JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/24/16

શબ્દસમૂહ માટે એક શબ્દ


  • ભાગ - ૧ (૧ થી ૫૦)

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ
  • ભાગ - ૨ (૧ થી ૫૦)
1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિકકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Pendrive को कम्प्यूटर में RAM (flash drive) कैसे बनाया जाता है?

  • पेनड्राइव को बना सकते हैं रेम. आज हम आपके लिए एक ऐसी जानकारी लेकर आये है...  जिसको जानकर आपकी खुशी का ठिकाना नहीं रहेगा। ये एक ऐसी जानकारी है जिसका नॉलेज बहुतही कम लोगों को होता है। क्या आपको पता है कि जनरल उपयोग में आने वाले  Pendrive  को कम्प्यूटर में  RAM (flash drive)  की तरह उपयोग में लिया जा सकता है। ये तो आपको पता ही होगा कि कम्प्यूटर की स्पीड सबसे ज्यादाउसमें लगाई जाने वाली  RAM  की क्षमता पर निर्भर करती है यदि हमारे कम्प्यूटर में RAM की साइज बहुत ही कम है तोहमारा कम्प्यूटर धीरे चलेगा। ऐसी स्थिति में यदि हम एक्स्ट्रा RAM खरीदेंगे तो कम से कम 1000 से 1500 रूपये तक खर्च हो जाएंगे लकिन अगर आप अपने Pendrive को RAM बनाना जानते हो तो आपका ये काम बहुत आसान हो जाएगा।आओ जानते है कि कैसे बनाया जाता है पेनड्राइव को रेम....
  1. सबसे पहले अपने Computer के USB पोर्ट में अपनी pendrive लगाइये ! (पेनड्राइव कम से कम 2 जीबी का होतो अच्छा रहेगा)
  2. अब  MyComputer  के आइकन पर जाकर  Right click  कीजिये। और Properties विकल्प पर क्लिक कीजिये।
  3. एक विण्डो ओपन होगी इसमें  Advanced System Settings  पर क्लिक करें। (यदि आप विण्डोज XP यूज करते हैं तो Advanced tab पर क्लिककरनाहोगा)
  4. अब Advance Tab पर क्लिक कर Settings बटन पर क्लिक कीजिये।
  5. Performance Option विण्डो खुलेगी जिसमेंAdvanced tab पर क्लिक कीजिये। और Virtual memory केअन्दर दिये गए Change बटन पर क्लिक कीजिये।
  6. तब एक विण्डो खुलेगी जिसमें Automatically manage paging file size for all drives पर टिक (चैकमार्क) अगरलग रहा हो तो इसे हटा दीजिये। अब अपनी pendrive को दी गयी लिस्ट में से सीलैक्ट कीजिये। (जैसे कि मैंने अपनी पैनड्राइव को चुना है) अब custom size पर क्लिक कीजियेऔर वैल्यू दीजिए जो कि आपकी pendrive के खाली स्पेस के अनुसार दे सकते हो। अब सैट बटन पर क्लिक करके ओके बटन पर क्लिक करें। आपको एक मैसेज प्राप्त होगा जिसमें ओके पर क्लिक करें। अब एक मैसेज और प्रस्तुत होगा जिसमें RestartNow बटन पर क्लिक करें.... अब आपका कम्प्यूटर जब पुन: चालू होगा तो आपका पेनड्राइव रेम की तरह काम करेगा और सिस्टम की स्पीड में बहुत ज्यादा फर्क देखने को मिलेगा...

Note - ध्यान रहे कम्प्यूटर जब रिस्टार्ट
हो रहा हो तो पेनड्राइव कम्प्यूटर में लगा हुआ होना जरूरी है।



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ

  •   ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ...  મહેમાનો ને આમંત્રણ આપવા માટે આમંત્રણ     પત્રિકાનો નમુનો વર્ડ ફોર્મેટમાં... તેમજ પ્રશસ્તિપત્રનો નમુનો વર્ડ ફોર્મેટમાં ડાઉનલોડ કરો



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/1/16

Rozgaar Samachar (30 December 2015) Download



  Rozgaar Samachar (30 December 2015) Download pdf pdf (207 KB)




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

જાણો... આપની શાળાનો ગુણોત્સવ-૨૦૧૬ ની તારીખ

●   જાણો... આપની શાળાનો ગુણોત્સવ ની તારીખ - ૨૦૧૬
શાળાનો ગુણોત્સવ ની તારીખ જાણવા અહીં લીંક પરથી PDF ફાઈલ ડાઉનલોડ કરો...
અને CTRL + F કમાન્ડ આપી...આપની શાળા અથવા આપની CRC  નું નામ ટાઈપ કરી અને ગુણોત્સવ ની તારીખ જાણો... 




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Home remedies Ginger, Ginger specialties_घरेलू उपचार अदरक, अदरक की खासियतें

Home remedies Ginger, Ginger specialties
ઘરેલું ઔષધ આદુ, આદુની વિશેષતાઓ
"..આદુ.."

●   કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !
        આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.        
 
      કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન.........
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.

        કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.

       અમેરિકાની 'ધ જ્‍યોર્જિયા સ્‍ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.

        એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્‍ટતા એ છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્‍સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્‍તન કેન્‍સર સહિત અનેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.

આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્‍યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
        આ વાત સાબિત કરે છે કે, કેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્‍સર મુકત ત્‍યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્‍સરનાં આવા કોષો નાશ પામે.

     વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને તેની સૂકવણી કરવામાં આવે ત્‍યારે ૬-શોગાઓલ નામનું આ અત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી મળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી.

આ એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે.

જ્‍યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે.

કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.
       જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
(૧)  મસાલામાં આદુ રાજા છે.
(૨)  જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
(૩)  ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
(૪)  જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
(૫)  વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
(૬)  છાતી માંથી શરદી કાઢી નાખે છે.
(૭)  આમવાત ના સોજા મટાડે છે.
(૮)  જાડાપણું (મેદ) મટાડે છે.
(૯)  કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.
(૧૦)  સીળસ મટાડનાર છે.
(૧૧)  દમના દર્દીને ફાયદો કરે છે
(૧૨)  હૃદય રોગ મટાડનાર છે.
(૧૩)  તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
(૧૪)  પીત્તનું શમન કરે છે.
       આદુમાં ઉડીયન તેલ - ૩%
       તીખાશ - ૮%
       સ્ટાર્ચ - ૫૬%
       આદુ ગરમ છે તે વાત ખોટી છે. 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

GUNOTSAV 2016 SCHOOL PROFILE (ગુણોત્સવ ૨૦૧૬ શાળા પ્રોફાઈલ)

GUNOTSAV 2016 SCHOOL PROFILE (ગુણોત્સવ ૨૦૧૬ શાળા પ્રોફાઈલ)
ગુણોત્સવ ૨૦૧૬ માટે અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા નો શાળા પ્રોફાઈલ નો  શાળા પ્રોફાઈલ નમુનો...   મિત્રો...PDF ફાઈલ માટે આ પોસ્ટ ના લાસ્ટમાં આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો. font પણ ડાઉનલોડ કરો.
 


ખાસ નોંધ....
     મિત્રો... આ માત્ર "શાળા પ્રોફાઈલ" નો નમૂનો માત્ર છે... આ ઉપરાંત આપ આપની શાળાની ના અન્ય માહિતી આ સાથે ઉમેરી શકો છો.  SCHOOL PROFILE ના ફોન્ટ ટેરાફોન્ટ ત્રિલોચન, kep119, તેમજ શ્રુતિ ફોન્ટ માં છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »