JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

6/30/15

General Knowledge,Science


[1]  જન્મતાની સાથે બાળકને કયું વેક્સિન આપવામાં આવે છે.
જવાબ :  B C G
[2]  B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ:  T B [બાળ ટીબી]
[3]  પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ:  O P V
[4]  D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:  ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5]  વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ:  રેતીનોલ
[6]  વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7]  વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ:   થાયમિન
[8]  વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ:   બેરીબેરી
[9]  વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10]  વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ:  ડાર્મેયટાઇટીસ
[11]  વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ:  નિયાસીન નિકોટિન
[12]  વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ:  પેલાગ્રા
[13]  વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14]  વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ:  સાયનોકોબાલ એમીન
[15]  વિટામિન C નું નામ શું છે?
જવાબ:  એસ્કોર્બિક એસિડ
[16]  વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ:  સ્કર્વી
[17]  વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ:  કેલ્શિફેરોડ
[18]  વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ:  રીકેટસ
[19]  વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ:  ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ:  મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ:  મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ:  માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H  આવેલું હોય છે?
જવાબ:  20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી
વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ:   3000
[25]  સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ:  30,000
[26]  સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ:  5000
[27]  પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ:  600 m g
[28]  વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:  એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29]  આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ:  37.5 સેન્ટિ ગ્રેડ
[30]  આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ:  18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ:  70 થી 72
[32]  આપણાં શરીરમાં રુધિર 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ:  96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ:  1 લાખ
[34]  9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ:  ઓરીનું
[35]   ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ:   મિઝ્લ્સ
[36]  1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ :  4.2 કિલો કેલેરી
[37]  1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ:  4 કિલો કેલેરી
[38]  1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39]  આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ:  20
[41]  શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ:  9
[42]  વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ:  દર 6 મહિને
[43]  M P H E અને F H W ના ઉપરી કોણ છે?
જવાબ:  M O મેડિકલ ઓફિસર 
[44]  C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ:  1 લાખ
[45]  મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ:  1969
[46]  C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ:  1972 માં હાઉસફીલ્ડ
[47]  જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ:  2.5 થી 3 કિલો
[49]  હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ:  200 મિલી
[50]  હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ:  16 લિટર
[51]  R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ:  120 દિવસ
[52]  પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ:  0.5 થી 0.8 p p m
[53]  પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ:  દંત અસ્યિક્ષય
[54]  પાણીમાં ક્લોરાઈડની માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ:  પાયોરિયા
[55]  વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ:  ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
[56]  પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ:  હાઇપોડ્રોસિસ
[57]  પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ:  બોમિડ્રોસિસ
[58]  સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ:  8 મિનિટ અને 33 સેકન્ડ
[59]  કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ:  20 થી 20,000 HZ
[60]  સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ:  3 લાખ કી મી
[61]  ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ:  10 લિટર
[62]  પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે?
જવાબ:  500 P P M
[63]  પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો
જવાબ:  ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64]  રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરીકઈ રીતે થાય છે?
જવાબ:  100 ગેલેન પાણીમાં 6 ગ્રામ 1000 લિટર પાણીમાં 250 ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66]  1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન કરે છે?
જવાબ:  300 થી 400 ગ્રામ
[67]  ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68]  1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં નાખવામાં આવે છે?
જવાબ:  20 લિટર
[69]  A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ:  વિલીસ કેરિયર
[70]  વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી  નો સમાવેશ થાય છે?
જવાબ:  4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71]  વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72]  વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73]  વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74]  વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે?
જવાબ:  ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75]  હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન લેવામાં આવે છે?
જવાબ:  20.9%
[76]  શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ:   4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની  ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ:  4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ:  79%
[79]  આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ:  70 ફેરેનાઇટ
[80]  પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ:  0 સેન્ટીગ્રેડ 
[81]  પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 100 સેન્ટીગ્રેડ 
[82]  પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ:  32 ફેરેનાઇટ
[83]  પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ:  212 ફેરેનાઇટ
[84]  તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ:  110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ:  0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ:  2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ:  ગ્લોબલ થરમૉમિટર
[88]  વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ:  વેટ ગ્લોબ થરમૉમિટર
[89]  બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું ?
જવાબ:  રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ:  હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ:  લીક્ટોમિટર
[92]  દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ:  1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ:  અંકુશ કૃમિ
[94]  ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા?
જવાબ:  1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95]  રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ:  હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો ઉપયોગ થાય છે?
જવાબ:  કોષ્ટિક સોડા
[97]  છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ:  મેળા અને શિબિરમાં
[98]  મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ:  550 mm
[99]  મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ:  1.21 મીટર
[100]  BOD એટલે શું?
જવાબ:  બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજન ની માત્રા ને BOD કહે છે.
[101]  સાધારણ જમીન માં CO 2 અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ:  CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા ઓછી હોય છે.
[102]  એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે?
જવાબ:  1000 મી વસ્તીએ 2 શૌચાલય
[103]  જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે?
જવાબ:  100 વ્યક્તિએ 1 શૌચાલય
[104]  પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ:  યુનિટ
[105]  પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે?
જવાબ:  ફૂડકેન્ડલ
[106]  પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ:  લક્ષ
[107]  ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ:  1950 લેજર
[૧૦૮]  વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો ?
જવાબ:  WHO IAEA ICRP
[109]  ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ:  ડેસીબલ
[110]  વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ:  માઇક્રો બેરોમિટર



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

How To Install a Blogger Template


➲  તમે બ્લોગનું ટેમ્પ્લેટ કઈ રીતે બદલશો.(How To Upload/Install a Blogger Template) 
    તમારી વેબસાઇટ અથવા બ્લોગ ડીઝાઈન કરવા માંગો છો? અમે તમારી જરૂરિયાત મુજબ કોઇપણ થીમ કસ્ટમાઇઝ કરી શકો છો.( Want to design your website or blog? We can customize any theme according to your requirement.)
    પ્રથમ તમે તમારા કમ્પ્યુટર પર તમારા નવા બ્લોગર ટેમ્પ્લેટ નમૂના ડાઉનલોડ કરો.(*First download your new blogger template to your computer.) 
     ફાઈલ ઝીપ ફાઈલ હશે  (The file will be a ZIP file)
     તેમાંથી તમારે  XML ફોરમેટની ફાઈલ સિલેક્ટ કરવી.(The XML format file you have selected.)

હવે...
(1). તમારું બ્લોગર એકાઉન્ટ લોગીન કરો.. Login to your Blogger Account.
(2). Click on your blog name.

 You can see overview of your blog.
(3). તેમાં ચિત્ર મુજબ ટેમ્પ્લેટ પર ક્લિક કરો. Click on "Template".

(4). બેકઅપ / પુનઃસ્થાપિત બટન પર  ક્લિક કરો.  Click on "Backup / Restore" button.
બેકઅપ / રીસ્ટોર વિન્ડો દેખાશે. Backup / Restore  window will appear.
(5). બ્રાઉઝ  બટન પર ક્લિક કરો  Click on the browse button
(6). તમે ડાઉનલોડ કરેલ ઝીપ ફાઈલ ખોલો. તેમાંથી XML ફાઈલ સિલેક્ટ કરો   Open the ZIP file you downloaded. The XML file SILEKT
(7). છેલ્લે "અપલોડ કરો" બટન પર ક્લિક કરો.  Finally click on "Upload" button.
(8). ફાઈલ અપલોડ થઇ જતાજ કોમ્પુટરની સ્ક્રીન પર સક્સેસફુલ નો મેસેજ જોવા મળશે. File upload was successful, the message will be seen on the screen jataja computers.
બ્લોગ જુઓ ટેમ્પ્લેટ બદલી ગયું હશે.  See the blog template may have changed.





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/29/15

To Decorate your blog


To decorate your blog 
    તમારા બ્લોગને ડેકોરેટ કરવા તમે તમારા બ્લોગનું બ્લોગ ટેમ્પ્લેટ બદલો.... Change your blog's template..
   બ્લોગને ડેકોરેટ કરવા માટે સૌ પ્રથમ ગુગલમાં blog template સર્ચ કરી કોઈ પણ સાઈટ પરથી ફ્રી બ્લોગ ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો.

ટેમ્પ્લેટ ઝીપ ફાઈલ ડાઉનલોડ થશે...

અહીં કેટલાક બ્લોગ ટેમ્પ્લેટ આપ્યા છે તે ડાઉનલોડ કરી તમારા બ્લોગ પર સેટ કરો... તમારો બ્લોગ ખુબજ આકર્ષક લાગશે.
    બ્લોગ ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો.

(1) FreshFood template
   Demo  |  Download  |  More Info



(2) HealthNews template     |  Download  |  



(3)  Fresha template   |   Download   | 




(4)  Sania template    |   Download   | 




(5)  FreshHealth Free Blogger Templates template   |   Download   |



(6)  Styleable template   |   Download   |   



(7)  FrontOffice template    |   Download   |  



Advanced Details : http://www.premiumbloggertemplates.com/


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

STD-1-12 GUJ AND ENG MEDIUM TEXTBOOKS

   STD-1-12 GUJ AND ENG MEDIUM TEXTBOOKS  DOENLOAD FOR PDF FORMAT
   ધોરણ ૧ થી  ૧૨ ના પાઠયપુસ્તકો પુસ્તકો પીડીએફ  ફોરમેટમાં ડાઉનલોડ કરો.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

CHECK DBTL(CTC) STATUS


  • ગેસ ઓફીસ અને બેંકમાં આધાર કાર્ડ ના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ એક્ટીવેટ  થયું છે કે નહિ તેનું સ્ટેટસ ચેક કરો.

Check your DBTL Status online





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/26/15

B.R.C, C.R.C, S.M.C વર્ષ : ૨૦૧૪/૧૫ ઓડીટ બાબત


   B.R.C, C.R.C, S.M.C  વર્ષ : ૨૦૧૪/૧૫  ઓડીટ બાબત નો જીલ્લા પ્રોજેક્ટ કો ઓડીનેટર નો  તા:૨૫/૦૬/૨૦૧૫ વારો પત્ર..

ક્રમ    તારીખ             તાલુકો              ઓડીટ સ્થળ      C.R.C   B.R.C   KGBV       SMC   
૧     ૧૩/૦૭/૨૦૧૫   અબડાસા     B.R.C ભવન નખત્રાણા     ૨૪       ૧       ૧       તાલુકાની તમામ SMC
૨     ૧૩/૦૭/૨૦૧૫    લખપત      B.R.C ભવન  લખપત       ૧૫       ૧       ૧       તાલુકાની તમામ SMC
૩     ૧૧/૦૭/૨૦૧૫   નખત્રાણા     B.R.C ભવન નખત્રાણા     ૨૧        ૧       ૦       તાલુકાની તમામ SMC
૪    ૦૯/૦૭/૨૦૧૫   મુન્દ્રા           B.R.C ભવન મુન્દ્રા            ૧૫       ૧       ૦       તાલુકાની તમામ SMC
૫    ૧૧/૦૭/૨૦૧૫   માંડવી         B.R.C ભવન માંડવી          ૨૮       ૧        ૧       તાલુકાની તમામ SMC
૬    ૧૦/૦૭/૨૦૧૫   ભુજ              B.R.C ભવન   ભુજ             ૪૩       ૧       ૨       તાલુકાની તમામ SMC
૭    ૦૮/૦૭/૨૦૧૫   ગાંધીધામ   B.R.C ભવન ગાંધીધામ     ૦૮       ૧       ૧       તાલુકાની તમામ SMC
૮    ૦૯/૦૭/૨૦૧૫   અંજાર         B.R.C ભવન અંજાર           ૧૯       ૧       ૧       તાલુકાની તમામ SMC
૯    ૦૮/૦૭/૨૦૧૫   ભચાઉ         B.R.C ભવન ભચાઉ          ૨૪        ૧       ૧       તાલુકાની તમામ SMC
૧૦  ૦૭/૦૭/૨૦૧૫   રાપર          B.R.C ભવન રાપર            ૩૫       ૧       ૧       તાલુકાની તમામ SMC



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

STD.1 to 5 ma Vidyasahayak Bharti : 688 Jagya Jaherat વર્ષ - ૨૦૧૫




    Breaking News
STD.1 to 5 ma Vidyasahayak Bharti : 688 Jagya Jaherat વર્ષ - ૨૦૧૫ 
  •  Online Form Start
  • Stat: 29/06/2015   Last Date : 07.7.2015
  • Total Seat : 688 
  • General : 442
  • SC - 43
  • ST - 42
  • OBC -161
  • PH - 21 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

કેળવણી નિરીક્ષકની જગ્યાઓ બઢતીથી ભરવા બાબત

   કેળવણી નિરીક્ષકની જગ્યાઓ બઢતીથી ભરવા બાબત બાબતનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકનો તા: ૨૫/૦૬/૨૦૧૫  વાળો પરિપત્ર...
(૧)
(૨)
(૩)



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/17/15

Jawahar Navodaya STD 6 Result Declared



જવાહર નવોદય વિદ્યાલય નું ધોરણ - ૬ માં પ્રવેશ પરિક્ષા-૨૦૧૫ નું પરિણામ જાહેર થઇ ગયેલ છે. પરિણામની એક્સેલ સીટ ડાઉનલોડ કરો..
      Breaking News! JAWAHAR NAVODAYA STD 6 Result - 2015 Declared



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/14/15

અધિક માસનો મહીમા


      દાન, સ્નાન, વ્રત, પૂજન માટે ઉત્તમ (અધિક માસ) પુરુષોત્તમ માસ તા.17-6-2015 ને બુધવારથી શરૂ થાય છે.
અધિકમાસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. તેેને પહેલાં મલમાસ તરીકે લોકો ઓળખતા હતા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારથી આ માસના સ્વામી બન્યા ત્યારથી તે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ, લક્ષ્મીજીનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે. ગણતરીના દિવસો પછી પુરુષોત્તમ માસ શરૂ થવાનો છે ત્યારે પુરુષોત્તમ માસનું માહાત્મ્ય, વ્રત-કથા જાણીને ધન્ય થઈએ
અધિકમાસ પરાપૂર્વે મળરૂપ, દોષિત અને અસ્પૃશ્યલ લેખાઈને નિંદાને પામ્યો હતો. સૌ કોઈ મળમાસ કહીને નિંદા કરતા આથી શ્રીકૃષ્ણએ તેને સર્વથી શ્રેષ્ઠ સ્થાન અપાવ્યું.
જ્યારે આ મળમાસે ભગવાન વિષ્ણુ પાસે રક્ષણ માગ્યું ત્યારે વિષ્ણુએ કહ્યું,
"હે સ્વામીથી રહિત પુત્ર! તું શોક ન કર, તું મારી સાથે મુનિવર્યોને પણ દુર્લભ એવા ગોલોકમાં ચાલ."
"હે પ્રભુ! ગોલોકમાં શા માટે?"
"ત્યાં નિર્ગુણ અને નિત્ય શરીરવાળા ભગવાન શ્રીકૃષ્ણ તારું દુઃખ દૂર કરશે."
ભગવાન વિષ્ણુ અધિકમાસની સાથે રજોગુણથી રહિત ગોલોકમાં ગયા અને શ્રીકૃષ્ણને સૂર્યની સંક્રાંતિથી રહિત એવા આ અધિકમાસની ઓળખાણ આપી અને કહ્યું કે, "તિરસ્કૃત થયેલા આ અધિકમાસનું દુઃખ આપે દૂર કરવાનું છે. એનો જગતમાં અનાદર થાય છે, માટે આપ તેના અધિષ્ઠાતા દેવ બનવા અનુગ્રહ કરો.
ભગવાન શ્રીકૃષ્ણ જગતમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ હતા, તેમણે કહ્યું કે, "વત્સ! હવેથી તું પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. વળી, આ પવિત્ર માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પરમ પવિત્ર માસ પણ ગણાશે. અધિક માસમાં કરેલાં ધર્મધ્યાન, જપ-તપ, દાન-પુણ્ય, ઉપવાસ, એકટાણાં અને વિધિપૂર્વકની પૂજા ભાવિકોને અતિ ઉત્તમ ફળ આપનારાં નીવડશે.
       ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી ભાવિક ભક્તોમાં આ પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા ગવાવા લાગ્યો અને આજે પણ ગવાય છે, તેમજ ભવિષ્યમાં પણ યુગયુગાંતર સુધી ગવાશે અને પુરુષોત્તમજી પધારતાં ધર્મપ્રેમી હરિભક્તોનાં હૈયાં હેલે ચડશે. નિત્ય નૈમિત્તિક કાર્યો, ધાર્મિક કાર્યો, વ્રત, જપ, તપ, તીર્થ હરિર્કીતન, પૂજન, અર્ચન, ઉપવાસ,એકટાણાં ધારણા-પારણાં વગેરે શ્રદ્ધાપૂર્વક કરવાથી સેવકો, ઉપાસકો કે ભક્તોને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
       શ્રીકૃષ્ણે પુરુષોત્તમ માસનું માહત્મ્ય કહી સંભળાવ્યું. "આ પુરુષોત્તમ માસ સર્વ સાધનોથી શ્રેષ્ઠ અને સર્વ કામનાઓની સિદ્ધિ આપનાર છે. તેનો હું સ્વામી છું અને મેં જે પ્રતિષ્ઠા કરીને મારું પુરુષોત્તમ નામ બક્ષ્યું છે, આથી હું મારા ભક્તોની સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરીશ. જે મૂર્ખ માણસો આ અધિકમાસને મળમાસ કહીને નિંદા કરશે અને જેઓ ધર્મનું આચરણ કરશે નહીં, તે સર્વ કુંભીપાક નર્કને પામશે."
જે સદ્ભાગી અને ધર્મશીલ સ્ત્રીઓ પુત્રપાપ્તિ માટે અને અખંડ સૌભાગ્ય માટે અધિક માસમાં સ્નાન, દાન, ધ્યાન અને પૂજન કરશે તેમને હું સંતતિ, સંપત્તિ, સુખ અને સૌભાગ્ય આપીશ. જે સુવાસિની સ્ત્રીઓનો આ અધિક માસ એળે જશે, તેમને પતિનું સુખ પ્રાપ્ત નહીં થાય. આવી સ્ત્રીઓને પુત્ર, ભાઈ, બહેન વગેરેનું પારિવારિક સુખ દુર્લભ બનશે. માટે સૌ કોઈએ નિષ્ઠાપૂર્વક સ્નાન, પૂજન, જપ અને દાન કરવા.
ત્યાર પછી ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસ સાથે શ્રીકૃષ્ણને વંદન કરી વૈકુંઠ પધાર્યા અને પાવક પુરુષોત્તમ માસનું માહાત્મ્ય અને મહિમા દિનપ્રતિદિન અભિવૃદ્ધિને પામ્યો.
       કેવી રીતે બને છે અધિકમાસ?
ત્રીસ દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ સરેરાશ બત્રીસ મહિના, સોળ દિવસ અને ચાર ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય બે માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મલમાસ, અધિકમાસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ તથા છ કલાક હોય છે અને એક ચંદ્ર માસમાં ૩૫૪ દિવસ તથા ૯ કલાક હોય છે. એવું બની શકે કે સૌર માસ તથા ચંદ્ર માસનો યોગ્ય મેળ બેસાડવા માટે જ અધિકમાસની રચના કરવામાં આવી હશે. જો અધિકમાસની પરિકલ્પના ન કરવામાં આવી હોત તો ચંદ્ર માસની ગણતરી જ બગડી શકતી. વિદ્વાનોના મતાનુસાર એક અધિકમાસથી બીજા અધિકમાસની અવધિ ૨૮ માસથી લઈને ૩૬ માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર ત્રીજા વર્ષમાં એક અધિકમાસ આવે છે.
        અધિકમાસમાં આટલું કરવું
જે દિવસે અધિકામાસ શરૂ થઈ રહ્યો હોય તે દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ભગવાન સૂર્યનારાયણનું પુષ્પ, અક્ષત તથા લાલ ચંદનથી પૂજન કરો. પછી શુદ્ધ ઘી, ઘઉં અને ગોળના મિશ્રણથી ૩૩ માલપૂઆ બનાવો. માલપૂઆને કાંસાના વાસણમાં મૂકીને દરરોજ ફળ, વસ્ત્ર, મિષ્ટાન્ન અને દક્ષિણા સહિત દાન કરો. આ દાન તમે તમારા સામર્થ્ય અનુસાર જ કરો. દાન કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરવો.
ૐ વિષ્ણુ રૂપઃ સહસ્ત્રાંશુ સર્વપાપ પ્રણાશનઃ ।
અપૂપાન્ન પ્રદોનેન મમ પાં વ્યપોહતુ ।।
ઉપરનો મંત્ર બોલ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા નીચેનો મંત્ર બોલવો.
યસ્ય હસ્તે ગદાચક્રે ગરુડોયસ્ય વાહનમ ।
શંખ કરતલે યસ્ય સ મે વિષ્ણુઃ પ્રસીદતુ ।।
        અધિકમાસમાં આટલું ન કરવું 
