Unlock) થઇ જશે.
3). સ્ક્રીન લોક – ૩ પીન લોક (PIN Lock) 
પીન લોક(PIN Lock)  કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પીન લોક(PIN Lock) પર ક્લિક કરવું.

  •   ત્યાર પછી ઓછામાં ઓછા ચાર અંક નો પીન નાખો. જેમાં માત્ર ને માત્ર અંકોનોજ ઉપયોગ કરી શકાસે.
  •   ફરીવાર એજ પીન દાખલ કરો.
  •  ok  પર ક્લિક કરો...  થઇ ગયો તમારો મોબાઈલ પીન લોક 

મોબાઈલ ને અનલોક કરવા તમે સેટ કરેલ પીન દાખલ કરો એટલે તમારો મોબાઈલ અનલોક થશે.

4). સ્ક્રીન લોક – ૪ પાસવર્ડ લોક (Password Lock)  
  • પાસવર્ડ લોક (Password Lock) કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરવું.
  • પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરતા પાસવર્ડ માંગશે પાસવર્ડ દાખલ કરો.  આ પાસવર્ડ લોકમાં તમે તમને ગમતો પાસવર્ડ સેટ કરી શકશો. જેમાં નામ,નંબર વગેરે.... 

  •  કન્ટીન્યુ પર ક્લિક કરો.. બીજી વખત પાસવર્ડ દાખલ કરો. ઓકે આપો. 
  •   ઓકે આપો. થઇ ગયો તમારો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ...
  • મોબાઈલ અનલોક કરવા તમે સેટ કરેલ પાસવર્ડ દાખલ કરો. પાસવર્ડ એન્ટર કરતાજ તમારો મોબાઈલ અનલોક થઇ જશે.
ખાસ નોંધ: મોબાઈલ લોક દરમ્યાન વધારે વખત ખોટી પેટ્રન, ખોટો પીન, ખોટો પાસવર્ડ, દાખલ કરવામાં આવે ત્યારે ધણી વખત આપ સાચો પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, દાખલ કરશો તો પણ તમારો મોબાઈલ અનલોક નહી થાય... આમુક વખત ટાઈમ માગશે.. તેના પછી ખોટી ટ્રાય કરવામાં આવે ત્યારે આપનો મોબાઈલ એકદમ લોક થઇ જશે.. એ વખતે તમારે તમારા ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ થી તમારો મોબાઈલ અનલોક કરી શકાશે. માટે તમારે તમારા પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, તેમજ ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ અચૂક યાદ રાખવાના રહેશે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


Read More »

તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation)ઉમેરો...

તમે તમારા મોબાઈલ(સેમસંગ)માં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) ઉમેરો...
જેથી કરી તમારો મોબાઈલ સ્ક્રીન લોક / પેટર્ન લોક કરેલ હશે તો પણ તમારી ઓવનર ઇન્ફોર્મેશન સ્ક્રીન પર વાંચી શકશે.. જેથી કરી તમારો મોબાઈલ ખોવાઈ જવાની સ્થિતિમાં સામે વારી વ્યક્તિ તમને તમારો મોબાઈલ સરળતાથી પરત કરી શકશે.
     
ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation)  તમારા મોબાઈલમાં ઉમેરવા...
  • સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
  • લોક સ્ક્રીન (Lock Screen) પર જાઓ.
  •  તેમાં ઓવનર ઇન્ફોર્મેશન (Owner Infoemation) પર જાઓ.
  • તેમાં તમારી પૂરી ઇન્ફોર્મેશન (Infoemation) નાખી ઓકે Ok પર ક્લિક કરો.
  • હવે તમે તમારા ફોનમાં લોક સ્ક્રીનની સ્થિતિમાં પણ તમારી ઇન્ફોર્મેશન (Infoemation) જોઈ શકશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

એક કરતા વધુ ભાષામાં એકજ કી બોર્ડથી મેસેજ લખો.


મિત્રો...શું આપ એન્ડ્રોઇડ ફોન વાપરો છો? એકજ  કી બોર્ડ થી એક કરતા વધુ ભાષામાં એક જ મેસેજ લખવા માંગો છો? આપ જો સેમસંગનો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ તો આપના માટે મેસેજ એક કરતા વધુ ભાષામાં લખવા અહીં આપની સમક્ષ એક ટીક્સ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને મેસેજ એક કરતા વધુ ભાષામાં લખો.
     આ માટે...
  • સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ.
  • Language and Input પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તેમાં Samsung keyboard  ના સેટિંગ બટન પર ક્લિક કરો.
  • Select input Language પર ક્લિક કરો.
  • બાદ માં ચિત્રમાં બતાવ્યા મુજબની તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • હવે એક સ્ટેપ બેક જાઓ...તમે પસંદ કરેલ ભાષા ચિત્ર મુજબ જોવા મળશે.

