Human Eye:Structure of Human Eye | What is the eye? | Learn... Functions of the Human Eye | The science of the eye | માનવ આંખની રચના
માનવ આંખ(Human Eye) |
માનવ આંખ:માનવ આંખની રચના | આંખ શું છે? | જાણો... માનવ આંખના કાર્ય | આંખનું વિજ્ઞાન
માનવ આંખ(Human Eye) :
માનવ આંખ એક અદભુત, અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની અદભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. માનવ શરીરની બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ.આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે... વ્યક્તિની આંખ તેની આત્માનો અરીસો છે. બે લોકોની આંખનો કલર એક જેવો ક્યારેય જોવા મળતો નથી. કોઇ વ્યક્તિની આંખમાં જોઇને તમે તે વ્યક્તિના મૂડ અને ઇમોશન્સને જાણી શકો છો. વ્યક્તિની ગર્મજોશી, દેખભાળ, પ્રેમ, નિરાશા અને ઘૃણા જેવી ભાવનાઓ તેની આંખ પરથી જાણી શકાય છે. આ સિવાય વ્યક્તિની આંખ શું કહે છે? તો કોઇપણ જગ્યાએ જાય છે ત્યાં તેનું વ્યક્તિત્વ લઇને જાય છે. આંખ જ એક એવું અંગ છે જે વિપરીત સેક્સના લોકોને એકબીજા પ્રત્યે આકર્ષિત કરે છે. આ આંખ જ આપણને ભીડથી અલગ કરે છે. વ્યક્તિની આંખનો કલર તેને અન્ય કરતાં જુદો પાડે છે. સાથે જ, એક નવી ઓળખાણ પ્રદાન કરે છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે કયા દેશ અથવા કઇ જાતીના સમૂહ સાથે સંબંધ રાખો છો. પરંતુ તેની વિશેષતાઓ સમાન રહેશે અને ઘણુ બધું કહી જશે.
આપણે જેના દ્વારા આપણી આસપાસની અદભુત દુનિયા નિહાળી શકીએ છીએ જેને આપણે આંખો કહીએ છીએ. સજીવઅંગોમાં આંખ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. સામાન્ય રીતે આંખની સરખામણી આપણે કૅમેરા સાથે કરીએ છીએ. આમતો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ ૧૨ માનોવિજ્ઞાનમાં આવતા એક પ્રકરણ સંવેદન,ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં માનવઆંખ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. માનવઆંખ કેવી છે? અને આંખ કેવી રીતે કાર્ય કરે છે? ચાલો જાણીએ.
માનવઆંખ માં સૌપ્રથમ કોઈ પણ વસ્તુમાંથી આવાતા પ્રકાશના કિરણો કનિનીકા દ્વારા આંખમાં પ્રવેશે છે. કનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઇરીસ કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કનિનીકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણમુખ જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ, જેને નાની-મોટી કરવાનું કામ આઈરીસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશનાં કિરણો નેત્રમણિ તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સીલીયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. જે નેત્રમણિની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઇ બદલી શકે છે.
નેત્રમણિ દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.
સીલીયરી સ્નાયુઓ મનાવાઅંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્રલંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્રલંબાઈ વધારે હોય છે. આથી આંખ દુરની વસ્તુ નિહાળવા માટે સમક્ષ બને છે. જ્યારે સીલીયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્રલંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.
માનવ આંખ(Human Eye) વિશે કેટલીક રસપ્રદ જાણકારી :
પ્રશ્ન 1 : માનવ આંખની નામનિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય માર્ગોના કાર્ય સમજાવો.
ઉત્તર:
● માનવ આંખ એક કેમેરા જેવી છે.
● તેનો લેન્સ તંત્ર રેટિના તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે.
● આંખના ડોળો લગભગ ગોળાકાર હોય છે, જેનો વ્યાસ આશરે 2.3 cm હોય છે.
(1) પારદર્શકપટલ (કોર્નિયા) :
● આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે, તેને પારદર્શક પટલ કહે છે.
● પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે.
આંખમાં દાખલ થતા પ્રકાશનાં કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શકપટલની બહારની સપાટી પર થાય છે..
(2) કીકી (Pupil) :
● કનીનીકાન મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે.
● પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે.
● કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે.
(3) કનીનીકા (આઇરિસ) :
● પારદર્શકપટલના પાછળના ભાગે કનીનીકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે.
● જે કીકીનુ કદ નાનું-મોટું કરે છે.
(4) નેત્રમણિ :
● કનીનીકા પાછળ નેત્રમણિ (આંખનો લેન્સ) આવેલ છે,
● તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે.
● નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલમાત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે.
● પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે.
● આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડે છે મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ.
● નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે.
(5) સિલિયરી સ્નાયુ :
● નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે.
તે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઈ બદલી શકે છે.
● લેન્સ ની વક્રતા માં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્રલંબાઈ બદલાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે.
● આમ તેની કેન્દ્રલંબાઈ વધે છે આનાથી આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
● જ્યારે આપણે આંખ ની નજીક રહેલી વસ્તુઓ ને જોઈએ છીએ ત્યારે સિલીયરી સ્નાયુઓ સંકોચાય છે.
● આનાથી નેત્રમણી ની વક્રતા માં વધારો થાય છે તેથી નેત્રમણી જાડો થાય છે પરિણામે નેત્રમણિની કેન્દ્રલંબાઈ ઘટે છે આનાથી આપણે નજીકની વસ્તુ અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
પ્રશ્ન 2 : મોતિયો શું છે? તેને કેવી રીતે દૂર કરી શકાય છે?
ઉત્તર :
● મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે, ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહે છે.
● મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ ફરી પુનઃ સ્થાપિત કરી શકાય છે.
● જોવા માટે આપણને એક નહીં પણ બે આંખ શા માટે હોય છે ?
● માણસ એક આંખ વડે 150° શિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે બંને આંખો વડે આ વિસ્તાર લગભગ 180° થઈ જાય છે.
● આમ, બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે. વાસ્તવમાં કોઈ ઝાંખી/ નિસ્તેજ વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે આંખો (સંવેદકો) વડે સ્પષ્ટ જોઈ શકાય છે.