JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/22/23

Sesame Cultivation:Scientific Cultivation Method of Summer Sesame | Improved varieties of sesame seeds

Sesame Cultivation: Scientific Cultivation Method of Summer Sesame | Improved varieties of sesame seeds
Sesame Cultivation
Sesame Cultivation(તલની ખેતી)



તલની ખેતી: ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી ૫ધ્ધતિ | તલની સુધારેલ જાતો

ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી ૫ધ્ધતિ વિશેની માહિતી જાણો.


ભારત અને ખેતી :
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતવર્ષમાં કૃષિ એક અગ્રીમ ક્ષેત્ર છે. કુલ રાષ્ટ્રીય આવકના 26% હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં લોકો મુખ્યત્વે સીધી અથવા આડકતરી રીતે ખેતી પર નભે છે. હાલનાં બદલાતા જળવાયું પરિવર્તનના યુગમાં કૃષિપાકો સામે અનેક નવી સમસ્યાઓ છે. બદલાતા હવામાનમાં તાપમાન અને વરસાદ મુખ્ય ઘટકો છે. ભારતમાં વધતી જતી વસ્તી તથા ઉદ્યોગ, શહેરીકરણના લીધે માથાદીઠ ખેતી લાયક જમીન ઘટતી જાય છે, જે સ્વીકારવું રહ્યું. આપણા દેશમાં ખેડૂતો ખેતી સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે, ચોમાસા દરમિયાન થતા અનિયમિત વરસાદના લીધે ક્યારેક યોગ્ય ઉત્પાદન લઇ શકાતું નથી. વધુમાં શિયાળુ તથા ઉનાળુ ઋતુમાં ઘાસચારાની ખુબજ ઉણપ વર્તાય છે. તેથી ખેડૂતમિત્રો, આજના આ બદલાતા હવામાનના યુગમાં ટકી રહેવા માટે ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન અને આવક મળે એના માટે પાકનાં વાવેતરનો યોગ્ય સમય પસંદ કરી ખેતીને એક ઉત્તમ નફાના વ્યવસાય તરીકે વિકસાવવો પડશે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારશ્રીએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં ભાગીદાર થવા માટે પશુપાલન સાથે યોગ્ય સમયે યોગ્ય પાકો લઇ મહત્તમ ફાયદો થાય એવા પ્રયાસ કરવા પડશે.


ભારતમાં કૃષિ માટે અનુકૂળ પરિબળો :
  • ખેતી માટે વિશાળ  ફળદ્રુપ મેદાનો છે.
  • બારેમાસ વિવિધ પાક લઇ શકાય તેવી આબોહવા છે.
  • કુશળ અને મહેનતું ખેડૂતો
  • કૃષિ માટે પ્રતિકૂળ પરિબળો
  • સિંચાઇની અપૂરતી સગવડો
  • ગરીબ અને નિરક્ષર ખેડૂતો
  • વસ્તી વધારો, ખેતરોના નાના કદ
  • રાસાયણીક ખાતરો, સંકરણ બિયારણ અને જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ


ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી ૫ધ્ધતિ :
તલ એ ભારતમાં ખુબ જુનાં સમયથી વવાતો અગત્યનો તેલીબીયાં પાક છે. તલ એક અગત્યનો તેલીબિયા પાક છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે. તલએ ટૂંકાગાળાનો પાક હોઈ મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. તલમાં સામાન્ય રીતે 46 થી 52 ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે. તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલનું તેલ રાંધણ તેલ તરીકે ઉત્તમ છે. તેનો ઉ૫યોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં ૫ણ થાય છે. દુનિયામાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન તેમજ તલ બીજનાં નિકાસ ક્ષેત્રે ભારત દુનિયામાં અગ્રસ્થાન ધરાવે છે. ભારતમાં તલનું વાવેતર ખાસ કરીને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, પશ્વિમ બંગાળ, બિહાર અને આસામમાં થાય છે. તે પૈકી ઉત્પાદન અને નિકાસની દ્રષ્ટિએ ગુજરાત અગ્રસ્થાન ધરાવે છે. આમ છતાં, આ૫ણાં દેશમાં તલની સરેરાશ ઉત્પાદકતા ચીન તથા ઈજિપ્તની ઉત્પાદકતા કરતાં ખુબજ ઓછી છે.  તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જયાં પિયતની સગવડ છે ત્યાં છેલ્લા થોડા કેટલાક વર્ષોથી ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળુ તલનું વાવેતર ઉત્તરોત્તર વધતું જાય છે. 
           સામાન્ય સંજોગોમાં ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસુ તલ કરતાં ઘણું સારું મળે છે, કારણ કે ઉનાળુ ઋતુમાં તમામ ખેતીકાર્યો યોગ્ય સમયે કરી શકાય છે. આ ઉપરાંત ઉનાળામાં અનુકૂળ તાપમાન, સૂર્યપ્રકાશના વધુ કલાકો, પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર વગેરે જેવા સાનુકૂળ પરિબળોને કારણે તેમજ રોગ-જીવાતના ઓછા/ નહિવત્ત ઉપદ્રવને કારણે ઉનાળુ ઋતુમાં તેલનું વધુ ઉત્પાદન મળે છે. તલનો પાક ટૂંકા ગાળાનો પાક છે. જે ફકત 80 થી 100 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેનું વાવેતર વર્ષ દરમ્યાન ગમે તે ઋતુમાં સફળતા પૂર્વક કરી શકાય છે. બીજા ખેતી પાકોની સરખામણીએ તલ એ ભેજની ખેંચ સામે લાંબો સમય ટકી રહેવાની શકિત ધરાવે છે. મુખ્યત્વે વરસાદ આધારીત તલનું વાવેતર થાય છે. ૫રંતુ જો ઉનાળુ ઋતુમાં પિયત આધારીત વાવેતર કરવામાં આવે તો પ્રતિ હેકટર ઉત્પાદન વધુ મળે છે. પાક ૫ધ્ધતિ અને વરસાદની ૫રિસ્થિતિમાં આવેલ બદલાવને કારણે ગુજરાતમાં ખેડૂતોએ ચોમાસુ મગફળી કે કપાસ ૫છી ઉનાળુ તલ લેવાનું શરૂ કરેલ છે. 





ઉનાળુ તલની ખેતી / ઉનાળુ તલ વાવેતરનાં ફાયદા :
1) ચોમાસુ તલ કરતા ઉનાળુ તલનું ઉત્પાદન આશરે બે ગણું વધુ મળે છે.
2) નિયમિત પિયત પાણી મળવાથી પાકની વૃધ્ધિ અને વિકાસ સારો થાય છે.
3) ઉનાળુ તલમાં રોગ/જીવાત ઓછા પ્રમાણમાં આવે છે.
4) પ્રકાશ સંશ્લેષણ માટે પુરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખીની આવનજાવનથી ૫રાગનયનની પ્રક્રિયા સારી થવાથી બૈઢા પુષ્કળ સંખ્યામાં બેસે છે.
5) ઉનાળુ તલમાં દાણાં એક સરખા અને ભરાવદાર થવાથી ગુણવત્તા સારી મળે છે.


તલની ગુજરાત માટે ભલામણ કરેલ જાતો :
  • ગુજરાત તલ–1 :  90 થી 95 દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ 1100 કિલો ઉત્પાદન મળે છે.
  • ગુજરાત તલ–2 :  85 થી 90 દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ 1250 કિલો ઉત્પાદન મળે છે.
  • ગુજરાત તલ–3 :  85 થી 90 દિવસમાં પાકે છે, હેક્ટેર દિઠ 1275 કિલો ઉત્પાદન મળે છે.
Sesame Cultivation



જમીનની પસંદગી અને તલ વાવેતરની તેયારી :
તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુકત, ભામિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી. આગળની ઋતુના પાકના અવશેષો-જડિયા દૂર કરી, વીણી, આડી ઊભી ખેડ કરી સમાર મારી જમીન સમતલ અને ભરભરી બનાવવી. ઓરવાણ કર્યો બાદ વરાપ થયે હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ઢેફાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. કયારા નાના અને સમતલ કરવા. ક્યારામાં પાણી ભરાઈ રહેવાથી તલના ઊગાવા ઉપર અસર થાય છે અથવા તો ઉગેલા તલ બળી જાય છે. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું. જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધારે છે, ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધે છે અને પરિણામે પાક ઉત્પાદન વધે છે. ચોમાસુ તલની સરખામણીએ ઉનાળુ તલનું ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તાવાળુ મળે છે. એક હેકટરે 1000 થી 1800 કિલો ઉનાળુ તલ ઉતરે છે.  સમયસર યોગ્ય પગલા લેવામાં આવે તો આનાથી પણ વધારે ઉત્પાદન પણ  મેળવી શકાય છે.



ઉનાળુ તલના વાવેતરનો સમય ગાળો :
ઉનાળુ તલ પાકનાં ઉગાવા ઉપર ઠંડા વાતાવરણની માઠી અસર થાય છે. જેથી ઉનાળુ તલનું યોગ્ય વાવેતર કરવું ખૂબ જ અગત્યનું છે.
તલનું વાવેતર ફેબ્રુઆરીનાં બીજા અને ત્રીજા અઠવાડિયામાં કરી શકો છો.
આમ છતાં સવારનાં સમયે ઠંડી જણાય તો વાવેતર મોડું કરવું.
વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો, છોડનો વિકાસ ધીમો અને ઉત્પાદન ઓછું મળે છે.
જયારે મોડું વાવેતર કરવાથી પાકવા સમયે ચોમાસું આંબી જાય, વરસાદથી નુકસાન થાય અને પાકની ગુણવતા નબળી રહે છે.



ઉનાળુ તલ બીજનું પ્રમાણ / બીજની જરૂરીયાત :
  • તલના પાક માટે હેકટર દીઠ 2.5 કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. / 500 ગ્રામ/વીઘા
  • 1(એક) કિલો બીજ દીઠ 3(ત્રણ) ગ્રામ સ્પ્રિન્ટ અથવા થાયરમ કે કેપ્ટાન દવાનો પટ આપી વાવેતર કરવું.
  • વાવેતર અંતર કેટલું રાખવું
  • બે હાર વચ્ચે 30-45 સે.મી. તથા બે છોડ વચ્ચે 12 થી 15 સે.મી. ના અંતરે ઓટોમેટિક વાવણિયાથી વાવેતર કરવું. જેથી બિયારણ સપ્રમાણ અને સરખા અંતરે પડે.



⇛  Also read :  👉  ડ્રેગનફ્રુટ ના વાવેતર માટે 50% સબસીડી.👉  મહિલાઓને ધંધા અને રોજગાર માટે રૂ.1 લાખ સુધીની વગર વ્યાજે લોન.👉  શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત 2022👉  વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.👉  ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરુ.👉  ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો. 



ઉનાળુ તલ વાવેતરમાં ખાતર વ્યવસ્થા :
  • ઉનાળુ તલના પાકમાં પાયામાં 30 કિલો એમોનિયમ સલ્ફેટ અને 20 કિલો ડીએપી(DAP) ખાતર આપી શકાય છે.  જે પૈકી 25 કિલોગ્રામ નાઈટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો, જયારે બાકીનો 25 કિલોગ્રામ નાઈટ્રોજન વાવણી બાદ 30 દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવો.  
  • જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો હેકટરે 20 કિલોગ્રામ સલ્ફર જીપસમના રૂપમાં આપવો.
  • વાવેતર પછી એક મહિના બાદ 20 કિલો યુરીયા/એકર આપી શકો છો.
  • તલનાં પાકમાં ફૂલ અને બૈઢા અવસ્થાએ 2% યુરીયા (100 લીટર પાણીમાં 2 કિલોગ્રામ યુરીયા) નો છંટકાવ કરવાથી પાકને ફાયદો થાય છે.

ઉનાળુ તલમાં પિયત વ્યવસ્થા :
  • હમેશાં ઓરવાણ કરીને તલનું વાવેતર કરવું.
  • વાવણી બાદ તરત જ પ્રથમ પિયત અને ત્યારબાદ 6(છ) દિવસે બીજું પિયત આપવું.
  • ત્રીજું પિયત જયારે છોડ 4 થી 5 પાંદડે થાય ત્યારે જ આપવું.
  • ત્યાર પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવા. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને 7 થી 9 પિયતની જરૂર પડે છે.
  • ઉનાળુ તલને કુલ 8 થી 10 પિયતની જરૂર પડે છે.(જમીન મુજબ એકાદ બે પાણી વધ-ઘટ થઇ શકે છે.) 
  • તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બેઢા અવસ્થાએ પિયત અવશ્ય આપવું. 
  • તલના પાકને જયારે પિયત આપવાનું થાય ત્યારે હળવું પિયત અને પવનની ઓછી ગતિ હોય ત્યારે આપવાથી તલના છોડ ઢળી પડતાં અટકાવી શકાય છે.
  • પાણીના કાર્યક્ષામ ઉપયોગ માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ છે. જેના માટે 90 સે.મી.ના અંતરે (જોડકા હારમાં 30-60-30 સે.મી.)

ઉનાળુ તલમાં નિંદામણ :
  • વાવણી બાદ 20 અને 40 દિવસે બે હાથથી નીંદામણ તથા આંતરખેડ કરવી.
  • મજૂરની અછત હોય તો તલ ઉગ્યા બાદ 15 દિવસે ઉભા પાકમાં કિવઝાલોફોપ ઈથાઈલ 0.05 કિલો પ્રતિ હેકટર દવાનો નિંદામણ ઉપર છંટકાવ કરી શકાય.


ઉનાળુ તલમાં પારવણી :
તલ ઉગ્યાં બાદ 15 થી 20 દિવસે બે છોડ વચ્ચે 10 સે.મી. અંતર રાખી  પારવણી કરવી. જેથી છોડને હવા, ભેજ અને પ્રકાશ સપ્રમાણ મળી રહે. છોડનો વિકાસ સારો થાય જેથી ફૂલ અને બેઢા વિપુલ પ્રમાણમાં બેસે છે.


તલમાં જીવાત ઉપદ્રવ :
પાન વાળનારી ઇયળ :
ખેડૂતો આ જીવાતને તલના “માથા બાંધનારી ઈયળ” ના નામથી પણ ઓળખે છે. પાકના વાવેતર પછી તરત જ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવાથી જીવાતનાં કૂદાનો નાશ થતા જીવાત કાબૂમાં રહે છે. જેવિક કીટનાશક દવા જેવી કે બીવેરીયા બેઝીયાના 5 ગ્રામ/લિટર અથવા લીંબોળીના મીંજનું 5% દ્રાવણ (10 લિટર પાણીમાં 500 ગ્રામ મીંજનો ભૂકો) જીવાતનો ઉપદ્રવ શરૂ થયેથી 15 દિવસના અંતરે 3 છટકાવ કરવા. કિવનાલફોસ 20 મિ.લિ. અથવા ડાયકલોરવોસ 7 મિ.લિ. પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં મેળવી વાવેતર પછી 30, 45 અને 60 દિવસે એમ 3(ત્રણ) છટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.




ગાંઠીયા માખી:
પાકમાં કળીઓ બેસવાની શરૂઆત થાય એટલે ડાયમીથોએટ 10 મિ.લિ. અથવા ડાયકલોરવોસ 8 મિ.લિ. અથવા કિવનાલફોસ 20 મિ.લિ. અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન 10 મિ.લિ. પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો.


પાન કથીરી:
ખેતરની ફરતે આડશ ન હોય તેવું ખેતર તલના વાવેતર માટે પસંદ કરવું જેથી પવનની અવરજવર રહે અને પાન કથીરીનો ઉપદ્રવ ટાળી શકાય. આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય કે તરત જ ડાયકોફોલ 20 મિ.લિ. અથવા દ્રાવ્ય ગંધક 17 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ 10 દિવસ બાદ કરવો.


ભૂંતીયું ફુદું:
ઉપદ્રવ ઓછો હોય તો ઈયળોનો હાથથી વીણી નાશ કરવો. રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવવાથી કૂદાનો નાશ થતાં જીવાત કાબૂમાં રહે છે. વધારે ઉપદ્રવ હોય તો કિવનાલફોસ 1.5% ભૂકી હેકટરે 20 કિલો મુજબ છાંટવી.

સફેદ માખી:
આ જીવાતના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ 40 ઈ.સી. 15 મિ.લિ., એસીફેટ 75 એસપી 15 ગ્રામ, મિથાઈલ-ઓ-ડીમેટોન 12 મિ.લિ., લીમડા આધારીત 0.15% એઝાડીરેકટીનવાળી દવા 50 મિ.લિ. પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં મેળવી છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ 10 દિવસ પછી કરવો.


પાનનાં ટપકાનો રોગ :
બીજને વાવેતર કરતા પહેલા પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ થાયરમ 75% દવાનો પટ્ટ આપીને વાવેતર કરવું.
રોગની શરૂઆત થતા કાર્બેન્ડાઝીમ 50% વે..પા દવા 10 લિટર પાણીમાં 10 ગ્રામ પ્રમાણે મેળવી છટકાવ કરવો. બીજો છટકાવ પંદર દિવસ બાદ કરવો.

સુકારાનો રોગ :
રોગ જમીનજન્ય હોવાથી જે જમીનમાં રોગ જોવા મળે ત્યાં બીજા વર્ષે તલનું વાવતર કરવું નહિ.
તલના વાવેતર કરતા પહેલા 1(એક) કિ.ગ્રા.બીજને 3(ત્રણ) ગ્રામને હિસાબે થાયરમ ફૂગનાશક દવાનો પટ્ટ આપવો.
તલ ગુજરાત-2 જેવી સુધારેલ જાતોનું વાવેતર કરવું.

થડ અને મૂળનો સુકારો :
રોગમુકત બીજની પસંદગી કરવી.
બીજને થાયરમ દવા (4 થી 5 ગ્રામ / કિ.ગ્રા. બીજ) ની માવજત આપી વાવવા.
ઊભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે મેનકોઝેબ 75% વે..પા.20 ગ્રામ તેમજ કાર્બેન્ડાઝીમ 50% વે..પા. 10 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ઓગાળીને છોડના દરેક ભાગ પર વ્યવસ્થિત છટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છટકાવ કરવો.

પાનનો કોકડવા અને ગૂછાપણ :
આ રોગ કીટક દ્વારા ફેલાતો હોવાથી નિયંત્રણ માટે કીટનાશક દવા જેવી કે ફોસ્ફામીડોન (10 લિટર પાણીમાં 3 મિ.લિ. દવા) કે ડાયમીથીઓટ (10 લિટરમાં 20 મિ.લિ. દવા) નો છંટકાવ બે વખત 10 દિવસના અંતરે કરવાથી આ રોગ ફેલાવતા કીટકોનું નિયંત્રણ કરી શકાય છે જેથી રોગનો ફેલાવો અટકે

તલની કાપણી અને થ્રેશિંગ :
તલના પાક 85 થી 90 દિવસે પાકી જાય છે. છોડ પર બેઢા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી. આખા છોડ કાપીને તેને નાના પૂળા બાંધવા. બાંધેલા પૂળાને ખેતરમાં અથવા ખળામાં લાવીને તેના ઊભડા કરવા. ઊભડા બરાબર સુકાઈ ગયા બાદ પૂળાઓને બુંગણમાં ઊંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા. આ રીતે થોડા થોડા સમયના અંતરે બે થી ત્રણ વખત ઘાંટામાંથી બધા બી છૂટા પાડવા. બિયારણના જથ્થાને સાફસૂફ કરીને ગ્રેડિંગ કરવું. ત્યારબાદ બીજના જથ્થાને શણના નવા કોથળામાં ભરી જયાં જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો. સંગ્રહ વખતે બીજમાં ૯ ટકાથી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી રાખવી.



અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી માટેની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 22, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




Your feedback is required.

No comments:

Post a Comment