Pages
- Home
- YOUR INFORMATION
- GUJARATI BLOG
- NEWS PAPER
- SCHOOL ACTIVITIES
- CHILDREN'S SONGS/POEMS
- VOTER LIST
- WINDOWS -7, 8, XP
- CHILDREN VIBHAG
- SCHOOL LETTERS
- QUIZ SECTION
- CREATE FREE BLOG & WEBSITE
- SOMETHING NEW
- LIVE CRICKET
- SCHOOL PATRAKO / REGISTER
- SCHOOL ACTIVITY-SLIDE SHOW
- PRAYER-BHAJAN-AARTI
- PRAGNA
- ECHO CLUB - ADAPTUS
- BALA PROJECT
- WEBSITE - BLOG
- SOCIAL MEDIA MSG
- ABOUT US
- MY KUTCH
- DOWNLOAD
Highlight Of Last Week
- Last-Mile Delivery: Challenges and Innovations in US Logistics
- Std-3,4,5 PARINAM_2019_20_V.3.0_ધોરણ-૩,૪,૫ ના પરિણામ પત્રકો
- The Growing Importance of Shipping Analytics: Data-Driven Decisions
- Shruti Font: What is Gujarati / Hindi Shruti Font? Download and install on your computer.
- Govt Scheme: Gujarat Government's Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022 Required Forms, Information, Documents, Office Contact
- Download PUC Certificate Online
- View / Download Voter List_मतदाता सूची देखें / डाउनलोड करें
7/6/16
आषाढी बीज (कच्छी नवुं वर्ष)
✏.....
आषाढी बीज (कच्छी नवुं वर्ष)
❛❛ મીઠો અસાંજો કચ્છ,
મીઠા અસંજા માંડું,
મીઠી અસાન્જી ગાલીયું,
અને મીઠી અસાન્જી પ્રીત ,
*"હેપ્પી અસાઢી બીજ"*
મડીકે નયે વરેજી વધાયું. ❜❜...✍
♡Happy Kutchi new Year ♡
*❛❛ जय माधव ❜❜*
ⓡ.ⓚ.ⓖⓞⓨⓐⓛ
3/16/16
3/15/16
માનવશરીરનાં રહસ્યો વિશે જાણીએ.
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો વિશે જાણીએ...
ઘણી વખત માનવ શરીર વિશે વિચાર આવતા હોય છે તે કઇ રીતે કામ કરતું હશે રોજિંદા જીવનમાં આપણું શરીર શું અને કેટલું કામ કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.- માનવશરીરનાં રહસ્યો
• આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલીની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.
• આપણી ત્વચાનું વજન ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી.થી ઢંકાયેલું હોય છે.
• શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્રારા જ ખર્ચ થાય છે.
• શ્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ નથી થતું.
• માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.
• રક્તનો તરલ ભાગ પ્લાઝમા કહેવાય છે.
• સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન ૨૫ થી ૧૨૫ વાળ ઊતરે છે.
• આપણું દિલ એક મિનિટમાં ૭૦ વાર અને એક દિવસમાં એક લાખ થી પણ વધુ વાર ધડકે છે.
• ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ ૩૨૨ કિલોમીટર પ્રતિઘંટાની રફતારથી ચાલે છે.
• આપણે એક જ દિવસમાં લગભગ ૨૦ હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ.
• બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં ૧૬૦ કિમી પ્રતિકલાકની સફર તય કરવી પડે છે. તેની રફતાર એક ભાગતી ટ્રેનની ગતિના બરાબર હોય છે.
• પ્રતિદિન લાખ મસ્તિષ્કની કોશિકાઓ ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ ૧૦૦ બિલિયન (એક અરબ) કોશિકાઓ હોય છ.
• એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ સવા લિટર પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.
• આપણું મગજ દસ હજાર વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.
• સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. આઠ કલાકની નિંદ્રામાં ૬૦ ટકા તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ.૧૮ ટકા ઘેરી નિંદ્રા લઇએ છીએ તો ૨૦ ટકા સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.
• આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે ૯૦૦ પેન્સિલ ભરાઇ જાય. એટલી વસા હોય છે કે ૭૫ મીણબત્તી બની શકે. અને એટલું ફોસ્ફરસ હોય છે કે ૨૨૦ માચીસની દીવાસળી બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી ૭.૫ મીટરની ખીલી બની શકે.
• વિશ્વમાં સર્વાધિક માત્રામાં ૪૬ ટકા મળનારું બ્લડગુ્રપ ‘ઓ’ છે.
• આપણું પેટ પ્રતિદિન ૨ લિટર હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર પાંચ લાખ કોશિકાઓ હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.
• આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ છે.
• પ્રોટીન શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.
• માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર ૦.૭ મિલી મીટર હોય છે.
• સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ ટેલિવિઝન જોવાની સરખામણીમાં વધુ સક્રિય હોય છે.
• એક સામાન્ય માણસ જીવનમાં લગભગ ૬૦ હજાર પાઉન્ડ ખાવાનું આરોગે છે.
• આપણું જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું હોય છે. એનું કારણ હૃદયનું સ્થાન અને આકાર છે.
• એક સામાન્ય વ્યક્તિ પોતાના સાઠ વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિલોમીટર જેટલું ચાલે છે.
• માનવ જીવનમાં વધુ સમય સુધી જીવિત રહેનારી કોશિકા બેન કોશિકા છે તે જીવનપર્યંત જીવે છે.
• મનુષ્ય એક જ શ્વાસમાં ૫૦૦ મિલીમીટર હવા ખેંચે છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
3/14/16
પર્ણનું આલ્બમ (LEAF ALBUM) બનાવવું.
પર્ણનું આલ્બમ (LEAF ALBUM) બનાવવું.
શાળામાં કરવી શકાય તેવી પ્રવૃત્તિ... પર્ણનું આલ્બમ (LEAF ALBUM) બનાવવું. બાળકોને ખૂબ મઝા પડે અને કુદરતમાં રસ લેતા થાય તેવી એક પ્રવ્રૂત્તિ આજે અહીં મૂકી છે. આપ આપની શાળામાં કરવો...એવી આશા
(1). એક સરખા માપના ૨૫-૩૦ ડ્રોઇંગ પેપર લાવવા.તેની ચારે બાજુએ લાઇન દોરી બાઉન્ડ્રી બનાવી દેવી. અને ડ્રોઇંગ પેપર આડું રાખી ઉપરના ભાગમાં શીર્ષક લખવાની જગ્યા બનાવવા આડી લીટી દોરી દેવી.
