JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/26/22

e-EPIC: Get your election card online in just 10 minutes



લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 14 (બી) અનુસાર અનુસાર દરેક ભારતીય નાગરિક કે જે લાયકાતની તારીખ એટલે કે જે ભારતીય નાગરિકની ઉંમર 18 વર્ષની થાય અને ગેરલાયક ન હોય તો તે જ્યાં તે સામાન્ય રીતે નિવાસી હોય તે મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં મત(વોટ) આપી શકે છે. અને તે પોતાના મતદાન ક્ષેત્ર / વિસ્તારના મતદાર વિભાગમાં યાદીના તે ભાગમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લાયક છે.  
કેટલાક સંજોગોમાં લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમ, ૨૦૧૦થી સુધારેલા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૦(ક) ની જોગવાઈ અનુસાર જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને જેણે અન્ય કોઇ દેશની નાગરિકતા સ્વીકારી ન હોય, મતદાર તરીકે નોંધણી માટે અન્યથા ગેરલાયક ન હોય અને જે ભારતમાંના તેના સામાન્ય નિવાસના સ્થળેથી રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર ગેરહાજર હોય તે વ્યક્તિ તેના પાસપોર્ટમાં દર્શાવ્યા મુજબનું ભારતમાં તેના નિવાસનું સરનામું આવેલું હોય તે વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધણી માટે લાયક છે.


હવે તમારે તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય કે ખરાબ થઇ જાય ફાટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી તમે જાતેજ તમારા મોબાઈલ કે પર્સનલ કોમ્પ્યુટર વડે ઓનલાઈન કાઢી શકશો. ડાઉનલોડ કરી શકશો. ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા,જાણો કઈ રીતે?



⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)/વોટર આઈડી કાર્ડ ઓનલાઈન : 
દરેક વ્યક્તિ પોતાનો પહેલો મત આપવા માટે ઉત્સાહિત હોય છે. જો તમે 18 વર્ષના છો અને તમારો મત આપવા માંગો છો તો અમે તમને આજે મતદાર યાદીમાં નામ નોંધણી ક્યારે થશે એ વિશે પણ જણાવીશું. (મતદાર યાદીમાં નામ નોંધણી/મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) તમે તમારું ચૂંટણી કાર્ડ(e-EPIC) ઘરે બેઠા જ મેળવી શકો છો. આ સાથે તમારું વોટર આઈડી કાર્ડ પણ તમારા ઘરે આવી જશે.


⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ 3 થી 4 મહિનામાં આવી રહી છે. તેની તૈયારીના ભાગ રૂપે અને તેના સુચારુ આયોજન માટે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને લોકશાહીનો તહેવાર તરીકે માનવામાં આવે છે અને સામાન્ય માણસના મતને શસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ મત આપવાના કેટલાક નિયમો છે. 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ મતદાન કરી શકે છે, પરંતુ તેના માટે મતદાર ઓળખ કાર્ડ હોવું જરૂરી છે, જેને બનાવવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.

⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) વોટર આઈડી કાર્ડ :
વાચક મિત્રો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમારું વોટર આઈડી કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકો છો/મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમારું વોટર આઈડી કાર્ડ_ચૂંટણી કાર્ડ(e-EPIC) તમારા ઘરે પહોંચાડવામાં આવશે. તો જાણો મતદાર આઈડી કાર્ડ ઓનલાઈન બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા.


⇛  ઓનલાઈન ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કેવી રીતે  કરવી ?
જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે સરળતાથી ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે અરજી કરી શકો છો. આ માટે તમારી પાસે માત્ર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કોઈપણ એડ્રેસ પ્રૂફ હોવો જરૂરી છે. તમારે ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમે આ લિંક પરથી સીધા જ રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ https://nvsp.in/ પર પણ જઈ શકો છો. અહીંથી તમારે નવા મતદાર/મતદાર તરીકે નોંધણી કરવાની હોય છે. નવા મતદાર/મતદાર તરીકે નોંધણી પર ક્લિક કરવાનું રહેશે અને તમારી જાતને અહીં નોંધણી ફોર્મ ભરવાનું રહેશે.


⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC) માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?
ઓનલાઈન વોટર આઈડી_ચૂંટણી કાર્ડ(e-EPIC) રજીસ્ટ્રેશન માટે તમારી પાસે સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. સરનામાના પુરાવા માટે, આધાર કાર્ડ, બેંક પાસબુક, જન્મ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણની સ્કેન કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ સિવાય તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જરૂરી રહેશે.





⇛  ચૂંટણી કાર્ડ(e-EPIC)_વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ :
તમે ચૂંટણી પંચની આ સાઈટ પરથી પહેલાથી બનાવેલ વોટર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમારી વિધાનસભા અને લોકસભા મતવિસ્તારની સંપૂર્ણ માહિતી પણ અહીંથી મળી શકે છે. જે લોકો નવા મતદાર ID માટે નોંધણી કરાવે છે તેઓ આ પોર્ટલ પરથી તેમની અરજીને ટ્રેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે નવું આઈડી કાર્ડ બનાવવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે.


⇒  e-EPIC(ચૂંટણી કાર્ડ) ઓનલાઈન 
⇛  મહત્વની લીંક :



⇛   FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો :
ચૂંટણી કાર્ડ ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://nvsp.in/



ખાસ નોંધ:
હાલમાં નવેમ્બર 2020 પછી નોંધાયેલા મતદારો માટે ઇ-ચુંટણીકાર્ડ(e-EPIC) ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ છે. કે  જેઓ https://nvsp.in/EEPIC પરના રેકોર્ડમાં મોબાઇલ નંબર ધરાવે છે. અન્ય લોકો(એટલે કે જેમનાચુંટણીકાર્ડ નવેમ્બર 2020 પહેલાના છે) તેમના માટે, આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 26, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝑟𝑎𝑗𝑣𝑎𝑟𝑎𝑙𝑖@𝑔𝑚𝑎𝑖𝑙.𝑐𝑜𝑚


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




Your feedback is required.
Read More »

7/25/22

Electoral Roll: Electoral Roll Reform Program by Election Commission-2022 | Name Registration | Name correction | Change of address etc

Electoral Roll: Electoral Roll Reform Program by Election Commission-2022 | Name Registration | Name correction | Change of address etc
Electoral Roll Reform Program

મતદાર યાદી:ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 | નામ નોંધણી |  નામ સુધારો | સરનામું બદલવું વગેરે 


ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. રવિવારના રોજ મતદાન મથકો પર BLO દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે, ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ૩ થી ૪ મહિનામાં આવી રહી છે. તેની તૈયારીના ભાગ રૂપે અને તેના સુચારુ આયોજન માટે ચૂંટણીપંચે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.દરમિયાન ચૂંટણી પંચે ગુજરાત માટે સ્‍પે. સમરી રીવીઝન ફોટોવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.

Electoral Roll Reform Program




રાજ્ય(State)માં મતદાર યાદી સુધારણા(Voter list correction) કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી, એડ્રેસ બદલવા(Change) માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ એડ કરાવી શકશે.
01-10-2022 ના રોજ જેમની 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો તેવા મતદારો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ તેઓ પોતાના નામ મતદાર તરીકે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકશે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ ઉમેરવા,સુધારણા, સ્‍થળાંતર, નામ કમી, પોતાનું એડ્રેસ બદલવું હોય અથવા ઓળખપત્રમાં કોઈ ભૂલ હોય તો તેમાં પણ ફોર્મ ભરી સુધારો કરવી શકાશે.


આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ  કલેકટર કચેરીઓના ચૂંટણી અધિકારી સૂત્રોના કહેવા મુજબ આગામી 12 ઓગષ્‍ટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્‍ધિ થશે. તારીખ: 21 ઓગષ્‍ટ 2022 થી તારીખ: 11 સપ્‍ટેમ્‍બર 2022 સુધી મતદારોપોતાના  નામ ઉમેરવા, કમી કરવા, સુધારણાના ફોર્મ ભરી માહિતી અપડેટ કરાવી શકશે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના રવિવારે આપના BLO(બ્લોક લેવલ ઓફિસર) પાસે જઈ આપ અપડેટ કરાવી શકો છો. 


કયા કયા દિવસે છે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - 2022 ? 
1.  તારીખ:  21/08/2022 (રવિવાર)
2.  તારીખ:  28/08/2022 (રવિવાર)
3.  તારીખ:  04/09/2022 (રવિવાર)
4.  તારીખ: 11/09/2022 (રવિવાર)

ના રોજ આ ખાસ ઝુંબેશ રાખવામા આવી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. 

આ પછી સપ્‍ટેમ્‍બર સુધી આવેલ દાવાઓનો નિકાલ થશે અને  ઓકટોબરમાં ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.




મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાર પ્રકારના ફોર્મથી સુધારણા કરાવી શકાશે. નવા ચૂંટણીકાર્ડ માટે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે, ચૂંટણી કાર્ડમાં સુધારા માટે અને સ્થળાંતર કરવુ હોય તો તે માટે અલગ અલગ ફોર્મ ભરીને સુધારો કરી શકાશે. 


કયા સુધારા-વધારા માટે કયું ફોર્મ ભરવું, તેના માટે જરૂરી આધારો :
(1). મતદાર યાદીમા નામ દાખલ કરવા માટે કે ચૂંટણી કાર્ડ માટે Form 6 ભરવાનું રહેશે.
  • જન્મનો દાખલો
  • સ્કુલ લીવીંગ સર્ટી ફિકેટ(LC)
  • પાસપોર્ટ
  • આધારકાર્ડ
  • રેશન કાર્ડ
  • લાઇટ બીલ
  • ભાડા કરાર
  • કોઇ કુટુંબીજનનું ચૂંટણીકાર્ડ
  • એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મેરેજ સર્ટી (જો કોઇ મહિલાએ લગ્ન કર્યા બાદ નવા સ્થળે નામ ઉમેરવાનું હોય તો લાવવાનું રહેશે.)
  • ફોર્મ નંબર-16 ડાઉનલોડ

(2).  મતદાર યાદીમા નામ કમી કરવા માટે કોઇ વ્યક્તિના લગ્ન થયા હોય અને તેને મતદાર યાદીમાં નામ કમી કરી અન્ય સ્થળે નામ ઉમેરવુ હોય અથવા તો માણસનુ મૃત્યુ થતા તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવુ હોય તો તેના માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. 
  • ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ (જો હોય તો)
  • મરણનો દાખલો
  • મેરેજ સર્ટી (લગ્ન થવાથી નામ કમી કરવાનું હોય તો) લાવવાના રહેશે.

(3). ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરવાનું રહે છે. 
  • સ્કુલ લીવીંગ સર્ટી ફિકેટ(LC)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • લાઇટબીલ
  • એક ફોટો





(4). મતદારે પોતાનું સરનામુ (એડ્રેસ) બદલવું હોય તો સરનામુ બદલાવા માટે મતદારે ફોર્મ 8-ક ભરવાનું રહે છે.
  • ચૂંટણી કાર્ડ/ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ
  • હાલના સરનામા પ્રૂફની ઝેરોક્ષ

ઉપરોક્ત મુજબ જેના માટે જે સુધારો કરવાનો હોય તે ડોક્યુમેન્ટ દસ્તાવેજ તેની ઝેરોક્ષ સાથે લઇ જવા.


કેવી રીતે કરી શકાશે સુધારો? 
ઉપરોક્ત કાર્યક્રમની તરીકે આપના વિસ્તારના મતદાન મથક પરના બી.એલ.ઓ.(BLO)શ્રી નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે.તથા આપના તાલુકાની મામલતદાર કચેરીએ જન સેવા કેન્દ્ર પર સુધારો કરાવી શકો છો  તેમજ  મતદાન મથક સુધી ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાશે. જેમાં વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અરજી કરી શકશે. અથવા તો www.voterportal.eci.gov.in કે અથવા www.nvsp.in અરજી કરી શકશે. વોટર હેલ્પલાઇન નંબર -1 950.


મહત્વની લીંક (Important link) :


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
Read More »

7/23/22

Gujarat Jobs: Gujarat Employment Recruitment Fair-2022 | See recruitment site of your district | anubandham.gujarat.gov.in

Gujarat Jobs: Gujarat Employment Recruitment Fair-2022 | See recruitment site of your district | anubandham.gujarat.gov.in
Gujarat Jobs

ગુજરાત નોકરી: ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 | જુઓ તમારા જિલ્લાનું ભરતીનું સ્થળ | anubandham.gujarat.gov.in


ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 : 
ગુજરાતના બેરોજગાર યુવાનો માટે ગુજરાત સરકાર સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરે છે. આ વખતનો ભરતી મેળો ચાલું છે. સત્તાવાર વેબ સાઇટ  anubandham.gujarat.gov.in
ગુજરાતમાં સેંકડો આઈટીઆઈ(ITI) સંસ્થાઓ છે. જેમાંથી દર વર્ષે હજારો શિક્ષિત આઈટીઆઈ(ITI) ઉમેદવારો પાસ થાય છે. આ  આઈટીઆઈ(ITI) પાસ તમામ ઉમેદવારોને રોજગારી આપવાનું કામ ગુજરાત રોજગાર કચેરી કરે છે. ગુજરાત રોજગાર કચેરી જોબ મેળો(ફેર) આઈટીઆઈ(ITI) પાસ-આઉટ ઉમેદવારો માટે ગુજરાતમાં રોજગાર મેળવવા માટે ઘણી સુવર્ણ તકો પ્રદાન કરી રહ્યું છે.

ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 :
ગુજરાત રોજગાર ભરતી મેળો - 2022 :
પોસ્ટનું નામ :ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનો પ્રકાર :ગુજરાત રોજગાર ભરતી
સંસ્થાનું નામ :નિયામક, રોજગાર અને તાલીમ
ભરતી સ્થાન :ગુજરાત
ઓફિસિયલ વેબ સાઇટ anubandham.gujarat.gov.in
હોમ પેજ :અહીં ક્લિક કરો.



⇛  ગુજરાત રોજગાર ભરતી મેળો-2022 : 
હાલ રોજગાર અને ગુજરાત તાલીમ નિયામક કચેરી દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં ઘણા બધા ભરતી મેળાના આયોજનો થયા છે, તેમનો આ અનુબંધમ ગુજરાત રોજગાર ભરતી મેળો-2022  આ ભરતી અંતર્ગત ઘણા ઉમેદવારોને મનમાં એવું હોય છે કે આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આપની સમક્ષ માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આ પોસ્ટમાં મુકવામાં આવેલ છે. આ ભરતી માટે જીલ્લા વાઈઝ ચાર અલગ અલગ સ્થળે અલગ દિવસે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું શિડયુલ નીચે આપેલ છે.


રોજગાર ભરતી મેળો-2022 શિડયુલ : ડાઉનલોડ


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળો શું છે?
ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભરતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા તાલીમ નિયામક કચેરી-ગુજરાત  દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.અહીં તમે આ પોર્ટલ પર રજીસ્ટર કરી તમારા જિલ્લામાંની નોકરીની માહિતી મેળવી શકો છો. 


⇛  અનુબંધમ પોર્ટલ ગુજરાત હેલ્પલાઇન નંબર :
ગુજરાત રોજગાર કચેરી ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર 63 57 390 390 પર સંપર્ક કરી શકે છે. 

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010





⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 માટે અરજી કઈ રીતે કરવી?
  • મોબાઈલ નંબર
  • સૌ પ્રથમ ગુજરાત રોજગાર કચેરીના anubandham.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
  • હોમ પેજ પર જ લોગિન પર ક્લિક કરવાનું રહેશે, નીચે લોગિન પર ક્લિક કર્યા પછી તમને “Don’t have an account? અહીં નોંધણી કરો” વિકલ્પ તમારે તેને પસંદ કરો .
  • ત્યાર બાદ... ગુજરાત રોજગાર ભરતી મેળા માટેની નોંધણી સ્ક્રીન તમારી સામે દેખાશે, જેમાં તમારે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • નોકરી શોધનાર એટલે કે જે નોકરી ઇચ્છે છે.
  • જોબ પ્રોવાઈડર/કર્મચારી જે નોકરી ઓફર કરવાની છે.
  • કાઉન્સેલર એ છે જે ઉપરોક્ત બે વ્યક્તિઓ વચ્ચે માહિતીનો સેતુ બાંધે છે.
  • તે પછી, તમારે તમારો ફોન નંબર અથવા તમારું ઇમેઇલ આઈડી દાખલ કરો, અને નોંધણી ફોર્મ ભરો.
  • નોંધણી ભર્યા પછી, તમારે ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 માં ભાગ લેવા માટે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે.
  • તમે આ પાસવર્ડ અને તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈમેલ આઈડી વડે લોગીન કરીને તે ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કરી શકો છો.