હવે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો. 
  • હવે આપ વોટ્સએપ મેસેજ અથવા  મેસેજ ટાઈપ કરો.. તમારા કી બોર્ડના સ્પેસ બટન પર સાઈડ એરો ની નિશાની જોવા મળશે..તેમજ સિલેક્ટ ભાષા નું નામ પણ લખેલ જોવા મળશે...   
  • હવે.... તમે કી-બોર્ડની ભાષા બદલવા ચિત્રમાં બતાવ્યા મુજબ સ્પેસ બટન પર દબાવી સાઈડ પર સ્ક્રોલ કરો. કી-બોર્ડ પરની ભાષા બદલશે.  આમ તમે સ્પેસ બટન પર લેફ્ટ તથા રાઈટ સાઈટ બન્ને બાજુ સ્ક્રોલ કરી ભાષા બદલી શકશો. અને ટાઈપ કરી શકશો.




તમે તમારા ફોન માં તમે સિલેક્ટ કરેલ બધીજ ભાષામાં એકજ કી બોર્ડ પર મેસેજ ટાઈપ કરી શકશો. 
 છે...ને...મજાનું.... તમારી જોડે સેમસંગનો એન્ડ્રોઇડ ફોન છે તો ટ્રાય કરો...

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/27/15

શું આપના મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું..?


   શું આપના મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું..?  મોબાઈલ પરથી ફેસબુક વાપરતા ગુજરાતી નથી વંચાતું ? આ છે સોલ્યુશન !

  • સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ માં ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ડાઉનલોડ કરો.
  • ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરમાં ઉપર ચિત્રમાં બતાવ્યા મુજબ ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ઓપન કરો. 
  • ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરના સર્ચ બોક્ષમાં અબાઉટ કન્ફિંગ (abautconfing) ટીપ કરો.
  • હવે તેમાં નવા ઓપ્સન જોવા મળશે.તેમાં "Use bitmap fonts for complex scripts" ઓપ્સનમાં No હશે તેને બદલે Yes  સિલેક્ટ કરો.
  • ત્યાર બાદ લાસ્ટમાં નીચે Save નું બટન કસે તેના click પર કરો.. 
  • હવે તમારું ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર રીસ્ટાટ કરી ઓપન કરો.. તેમાં ફેસબુક અથવા કોઈ પણ ગુજરાતી વેબસાઈટ ઓપન કરો ગુજરાતી વાંચી સકાશે.
  તેમજ તમારા ફોનમાં ગુજરાતીમાં ટાઈપ કરવા માટે...
   ગુજરાતી ટાઈપ માટે પાણીની કી બોર્ડ તમારા ગુગલ પ્લે સ્ટોર અથવા એન્ડરોઈડ માર્કેટ માં પાણીની કી બોર્ડ સર્ચ કરી ડાઉનલોડ કરો.. આ  કી બોર્ડથી તમે ગુજરાતી ટાઈપ કરી શકશો.

Hello Friends ! as many of you are using facebook by your mobile you might not be able to read  in gujarati fonts, Here is the solution

* recommend Gujarati PaniniKeypad v 2.1.3. Visit the links from your Android device

Gujarati PaniniKeypad v 2.1.3 ( http://market.android.com/search?q=pname%3Acom.paninikeypad.gujarati )

* You can also use Opera mini to see gujarati fonts in your cell phones


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/2/15

એક સાથે WhatsApp પર 2 નંબરો વાપરો


  એક સાથે WhatsApp પર  2 નંબરો વાપરવા માટે ડાઉનલોડ કરો નવું OGWhatsApp
OGWhatsApp શું છે?  OGWhatsApp માં તમને એક એપ્સમાં એક સાથે  2 નંબરો વાપરવાની  પરવાનગી મળે છે  તે પણ (રુટ વગર)
OGWhatsApp નવું શું છે..?
  •    OGWhatsApp V2.11.432 નવું લેટેસ્ટ વર્ઝન છે.
  •  એન્ડ્રોઇડ વર્ઝન Android 4.4.2 પર સારામાં સારું કામ આપે છે.
OGWhatsApp ની ખાસિયતો..
  • તમે એક WhatsApp માં 2 નંબરો ઉપયોગ કરી શકો છો.
  • તમે માહિતીની બેકઅપ લેવા અને તેને પુનઃસ્થાપિત કરી શકો છો.
  • તમે આ એપ્લિકેશન માટે ચિહ્ન (app icon) પસંદ કરી શકો છો.
  • contacts status કોપી કરી સકાય છે.
  • ડાઉનલોડ કર્યા વિના ઑનલાઇન વિડિઓઝ જોઈ શકાય છે.   વગેરે.....
OGWhatsApp કેવી રીતે ઈન્સ્ટોલ કરશો..?
  • તમારા મેસેજનું  બેકઅપ લો.
  • WhatsApp  નો તમામ ડેટા ક્લીયર કરો. ( WhatsApp ફરી ઈન્સ્ટોલ કરો.)
  • sdcard માં OGWhatsApp માટે નામ બદલો / sdcard / WhatsApp ફોલ્ડર નું નામ બદલો.
  • તમારા જુના નંબર ચકાસી નવું OGWhatsApp અક્ટીવ કરો.


નવું લેટેસ્ટ ડાઉનલોડ...
Download The Latest Version OGWhatsApp v2.11.432




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »