JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/23/15

Balmelo - 2015 / બાળમેળો - ૨૦૧૫

Read More »

3/9/15

જનરલ નોલેજ - સામાન્ય વિજ્ઞાન


  ❂ ❂  સામાન્ય વિજ્ઞાન  ❂ ❂

◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    - એફ.ડબ્લ્યુ એસ્ટન

◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    - જોહાન વિલ્હેમ રિટર- 1801

◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
    - સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
   - "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."

◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
   - વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
   - કુલ :213

◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
   - સ્કંધમેખલામાં : 04,
   - નિતંબમેખલા:02,
   - કાનમાં :03
   - (બંને કાનમાં :06 ),
   - તાળવામાં:01

◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
   -  ઘૂંટણનો સાંધો :01,
   - ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
   -  ઘૂંટીના હાડકા :07,
   - પગના તળિયાના હાડકા :05,
   - આંગળીઓના હાડકા :14

◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
   -  કોણીથી કાંડા સુધી :02,
   -  કાંડાના હાડકા :08,
   - હથેળીના હાડકા :05,
   -  આંગળીઓના હાડકા :14

◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
   - 33 મણકા

◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
   - પાંસળીઓની બાર જોડ :24, 󾥺પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
   - માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
   - 23 કલાક અને 56 મિનીટ લાગે છે.

◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
   - પ્લૂટોને (248 વર્ષ)

◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
   - બુધને (88 દિવસ)

◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
   - સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. 󾥺ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
   - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
   - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
   - 160 -170 km

◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
   - 11-12 ઈંચ

◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
   - પદાર્થના દળમાં

◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
   - ભૂરો

◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
   - મિથેન વાયુ

◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
   - 60* સે.

◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
   - વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં 󾥺રૂપાંતર

◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
   - ભૌતિક વિજ્ઞાન

◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
   - પાણીમાં

◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
   - શ્રીનિવાસ રામાનુજન

◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
   - ચામડી

◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
   - જે.એચ.ટસેલ

◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?
   - વીજ ચુંબકીય તરંગો

◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
   - લાલ , લીલો , વાદળી

◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
   - પિતાના રંગસૂત્ર

◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
   - સિલિકોનમાંથી

◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
   - કાચનું પાત્ર

◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
   - સિલિકોન

◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
  - 346 મી /સેકંડ

◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે  
    - કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .

◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
   - બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
   - રેનિન

◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
   - કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
  - ત્વચા

◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
  - કાર્બન ડાયોકસાઇડ

◆ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
   - ઇ.સ. 1962

◆ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
   - પીચ બ્લેંડી

◆ વિટામીન B12 નું બીજું નામ શું છે ?
   - સાઈનોકોબાલેમીન

◆ હાડકાની રાખમાં શું હોય છે ?
  - કેલ્શિયમ ફોસ્ફેટ

◆ 49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
   - 7.38 %

◆ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
  - તેની ઘનતામાં ઘટાડો થાય છે.

◆ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
   - સલ્ફર

◆ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
   - વિટામીન -A

◆ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
   - ડૉ.સી.વી.રામન

◆ 54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
   - એન્ટાર્કટિકા

◆ લોજિક બોંબ શું છે ?
   - કોમ્પ્યુટર વાઇરસ

◆ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
   - ચેતાતંત્ર પર

◆ લવિંગ શામાંથી મળે છે ?
   - ફૂલની કાળી માંથી

◆ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
   - મુત્રપિંડ (કિડની )

◆ ડાઇન એ શાનો એકમ છે ?
   - બળનો એકમ

◆ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
   - સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

◆ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
   - પિતાશયમાં

◆ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
   - લાલ રંગની

◆ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
   - અલ્ટ્રાવાયેલેટ કિરણ

( સંકલિત )

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/7/15

ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું ?


