JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

9/30/15

પ્રાર્થના પોથી અંક (Prayer Book)

  • શાળા માટે ખુબજ ઉપયોગી વિવિધ પ્રાર્થનાઓની... પ્રાર્થના પોથી અંક (Prayer Book) ડાઉનલોડ કરો  કુલ ૧ થી ૩૭  પ્રાર્થનાઓ.. ૩૮ પેજ  PDF ફોરમેટમાં આ પોથી ડાઉનલોડ કરો ફાઈલ માત્ર   ( 1813 KB ) ની જ.... 
    Link - 2


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/20/15

Microsoft Office ડોક્યુમેન્ટને તમારા મોબાઈલ થી જ PDF માં ફેરવો.

  ◆  કોઈપણ પ્રકારની xls, doc, txt ફાઈલો ને PDF ફાઈલ બનાવીએ.

            મિત્રો આપણે કોઈ પણ પ્રકારની ફાઈલ એટલે કે  doc, xls, txt  આ ફાઈલો ને  PDF ફાઈલ બનાવી શકીએ છીએ એ પણ એન્ડ્રોઈડ ફોનમાંથી. આ માટે તમારા ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોવુ જરૂરી છે. તમારે માત્ર એક એપ ડાઉનલોડ કરવાની છે  DOC TO PDF  આ  એપ ડાઉનલોડ માટે
◆  " Doc To pdf " 

   Click here to Download Android App 

      આ એપનો ઉપયોગ કરી કમ્પ્યુટર વગર જ  મોબાઈલ માંથી જ  PDF  બનાવી શકાય. એક ફાયદો એ પણ છે તમે ગુજરાતી લખાણનું પણ PDF બનાવશો તો વાંચી શકાશે કોઈપણ ભૂલ વગર. પોતાને ગમતી બાબતો બીજા મિત્રો સુધી પહોંચાડો.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/8/15

પ્રાર્થનાઓ Mp3 સાંભળો તેમજ ડાઉનલોડ કરો...

v જયશ્રી કૃષ્ણ....નમસ્કાર,

         દોસ્તો, અહીં આપની સમક્ષ મૂકેલ તમામ પ્રાર્થના / ગીતોના કોપીરાઈટ હક્કો જે તે રચનાકાર તેમજ  સંગીતકારના છે. અહીં આ પ્રાર્થના / ગીતો મૂકવાનો ઈરાદો માત્ર ને માત્ર બાળકો / વિદ્યાર્થીઓ / તેમજ શિક્ષકોને ઉપયોગી થવાનો છે. તેમ છતાં પણ કોઈના પણ કોપીરાઈટનો ભંગ થતો જણાય તો તુરંત અમને જાણ કરશો. તે તમામ માહિતી અમારી સાઈટ પરથી તુરંત જ હટાવી લેવામાં આવશે.
             આભાર
  • Listen and download Mp3 prayers
         પ્રાર્થનાઓ Mp3 સાંભળો તેમજ ડાઉનલોડ કરો...

01_તેરી પનાહ મેં હમેં રખના


02_અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ


03_સત્ય અહિંસા ચોરી ન કરવી


04_તું મને ભગવાન એક વરદાન આપી દે


04_તું મને ભગવાન એક વરદાન આપી દે 

  

      પ્રાર્થનાઓ સંભાળવા તેમજ ડાઉનલોડ કેમ કરવા માટે ....
અહીં આપની સમક્ષ આ માટે ફોટોગ્રાફ્સ મુકેલ છે..તે સ્ટેપ ને અનુસરવું...

   સ્ટેપ - ૧   સંભાળવા માટે ચિત્રમાં બતાવ્યા મુજબ    પર ક્લિક કરો..


    સ્ટેપ - ૨   સંભાળવા માટે ચિત્રમાં બતાવ્યા મુજબ  È પર ક્લિક કરો..



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

8/3/15

જીસને સુરજ ચાંદબનાયા


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Read More »

8/2/15

મિત્રતા દિવસ / Friendship Day પર વિશેષ

✺  મિત્રતા એટલે શુ ?
      ❍  સાથે હારવુ-સાથે જીતવુ કે ડ્રો થઇ જાય તેવી રમત, તેને જ કદાચ મિત્રતા કહેવાય.
      ❍  સ્નેહનો સંબંધ જેની સાથે જીવનના દરેક રહસ્યો, લાગણીઓ, અને ઉર્મીઓ, શેર કરી શકાય. મિત્રતા એટલે માત્ર અને માત્ર મૌન અને હ્રદય વચ્ચેનો સેતુ જેને આંધળો જોઇ શકે, બહેરો સાંભળી શકે અને મુંગો બોલી શકે.

     ❍  મિત્ર એટલે બાળપણમાં સાથે રમેલા હોય તે..,જુવાનીમાં સાથે ભણ્યા હોય તે..,કોલેજમાં ભણતરમાં સાથ આપ્યો હોય તે..,ધંધામાં એક પ્રકારનો વ્યવસાય કરતા હોય તે..,એક જ શોખ ધરાવતા હોય તે..,અકસ્માતે પડી જવાય ને હાથ પકડી ઉભા કરી કહે ‘દોસ્ત સાચવીને ચાલ’ તે...
       ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમરવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી પણ હોય  પણ મિત્ર દરેક ઋતુને સુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ મોટુ દુખ હોય તો પણ  ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર  જેને સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય.
હાં ઓગસ્ટનો પ્રથમ રવિવાર મિત્રોનો જ દિવસ છે એટલે કે   " ફ્રેડશિપ ડે "
     માણસ ને પોતાના જીવનમાં ત્રણ – ચાર થી વધારે મિત્રો હોઇ શકે નહિ. પણ હા… તાળી મિત્રોનો કોઇ તોટો ન હોઇ શકે. પરંતુ કપરા સંજોગોમાં દુ:ખની સ્થિતિમાં જે સાથ આપે તે જ સાચા મિત્રો કહેવાય. મિત્ર એવા હોય જે કોઇ પણ સ્થિતિમાં સાથે જ રહે. એક ગુજરાતી કવિએ કહ્યુ છે. “શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેને દુ:ખમાં પામીયે તે લાખોમાં એક”. તે પણ એક લાખોમાં મળે તો મળે ન પણ મળે. પોતાના માટે નહિ, બીજા ને માટે મથે. બીજા ને મદદરૂપ થાય. પોતે ઘસાય ને બીજા ને અજવાળે આવો મિત્ર કયારેક જ મળે છે. “ઋગ્વેદ” માં પણ એજ વાત કરી છે. “ન સ સખા યો નદદાતિ સખ્યે” એટલે કે “જે સાથીને સાથ આપતો નથી તે મિત્ર હોતો નથી”. સુખ ના સમયમાં તો ઘણા મિત્રો મળે છે. પરંતુ દુ:ખમાં તેમાથી એક પણ જોવા મળતો નથી. તેને મિત્ર ન કહિ શકાય. ‘રામયણ’ માં પણ વાલ્મીકી એ કહ્યુ છે “મિત્ર દુ:ખમાં હોય કે સુખમાં, તે પોતાના મિત્ર ને સદાય સહાય કરે છે”. એ સહાય માત્ર આર્થિક હોય એવું પણ નથી. મિત્રની બધી જ સ્થિતિમાં સાથ આપે તેને સાચો મિત્ર કહેવાય.
    ❍ ‘વાલ્મીકી’ એ ‘રામાયણ’ માં કહ્યુ છે કે, “ગરીબ હોય કે તવંગર, દુ:ખમાં હોય કે સુખમાં હોય કે પછે ભલે ને દોષિત હોય. (જેવો હોય તેવો), મિત્ર એ જ પરમ ગતિ છે. એ જ ગતિ મિત્રની પરમ ગતિ પણ બને છે અને અધોગતિ પણ”. સાચો મિત્ર પીઠ પાછળ ઘા ન કરે, એ મિત્ર કયારેય પણ વિશ્વાસઘાત ન કરી શકે.
    ❍  મિત્ર એટલે પ્રભુના પ્રેમનો પયગંબર, જીવનસૃષ્ટી પર લાગણીસભર અંબર.
    ❍  શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક, જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.
    ❍  જગતનો ઉતમ સંબંધ મિત્રતા છે, જેમા શ્બ્દોની જરૂર નથી હોતી.
    ❍  આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.
    ❍  મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
    ❍  મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
    ❍  તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
    ❍  મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો
           તમે જો કયારેય પણ જો આ કાવ્ય સાંભળ્યુ હોય તો, “પાછળ પ્રવાસ માં ઘણા મિત્રો હતા, પણ કોણે કર્યો ઘાવ મને ખબર નથી”. એવા કહેવાતા મિત્રોની તો લંગાર લાગી શકે છે. ભુલ થી પણ તમે સારા ઠેકાણા પર કે સારા હોદા પર હોવ તો, મિત્રોના ટોળેટોળા જામતા હોય છે. પણ તમે એકદમ ઉઘાડા હોવ, કોઇ આધાર ન હોઇ તો કોઇ સામે પણ ન જુએ. પોતાના સ્વાર્થ્ ખાતર જે ગમે તે કરવા તૈયાર થાય એ મિત્રના રૂપમાં એક મહાન શત્રુ હોઇ શકે. વેદવ્યાસે ‘મહાભારત’ માં ‘ઉધોગપર્વ’ માં જણાવ્યુ છે કે “પિતા જેટલો જેના પર વિશ્વાસ કરી શકાય તે જ સાચો મિત્ર હોઇ શકે બાકી બધા તો માત્ર સાથી જ હોઇ છે”. જેના પર કયારેય પણ વિશ્વાસ થઇ જ ન શકે. અરે!!! કોઇ સંજોગોમાં કોઇ પશ્ન ઉભો થાય. છતાંય કોઇની આગળ એક પણ શબ્દ પણ ન બોલે તેને મિત્ર કહેવાય. વેદવ્યાસે ‘રામાયણ’ ના ‘વનપર્વ’ માં કહે છે “સહયાત્રીઓનો સમુહ અથવા તો સાથે યાત્રા કરવા વાળા સાથી જ પ્રવાસી નો મિત્ર છે. પત્ની ગૃહસ્થની મિત્ર છે. વૈદ રોગી નોમિત્ર છે અને દાની મરતાં માણસનો મિત્ર છે”. જેના દ્રારા માણસ મુકિત, આનંદ કે ઉંમગ માણી શકે છે. ઘણા એવા લોકો હોય છે કે જેનો બીજા જોડે કોઇ પરીચય પણ ન હોઇ પણ સંબંધ બાધ્યા પછી તે સંબંધ ને સાચવે કપરામાં કપરા સમયે સાથ આપે છતાંય પણ તે સાચા મિત્ર છે એવી કયાંય પણ ડંફાશો ન મારે. કેટલાક તો એવા હોય છે કે પુરેપુરું નામ પણ ના જાણતા હોઇ છતાં પણ મિત્રતા નિભાવે છે.રામાયણના ‘ઉધોગપર્વ’ માં જ ‘વેદવ્યાસે’ કહ્યુ છે “પહેંલા કોઇ જ સંબંધ ન હોય પણ જે મિત્રતાનો વ્યવહાર કરે એ જ ભાઇ – બહેન, એ જ મિત્ર, એ જ સહારો એ જ આશ્રય છે”.
      મિત્ર શોધવામાં જો જો તમે થાપ ન ખાઈ જતાં. ગુજરાતીમાં એક કહેવત છે કે-જો તમને એક સાચો મિત્ર મળી જશે તો પછી તમારે હજારો લાખો સંબંધીઓની પણ જરૂર નથીમિત્ર બનાવવામાં તમે કોઇ કેટેગરી પસંદ ન કરી શકો કે હુ અમીર છું તો મારે અમીર મિત્ર જ જોઇએ. બની શકે કે ઘણી વખત અમીર મિત્રો જે કામમાં ન આવે તેના કરતાં વધું ગરીબ મિત્ર કામમાં આવે. પણ હા અહીં વાત અમીર અને ગરીબની નથી થતી અહીં વાત થાય છે મિત્રતાની એક સાચા મિત્રની.આજે ભલે સાચી મિત્રતા ખોવાઇ ગઈ હોય પરંતુ યુવાનો ફ્રેંન્ડશીપ ડે ની જે ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે તે પણ કાંઈ ઓછું નથી તે બહાને તેઓને મિત્રતાની કિંમત તો સમજાય છે અને કદાચ ઘણા લોકો તો એવા પણ હશે કે તેઓના મિત્રને ફ્ક્ત ફ્રેંન્ડશીપ ડે ના દિવસે જ યાદ કરતાં હશે. તો તેઓના માટે પણ સારૂ છે કે તેઓ વર્ષમાં એક જ વખત પોતાના મિત્રને યાદ કરે છે.તો આવો આ વર્ષે પણ મિત્રતા દિવસ પર કઈક ખાસ એવું કામ કરીએ આપણા મિત્ર માટે કે જેથી કરીને તેને પણ લોકોને કહેતા ગર્વ થાય કે આ 'મારો' મિત્ર છે અને આખી જીંદગી તે તમને અને આજના દિવસને ભુલી ન શકે.
   ❍ ‘મહાભારત’ માં ‘દ્રોણપર્વ’ માં કહેવાયું છે કે “સૈન્યનો નાશ થઇ જાય છતાંય, જો સાથ આપે એ જ મિત્ર છે. જ્યાં કોઇ અપેક્ષા ના હોઇ, આશા ન હોઇ છતાંય સાથ-સહકાર આપતો હોય, ખડા પગે હાજરા – હજુર રહે એ તો મિત્રતા છે”.
  ❍  મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે--એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે
  ❍  મિત્ર એ જ છે જે તમારા ભૂતકાળને ભૂલી તમને સમજે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકાર કરે.
  ❍  મિત્રનું સન્માન કરો ,એની પાછળ એની પ્રશંસા કરો અને જરૂર પડ્તા એની મદદ કરો
         મિત્રો......,
         આટલું જાણયા પછી આપને વિચારવાનું છે. કે તમારે કેવાં મિત્ર બનીને ઇતિહાસમાં નામ નોંધાવું છે. હાં… ઇતિહાસમાં નામ ન નોંધાવો તો કંઇ નહિ પરંતુ એક સાચા મિત્ર બનીને તમારી જાત માટે ગર્વ તો લઇ જ શકો ને!!!! તો હજુ રાહ શેની જોવો છો….. જાવ અને દોસ્તી માટે નવી રાંહ તૈયાર કરો અને હાં……. તે પણ જો ક્યારેય પણ તમે તમારા દોસ્ત થી વિખુટા પડી ગયા હોય તો તે દોસ્ત ને માફ કરી દો અને ફરી થી દોસ્તી માટે નવી મીસાલ તૈયાર કરો.
        કારણ કે… દોસ્તી એક એવુ રતન છે જેમની કોંઇ જ કીંમત નથી.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

7/14/15

science tools

➲   વિજ્ઞાનના સાધનો (science tools)

●   સ્ટેથોસ્કોપ :  હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●   ટેલિસ્કોપ :  દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●   એપિસ્કોપ :  પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●   એપિડાયોસ્કોપ :  પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●   ગાયરોસ્કોપ :  પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●   ગેલ્વેનોસ્કોપ :  વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●   પેરિસ્કોપ :  અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●   બેરોસ્કોપ :  હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●   ઈલેકટ્રોસ્કોપ :  પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●   હાઈડ્રોસ્કોપ :  સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●   હોરોસ્કોપ :  હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●   માઈકોસ્કોપ :  લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●   રેડિયોટેલિસ્કોપ :  અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●   સિનેમાસ્કોપ :  ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●   સ્ટિરિયોસ્કોપ :  ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●   એન્ડોસ્કોપ :  ગૃહદર્શક સાધન
●  ઓટોસ્કોપ :   કર્ણદર્શક સાધન
●   એસિલોગ્રાફ :  વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●   કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●   કેસ્કોગ્રાફ :  વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
●   ટેલિગ્રાફ :  તાર સંદેશો નોંધનાર સાધન
●   થર્મોગ્રાફ :  દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
●   સિનેમેટોગ્રાફ :  હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●   સિસ્મોગ્રાફ :  ધરતીકંપ માપક સાધન
●   એડિફોન :  બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
●   ઓપ્ટોફોન :  આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
●   માઈક્રોફોન :  વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
●   હાઈગ્રોફોન :  પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
●  ગ્રામોફોન :  રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
●   ડિક્ટોફોન :  કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●   એમીમીટર :  વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
●   ટ્રાન્સમીટર :  રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
●   થર્મોમીટર :  તાપમાન માપવાનું સાધન
●   માઈલોમીટર :  વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
●   વોલ્ટામીટર :  વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
●   સ્પીડોમીટર :  ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
●   હાઈગ્રોમીટર :  હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
●   હાઈડ્રોમીટર :  પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●   મેગ્નોમીટર :  ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
●   ઓપ્ટોમીટર :  દષ્ટિ ક્ષમતામાપક સાધન
●   પાર્યઝોમીટર :  સંઘહતા માપક સાધન
●   ઈન્ટરફેરોમીટર :  પકાશ તરંગ માપક સાધન
●   એટમોમીટર :  બાષ્પદર માપક સાધન
●   એકિટનોમીટર :  કિરણતીવ્રતા માપક સાધન
●   એનિમોમીટર :  વાયુવેદ દિશા માપક સાધન
●   ઓડિયોમીટર :  શ્રવણશક્તિ માપક સાધન
●   કલરિમીટર :  વર્ણ તીવ્રતા માપક સાધન
●   ઓલ્ટિમીટર :  ઉન્નતતા માપક સાધન
●   કેથેટોમીટર :  દ્રવતલતા માપક સાધન
●   કેલરીમીટર :  ઉષ્મામાપક સાધન
●   કોનોમીટર :  કાલ માપક સાધન
●   પિકનોમીટર :  પ્રવાહી લક્ષણ માપક સાધન
●   કિલનોમીટર :  ઢાળ માપક સાધન
●   કાયોમીટર :  અતિ નિમ્ન તાપ માપક સાધન
●   ગેલ્વેનોમીટર :  વીજમાપક સાધન
●   ગોનિયોમીટર :  કોણ માપક સાધન
●   ગોસમીટર :  ચુંબકત્વ માપક સાધન
●   ગ્રેવિમીટર :  ગુરુત્વ માપક સાધન
●   ડેન્સીમીટર :  ઘનતા માપક સાધન
●   પિરહેલિયોમીટર :  સૂર્યકિરણ માપક સાધન
●   પ્લુવિયોમીટર :  વર્ષામાપક સાધન
●   પાયરોમીટર :  ઉચ્ચતાપ માપક સાધન
●   પ્લેનિમીટર :  સમતલ ફલ માપક સાધન
●   ફોટોમીટર :  પ્રકાશ માપક સાધન
●   બેકમેન થર્મોમીટર :  તાપવિકાર માપક સાધન
●   બેરોમીટર :  વાયુભાર માપક સાધન
●   માઈકોમીટર :  સુક્ષ્મતા માપક સાધન
●   મેખમીટર :  પરાધ્વનિ વેગ માપક સાધન
●   રિફેકટોમીટર :  વક્રીકારકતા માપક સાધન
●   લેકટોમીટર :  દૂગ્ધ ઘનતા માપક સાધન
●   વાઈનોમીટર :  મદિરામાં મધાર્ક માપક સાધન
●   વેરિયોમીટર :  વિમાન ચડઉતર માપક સાધન
●   સ્ફેરોમીટર :  ગોળાકાર માપક સાધન
●   સેલિનોમીટર :  ક્ષારતા માપકસાધન

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

બાલસૃષ્ટિના અંકો ડાઉનલોડ કરો...

Read More »