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા,અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો :
અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન(Online Registration) માટે જરૂર છે.
  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર


⇛  ગુજરાત રોજગાર ભરતી મેળા-2022 
મહત્વની લીંક :
ગુજરાત રોજગાર ભરતી મેળો - 2022 (મહત્વની લીંક) :
અનુબંધમ ઓફિસિયલ વેબસાઈટ : https://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચના :અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજ :અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ :અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
હોમ પેજ :અહીં ક્લિક કરો.


⇛  અનુબંધમ રોજગાર ભરતી બાબતે વારંવાર પુછાતા પ્રશ્નો:
સવાલ-1 : અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
જવાબ : Official Website:- https://anubandham.gujarat.gov.in/home

સવાલ-2 : ગુજરાત રોજગાર ભરતી મેળાની તારીખ કઈ છે ?
રોજગાર ભરતી મેળો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તારીખ 19/07/2022 To 29/07/2022  ચાર અલગ અલગ તબક્કામાં ચાલુ છે.



લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 23, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎




માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે


Your feedback is required.
Read More »

7/22/22

President of India: President of India 15th President of India - His Excellency Draupadi Murmu Biography. Political career of Draupadi Murmu

President of India: President of India 15th President of India - His Excellency Draupadi Murmu Biography. Political career of Draupadi Murmu
President of India

ભારતના રાષ્ટ્રપતિ: ભારતના રાષ્ટ્રપતિ 15 માં ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ જીવનચરિત્ર । દ્રોપદી મુર્મૂની રાજકીય કારકિર્દી

આજની આ પોસ્ટમાં ચાલો આપણે સૌ જાણીએ આપણા 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે...
આપણા 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવનચરિત્ર ગુજરાતીમાં 


⇛   ભારતના 15 માં રાષ્ટ્રપતિ- મહામહિમ દ્રોપદી મુર્મૂ 
દ્રોપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદા પોશી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો.તેમના દાદા બને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.
64 વર્ષિય દ્રૌપદી મુર્મૂ, જેઓ આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ઓરિસ્સા રાજ્યમાં જન્મ્યા હતા, તેમને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. દેશના 15માં રાષ્ટ્રપતિની ચુંટણી એકતરફી રહી હતી. દ્રોપદી મુર્મૂ તેમના હરીફ અને વિરોધપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને હાર આપી તેઓ ભારતના 15માં અને બીજા મહિલા રાષ્ટ્રપતિ  તથા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો છે.તેઓને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 64 ટકાથી પણ વધુ મતો મળ્યા છે. તેઓને 6,76,803 મતો જ્યારે સામે યશવંત સિંહાને 3,80,177 મતો મળ્યા હતા. 
ભાજપ સમર્થિત એનડીએ દળના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે અને તેઓ 25મી જુલાઈએ શપથ લેશે.  આ જ કારણ છે કે દ્રૌપદી મુર્મૂ આજકાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે. 


ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ :
પૂરું નામ :દ્રૌપદી મુર્મૂ
પિતાશ્રીનું નામ :બિરાંચી નારાયણ ટુડુ
વ્યવસાય : રાજકારણી
રાજકીય પાર્ટી :ભારતીય જનતા પાર્ટી
પતિ :શ્યામ ચરણ મુર્મૂ
જન્મ તારીખ :20 જૂન 1958
ઉંમર :64 વર્ષ
જન્મ સ્થળ :મયુરભંજ, ઓરિસ્સા, ભારત
વજન :74 Kg
લંબાઈ :5 ફૂટ 4 ઇંચ
જાતિ :અનુસૂચિત જનજાતિ
ધર્મ :હિન્દુ
પુત્રી :ઇતિશ્રી મુર્મૂ
હોમપેજ :Click Here



⇛  દ્રૌપદી મુર્મૂજીનું શિક્ષણ :
દ્રૌપદી મુર્મૂજીના માતાપિતાએ  તેમને જ્યારથી થોડી સમજ પડી, ત્યારે જ તેમને તેમના વિસ્તારની એક શાળામાં ભણવા દાખલ કરાવ્યા. જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. તેઓ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ભુવનેશ્વર શહેરમાં ગયા. ભુવનેશ્વરમાં તેઓએ "મા દેવી મહિલા કોલેજ" માં પ્રવેશ મેળવ્યો અને રામા દેવી મહિલા કોલેજમાંથી જ તેનું સ્નાતક પૂર્ણ કર્યું.

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમને ઓડિશા સરકારમાં વીજળી વિભાગમાં જુનિયર સહાયક તરીકે નોકરી મળી. તેમણે આ નોકરી વર્ષ 1979 થી વર્ષ 1983 સુધી કરી. આ પછી, વર્ષ 1994 માં, તેમણે રાયરંગપુરમાં ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં શિક્ષક તરીકે તેમણે 1997 સુધી કામ કર્યું.

⇛  દ્રૌપદી મુર્મૂજીનો પરિવાર પરિચય :
ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદા પોશી ગામમાં આદિવાસી પરિવારમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં દ્રૌપદી મુર્મૂજીનો જન્મ 20 જૂન 1958ના થયો હતો.  દ્રૌપદી મુર્મૂજી ઝારખંડ રાજ્યની રચના બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેના પતિનું નામ શ્યામ ચરણ મુર્મૂ છે. દ્રૌપદી મુર્મૂજીના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. જેમાંથી તેમને કુલ 3 બાળકો થયા હતા. જેમાં બે પુત્રો અને એક પુત્રી હતી. જોકે તેનું અંગત જીવન બહુ સુખી ન હતું. કારણ કે તેના પતિ અને તેના બે પુત્રો હવે આ દુનિયામાં નથી. તેમની પુત્રી જીવિત છે જેનું નામ ઇતિશ્રી છે. જેના લગ્ન ગણેશ હેમબ્રમ સાથે થયા છે.






⇛  દ્રૌપદી મુર્મૂજીની રાજકીય કારકિર્દી:
  • દ્રૌપદી મુર્મૂજી વર્ષ 2000 થી 2004 દરમિયાન સ્વતંત્ર હવાલો સંભાળવાની સાથે સાથે ઓરિસ્સા સરકારમાં રાજ્યમંત્રી તરીકે પરિવહન અને વાણિજ્ય વિભાગ સંભાળવાની જવાબદારી મળી.
  • તેઓ 2002 થી 2004 દરમિયાન ઓરિસ્સા સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગની જવાબદારી સંભાળી .
  • દ્રૌપદી મુર્મૂજી 2002 થી 2009 સુધી, તે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.
  • તેઓ વર્ષ 2006 થી વર્ષ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીના એસટી(ST) મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદે પણ રહી ચુક્યા છે.
  • એસટી(ST) મોરચાની સાથે તેઓ વર્ષ 2013 થી વર્ષ 2015 સુધી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા.
  • દ્રૌપદી મુર્મૂજી વર્ષ 2015માં ઝારખંડના ગવર્નરનું પદ મળ્યું અને તે વર્ષ 2021 સુધી ઝારખંડ ગવર્નરનું પદ સાંભળ્યું.


⇛  મહત્વની લીંક :
દ્રૌપદી મુર્મૂજીની સંપર્ક માહિતી

Contact information of Draupadi Murmooji(રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજી)
Contact No. +91 651 2283469
E-mailjhrgov@jhr.nic.in
AddressByadaposi Ward No-2, Patralaya – Rairangpur, Dist – Mayurbhanj, Odisha
FacebookClick Here
TwitterClick Here




મુલાકાત લેવા બદલ આભાર:  𝒘𝒘𝒘.𝒓𝒌𝒈𝒐𝒚𝒂𝒍𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏.𝒃𝒍𝒐𝒈𝒔𝒑𝒐𝒕.𝒄𝒐𝒎  પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....


તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑻𝒉𝒆 𝑲𝒏𝒐𝒘𝒍𝒆𝒅𝒈𝒆 𝒁𝒐𝒏𝒆  📊  ને પણ સબસ્ક્રાઈબ કરો.

મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.




Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on July 22, 2022
Hello Readers, 𝑻𝒉𝒆 𝑲𝒏𝒐𝒘𝒍𝒆𝒅𝒈𝒆 𝒁𝒐𝒏𝒆 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎





Your feedback is required.
Read More »