   મિત્રો...  આપણા  માંથી ઘણા આપણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવુ એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે.
➜  મિત્રો... તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે.
તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ
પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે.
૧ )  મોજીલા ફાઇર ફોક્ષ ખોલો પછી   www.sarthi.nic.in  વેબ સાઇટ ખોલો.
2)  ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે.
3)  પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી
4)  સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો
5)  નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો.
6)  ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
7)  ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી
8)  -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
9)  APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.
10)  ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે 
  • ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ 
  • પાસપોર્ટ સાઇજ ના બે ફોટા 
  • ટાઇમ બૂક કરેલો લેટર 
  • રાશન કાર્ડ ની જેરોક્ષ 
  • આધાર કાર્ડ ની જેરોક્ષ 
     જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જાવા RTO ની બાજુ માથી ફોર્મ નં 2 લઇ લેજો ૨ રુ નુ આવશે.
11)  જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે.
12)  જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રાય દેવાની. 
13)  પાસ થાવ તો ૩૦ દિવસ પછી. 
14)  http://drivingtesttrack.in/  વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો.
LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.
15)  L L NO નાખો પછી BIRTH DATE
      પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બહુ  મોડો આવસે. 
16)  સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને  
       RTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુ આવશે.
17)  જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે.            
18)  ફૈલ થાવ તો અઢ્વાડીયા પછી.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/4/15

સ્વાઇન ફ્લૂનો ઘરેલું ઇલાજ


    ઘર આંગણે સ્વાઇન ફ્લૂનો ઇલાજ છે... ઘર આંગણાના છોડ તુલસીમાં,

➜    સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. તેવામાં જો આપને ઘરગથ્થુ ઉપાય મળી જાય તેનાંથી છુટારો મળવવાનો તો પછી પુછવું જ શું. ચાલો તો આજે આપણે વાત કરીએ દરેક ઘરમાં જોવા મળતાં તુલસીનાં છોડ વિશે. જે કોઇપણ પ્રકારનાં રોગ સામે પ્રતિકાર આપવા સક્ષમ છે.

➜  ❂ ચાલો તો નજર કરીએ તુલસીના વિવિધ ઉપયોગો પર –

1. તુલસીના રસમાં ખાંડેલી મોરસ મેળવીને પીવાથી છાતીના દુઃખાવામાં તેમજ ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
2. ચાર-પાંચ શેકેલા લવિંગની સાથે તુલસીના પાન ચૂસવાથી બધા પ્રકારનીખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
3. આ ઉપરાંત રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાવાથી કોઇપણ પ્રકારની બીમારીથી દૂર રહેવાય છે.
જો વ્યક્તિને વઇ ચઢતી હોય તો તુલસીના રસમાં થોડા પ્રમાણમાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં રેડવાથી તે તરત જ ભાનમાં આવી જાય છે.
5. ચા બનાવતી વેળા, ચામાં તુલસીના થોડા પાન નાંખીને ઉકાળવામાં આવે તો તેનાથી શરદી, તાવ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
6.  10 ગામ તુલસીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી હેડકી તથા અસ્થમાના રોગીને સાજો કરી શકાય છે.
7. તુલસીના કવાથમાં થોડું સીંધવ મીઠું તથા પીસાયેલી સૂંઠને મેળવીને સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
8. બપોરે ભોજન સાથે તુલસીના થોડા પાન ચાવવાથી પાચનશક્તિ સુધરે છે.
9.  10 ગામ તુલસીના રસમાં પ ગામ મધ તથા પ ગામ પીસેલી કાળીમરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઈ દૂર થાય છે
10. અશુદ્ધ કે દૂષિત પાણીમાં તુલસીના થોડાક પાન નાંખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
11. તુલસીના પાનને લીંબુના રસની સાથે પીસીને પેસ્ટ (મલમ) બનાવીને લગાવવાથી ચામડીના કોઇપણ પ્રકારનાં રોગોથી આઝાદી કે છૂટકારો મેળવી શકાય છે.
12. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે
( સંકલિત )

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/3/15

Happy "HOLI" હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

◆◆  HAPPY HOLI  ◆◆


   ◆◆ HAPPY HOLI ◆◆
    હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ....
      ❂❂ હોળીનું મહત્વ. ❂❂

➜   હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવતો તહેવાર છે., જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત,નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
➜   આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,
➜   હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
➜   ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:

"રંગ બરસે ભિગે ચુનરવા..."
"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
"રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
"કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

➜   પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
➜   હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
➜   આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
➜   આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

     મિત્રો.... હોળી ... અનિષ્ટ પર ઇષ્ટના વિજય માટે ઉજવાતું આ પર્વ ઠંડી -ગરમીના સંધિકાળમાં આવે છે કે એ વખતે શરીર અને વાતાવરણમાં જીવાણુઓનું પ્રમાણ વધુ હોય છે.
➜   સ્વાઇ ફ્લૂ રોગ તેનું તાદૃશ ઉદાહરણ છે. હોલિકાદહનમાં વપરાતાં છાણાં અને અન્ય લાકડાં અને ઊંચા તાપમાનને કારણે વાતાવરણમાંથી જોખમી જંતુઓનો નાશ થાય છે. હોળી રમવા પાછળનું મૂળ કારણ જેને રંગ લગાવવામાં આવે છે, તે મિત્રો-સ્વજનોનું સારું ઇચ્છવાની અને તેને શુભકામનાઓ આપવાનું પણ છે.
➜   મિલાવટ વિનાના કુદરતી રંગો વડે હોળી ખેલવી જોઈએ. રંગોની શરીર અને મન પર અસર થતી હોય છે. ચામડીનાં છિદ્રો મારફતે એ શરીરમાં જતાં આરોગ્ય અને સૌંદર્ય વધે છે. કૃત્રિમ રંગોથી હોળી ન રમવી જોઇએ. સારી જાતના ગુલાલ-અબિલ અને કુદરતી રંગો વડે ખેલાતી હોળી આરોગ્ય જાળવે છે અને સાચો આનંદ આપે છે.
હોળી-ધૂળેટીએ થતા નાચગાન, હસીમજાક અને તોફાનમસ્તી એની નિર્ધારિત મર્યાદામાં હોય તો વૈજ્ઞાનિક રીતે એ ફાયદાકારક હોવાનું પણ તારણ છે. વસંત ઋતુમાં આળસ અને ઊંઘ પણ વધુ આવે છે.હોળીનાં હુડદંગ આળસને નસાડવાનું લોકમાધ્યમ છે.
➜   રંગો જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દરેક રંગને એની પ્રકૃતિ હોય છે. દરેક રંગનું હોળી ખેલવામાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં આગવું મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ ઊર્જા અને અગ્નિનું પ્રતીક છે. હોળી ખેલતાં એને ગાલ પર લગાવવો જોઇએ, જેને લીધે સામેનાની વધુ પ્રગતિ થાય છે. ઘરમાં દક્ષિણ દિશામાં રાખેલી કોઇ વસ્તુના આગળના ભાગને લાલ રંગથી રંગવાથી ઘરમાં સુખશાંતિ રહે છે.
➜   ઓરેન્જ કે નારંગી રંગ અભિમાન, મહત્વકાંક્ષા અને ગતિનું પ્રતીક છે. હોળી રમતાં તેને પણ ગાલ કે ગળા પર લગાવવો જોઇએ. જિંદગીમાં કંઇક હાંસલ કરવાની ઇચ્છા હોય તેમણે ઘરના બેડરૂમની દક્ષિણ બાજુની દીવાલ ઓરેન્જ રંગથી રંગાવવી જોઇએ. રસોડા અને મંદિર-પૂજાઘરમાં પણ તેનો ઉપયોગ થઇ શકે.
➜   પીળો રંગ ઉજાસ અને જ્ઞાનનું પ્રતીક છે. હોળી ખેલતી વેળા સામેની વ્યક્તિના હાથ પર એ લગાવવો જોઇએ. ભણતર, અભ્યાસ અને એકાગ્રતા માટે એ ઉપયોગી છે. પીળો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે.લક્ષ્મીજીને આ રંગ ખૂબ પ્રિય હોય છે. પર્સ-પાકિટમાં પીળા રંગનો કોઇ કિમતી પથ્થર રાખવો પણ ફાયદાકારક રહે છે.
➜   લીલા રંગનો પણ હોળીમાં છૂટથી ઉપયોગ થાય છે. આ રંગ શરીરના ગમે તે ભાગ પર લગાવી શકાય છે. કુદરત, ઉર્વરતા, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાની વૃદ્ધિનું તે પ્રતીક છે. હાઇબ્લડ પ્રેસરની માટે પણ લીલા રંગને સારો મનાય છે. આથી તે હોળી ખેલતાં સામેનાના હૈયે લગાડાય છે. બેડરૂમના પૂર્વ ભાગમાં લીલી દીવાલ રાખવાથી પતિપત્ની વચ્ચે સારો મેળ રહે છે.
➜   ભૂરો રંગ આકાશ અને પાણીને રંગ છે. હોળી ખેલતી વખતે કપાળ પર, પીઠ પર અને કાનપટ્ટીની બાજુમાં તે લગાવવો જોઇએ. ભૂરો રંગ પૌરુષનું પણ પ્રતીક છે. બાળકોના બેડરૂમમાં આ રંગ લગાવાય છે. વળી તે ઓછપ અને નિમ્નતાનો રંગ હોવાથી રસોડું, હોટલ, રેસ્ટોરન્ટ કે ઓફિસમાં તે ન લગાવવો જોઇએ.પશ્ચિમ દિશામાં ભૂરા રંગનો ઉપયોગ સારો મનાય છે.
➜   કાળો રંગ મોટે ભાગે માથા પર જ લગાવવો જોઇએ, પરંતુ ગાલ પર વધુ લગાવાય છે. ગુલાબી રંગ સપનાંનું પ્રતીક છે, એટલે એને કપાળ પર લગાવવો જોઇએ, પણ ગાલ પર વધુ લગાવાય છે. બેડરૂમની દીવાલો ગુલાબી રાખવી, જેથી દામ્પત્યજીવન પણ ગુલાબી જાય. સફેદ રંગ કપાળ પર લગાવવો જોઇએ.
➜   હોળી-ધૂળેટી વખતે ખવાતા ધાણી-ચણા-ખજૂર એ ઋતુમાં થતા કફના નિવારણ માટે હોય છે. ફાગણી પૂર્ણિમાએ હોળી પ્રગટે, ત્યારે તેની જ્વાળાઓની દિશાના આધારે ઋતુઓની અને ખાસ તો ચોમાસાની આગાહી કરવાની પણ આપણી જૂની પ્રથા છે. હોળીના પર્વની ગરિમા જળવાય એ રીતે એને રમવી જોઇએ.
( સંકલિત )



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/1/15

આપ આપની માહિતી અમારી સાઈટ પર મુકી શકો છો.

  આપ આપની માહિતી અમારી સાઈટ પર મુકવા ઇચ્છતા હોવ તો તમે અહીં આપેલ માહિતી ફોર્મ ભરી અમને મોકલવો... આપની માહિતી આપના નામ સાથે અમારી સાઈટ પર મુકીશુ. જેથી કરી તેનો લાભ અન્ય સૌ ને પણ મળી શકે... જેમો આપ.... અભ્યાસને લગતું, જનરલ નોલેજ, પ્રાથના,ભજન,ધૂન,બાળગીત,કાવ્યો, રાસ-ગરબા, શેરો-શાયરી,જોક્સ, જાણવા જેવું તેમજ અન્ય કાઈપણ. મોકલાવી શકો છો.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/28/15

દિન વિશેષ / મહત્વના દિવસો

  ❂ ❂  મહત્વના દિવસો  /  દિન વિશેષ  ❂ ❂

➜  09. જાન્યુઆરી અપ્રવાસી ભારતીય દિવસ
 10. જાન્યુઆરી વિશ્વ હાસ્ય દિવસ
 12. જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ
 15.  જાન્યુઆરી સેના દિવસ
 23.  જાન્યુઆરી દેશ પ્રેમ દિવસ
 25. જાન્યુઆરી ભારત પ્રવાસી દિવસ
 26.  જાન્યુઆરી ગણતંત્ર દિવસ / આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
 30.  જાન્યુઆરી શહિદ દિવસ / વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ- 10 ફેબ્રુઆરી વિશ્વ વિવાહ દિવસ

➜  14.  ફેબ્રુઆરી વેલેંટાઇન દિવસ
 20.  ફેબ્રુઆરી અરૂણાચલ દિવસ
 24.  ફેબ્રુઆરી કેન્દ્રીય આબકારી દિવસ
 28.  ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
 01.  માર્ચ રાષ્ટ્રીય સુરક્ષાદિવસ
 08.  માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ / વિશ્વ સાક્ષરતા દિવસ
 15.  માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ / વિશ્વ વિકલાંગ દિવસ

➜  18.  માર્ચ આયુધ કારખાના દિવસ (ભારત)
 21.  માર્ચ વિશ્વ વન દિવસ
 22.  માર્ચ વિશ્વ જળ દિવસ
 23.  માર્ચ વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
 24.  માર્ચ વિશ્વ તપેદિક દિવસ
 26.  માર્ચ બાંગ્લાદેશ દિવસ

➜  05. એપ્રિલ સમતા દિવસ
 07.  એપ્રિલ વિશ્વ સ્વાસ્થય દિવસ
 10.  એપ્રિલ રેલ્વે સપ્તાહ (10 એપ્રિલ થી 16 એપ્રિલ)
 12.  એપ્રિલ વિશ્વ વિમાનિકી અને અંતરિક્ષ યાત્રી દિવસ
 13.  એપ્રિલ જલિયાવાલા 👉બાગ દિવસ
 15.  એપ્રિલ હિમાચલ દિવસ
 17.  એપ્રિલ વિશ્વ હિમોફિલિયાદિવસ
 18.  એપ્રિલ વિશ્વ પૈતૃક સંપતિ દિવસ (હેરિટેજ)
 21.  એપ્રિલ સચિવ દિવસ
 22.  એપ્રિલ પૃથ્વી દિવસ
 23.  એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ

➜  01.  મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
 03.  મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
 08.  મે વિશ્વ રેડ ક્રોસ દિવસ
 15.  મે વિશ્વ પરિવાર દિવસ
 16.  મે સિક્કિમ દિવસ
 17.  મે વિશ્વ દૂરસંચાર દિવસ
 21.  મે આતંકવાદ વિરોધી દિવસ
 23.  મે આફ્રીકા દિવસ
 23.  મે રાષ્ટ્ર મંડળ દિવસ
  29.  મે એવરેસ્ટ દિવસ
 31.  મે વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ

➜  05.  જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
 15.  જૂન વિશ્વ વિકલાંગ દિવસ
 18.  જૂન ગોવા મુક્તિ દિવસ
 20.  જૂન પિતૃ દિવસ
 25.  જૂન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
 26.  જૂન નશાખોરી અને અવૈધ વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ / આપાતકાલ વિરોધી દિવસ
 27.  જૂન વિશ્વ મધુમેહ દિવસ (ડાયાબિટિસ)

➜   01.  જુલાઇ ચિકિત્સક દિવસ
 06.  જુલાઇ વિશ્વ જોનોસિસ દિવસ
 11.  જુલાઇ વિશ્વ જનસંખ્યા દિવસ

➜   01.  ઓગષ્ટ સ્તનપાન સપ્તાહ (1 ઓગષ્ટ થી 7 ઓગષ્ટ)
 03.  ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
 06.  ઓગષ્ટ હિરોશિમા દિવસ
 09.  ઓગષ્ટ નાગાસાકી દિવસ / ભારત છોડો દિવસ
 15. ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
 20.  ઓગષ્ટ સદભાવના દિવસ
 29.  ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ

➜  05.  સપ્ટેમ્બર સંસ્કૃત દિવસ
  14 સપ્ટેમ્બર હિન્દી દિવસ
  16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
  21 સપ્ટેમ્બર અલ્જાઇમર્સ દિવસ
  22 સપ્ટેમ્બર શાંતિ અને અહિંસા દિવસ / ગુલાબ દિવસ
  26 સપ્ટેમ્બર બધિર દિવસ
  27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ

 ➜   02 ઓક્ટોબર ગાંધી જયંતિ / લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ / વિશ્વ પશુ દિવસ / વિશ્વ વૃદ્ધ દિવસ / વિશ્વ શાકાહાર દિવસ
 03.  ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ
 04.  ઓક્ટોબર વિશ્વ વન્ય જીવ કલ્યાન દિવસ- 08 ઓક્ટોબર વાયુ સેના દિવસ
 09.  ઓક્ટોબર વિશ્વ ડાકઘર દિવસ
 10.  ઓક્ટોબર રાષ્ટ્રીય ડાક દિવસ
 11.  ઓક્ટોબર વિશ્વ એલર્જી જાગરૂકતા દિવસ
 13.  ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્રઆંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક આપદા ન્યૂનીકરણ દિવસ
 14.  ઓક્ટોબર વિશ્વ માનક દિવસ
 15.  ઓક્ટોબર વિશ્વ વ્હાઇટ કેન દિવસ
 16.  ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ
 21.  ઓક્ટોબર પોલિસ સ્મરણોત્સવ દિવસ
 24.  ઓક્ટોબર વિશ્વ સૂચના વિકાસ દિવસ / સંયુક્ત રાષ્ટ્ર દિવસ
 27.  ઓક્ટોબર શિશૂ દિવસ
 30.  ઓક્ટોબર વિશ્વ મિતવ્યયિતા દિવસ
 31.  ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ / રાષ્ટ્રીય પુનઃ સમર્પણ દિવસ- ઓક્ટોબર નો બીજો ગુરૂવાર વિશ્વ દૃષ્ટિ દિવસ

➜   09.  નવેમ્બર વિધિક સેવા દિવસ
 14.  નવેમ્બર બાળ દિવસ / વિશ્વમધુમેહ દિવસ
 17.  નવેમ્બર રાષ્ટ્રીય મિરગીદિવસ
 18.  નવેમ્બર સૈપર્સ દિવસ
 19.  નવેમ્બર નાગરિક દિવસ
 20.  નવેમ્બર આફ્રીકા ઔદ્યોગિકરણ દિવસ
 29.  નવેમ્બર ફિલિસ્તાનિયો પ્રતિ વિશ્વ સહાનૂભુતિ દિવસ

➜   01.  ડિસેમ્બર વિશ્વ એડસ દિવસ
  03.  ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
  04.  ડિસેમ્બર નૌ સેના દિવસ
  05.  ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વોલંટિયર વિકાસ દિવસ
  07.  ડિસેમ્બર ધ્વજ દિવસ / સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
  10.  ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ / માનવ અધિકાર દિવસ (સંયુક્ત  રાષ્ટ્ર)
  14.  ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
  18.  ડિસેમ્બર અલ્પ સંખ્યક અધિકાર દિવસ (ભારત)
  23.  ડિસેમ્બર કિશાન દિવસ

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »