![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjYMK9iT4hxEPhXrOdKM5T1tLm3RnbEsNMrdvoNMLSzzVDElzB9weTGw77tTiO7kqxWl_lXwJf55vSv-JgzrqGHqDr-iMsVWgcV5BpWMcxKxDJ1p79TVFVT9oDFFDFOgF4SMbnoxxxJKBKw/s1600/redfloat1s.gif)
લીંબુનો પરિચય :
લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વા સ્ય્ લ અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. આમલી અને લીંબુની તુલના આ રીતે કરવામાં આવી છે :
આમલીમાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ,
લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ,
આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્વાનું સ્થામન આપવું જરૂરી છે.મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
લીંબુના ગુણધર્મ :
લીંબુ ખાટું, ઉષ્ણા, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્મર અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્તીપ જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.
લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે.
(૧) લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
(૨) એક ગ્લા સ નવશેકા પાણીમાં અર્ધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.
(૩) લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
(૪) એક ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.
(૫) એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.
(૬) એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
(૭) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
(૮) લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
(૯) એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
(૧૦) એક ગ્લાબસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
(૧૧) દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
(૧૨) લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
(૧૩) લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કાતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
(૧૪) લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
(૧૫) ચેહરાની કાંતિ વધારવા માટે : લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
(૧૬) મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્લાંસ સામાન્યટ ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.
(૧૭) લીંબુમાં ત્વ ચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે. તે દરેક ફોલ્લીકઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.
(૧૮) આ એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જેના પ્રયોગથી ત્વચાની સમસ્યા પણ દૂર થઇ શકે છે. લીંબુ ચહેરા પરથી બ્લેકહેડ્સ અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે સાથે ચહેરો સાફ પણ કરે છે. સાથે તે એન્ટી એજિંગનું કામ પણ કરે છે. લીંબુને ખીલ પર લગાવવાથી ખીલ સૂકાઇ જાય છે અને તે વધુ ફેલાતા નથી.
(૧૯) લીંબુ એક એન્ટીઓક્સિડેન્ટ છે જે ફ્રી રેડિકલ્સને ડીએક્ટિવ કરે છે. જેનાથી સ્ટ્રોક, હાર્ટની બીમારી અને કેન્સરનું જોખમ નથી રહેતું.
(૨૦) લીંબુ ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ બને છે.
સ્વાસ્થ્ય આપનાર લીંબુ :
લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વા સ્ય્ળી અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
લીંબુના ગુણ-
લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્ય ક્તિ કરી શકે છે. રોગી અને નિરોગી વ્યાક્તિ બંને લીંબુનો ઉપયોગ કરી શકે છે. અરુચિ દૂર કરીને તેમજ રુચિ વધારનાર છે. લીંબુના સેવનથી પેટ તથા રક્ત સંબંધી વિકારો દૂર થાય છે.
સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી.
ગરમીમાં :
ઉનાળાની ઋતુમાં લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે. મિશ્રી (સાકર)માં લીંબુ નીચોવીને પીવાથી લૂ શીઘ્ર દૂર થાય છે. ગરમીમાં ભોજન ન પચવાથી ઝાડા થઈ જાય ત્યાછરે લીંબુના રસમાં ડુંગળી તથા ફુદીનાના રસનું મિશ્રણ કરીને લેવાથી રાહત મળે છે.
મલેરિયા :
વાસણમાં એક કિલો પાણી લઈને તેમાં લીંબુને પકાવો. જ્યારે પાણી અડધું રહી જાય, તે સામાન્યલ ગરમ હોય તેવું દર્દીને પીવડાવો. ત્યાલરબાદ ધાબળો અથવા રજાઈ ઓઢાડી દેવી. તેના કારણે મૂત્ર અથવા પરસેવા દ્વારા તાવની ગરમી બહાર નીકળી જાય છે.
મોતિયો :
જે વ્યક્તિને મોતિયો આવવાની શરૂઆત જ હોય તેમણે લીંબુનાં રસને ફલાનીન નામના કપડાંથી ગાળી લઈને, સવાર-સાંજ નિયમિત આંખોમાં ૩-૪ ટીપાં નાંખવાથી રાહત થાય છે.
ઊલટી :
એક ગ્લાાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ તથા મધ લેવાથી ઊલટી બંધ થાય છે.
તાવ :
બે લીંબુના રસની બરાબર માત્રામાં એક રતી મરી અને મીઠું બે રતી મેળવીને રાત્રે લઈને સૂઈ જવાથી સવાર સુધીમાં તાવ ઓછો થઈ જશે.
પાયોરિયા :
દાંતમાંથી પસ અથવા લોહી નીકળતું હોય. દુર્ગંધ આવતી હોય તથા દાંત કમજોર હોય તેમણે લીંબુના રસ વડે દાંત પર માલિશ કરવાથી દાંત સ્વંચ્છ., તંદુરસ્ત બને છે.
હરસ-મસા :- રાત્રે એક લીંબુની છાલને થોડાં ઠંડા પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
મોંના ચાંદા :
લીંબુના રસનાં કોગળા કરવાથી રાહત મળે છે.
લીંબુમાં ત્વંચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે.તે દરેક ફોલ્લી ઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
No comments:
Post a Comment