JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/4/23

Dragon Fruit : ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી | Complete Information about Scientific Cultivation of Dragon Fruit

Dragon Fruit : ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી | Complete Information about Scientific Cultivation of Dragon Fruit
Dragon Fruit

Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય | ડ્રેગન ફ્રૂટ ખેડૂતો માટે જાદુઈ ચિરાગ જેવો પાક  | કમલમ ફ્રુટ | ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં રાખવાની સાવચેતી | ફળ એક લાભ અનેક | Fruit one benefit many


ડ્રેગન ફ્રૂટ(dragon fruit)_ કમલમ ફ્રુટ : 

એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ ડ્રેગન ફ્રૂટ(dragon fruit) અત્યંત લોકપ્રિય છે. વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. ડ્રેગનફ્રુટનું મૂળ નામ: પિતાયા ફળ છે. જેને ગુજરાતમાં કમલમ્ તરીકે ઓળખાય છે. એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ધરાવે છે, જે દૈનિક આહારમાં જરૂરી  હોય છે. 
         ભારતમાં કેટલાક સમયથી આ ફળની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના ખેડૂતો આ ફળનો પાક લઇ રહ્યા છે. આ ફળ માટે પાણીનો સંગ્રહ ન કરી રાખે એવી જમીનની જરૂરિયાત રહે છે.

ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી :

ડ્રેગન ફ્રુટના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયક ખેતી તરફ ખેડૂતો આકર્ષાય રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક તો છે જ સાથે લોકો માટે પણ ફાયદાકારક છે. લોકો ડ્રેગન ફૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે જ નથી કરી રહ્યા પણ ડ્રેગન ફ્રુટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસેને દિવસે વધી રહી છે.
વધતાં જતાં ઉદ્યોગો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રદુષણ વધી રહ્યું છે અને તેના કારણે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડાયાબિટિસને રોકવામાં, ઝેરી દ્રવ્યો ઓછાં કરવામાં, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રુટ ઉપયોગી સાબિત થયું છે.

ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે.

ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે. રસ, જામ, સીરપ, આઈસ્ક્રીમ, દહીં, સલાડ, સૂપ, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝ સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રુટનો વપરાશ વધી રહ્યો છે સાથે કુદરતી રંગો બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.
            ડ્રેગન ફ્રુટની ખેતી પાણીની અછતવાળા વિસ્તારમાં પણ સરળતાથી કરી શકાય છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની અનિયમમિતતા અને પાક નિષ્ફળ જવાની શકયતાઓ વધી ગઈ છે એની સામે ડ્રેગન ફ્રુટની ખેતી સુરક્ષિત ખેતી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ કે ખરાબ જમીનમાં પણ થાય છે. ડ્રેગન ફૂટના ગુણોની જેમ ડ્રેગન ફ્રૂટનો દેખાવ પણ આકર્ષક હોય છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રુટ જોવા મળે છે.  તેના ફળો પલ્પી અને રસદાર હોય છે.  તેના ફૂલો ખૂબ સુગંધિત હોય છે, જે ફક્ત રાત્રે જ ખીલે છે અને સવાર સુધીમાં ખરી જાય છે. એક છોડ 8 થી 10 ફળ આપે છે.
(1).  લાલ છાલ સફેદ પલ્પ 

Dragon Fruit


(2).  લાલ છાલ લાલ પલ્પ 

Dragon Fruit


(3).  પીળી છાલ સફેદ પલ્પ.

Dragon Fruit




ડ્રેગન ફ્રૂટ(dragon fruit) ના વાવેતરને પ્રોત્સાહન આપવા અત્યારે હાલ ગુજરાત સરકાર ખેડૂતો ને કમલમ ફ્રુટ(ડ્રેગન ફ્રુટ)ની ખેતી માટે વાવેતર ખર્ચ ના 50% સુધી ની સબસીડી આપી રહી છે.


લોકપ્રિય ડ્રેગન ફ્રૂટ(dragon fruit) પોષણ આહાર મુલ્ય :

લોકપ્રિય ડ્રેગન ફ્રૂટ(dragon fruit) પોષણ આહાર મુલ્ય :
આહારનું પોષણ મુલ્ય :પ્રતિ 100 g (3.5 oz)
કાર્બોદિત પદાર્થો :82.14 ગ્રા.
શર્કરા :82.14 ગ્રા
રેષા :1.8 ગ્રા.
ચરબી :0.0 ગ્રા.
નત્રલ (પ્રોટીન)3.57 ગ્રા.


ડ્રેગન ફ્રુટ(dragon fruit)ની ખેતી માટે અનુકૂળ વાતાવરણ :

ડ્રેગન ફુટના છોડના સારા વિકાસ માટે 50 થી 1000 મીમી સરેરાશ વરસાદ જરૂરી ગણાય છે. ઉષ્ણ કટીબંધ આબોહવા અને વધુમાં વધુ  20 ℃ થી 30 ℃ તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ છે. અલબત્ત, સાવ સુક્કા પ્રદેશમાં સિચાઈની સુવિધા હોય તો ત્યાં પણ ડ્રેગન ફુટેનું વાવેતર થઈ શકે છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો વરસાદનું પાણી ભરાઈ રહે તો છોડના થડ અને ફળની અંદર સડો પેસી જાય છે.



ખેડૂતોને ડ્રેગન_કમલમ ફ્રુટના વાવેતર માટે રાજ્યના ખેડૂતોને ખર્ચના 50% સુધીની સબસીડી જાહેર.



ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની રોપણી :

ડ્રેગન ફ્રુટની રોપણી માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સમયગાળો આદર્શ સમયગાળો ગણાય છે. ડ્રેગન ફ્રુટની રોપણી કટકા દ્વારા કરવી પડે છે. છોડના સારા વિકાસ માટે 15 સે.મી. થી 30 સે.મીના કટકાનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. મૂળના સડાના રોગને રોકવા માટે કટકાને ફુગનાશકની માવજત આપી, ઠંડી સૂકી જગ્યાએ રાખી પાંચથી સાત દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી જોઈએ. ૩૦ થી ૪૦ દિવસમાં મૂળના ઉદ્દભવ પછી તેને મુખ્ય ખેતરમાં બે હાર વચ્ચે ચાર મીટર અને બે છોડ વચ્ચે ત્રણ મીટરના અંતરે રોપણી કરવી જોઇએ. ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીનમાં બે હાર વચ્ચે ૩ મીટર અને બે છોડ વચ્ચે પણ ૩ મીટરના અંતરે રોપણી કરવી જોઈએ.
 ડ્રેગન ફ્રુટ ફાર્મિંગને લગતી કેટલીક મહત્વની બાબતો જોઈએ તો એક રોપાના એક પોલ પાછળ 400 થી 500 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તેનું ઉત્પાદન 18 મહિના પછી શરૂ થાય છે. જૂનથી શરૂ કરીને, તે નવેમ્બર સુધી ફળ આપે છે. એટલે કે જો તમે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં તેનું વાવેતર કરો છો તો આવતા વર્ષે જૂન સુધીમાં ઉત્પાદન આરામથી થવા લાગે છે.
.

ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન :

ડ્રેગન ફ્રુટના દરેક છોડ દીઠ રોપણી દરમિયાન જ 10 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફટ આપવું. પ્રથમ બે વરસમાં પ્રતિ છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ પોટેશિયમ આપવું. પ્રત્યેક પરિપકવ છોડને દર વર્ષે 540 ગ્રામ નાઇટ્રોજન, 320 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટેશિયમ આપવું. પોષકતત્વોની આ માત્રાને વર્ષમાં ચાર ડોઝમાં આપવી જોઇએ.

ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની ખેતીમાં પીયત વ્યવસ્થાપન :

અન્ય પાકોની જેમ ડ્રેગન ફ્રુટને પાણીની ખાસ જરૂર હોતી નથી. છોડ લાંબો ટકે એ માટે પિયતનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે ફુલ આવવાના સમય પહેલાં જમીન સુક્કી રાખવામાં આવે છે. જેને કારણે છોડ પર વધારે ફુલો ખીલે છે. જમીનમાં ભેજને જાળવી રાખવા માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે.

ડ્રેગન ફ્રુટ(dragon fruit)ની ખેતીમાં સરેરાશ ઉત્પાદન :

ડ્રેગન ફ્રૂટની રોપણીના પ્રથમ વર્ષથી જ ફળ આવવાનું ચાલુ થઇ જાય છે. સરખી માવજત કરવામાં આવે તો રોપણીના ત્રીજા વર્ષથી હેકટરે સરેરાશ 12 ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે.


ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની ખેતીમાં ખર્ચ અને નફો :

ડ્રેગન ફુટની ખેતી પ્રતિ હેકટરે સરેરાશ છ થી સાત લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચે ચાલુ કરી શકાય છે. આ પાકને ખાસ કોઈ પાક વ્યવસ્થાપનની જરૂર નથી. ડ્રેગન ફ્રુટના ઉત્પાદન પછી 120 થી 250 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચી શકાય છે. ઓછા રોકાણ, ઓછી મહેનત, પ્રતિકૂળ વાતાવરણ કે વરસાદ પર નિર્ભરતા વગર ડ્રેગન ફૂટ ચોક્કસ સારી કમાણી કરાવી આપે છે.




ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ની ખેતીમાં ધ્યાન રાખવા જેવી બાબતો :

ડ્રેગન ફ્રૂટની રોપણીના છ થી નવ મહિના બાદ ફળ આવવાનું ચાલું થાય છે. અપરિપક્વ ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે. જે પાકવાના સમયે ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થવા લાગે છે. ડ્રેગન ફ્રૂટને સૂર્યના તીવ્ર કિરણો અને પક્ષીઓથી રક્ષણ આપવા માટે હવાદાર પેપર બેગનો ઉપયોગ કરવો.

પાકની કાપણી માર્કેટની માંગ પ્રમાણે કરવી જોઈએ. જો માલ સ્થાનિક માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળની છાલ લાલ અથવા ગુલાબી રંગની થયા પછી ત્રણથી ચાર દિવસે કરવી, પણ જો માલ દૂરના માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળનો રંગ બદલાયાના એક દિવસ પછી કરે લેવી જોઈએ.

ડ્રેગન ફ્રુટનો સંગ્રહ કરવાનો હોય તો એ ઓરડાના તાપમાનનું ધ્યાન રાખવું. 25 ℃ થી 27 ℃ તાપમાનમાં ડ્રેગન ફ્રુટને પાંચથી સાત દિવસ, 18 ℃ જેટલા ઠંડા તાપમાનમાં દસથી બાર દિવસ અને 8 ℃ તાપમાનમાં વીસથી બાવીસ દિવસ સુધી સંગ્રહ કરીને શકાય છે.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ડ્રેગન ફ્રુટ(કમલમ ફ્રુટ)ની વૈજ્ઞાનિક ખેતી માટેની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 04, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.

No comments:

Post a Comment

Recent Posts