(2). મોટા ઝાડના મજબૂત, મોટા પાન પસંદ કરવા અને બે જ પાન તોડવા.મોટા ઝાડ જેવા કે પીપળો, વડ, બદામ, આંબો, આસોપાલવ, જાંબુ, રબર પસંદ કરી શકાય.
(3). હવે એક પાનને ડ્રોઇંગ પેપર પર મૂકી પાનાની ફરતે પેન્સીલથી બાઉન્ડ્રી દોરી દેવી.પાનની આ પહેલી આકૃતિ થશે.
(4). હવે પહેલી આકૃતિની બાજુમાં ફરી તે જ રીતે પાનની બીજી આકૃતિ દોરો.
(5). હવે બીજી આકૄતિની બાજુમાં પાનની ત્રીજી આકૃતિ દોરો.
(6). હવે પહેલી આકૃતિ પર ફેવીકોલ લગાડીને એક પાન બરાબર ચોંટાડી દો.
(7). હવે બીજી આક્રૂતિમાં પાનાની બરાબર મધ્યમાં દેખાતી હોય તેવી મુખ્ય નસ(શિરા)પેન્સીલથી દોરો અને તેમાંથી નીકળતા બીજા ફાંટાઓ દોરો. તેમાં પીળી સ્કેચપેન કે પીળી પેન્સીલથી પીળૉ રંગ પૂરો. અને પાનના બાકીના ભાગમાં લીલો રંગ ભરો.જુઓ, તમે ચોંટાડ્યું છે તેવું જ પાન દેખાય છે ને????
(8). હવે છેલ્લી આકૃતિમાં માત્ર પેન્સીલનો ઉપયોગ કરી પાનની મુખ્ય નસ અને તેમાંથી નીકળતા બારીક ફાંટાઓ પણ દોરો.
(9). આ રીતે તમારી પાસે પાનનો પરિચય તૈયાર થશે. પણ હજી તો કામ બાકી જ છે.
(10). હવે બીજું પાન હાથમાં લઇ પ્રકાશ સામે ધરો અને જુઓ. તેમાં જાળી જેવી નસો દેખાશે.તેને પાનનું કંકાલતંત્ર કહેવાય.
આપણા શરીરમાં જેમ હાડકાનું બનેલું કંકાલતંત્ર હોય છે જે આપણને ટટાર રાખે છે તેમ પાનમાં પણ આ કંકાલતંત્ર જેવું કામ કરે છે અને પાનને ટટાર રાખે છે. વળી આ બધી નળીઓ કે શિરાઓ ખનીજ ક્ષારો, પાણી અને ખોરાકનું વહન પણ કરે છે. જે નળીઓ ક્ષાર અને પાણીનું વહન કરે તેને જલવાહીની કહેવાય અને જે ખોરાકનું વહન કરે તેને અન્નવાહિની કહેવાય.
આ નળીઓને જ જો જોવી હોય તો તેની ત્રણ રીતો છે. જે નીચે લખી છે. પણ બાળકો, આ રીતોથી પ્રયોગ કરવા તમારે તમારા શિક્ષક કે માતા-પિતાની મદદ લેવી પડશે.
પાનની નળીઓ કે શિરાઓ જોવા માટેની પધ્ધતિ :
(1). એક જુના માટલા કે નકામા વાસણમાં થોડું ગરમ પાણી ભરો. તેમાં થોડું છાણ નાંખો,થોડી માટી અને થોડું ખાતર નાંખો. કોઇ સળીયા કે લાકડીથી તેને બરાબર હલાવો. હવે તમે પસંદ કરેલા બીજા પાનને આ વાસણના પાણીમાં ડુબાડી દો. વાસણને ૧૦-૧૫ દિવસ મૂકી રાખે. દિવસમાં એક વખત લાકડીથી હળવેથી હલાવજો ખરા.૧૦-૧૫ દિવસ પછી તે પાન સડી જશે અને તેને બહાર કાઢી બારીક બ્રશ ફેરવતા પાનની નળીઓ ચોખ્ખી દેખાશે.
(2). એક નકામા વાસણમાં અડધું વાસણ ભરાય તેટલું પાણી બહ્રો. તેમાં એક નાની ચમચી બેકીંગ પાવડર અને એક નાની ચમચી સાજીખાર(ખાવાનો સોડા) પાવડર નાંખો. લાકડીથી બરાબર હલાવી તેમાં તમે પસંદ કરેલા પાન ડુબાડી દો. તેને ૫ થી ૮ દિવસ મૂકી રાખો. આ સમય પછી પાનને બહાર કાઢી જોશો તો પાનની નસો ચોખ્ખી દેખાશે.
(3). એક વસણમાં ઉપર લખ્યું છે તેમ સાજીખાર,બેકીંગ પાવડર નાંખેલું પાણી લઇ તેમાં પાનને ડુબાડી ફાસ્ટ ગેસ પર ઉકાળો. પાન સાવ નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો. પછી ધીમા ગેસે તેને ઉકળવા દો. પાનને બહાર કાઢી તેને બ્રશથી સાફ કરી જુઓ.બધી નસો ચોખ્ખી દેખાશે.
બીજી અને ત્રીજી રીતમાં સોડા સાથે કામ કરવાનું હોવાથી હાથ પર પ્લાસ્ટીકનાં મોજા જરૂર પહેરવા અને કોઇ મોટા માણસની હાજરીમાં જ આ પ્રયોગ કરવો.
અહીં નીચે અમે બાળકો પાસે જે કામ કરાવ્યું તેના ફોટા મૂકું છું જેથી તમને ખ્યાલ આવશે.
ડ્રોઇંગ પેપરનાં મથાળે જે પાન લો તેનું નામ લખી દેવું અને નીચે પાનની વિગત લખવી જેમકે.
(1). પાનની દાંડી
(2). પાનનો આકાર
(3). પાનની કિનારી
(4). પાનની સપાટી
(5). પર્ણાગ્ર(પાનનો આગળનો છેડો)
(6). પાનની શિરાઓ
આપણે પીપળાના પાનની વિગત લખીએ તો આમ લખાય :
(1). પાનની દાંડી-સદંડી(પાન દાંડીવાળું છે)
(2). પાનનો આકાર-હ્રદયાકાર(હ્રદય જેવો આકાર)
(3). પાનની કિનારી-સળંગ
(4). પાનની સપાટી-લીસી કે સુંવાળી
(5). પર્ણાગ્ર-લાંબી અને અણીદાર
(6). પાનની શિરાઓ-જાલાકાર(જાળી જેવો આકાર)
....... આવી રીતે ઘણા બધા મોટા પાન પસંદ કરી ચાર્ટસ બનાવો.
....... આ તમારું પર્ણનું આલ્બમ(LEAF ALBUM) તૈયાર થયું. દરેક ડ્રોઇંગ પેપેર પર તમારું નામ લખવાનું ન ભૂલશો....
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
કેટલુંક જાણો...નાના છ-સાત માસના બાળકને કેમ રમાડવું..?
કેટલુંક જાણો... નાના છ-સાત માસના બાળકને કેમ રમાડવું..?
નાના છ-સાત માસના બાળકને કેમ રમાડવું એ ઘર-ઘરનો અગત્યનો સવાલ છે અને તેના ઉકેલ માટે જો દષ્ટિ હોય તો ઉપાય પણ છે જ. ઊંઘ અને આહાર પછીની આ બાબત એટલી મહત્વની છે કે તેમાં જો આપણે પૂરતી કાળજી ન લઈ શક્યા તો બાળકનો યોગ્ય ઉછેર નહિ થઈ શકે. બાળકને ઉછેરવું એટલે તેને સાચવવું એ ખ્યાલ ગલત છે. ઉછેર એ શબ્દ પર તમે તમારી ચિંતનશક્તિને કેન્દ્રિત કરશો તો તમને એ શબ્દનો સાચો રણકો અવશ્ય સંભળાશે.
આ રમત એટલે રમવા માટેનો થતો ભાવ ! એ શું હશે ? એ માનવ સર્જિત નથી, કુદરત-પ્રેરિત છે. રમકડાં અને રમતગમતનાં સાધનો માનવીએ સર્જ્યા કેમ કે તે સભ્યતા અને સંસ્કૃતિ ધરાવે છે. પણ પશુ-પંખી અને કીટપતંગ કે જેમની પાસે સભ્યતાની કંઈ સામગ્રી નથી તેમનામાં પણ આ રમતની પ્રવૃત્તિ, અવલોકન કરશો તો, જરૂર જોવા મળશે. પેટ ભરાયું હોય, ઊંઘ લઈ લીધી હોય, તેવું બાળક પોતાના ચેતન પ્રમાણેની રમત શોધી જ લે છે; અને બાળકની પ્રાણશક્તિનું માપ પણ આપણે તેના આ પ્રકારના વલણથી જ કાઢીએ છીએ. પ્રાણવાન બાળક કોને કહીશું ? જે આવી રમતો અને પ્રવૃત્તિઓ ખોળી લે છે તેને જ. પોતામાં રહેલી ચેતનાને તોળવા-કસવાનો કસબ બાળક અંત:પ્રેરણાથી જ જાણે છે અને આપણે તેની મૂક અપેક્ષા સમજી ઘટતા વાતાવરણ અને સામગ્રી ગોઠવી આપવાનાં રહે છે. આ વાત લક્ષમાં રાખી આપણે છ-સાત માસનાં બાળકોને નીચેની રીતો અને વિધિઓથી રમાડી શકીએ :
(1). દાંત આવવાને હજુ બે-ત્રણ માસની વાર હોય છે, પણ તેનાં પેઢાં આ કાળમાં ખરા થતાં હોય છે. લીલું તાજું દાતણ, રાડું, જાડી સૂતરની દોરી, નરમ લાકડાની પટી, દાણા કાઢેલી ચોળીની શીંગ, ગુવારની શીંગ, નારંગી જેવા ફળની જાડી છાલ વગેરેમાંથી કંઈ ને કંઈ તેના વિકસતા પેઢાને ખરા કરવા માટે ઉપયોગી થઈ પડશે. આ ચીજોને ચગળવી-કચરવી અને એ રીતે પેઢાંને વિકાસક્ષમ કરવાં એ બાળકનું સ્વાભાવિક વલણ છે.
(2). ઘોડિયાની ઈસ પર મંજીરાની જોડ લટકાવવી. બંને મંજીરાને બાળકના હાથ આંબી શકે એટલા અદ્ધર રાખવા. બાળક પોતાના હાથથી મંજીરાને વેગ આપશે. મંજીરા અથડાશે તો તેનો રણકાર તેની કર્ણેન્દ્રિયને આકર્ષશે. મંજીરા ઝૂલશે તે તેની આંખને જરૂરી કસરત આપશે. મંજીરાને પકડવાના વલણમાં જે બેઠા થવાનું વલણ છુપાયેલું છે તેમાં સુવિધા-સમયની અને શક્તિની આણશે.
(3). દીવાલની ખીંટી પર એવી ચીજો તે સમય પૂરતી બાંધવી કે લટકાવવી કે જેને બાળક પકડી-ખેંચી શકે, ઝુલાવી શકે. આંગળાથી ખભા સુધીના સ્નાયુ કસાવા ઉપરાંત માનસિક શ્રદ્ધા અને દઢતા માટે પણ આ રમતથી યોગ્ય ભૂમિકા ઊભી થશે.
(4). ઝૂલા કે હિંચકા પર તેના પગને એ રીતે ટેકવો કે પોતે આપેલા વેગથી તે સાધારણપણે ગતિમાન થાય. બાળકને ઉપરના ભાગથી આપણે પકડી રાખેલું હોય. પગના સ્નાયુબળ માટે આ રમત ઉપયોગી છે.
(5). ફરસ લીસી હોય તો બાળકને ઉપરના ભાગથી પકડી રાખી નાના સ્ટૂલ કે નાની પાટલી પર ઊભું રાખો. બાળક બળૂકું હશે તો પોતે ઊંચું નીચું થતાં જ પગના જોરે તે સ્ટૂલ કે પાટલી લસરવા લાગશે. જો કે આપણે પાછળ પાછળ લંઘાવું પડશે પણ બાળકની શક્તિનું માપ નીકળશે, બાળકને પોતાના સ્નાયુબળનો આનંદ મળશે.
(6). આંગળા પહોળા રહે તેમ પંજામાં આવી શકે તેવી ચીજો ઉથલાવવા પથલાવવા આપવી.
(7). પાટી ભરેલા ઢોલિયા પર બાળકને સુવાડવું. ઢોલિયા નીચેથી તેને એ રીતે ધક્કો આપવો કે બાળક જરા જેટલું ઊલળે-ઊછળે. આ હળવી કસરત છે અને પ્રમાણમાં આનંદ સારો આપે છે.
(8). એ જ રીતે બાળકને ઢોલિયા પર સુવાડેલું રાખી, બીજું દશેક વર્ષનું બાળક તે ઢોલિયા પર કૂદ્યા કરશે તો તેની આ બાળકને ઊછાળા મળશે. તેનાથી બાળક ખડખડાટ હસશે અને પોતાને રમાડનાર પ્રત્યે મનોભાવ પણ કેળવશે. આ બંને વખતે બાળક પડી ન જાય તેનો ખ્યાલ રાખવો જ.
(9). આવળનાં ફૂલ નાજૂકાઈથી ચૂંટી શકાય તેવાં હોય છે. આવડાં બાળકને માટે તે શક્ય હોય છે. તેનાં આંગળી અંગૂઠા માટેની તે હળવી કસરત બનશે.
(10). ઘરમાં લાઈટના મીટરના કબાટ પર કે એવી કોઈ જગ્યાએ લાંબા કે ચોરસ ખોખાનું બારી-બારણાવાળું ઘર ચકલાં માટે રાખવું. ચકલાં ત્યાં પોતાનો માળો કરે. ચકલીઓનું આવાગમન-ઉડ્ડયન અને ચીંચકાર બાળકને જોવાં-સાંભળવાં ગમશે. અને ચકલીઓનો અવાજ જે દિશામાંથી આવતો હશે તે દિશા પારખવામાં, તે તરફ ડોક ફેરવી નજર કરવામાં, આ ચકલીઓ જ ખરી તાલીમ પૂરી પાડશે.
(11). મૂઠીમાં આવી શકે તેવી ચીજો તેને આપવી. જેમકે નાના બટેટા, મોટી સોપારી, નાના કાચા ટામેટાં, નાનું લીંબુ વગેરે. તમામ આંગળાનો ઉપયોગ આથી કાર્યક્ષમ બનશે. આ બધી રમતોમાં આપણે તેની સાથે જ છીએ, કેમ કે બાળકની ઉંમર હજુ આપણા આધાર વિના બેસવાની કે પ્રવૃત્તિ કરવાની થઈ નથી. વળી મોંમાં ન નાખે તે પણ જોવાનું જ.
(12). આરામ ખુરશીમાં બાળકને રાખી, કપડાના નીચાણ તરફના ભાગને આપણા બે હાથ વડે દબાવી બાળકને ઝૂલવી શકાય. ફરસ લીસી હોય તો આરામ ખુરશીને હડસેલી, ફેરવી શકાય. પણ એ કરતાં ય કપડાંને બે હાથ દબાવી તેને ઝોળો આપવાની રમતમાં તેને આનંદ મળે છે અને તે પડી ન જાય તેની કાળજી સરળતાથી રહે છે.
(13). અભરાઈ કે ઘોડા પર વાટકા અઘખોલા અવળા એ રીતે રાખો કે જેથી બાળક પોતાની આંગળીઓ નીચેથી નાખી તેને આધારે વાટકા ખેસવી લે અને પોતાની ચપટીમાં ઊંચકી લે. વજન ઝીલી લેવા માટેની આ ‘અવળચંડી’ પ્રવૃત્તિનો વેંત કરવા જેવો છે.
(14). રેડિયોના બટન ફરતા આંગળાનાં ટેરવાં ફેરવવાની તક આપવી. આંગળીના સ્નાયુના હલનચલન માટે આ અને આવી રમતો દેખાવમાં મામૂલી લાગે તેવી છે, પણ ઉપયોગી નથી એમ નહિ.
(15). તેને સહેજ ઊંચા સ્ટૂલ પાસે ઊભું રાખીએ તો ટટ્ટાર થવાની ઝળૂંબવાની, ઊઠબેસ કરવાની કસરત જો તે અંત:પ્રેરણાથી કરે તો કરવા દેવી. બાળકને કેડેથી આપણે પકડી રાખવું-પોલે હાથે.
(16). ચોપડી, થાળી જેવી ચીજો તેના આંગળા વડે પકડવા દેવી. તેના હાથમાંથી તે ચીજ પડે કે તરત આપણે ઝીલી લેવાની તકેદારી રાખવી. થાળી પડે તો તેના અવાજથી બાળક ચમકે. માટે બાળક ભલે તે ઊંચકવા માટેની પોતાની શક્તિ અજમાવે, પણ પળ બે પળથી વિશેષ બાળક તેને પકડી ન રાખી શકે. એ એની મર્યાદા છે. સમય જતાં એ મર્યાદા પણ બાળક આપોઆપ વટાવી જશે.
(17). બાળક ઊંઘ લીધા બાદ આનંદ-સંતોષના લલકાર-ઉદ્દગાર કરતું હોય તો આપણે તેમાં ખલેલ ન કરવી.
(18). લોટામાંથી કે પ્યાલામાંથી પડતી પાણીની ધાર જોવાનો આનંદ આપવો.
(19). તેના હાથ પહોંચી શકે તેવડી ડોલ લેવી. પાણી ભરવું. એક કપડું ડુબાડવું. બાળક કપડાંનો છેડો પકડી પાણીમાં ઝબોળ્યા કરશે ને મજા લેશે. ડોલ ઊથલી ન પડે તેની કાળજી રાખવી.
(20). આપણી બોલવાની, જમવાની, ચાલવાની, કામ કરવાની, ઊઠવા બેસવાની – હરેક ક્રિયાઓ બાળકની નજરે પડે – બાળક પોતાની નજર દર્શન અને શ્રવણ અનુસાર ફેરવે એવા સ્થળે બાળકને રાખવું.
(21). આપણું મોં ઘડીક છુપાવવું – ઘડીક દેખાડવું. એ રમતથી બાળક ખિલખિલ હસશે.
(22). પોતાના પંજાની થાપ આપણી હથેળી પર, આપણી પીઠ પર અને છેવટે નાની ખંજરી પર આપે તેમ કરવું. આ કાળે પોતાની મૂઠીની થાપ પોતાના પેટ પર બાળક આપતું હોય છે. પોતાના પગનાં તળિયાં મોં સુધી લાવી પગનો અંગૂઠો મોંમાં પણ લે છે. આ બધું, બે હાથ-બે પગની મદદથી ચાલવાનું છે, તેની પૂર્વતૈયારી રૂપે છે.
(23). શિયાળાની સવારના તડકામાં તેને તેલ માલીશ કરીને રાખવું. એ રીતે રાખશો કે દીવાલ પર તેનો પડછાયો પડે, એ પડછાયાથી આકર્ષાઈ ઊઠ-બેસની ઝળૂંબવાની, હાથ હલાવવાની ક્રિયાઓ-કસરતો સહજ ભાવથી તે અવશ્ય કરશે.
(24). હાથમાં કાગળ-છાપાનો કે કોઈ બીજો કાગળ આપો. બે હાથે તે ખેંચવાની અને ખેંચવાથી થતો અવાજ સાંભળવાની તેને મજા આવશે. પોસ્ટકાર્ડ જેવું પાતળું પૂઠું વાળવા-મચળવાની મજા પણ તે લઈ શકશે.
(25). વાહનોની અવરજવરમાં ગતિ અને ધ્વનિ બાળકને આકર્ષે છે. પવનની લહેરથી ઝૂલતી ડાળ પરનું ફૂલ જોવું તેને ગમશે. પાંદડાંનો મર્મર ધ્વનિ કે ઝાડની ડાળ પર લટકતી સુકાયેલી શીંગમાં ઝૂલવાને કારણે ખખડતા બીનો તાલબદ્ધ ધ્વનિ તો તે કાન દઈને સાંભળશે જ. ઘૂઘરાની શોધ તે પરથી જ થઈ હશે. પ્રયત્ન હશે તો ડોક ઊંચી કરી, હાથ લંબાવી, બાળક તે શીંગ હાથમાં લેશે, ખેંચશે અને ડાળખી નમશે એટલે એનો આનંદ અનુભવશે. તૂટશે તો પણ આનંદ અનુભવશે. આ માટે આવળનો છોડ અનુકૂળ રહેશે.
(26). હિંડોળા કે ખાટ પાસે નાનું સ્ટૂલ રાખી બેસો. બાળકને ખોળામાં રાખી તેના પગ ખાટને ધક્કો આપી શકે તે રીતે ગોઠવાઓ. બાળક અમથું ય હાથ-પગ હલાવતું હોય છે. પણ આ ક્રિયાથી-પોતાના પગ લંબાવવાથી – ખાટ હડસેલાઈ તે વિશે તે સભાન કે સજાગ ન હોય, પણ જો આ ક્રિયા તેના ગજા પ્રમાણેની હશે તો એનું શારીરિક અને માનસિક ફળ છે જ...
આવડા બાળક માટેની આવી રમતો દષ્ટિ હોય તો યોજી શકાય. ઘરમાંની સામગ્રીનો બાળકની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે રમતની દષ્ટિથી ફુરસદની વેળાએ તખ્તો ગોઠવવો જ જોઈએ અને બાળક વાળા માટે તો ફુરસદનો એ જ ઉત્તમ ઉપયોગ હશે. વિચાર કરો, બાળકને નોકરને સોંપી શકાય ખરું ? સિવાય કે નોકર બાળકને રમાડવાની આ દષ્ટિથી કેળવાયેલો હોય. નોકરને રાખતાં પહેલાં આપણે એમ કેમ નહિ પૂછતાં હોઈએ : ‘ભલા, બાળકને રમાડતાં તને આવડે છે ?’ બાળકને રમાડવું એ કળા અને શાસ્ત્રીયતા માગી લે છે. બાળકને રમાડવું એટલે તેના ફરતા ચેતનને વાતાવરણ અને સામગ્રીથી સીંચવું. આવી શુદ્ધતામાં છુપાયેલી વિશેષતા તરફ મેં તમારું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ખવડાવી-પીવડાવી મોટું કે તગડું કરવું એ જ બાળઉછેરનો ઉદ્દેશ નથી. તેના સ્નાયુ અને તેના પ્રાણની કાર્યક્ષમતા અને ચેતનક્ષમતા અનુસાર તેને કંઈક ને કંઈક ઊંઘ અને આહાર સિવાયની પળેપળમાં મળતું જ રહે તે આપણે આગ્રહપૂર્વક અને જાગ્રતપણે જોતાં, વિચારતાં અને આચરતાં રહેવું જોઈએ.
(“રીડગુજરાતી” અને “બાલમૂર્તિ”સામાયિકમાંથી સાભાર.)
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
જાણો માનવ રંગસૂત્રો વિશે..
જાણો માનવ રંગસૂત્રોનો અભ્યાસ
(1). રક્તસંવર્ધન પધ્ધતિ.. અને
(2). પેશીય સંસ્કરણ પધ્ધતિ
(1). રક્તસંવર્ધન પધ્ધતિ
આ પધ્ધતિમાં મનુષ્યના રૂધિરનો ઉપયોગ થાય છે.રૂધિરમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે.તેમાંથી માત્ર શ્વેતકણોમાં જ કોષકેન્દ્ર હોય છે. જો આપણે રંગસૂત્રો જોવા હોય તો એવો કોષ પસંદ કરવો પડે કે જેમાં કોષકેન્દ્ર હોય. આ પધ્ધતિ નીચે પ્રમાણે કાર્ય કરે છે.
(1). સૌ પ્રથમ સ્ટરીલાઇઝ(જંતુમુક્ત) ઇંજેક્શનની મદદથી ટેસ્ટટ્યુબમાં ૫(પાંચ)મી.લી રૂધિર લો.જંતુમુક્ત એટલા માટે કે કોઇ ઇન્ફેક્શન લાગુ ન પડે અને પાંચ મી.લી. એટલા માટે કે તે પૂરતો જથ્થો છે.
(2). તેમાં એક નાની ચપટી ભરીને એમોનિયમ ઓક્ઝલેટ ઉમેરવામાં આવે છે જેથી રૂધિર પ્રવાહી જ રહે, ગઠ્ઠો ન થઇ જાય
(3). તેને નીચા તાપમાને(રેફ્રીજરેટરમાં)મૂકો કેમે કે તેનાથી ભારે એવા લાલરંગના રક્તકણ નીચે બેસી જશે અને રંગવિહીન શ્વેતકણયુક્ત પ્રવાહી ઉપર રહેશે.
(4). હવે શ્વેતકણવાળું પ્રાવહી બીજી ટેસ્ટટ્યુબમાં નિતારી લો. અને રક્તવાળો ભાગ ફેંકી દો.
(5). હવે શ્વેતકણવાળા પ્રવાહીમાં ફાયટોહીમેગ્લુટાનીન(કઠોળ જેવા વર્ગની વનસ્પતિમાંથી મેળવેલ દ્રવ્ય) ઉમેરો. કેમકે ફાયટોહીમેગ્લુટાનીન સંવર્ધન માધ્યમ છે એટલે તે મળતાં કોષો વિભાજન પામશે.
(6). ટેસ્ટટ્યુબને ૩૭ ડીગ્રી સેલ્સીયસ તાપમાને ૭૨ કલાક સુધી ઇનક્યુબેટરમાં મૂકો કેમકે કોષ વિભાજન માટે આટલું તાપમાન જરૂરી છે અને ઈન્ક્યુબેટરમાં એટલા માટે કે સતત આ તાપમાન જળવાઇ રહેવું જોઇએ. આમ કરવાથી કોષ વિભાજન શરૂ થશે અને તેની વિવિધ અવસ્થાઓ આપણને જોવા મળશે.સૌથી સારા રંગસૂત્રો મધ્યાવથામાં જોવા મળે છે.
(7). હવે તેમાં કોલ્ચૉસીન નામનું રસાયણ નાંખો જેથી રંગસૂત્રો મધ્યાવસ્થામાં જકડાઇ જશે.
(8). આટલા બધા રસાયણો ભેગા થવાથી આખી ટેસ્ટટ્યુબ ભરાઈ જશે એટલે હવે તેને સેન્ટ્રીફ્યુઝ કરો જેથી કોષો બધા જ નીચે બેસી જશેઅને પ્રવાહી ઉપર રહેશે. આપણે કોષોની જરૂર છે આથી હવે ઉપરનું પ્રવાહી નિતારી લઈ ફંકી દો અને તેથી હવે ટેસ્ટટ્યુબમાં માત્ર કોષો જ રહેશે.
(9). હવે તેમાં નિમ્ન આસૃતિદાબવાળું પ્રવાહી-હાઇપોટોનીક (Hypotonic) દ્રાવણ નાંખો જેથી કોષો ફૂલશે.
(10). હવે તેને માઇક્રોપીપેટમાં લો અને ખૂબ ઉંચેથી સ્લાઇડ પર ટીપું પાડો.માઇક્રોપીપેટ એટલા માટે કે તેથી ખૂબ નાનું ટીપું પડશે અને ઉંચેથી એટલા માટે કે તેથી કોષો ફાટશે અને સ્લાઇડ પર રંગસૂત્રો છૂટાછવાયા પડશે.
(11). હવે સ્લાઈડપર અભિરંજક નાંખો જેવાંકે એસીટોકાર્મીન, ઍસીટૂર્સીન વિગેરે…આથી રંગસૂત્રો રંગીન બનશે અને માઇક્રોસ્કોપમાં સરળતાથી જોઇ શકાશે.
(12). હવે સ્લાઇડ પર કવરસ્લીપ મૂક્યા વગર માઇક્રોસ્કોપના હાઇ પવરમાં જુઓ.
(13). માઇક્રોસ્કોપ પર કેમેરા ગોઠવીને રંગસૂત્રનો ફોટોગ્રાક લો.
(14). હવે આ ફોટામાંથી રંગસૂત્રોને કાપો
(15). રંગસૂત્રોનાં સમુહોની ગોઠવણી પધ્ધતિ પ્રમાણે રંગસૂત્રો ગોઠવો. જેને કેરીયોટાઇપ કહેવાય છે.
(2). પેશીય સંસ્કરણ પધ્ધતિ
આ પધ્ધતિમાં શરીરના કોઇ ભાગમાંથી પેશીકોષો લેવાનાં હોય છે.
(1). આ માટે તમારા સર્જનને મળી જ્યારે કોઇનું ઓપરેશન કરાય ત્યારે થોડા પેશીકોષો મેળવી લો.
(2). હવે તેમાં ફાયટોહીમેગ્લુટાની નાંખો બાકીની આખી જ રીત ઉપર લખ્યા પ્રમાણે કરો.
હવે જ્યારે રંગસૂત્રોની ગોઠવણી કરવાની હોય(કેરીયોટાઇપ બનાવવાનો હોય) ત્યારે સૌ પ્રથમ રંગસૂત્રનાં પ્રકારો અને તેનાં સમૂહોની આપણને માહિતી હોવી જોઇએ.
રંગસૂત્રનાં પ્રકારો ચાર પ્રકારનાં રંગસૂત્રો હોય છે.
(1). મેટાસેન્ટ્રીક
(2). સબમેટાસેન્ટ્રીક
(3). એક્રોસેન્ટ્રીક
(4). ટીલોસેન્ટ્રીક
(1). મેટાસેન્ટ્રીક રંગસૂત્રો
આ પ્રકારમાં રંગસૂત્રની બંને ભૂજાઓની બરાબર મધ્યમાં સેન્ટ્રોંમીયર આવેલું હોય છે, તેથી તેની બંને ભૂજાઓ સમાન હોય છે.