અધિકમાસ કે પુરુષોત્તમ માસમાં કેટલાંક નિત્ય કર્મ, કેટલાંક નૈમિત્તિક કર્મ અને કેટલાંક કામ્ય કર્મોનો નિષેધ માનવામાં આવે છે. જેમ કે, વિવાહ સંસ્કાર, મંૂડન સંસ્કાર, નવવધુનો ગૃહપ્રવેશ, યજ્ઞાોપવીત સંસ્કાર, નવાં વસ્ત્રો ધારણ કરવાં વગેરે કાર્ય મલમાસ એટલે કે અધિકમાસમાં ન કરવાં જોઈએ. આ સિવાય નવું વાહન ખરીદવું,બાળકનો નામકરણ સંસ્કાર, દેવ પ્રતિષ્ઠા કરવી એટલે કે મૂર્તિની સ્થાપના કરવી. કૂવા, તળાવ કે વાવ બનાવવી,બાગ-બગીચા બનાવવા વગેરે ન કરવું જોઈએ.
કામ્ય વ્રતોની શરૂઆત પણ આ માસમાં ન કરવી જોઈએ. જમીન ખરીદવી, સોનું ખરીદવું, તુલા અથવા ગાય વગેરેનું દાન કરવું પણ ર્વિજત માનવામાં આવે છે. અષ્ટકા શ્રાદ્ધનું સંપાદન પણ નિષેધ માનવામાં આવ્યું છે. બીજાનો દ્રોહ,પરસ્ત્રી સમાગમ અને તીર્થ વગર પરદેશમાં જવાનું ત્યજવું. પોતાની શક્તિ અનુસાર ચાંદ્રાયણ વ્રત કરવું. અધિકમાસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રત પાળવું. જમીન પર શયન કરવું અને ચોથા પહોરે ભોજન કરવું.
         અધિકમાસમાં શું કરવુું?
જે કામ કામ્ય કર્મ અધિકમાસથી પહેલાં શરૂ થઈ ગયાં હોય તે આ માસમાં કરી શકાય છે. શુદ્ધ માસમાં મૃત વ્યક્તિનું પ્રથમ ર્વાિષક શ્રાદ્ધ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ વધારેપડતી બીમાર હોય અને રોગની નિવૃત્તિ માટે રુદ્ર જપ આદિ અનુષ્ઠાન કરી શકાય.
કપિલ ષષ્ઠી જેવા દુર્લભ યોગોનો પ્રયોગ, પિતૃશ્રાદ્ધ, ગર્ભાધાન, પુંસવન સંસ્કાર તથા સીમંત સંસ્કાર વગેરે કરી શકાય છે. એ સંસ્કાર પણ કરી શકાય જે એક નિયત અવધિમાં સમાપ્ત કરી શકાય છે. 
        ભોજનમાં શું ધ્યાન રાખવું?
આ માસમાં પારકું અનાજ અને તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ. પુરુષોત્તમ માસમાં હવિષ્યાન ભોજન જમવું એટલે કે ચોખા, સાકર, મગ, તલ, આદું, લીલાં શાકભાજી, કંદમૂળમાં રતાળુ વગેરે, સિંધાલૂણ, ગાયનું દૂધ, ઘી, દહીં, માખણ, છાશ, ગોળ વગેરે. તેલ વગેરેથી પકવેલ ન હોય તેને હવિષ્ય કહે છે. મનુષ્યોએ હવિષ્ય જમવું, જે ઉપવાસ સમાન ગણાય છે.
મધ, અડદ, મગ, માંસ વગેરે. કઠોળ, રાઈ, નશો કરતા પદાર્થ, દાળ, તલનું તેલ વગેરે ત્યજવું. તદુપરાંત      
       પારકા ઘરનું અન્ન ન ખાવું.
પુરુષોત્તમ માસના વ્રતનું મહત્ત્વ
જે વ્યક્તિ અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસમાં આખો મહિનો વ્રતનું પાલન કરતી હોય તેણે આખો મહિનો ભૂમિ પર શયન કરવું જોઈએ. એક સમય માત્ર સાદું તથા સાત્ત્વિક ભોજન કરવું જોઈએ. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમ અર્થાત્ વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન તથા મંત્રજાપ કરવો. શ્રી પુરુષોત્તમ માહાત્મ્યની કથાનું પઠન અથવા શ્રવણ કરવું. રામાયણનો પાઠ અથવા રુદ્રાભિષેકનો પાઠ કરવો. સાથે શ્રીવિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો પણ શુભ રહે છે.
       અધિકમાસના આરંભના દિવસે શ્રદ્ધા-ભક્તિથી વ્રત તથા ઉપવાસ કરવો જોઈએ. આ દિવસે પૂજા-પાઠનું વધારે માહાત્મ્ય માનવામાં આવ્યું છે. આ દિવસે દાનાદિ શુભ કર્મ કરવાનું અનેકગણું વધારે ફળ મળે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત તથા પૂજા વગેરે કર્મ કરે છે તે સીધો ગોલોકમાં પહોંચે છે અને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં સ્થાન મેળવે છે.
અધિકમાસની સમાપ્તિ પર સ્નાન, દાન તથા જાપ વગેરેનું વધારે મહત્ત્વ રહેલું છે. આ માસની સમાપ્તિના દિવસે વ્રતનું ઉદ્યાપન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દાન-દક્ષિણા આપવી જોઈએ. આ સિવાય અધિકમાસના માહાત્મ્યની કથા સહિત અન્ય કથાઓનું શ્રદ્ધાપૂર્વક પઠણ કરવું જોઈએ.
        પુરુષોત્તમ માસની પૂજનવિધિ
પુરુષોત્તમ માસના પ્રથમ દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી વ્રત-પૂજન કરવું જોઈએ. જો તે શક્ય ન હોય તો પ્રથમ દિવસે અને પછી યથાશક્તિ પૂજન કરવું.
પ્રાતઃકાળે સૂર્યોદયથી પહેલાં બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્યકર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પછી ઘરના પવિત્ર સ્થાન પર અક બાજઠ મૂકવો. બાજઠ પર સફેદ વસ્ત્ર પાથરવું. હવે તેના પર અક્ષત (ચોખા) વડે અષ્ટદલ બનાવો અને જળ ભરેલા કળશની સ્થાપના કરો. કળશ સ્થાપના કરીને તેના પર પીળું વસ્ત્ર પાથરવું અને રાધા-કૃષ્ણની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરવી, પછી ભગવાન રાધા-કૃષ્ણની પ્રતિમાનું ષોડ્સ વિધિથી પૂજન કરવું. અખંડ દીવો પ્રગટાવવો, ધૂપ કરવો.
'ૐ નમો ભગવતે વાસુદેવાય ।' આ બાર અક્ષરવાળા મહામંત્રનો જાપ હંમેશાં કરવો. શ્રી શાલિગ્રામની મૂર્તિની પૂજા બ્રાહ્મણ દ્વારા અથવા પોતે સંપૂર્ણ વિધિવિધાનથી કરવી. તુલસીનાં પાન પર 'ૐ' અથવા 'કૃષ્ણ' ચંદનથી લખીને પછી ભગવાન શાલિગ્રામ પર અર્પણ કરો.
સંધ્યા સમયે દીપદાન કરવું. માસને અંતે ધાતુ કે કાંસાના પાત્રમાં ૩૦ની સંખ્યામાં મિષ્ટાન્ન મૂકીને દાન કરવું. શ્રીમદ્ ભગવદ્ગીતા કે અન્ય ધાર્મિક ગ્રંથોનું બ્રાહ્મણને દાન કરવું.
પુરુષોત્તમ માસમાં ભક્ત અનેક પ્રકારની વસ્તુઓનું દાન કરીને શુભ ફળ મેળવી શકે છે. મંદિરોમાં પુરાણોની કથાઓનું આયોજન પણ કરવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં વ્રત, દાન, પૂજા, હવન, ધ્યાન કરવાથી પાપકર્મ સમાપ્ત થઈ જાય છે અને કરવામાં આવેલાં પુણ્યોનું ફળ અનેકગણું થઈને પાછું મળે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર અધિકમાસમાં કરવામાં આવેલા બધાં જ શુભ કર્મોનું અનંતગણુ ફળ મળે છે.
અધિકમાસમાં ભાગવત કથા શ્રવણ તથા ૩૨ અધ્યાયોવાળા પુરુષોત્તમ માસની કથા, કીર્તન અને જાગરણ કરવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૫મા અધ્યાય જેને પુરુષોત્તમ પણ કહે છે, તેનો દરરોજ પાઠ કરવો. આ માસમાં તીર્થસ્થળો પર સ્નાન, દાન અને દર્શનનું ઘણું મહત્ત્વ છે. આ પ્રમાણે તમે એક માસનું વ્રત-પૂજન કરી શકો છો.
Read More »

6/9/15

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫ માટે એક્સેલ/વર્ડ પત્રકો

Read More »

6/4/15

ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ કોર્નર

◇ ગુજરાત જનરલ નોલેજ ક્વિઝ કોર્નર Download કરો.◇

   જનરલ રોજગાર સમાચારપત્રની જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ડાઉનલોડ કરો....જે તમને  તમામ સ્પ્રધાત્મક પરીક્ષાઓમાં ખુબજ ઉપયોગી થશે.

  • જનરલ નોલેજ ક્વિઝ કોર્નર - ૨૦૧૪  
       જનરલ નોલેજ ક્વિઝ કોર્નર - ૨૦૧૪ Download  pdf  pdf  ( 18362 KB)
  • જનરલ નોલેજ ક્વિઝ કોર્નર - ૨૦૧૩
          જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ૨ Download  pdf  pdf  (14272 KB)
  • જનરલ નોલેજ ક્વિઝ કોર્નર - ૨૦૧૨
          જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ૩  Download  pdf  pdf  (2,229 KB)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૫ / ગુજરાત રોજગાર સમાચાર

◇ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૫ / ગુજરાત રોજગાર સમાચાર Download કરો.◇


ના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

6/3/15

SSC Results available


  • SSC Results will be available on

04 th June, 2015.


Read More »

6/2/15

ગુણકારી લીંબુ / Lemon / नींबू

   લીંબુ   नींबू   Lemon

લીંબુનો પરિચય : 
     લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વા સ્ય્ લ  અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
     લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. આમલી અને લીંબુની તુલના આ રીતે કરવામાં આવી છે :
આમલીમાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ, 
લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ, 
      આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્વાનું સ્થામન આપવું જરૂરી છે.
મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
લીંબુના ગુણધર્મ : 
     લીંબુ ખાટું, ઉષ્ણા, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્મર અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્તીપ જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.
    લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે.
(૧)  લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
(૨)  એક ગ્લા સ નવશેકા પાણીમાં અર્ધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.
(૩)  લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
(૪)  એક ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.
(૫)  એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.
(૬)  એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
(૭)  લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
(૮)  લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
(૯)  એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
(૧૦)  એક ગ્લાબસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
(૧૧)  દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
(૧૨)  લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
(૧૩)  લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કાતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
(૧૪)  લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
(૧૫)  ચેહરાની કાંતિ વધારવા માટે : લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
(૧૬) મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્લાંસ સામાન્યટ ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.
(૧૭)  લીંબુમાં ત્વ ચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે. તે દરેક ફોલ્લીકઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.
(૧૮)  આ એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જેના પ્રયોગથી ત્વચાની સમસ્યા પણ દૂર થઇ શકે છે. લીંબુ ચહેરા પરથી બ્લેકહેડ્સ અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે સાથે ચહેરો સાફ પણ કરે છે. સાથે તે એન્ટી એજિંગનું કામ પણ કરે છે. લીંબુને ખીલ પર લગાવવાથી ખીલ સૂકાઇ જાય છે અને તે વધુ ફેલાતા નથી.
(૧૯)  લીંબુ એક એન્ટીઓક્સિડેન્ટ છે જે ફ્રી રેડિકલ્સને ડીએક્ટિવ કરે છે. જેનાથી સ્ટ્રોક, હાર્ટની બીમારી અને કેન્સરનું જોખમ નથી રહેતું.
(૨૦)   લીંબુ ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ બને છે.

સ્વાસ્થ્ય  આપનાર લીંબુ :

     લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વા સ્ય્ળી  અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
   લીંબુના ગુણ- 
લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્ય ક્તિ કરી શકે છે. રોગી અને નિરોગી વ્યાક્તિ બંને લીંબુનો ઉપયોગ કરી શકે છે. અરુચિ દૂર કરીને તેમજ રુચિ વધારનાર છે. લીંબુના સેવનથી પેટ તથા રક્ત સંબંધી વિકારો દૂર થાય છે.
     સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી.
 ગરમીમાં :
     ઉનાળાની ઋતુમાં લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે. મિશ્રી (સાકર)માં લીંબુ નીચોવીને પીવાથી લૂ શીઘ્ર દૂર થાય છે. ગરમીમાં ભોજન ન પચવાથી ઝાડા થઈ જાય ત્યાછરે લીંબુના રસમાં ડુંગળી તથા ફુદીનાના રસનું મિશ્રણ કરીને લેવાથી રાહત મળે છે.
મલેરિયા : 
      વાસણમાં એક કિલો પાણી લઈને તેમાં લીંબુને પકાવો. જ્યારે પાણી અડધું રહી જાય, તે સામાન્યલ ગરમ હોય તેવું દર્દીને પીવડાવો. ત્યાલરબાદ ધાબળો અથવા રજાઈ ઓઢાડી દેવી. તેના કારણે મૂત્ર અથવા પરસેવા દ્વારા તાવની ગરમી બહાર નીકળી જાય છે.
મોતિયો :
     જે વ્યક્તિને મોતિયો આવવાની શરૂઆત જ હોય તેમણે લીંબુનાં રસને ફલાનીન નામના કપડાંથી ગાળી લઈને, સવાર-સાંજ નિયમિત આંખોમાં ૩-૪ ટીપાં નાંખવાથી રાહત થાય છે.
ઊલટી :
     એક ગ્લાાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ તથા મધ લેવાથી ઊલટી બંધ થાય છે.
તાવ : 
    બે લીંબુના રસની બરાબર માત્રામાં એક રતી મરી અને મીઠું બે રતી મેળવીને રાત્રે લઈને સૂઈ જવાથી સવાર સુધીમાં તાવ ઓછો થઈ જશે.
પાયોરિયા : 
     દાંતમાંથી પસ અથવા લોહી નીકળતું હોય. દુર્ગંધ આવતી હોય તથા દાંત કમજોર હોય તેમણે લીંબુના રસ વડે દાંત પર માલિશ કરવાથી દાંત સ્વંચ્છ., તંદુરસ્ત  બને છે.
હરસ-મસા :- રાત્રે એક લીંબુની છાલને થોડાં ઠંડા પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
મોંના ચાંદા : 
     લીંબુના રસનાં કોગળા કરવાથી રાહત મળે છે.
લીંબુમાં ત્વંચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે.તે દરેક ફોલ્લી ઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.
 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

જાણો ફળોના રાજા કેરી વિશે.


    આંબા / કેરી,  Mango, आम, વિશે જાણો.
        ઉનાળો  આવતાની સાથે જ કેરી યાદ આવવા લાગે છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ ખાવાની મજા જ અનેરી હોય છે. ગરમીની સિઝનમાં થતાં લગ્નોમાં પણ કેરીના રસની લોકો લિજ્જત મણાતા હોય છે. ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગે છે. કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
       ઉનાળાની સ‌િઝન  શરૂ થવાની સાથે જ બજારમાં મનને લલચાવનારી કેરીનું આગમન ભલે થઈ ચૂક્યું છે,  પરંતુ જલદીથી કેરીની સિઝનની મોટા પાયે કમાણી કરવાની લાલચમાં કેરી ખરીદનાર અનેક નાગરિકોના આરોગ્ય માટે ખતરારૂપ કાર્બાઈડ પણ કેરીની સાથે જ લોકોના પેટમાં ઠલવાય છે,  દવા-કેમિકલથી પકવવામાં આવેલી કેરીઓ બેરોકટોક   બજારમાં વેચાઈ રહી છે.  જેની લાંબા ગાળાની અસર જીવલેણ બીમારીઓમાં પલટાય છે .
        કેવી રીતે ઓળખવી કુદરતી અને કેમિકલથી પકાવેલી કેરી?કેલ્શિયમ કાર્બાઇડે અન્ય કેમિકલ  વડે પકાવવામાં આવતી કેરી ખાવાથી મગજના રોગો થવા ઉપરાંત અન્ય લાંબા ગાળે કેન્સર જેવા અનેક રોગો થવાનીની સંભાવનાઓ રહેલી છે. નેચરલ કેરી અને કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી વચ્ચેનો તફાવત પારખવા માટે કેરીને પાણી ભરેલી ડોલ કે વાસણમાં નાખવી. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પકાવેલી કેરી છે  તેમ સમજવું અને જો કેરી પાણીમાં તરવા લાગે તો સમજી લેવું કે આ કેરી ખાવાલાયક નથી,  કેમ કે તે  તે કેમિકલથી પકવવામાં આવેલી આર્ટિફિશિયલ કેરી છે. અન્ય ઉપાયરૂપે કેરી કુદરતી રીતે પકાવેલી નેચરલ છે કે દવાથી પકાવેલી છે તે કેરીના કલર ઉપરથી પણ ખબર પડી શકે છે...
       
      દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. 
      ભારતમાં થતી કેરીની જાતો..
કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમપલ્લી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશ, નિલેશાન, નિલેશ્વરી, વસી બદામી, દાડમીયો.
      ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકર પ્રદેશમાં) થાય છે. તે પછી તામીલનાડુ, બિહાર, પશ્ચિમબંગાળ, ઓરિસ્સા,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનોનંબર આવે છે. મહારાષ્ટ્ર આલફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટીએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ભરૂચ તેમજ ઓછાવત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, કચ્છ, ભાવનગર અને જામનગર જિલ્લામાં પણ થોડી ઘણી કેરીઓ થાય છે. 
  •    કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે.કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
  •    સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે. તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે. આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટે છે.
  •    કેરી સ્વાદની સાથે અનેક ફાયદાકારક ગુણ ધરાવે છે. જાણો, કેરી તમને અમુક રોગો સામે કેવી રીતે રક્ષણ આપી શકે છે. ફળોના રાજા તરીકે ગણાતા ફ્રૂટમાં સૌથી પહેલી ગણતરી કરીએ તો કેરીનું નામ જ યાદ આવે. કેટલાંક લોકો માને છે કે કેરીમાંથી કેલરી મળી રહે છે, તેથી ખાવી જોઈએ. જો કે કેરીએ એવું ફળ છે, જે શરીર માટે ઘણી રીતે ઉપયોગી બને છે  
  •    કેરીની સિઝનમાં જો તેને નિયમિત ધોરણે ભોજનમાં ઉમેરવામાં આવે તો તેનાથી આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. તાજી કેરીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે હ્યદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે. કેરીમાં રહેલાં વિટામિન ઈથી શરીરમાં જોશ અને ચુસ્તી તેમજ ર્સ્ફૂિત રહે છે. 
  •    કેરીના ટુકડાને ૧૦થી ૧૫ મિનિટ ચહેરા પર ઘસવાથી અને પછી ચોખ્ખાં પાણીથી સાફ કરવાથી ચહેરા પરથી ખીલને દૂર કરી શકાય છે. ચહેરાની સુંદરતા અને નરમાઈ વધે છે અને ચહેરો વધારે ચમકદાર બને છે. 
  •    તાજા લીલા કેરીના બીયડ એટલે કે ગોટલાને સુકાવી લો. એને વાટીને પાવડર બનાવી લો. આ ચૂર્ણમાં સ્વાદ મુજબ સંચણ નાખી અને જીરુઉ પાવડર નાખી રાખી લો. જ્યારે પણ અપચ થાય તો થોડી માત્રામાં આ ચૂર્ણ ખાલી લો. સમસ્યા દૂર થઈ જશે.
  •    કેરીના તાજા પાનાના રસને એસિડીટી નિયંત્રણ માટે હર્બલ જાણકારો દ્વારા  અપાય છે . તાજા પાન આશેરે 10 ગ્રામને  50 મિલી પાણી સાથે મિક્સ કરી વાટી લો. આ રસને પીવાથી એસિડિટી દૂર થઈ જાય છે.
  •    કેરીના ગોટલાના  ચૂર્ણને દહી સાથે મિક્સ લેવાથી જાડામાં આરામ મળે છે. ગુજરાતમાં જાડા અને અપચમાં દર્દીને આ જ દેશી ઉપાય આપે છે. લૂ લગવા થી પણ આ નુસ્ખાના ઉપયોગ કરાય છે.
  •    કેરીના ગોટલાના ચૂર્ણ , કમલના સૂકા ફૂલ , બીયડ અને સૂકી પાંદડીઓને સમાન માત્રામાં લઈને વાટી લો. આ મિશ્રણને તે મહિલાઓને ઠંડા પાણી સાથે લેવું જોઈએ , જેને ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી રહી હોય્
  •    કેરીના ગોટલાના રસને નકસીર નાકથી લોહી નિકળતા રહેવાની તકલીફમાં પણ કારગર છે. જાણકારો મુજબ દિવસમાં 3 વાર આ રસની 2-2 ટીપાં નાકમા નાખવાથી આ સમસ્યાથી નિદાન મળી જાય છે.
  •    ખાંસી થતાં પાકા કેરીને શેકીને ઠંડા થતાં રોગીને ખવડાવો. ખાંસીમાં જ્લ્દી આરામ મળી જાય છે.
  •    પાકી કેરી 100 ગ્રામ ભોજન પછી એક ગ્લાસ ઠંડા દૂધ સાથે પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.
  •    કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હયો તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાંથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે, જે મહિલાઓ ૪૦-૪૫ વર્ષની હોય અને મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય તેવી મહિલાઓ માટે કેરી ખાવાનું ગુણકારી છે. કેરીમાં રહેલા ફાઇબર અને પેક્ટિન તેમજ વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. દરરોજ રાત્રે આંબાનાં ૧૦થી ૧૫ જેટલાં પાંદડાંને સ્વચ્છ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તે પાણી ગાળીને નરણા કોઠે પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે.
  •    હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે, આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે, એનેમિયા અને કોલેસ્ટરોલ સામે રક્ષણ મળે છે
  •    કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજનથશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.
  •    કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.
દુનિયામાં કેરીનો વાવેતર વિસ્તાર
1. ભારત : ૨૧,૪૩,૦૦૦ હેક્ટર
2. ચીન : ૪,૪૫,૦૦૦ હેક્ટર
3. થાઇલેન્ડ : ૨,૮૫,૦૦૦ હેક્ટર
4. ઇન્ડોનેશીયા : ૨,૬૬,૦૦૦ હેક્ટર
5. પાકિસ્તાન : ૨,૧૫,૦૦૦ હેક્ટર
6. મેક્સિકો : ૨,૦૦,૦૦૦ હેક્ટર
7. ફિલીપાઇન્સ : ૧,૮૧,૦૦૦ હેક્ટર
8. નાઇજીરીયા : ૧,૨૬,૫૦૦ હેક્ટર
9. બ્રાઝીલ : ૮૯,૮૦૦ હેક્ટર
10. ગુએના : ૮૨,૦૦૦ હેક્ટર
11. વિયેતનામ : ૫૨,૦૦૦ હેક્ટર
12. બાંગ્લાદેશ : ૫૧,૦૦૦ હેક્ટર
ભારત દુનિયાનાં કુલ ઉત્પાદનનાં ૪૦% થી વધુ ઉત્પાદન કરે છે. ત્યાર બાદ ચીન અંદાજે ૧૧% અને પાકિસ્તાન અંદાજે ૭% ઉત્પાદન કરે છે.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Recent Posts