(2). સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો
આ પ્રાકરમાં સેન્ટ્રોમીયર થોડું ઉપરની બાજુ હોય છે. આથી ઉપરની ભૂજા નાની(લઘુભૂજા)અને નીચેની ભૂજા મોટી(દીર્ઘભૂજા)હોય છે
(3). એક્રોસેન્ટીક રંગસૂત્રો
આ પ્રકારમાં રંગસૂત્ર સબમેટાસેન્ટીક જેવા જ દેખાય છે પણ તેની લઘુભૂજા પર સેટેલાઇટ આવેલું હોય છે.
(4). ટીલોસેન્ટ્રીક રંગસૂત્ર
આ પ્રકારમાં સેન્ટ્રોમીયર સૌથી ઉપરની તરફ હોય છે.અલબત્ત આ પ્રકારનાં રંગસૂત્રો મનુષ્યમાં જોવા મળતા નથી.
રંગસૂત્રનાં સમુહો
૧,૨,૩ જોડનાં રંગસૂત્રો-મોટા કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્ર-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૪,૫ જૉડનાં રંગસૂત્રો-મોટા કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્ર-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો.
૬ થી ૧૨ જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-સાત જોડ એટલે કે કુલ ૧૭ રંગસૂત્રો.
૧૩-૧૪-૧૫ જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૧૬-૧૭-૧૮ જોડનાં રંગસૂત્રો-નાના કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૧૯-૨૦ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલેકે કુલ ૪ રંગસૂત્રો.
૨૧-૨૨ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો.
૨૩ મી જોડનાં રંગસૂત્રો-એક જોડ એટલે કે બે રંગસૂત્રો.
જો આ જોડમાં બંને રંગસૂત્રો મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રીક હોય તો તે માદાનાં(સ્ત્રીનાં)રંગસૂત્રો હોય છે.
જો આ જોડમાં એક રંગસૂત્ર મધ્યમ કદનું સબમેટાસેન્ટ્રીક અને બીજું અત્યંત નાના કદનું એક્રોસેન્ટ્રીક હોય તો તે નરનાં (પુરુષનાં) રંગસૂત્રો હોય છે.
કેરીયોટાઇપનાં ઉપયોગો...
(1). આ રીતે કેરીયોટાઇપથી કોઇ પણ વ્યક્તિની જાતિ નક્કી કરી શકાય છે.
(2). કોઇપણ અજ્ઞાત વ્યાક્તિ પુરુષ છે કે સ્ત્રી તે જાણી શકાય છે.
(૩). ગર્ભાશયમાં રહેલા બાળકની જાતિ નક્કી કરી શકાય છે.
(4). જો ગર્ભાશયમાં રહેલા બાળકમાં કુલ ૪૬ થી વધુ કે ઓછા રંગસૂત્રો હોય તો તે બાળક વિકૃત જન્મવાની શક્યતા રહેલી હોય છે. આ પધ્ધતિથી ગર્ભ સામાન્ય છે કે વિકૄત તે જાણી શકાય છે.
(5). ખૂન,હત્યા જેવા ગુનામાં ગુનેગાર પુરુષ છે કે સ્રી તે જાણી શકાય છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
1/24/16
બાલસૃષ્ટિ - ૨૦૧૫ ના અંકો ડાઉનલોડ કરો.
બાલસૃષ્ટિ - ૨૦૧૫ ના તમામ અંકો ડાઉનલોડ કરો.
- બાલસૃષ્ટિ અંક ૧, જાન્યુઆરી ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૨, ફેબ્રુઆરી ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૩, માર્ચ ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૪-૫, એપ્રિલ-મે ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૬, જૂન ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૭, જુલાઈ ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૮, ઑગષ્ટ ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૯, સપ્ટેમ્બર ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૧૦-૧૧, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૫
- બાલસૃષ્ટિ અંક ૧૨, ડિસેમ્બર ૨૦૧૫
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ઇન્કમટેક્ષ ફોર્મ (INCOME TAX FORM-2015-16 Download) કરો એક્સેલ ફોરમેટમાં
- ઇન્કમટેક્ષ (INCOME TAX FORM-2015-16 Download) કરો એક્સેલ ફોરમેટમાં ડાઉનલોડ કરો..
>>>>>>> thanks.....for...... Dineshbhai Mardiya sir <<<<<<<<
- Income tax form(આવક વેરા ગણતરી ફોર્મ) નમુનો
- Incometax Rokan Karva ni samaj Babt
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
શબ્દસમૂહ માટે એક શબ્દ
- ભાગ - ૧ (૧ થી ૫૦)
1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ
- ભાગ - ૨ (૧ થી ૫૦)
1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિકકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Pendrive को कम्प्यूटर में RAM (flash drive) कैसे बनाया जाता है?
- पेनड्राइव को बना सकते हैं रेम. आज हम आपके लिए एक ऐसी जानकारी लेकर आये है... जिसको जानकर आपकी खुशी का ठिकाना नहीं रहेगा। ये एक ऐसी जानकारी है जिसका नॉलेज बहुतही कम लोगों को होता है। क्या आपको पता है कि जनरल उपयोग में आने वाले Pendrive को कम्प्यूटर में RAM (flash drive) की तरह उपयोग में लिया जा सकता है। ये तो आपको पता ही होगा कि कम्प्यूटर की स्पीड सबसे ज्यादाउसमें लगाई जाने वाली RAM की क्षमता पर निर्भर करती है यदि हमारे कम्प्यूटर में RAM की साइज बहुत ही कम है तोहमारा कम्प्यूटर धीरे चलेगा। ऐसी स्थिति में यदि हम एक्स्ट्रा RAM खरीदेंगे तो कम से कम 1000 से 1500 रूपये तक खर्च हो जाएंगे लकिन अगर आप अपने Pendrive को RAM बनाना जानते हो तो आपका ये काम बहुत आसान हो जाएगा।आओ जानते है कि कैसे बनाया जाता है पेनड्राइव को रेम....
- सबसे पहले अपने Computer के USB पोर्ट में अपनी pendrive लगाइये ! (पेनड्राइव कम से कम 2 जीबी का होतो अच्छा रहेगा)
- अब MyComputer के आइकन पर जाकर Right click कीजिये। और Properties विकल्प पर क्लिक कीजिये।
- एक विण्डो ओपन होगी इसमें Advanced System Settings पर क्लिक करें। (यदि आप विण्डोज XP यूज करते हैं तो Advanced tab पर क्लिककरनाहोगा)
- अब Advance Tab पर क्लिक कर Settings बटन पर क्लिक कीजिये।
- Performance Option विण्डो खुलेगी जिसमेंAdvanced tab पर क्लिक कीजिये। और Virtual memory केअन्दर दिये गए Change बटन पर क्लिक कीजिये।
- तब एक विण्डो खुलेगी जिसमें Automatically manage paging file size for all drives पर टिक (चैकमार्क) अगरलग रहा हो तो इसे हटा दीजिये। अब अपनी pendrive को दी गयी लिस्ट में से सीलैक्ट कीजिये। (जैसे कि मैंने अपनी पैनड्राइव को चुना है) अब custom size पर क्लिक कीजियेऔर वैल्यू दीजिए जो कि आपकी pendrive के खाली स्पेस के अनुसार दे सकते हो। अब सैट बटन पर क्लिक करके ओके बटन पर क्लिक करें। आपको एक मैसेज प्राप्त होगा जिसमें ओके पर क्लिक करें। अब एक मैसेज और प्रस्तुत होगा जिसमें RestartNow बटन पर क्लिक करें.... अब आपका कम्प्यूटर जब पुन: चालू होगा तो आपका पेनड्राइव रेम की तरह काम करेगा और सिस्टम की स्पीड में बहुत ज्यादा फर्क देखने को मिलेगा...
Note - ध्यान रहे कम्प्यूटर जब रिस्टार्ट
हो रहा हो तो पेनड्राइव कम्प्यूटर में लगा हुआ होना जरूरी है।
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ
- ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ માટે ઉપયોગી ફાઈલ... મહેમાનો ને આમંત્રણ આપવા માટે આમંત્રણ પત્રિકાનો નમુનો વર્ડ ફોર્મેટમાં... તેમજ પ્રશસ્તિપત્રનો નમુનો વર્ડ ફોર્મેટમાં ડાઉનલોડ કરો
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
1/1/16
જાણો... આપની શાળાનો ગુણોત્સવ-૨૦૧૬ ની તારીખ
● જાણો... આપની શાળાનો ગુણોત્સવ ની તારીખ - ૨૦૧૬
શાળાનો ગુણોત્સવ ની તારીખ જાણવા અહીં લીંક પરથી PDF ફાઈલ ડાઉનલોડ કરો...
અને CTRL + F કમાન્ડ આપી...આપની શાળા અથવા આપની CRC નું નામ ટાઈપ કરી અને ગુણોત્સવ ની તારીખ જાણો...
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
શાળાનો ગુણોત્સવ ની તારીખ જાણવા અહીં લીંક પરથી PDF ફાઈલ ડાઉનલોડ કરો...
અને CTRL + F કમાન્ડ આપી...આપની શાળા અથવા આપની CRC નું નામ ટાઈપ કરી અને ગુણોત્સવ ની તારીખ જાણો...
- ઓલ ગુજરાત ગુણોત્સવ શાળા લીસ્ટ PDF ફાઈલ ડાઉનલોડ LINK -1
- ઓલ ગુજરાત ગુણોત્સવ શાળા લીસ્ટ PDF ફાઈલ ડાઉનલોડ LINK -2
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Home remedies Ginger, Ginger specialties_घरेलू उपचार अदरक, अदरक की खासियतें
ઘરેલું ઔષધ આદુ, આદુની વિશેષતાઓ
● કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
"..આદુ.."
● કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
કેન્સરના દર્દીઓ માટે જ્યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન.........
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્સરના કોષો પર પ્રહાર કરે છે, સ્વસ્થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.
અમેરિકાની 'ધ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે આદુનો અર્ક માત્ર કેન્સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.
એક અમેરિકન હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્વ કેન્સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્ટતા એ છેકે તે માત્ર કેન્સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્તન કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.
આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
આ વાત સાબિત કરે છે કે, કેન્સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્સર મુકત ત્યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્સરનાં આવા કોષો નાશ પામે.
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્વ કેન્સરના આવા સ્ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્યારે અને તેની સૂકવણી કરવામાં આવે ત્યારે ૬-શોગાઓલ નામનું આ અત્યંત હિતકારક તત્વ તેમાંથી મળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્સરમાં ઉપયોગીતા એક વિશિષ્ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્વસ્થ કોષોને હાની પહોંચાડતો નથી.
આ એક જબરદસ્ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્વસ્થ અને જરૂરી કોષોને પણ ખાસ્સુ નુકશાન પહોંચતું હોય છે.
જ્યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્યું છે કે ટેકસોલ જેવી કેન્સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્પષ્ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્વસ્થ કોષોની જાળવણી પણ થાય છે.
કેન્સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્યાલ પણ આવશે કે અત્યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
(૧) મસાલામાં આદુ રાજા છે.
(૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
(૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
(૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
(૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
(૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે.
(૭) આમવાત ના સોજા મટાડે છે.
(૮) જાડાપણું (મેદ) મટાડે છે.
(૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.
(૧૦) સીળસ મટાડનાર છે.
(૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
(૧૨) હૃદય રોગ મટાડનાર છે.
(૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
(૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડીયન તેલ - ૩%
તીખાશ - ૮%
સ્ટાર્ચ - ૫૬%
આદુ ગરમ છે તે વાત ખોટી છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
GUNOTSAV 2016 SCHOOL PROFILE (ગુણોત્સવ ૨૦૧૬ શાળા પ્રોફાઈલ)
ગુણોત્સવ ૨૦૧૬ માટે અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા નો શાળા પ્રોફાઈલ નો શાળા પ્રોફાઈલ નમુનો... મિત્રો...PDF ફાઈલ માટે આ પોસ્ટ ના લાસ્ટમાં આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો. font પણ ડાઉનલોડ કરો.
ખાસ નોંધ....
મિત્રો... આ માત્ર "શાળા પ્રોફાઈલ" નો નમૂનો માત્ર છે... આ ઉપરાંત આપ આપની શાળાની ના અન્ય માહિતી આ સાથે ઉમેરી શકો છો. SCHOOL PROFILE ના ફોન્ટ ટેરાફોન્ટ ત્રિલોચન, kep119, તેમજ શ્રુતિ ફોન્ટ માં છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Subscribe to:
Posts (Atom)