JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

10/19/15

તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો


મિત્રો...તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરવા માંગો છો..?  તો તે માટે ફોન(સેમસંગ)માં સ્ક્રીન લોક સેટ કરવા માટેની પદ્ધતિ અહીં આપની સમક્ષ મુકેલ છે... તે મુજબ આપના ફોન નું સેટિંગ કરો... અને તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં સ્ક્રીન લોક સેટ કરો...
  • સૌ પ્રથમ તમે તમારા ફોનના સેટિંગ માં જાઓ. 
  • ત્યાર બાદ તેમાં Screen Lock  બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તેમાં વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી તમેં જે પ્રકારે સ્ક્રીન લોક કરવા ઇચ્છતા હોવ તે સિલેક્ટ કરવું.

1).  સ્ક્રીન લોક – ૧ સ્વીપ(Swipe) લોક


સ્વીપ(Swipe) લોક કરવા સ્વીપ (Swipe) પર ક્લિક કરો.

સ્વીપ(Swipe) લોક પર ક્લિક કરતા તમારો મોબાઈલમાં સ્વીપ(Swipe) લોક થઇ જશે...જે લોક તમે સ્ક્રીન પર સ્વીપ(Swipe)કરતા જ ફોન અનલોક(Unlock) થઇ જશે.

2).  સ્ક્રીન લોક – ૨  પેર્ટન લોક (Pattern Lock) 
  • પેર્ટન લોક (Pattern Lock) કરવા વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પેર્ટન લોક(Pattern Lock) પર ક્લિક કરવું.

  • પેર્ટન લોક (Pattern Lock) માં ચિત્ર મુજબ ઓછામાં ઓછા ૪ ડોટ સાથે આવે તે મુજબ પેર્ટન સેટ કરવી.
  •   પેર્ટન(Pattern) ક્ન્ફોમ કરવી, ત્યાર બાદ કન્ટીન્યુ (Continui) કરવું.
  •   ત્યાર બાદ એક ન્યુ બેકઅપ પીન (BackupPIN) નું ઓપ્શન આવશે. તેમાં બે વખત પીન નાખવો.


નોંધ: આ બેકઅપ પીન (BackupPIN) જયારે તમે પેર્ટન(Pattern) ભૂલી જાઓ અને તમારો ફોન અનલોક નાં થાય ત્યારે આ પીન થી ફોન અનલોક કરી શકાશે.
  •  આ બધાજ સ્ટેપ પુરા થતા હવે તમારો મોબાઈલમાં પેર્ટન લોક (Pattern Lock) સેટ થઇ ગયેલું જોવા મળશે.

મોબાઈલ અનલોક(Unlock) કરવા તમે સેટ કરેલ પેર્ટન(Pattern) નાખશો એટલે તમારો ફોન અનલોક(Unlock) થઇ જશે.
3). સ્ક્રીન લોક – ૩ પીન લોક (PIN Lock) 
પીન લોક(PIN Lock)  કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પીન લોક(PIN Lock) પર ક્લિક કરવું.

  •   ત્યાર પછી ઓછામાં ઓછા ચાર અંક નો પીન નાખો. જેમાં માત્ર ને માત્ર અંકોનોજ ઉપયોગ કરી શકાસે.
  •   ફરીવાર એજ પીન દાખલ કરો.
  •  ok  પર ક્લિક કરો...  થઇ ગયો તમારો મોબાઈલ પીન લોક 

મોબાઈલ ને અનલોક કરવા તમે સેટ કરેલ પીન દાખલ કરો એટલે તમારો મોબાઈલ અનલોક થશે.

4). સ્ક્રીન લોક – ૪ પાસવર્ડ લોક (Password Lock)  
  • પાસવર્ડ લોક (Password Lock) કરવા માટે વિવિધ પ્રકારના લોક માટેનું મેનુ ખુલશે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરવું.
  • પાસવર્ડ લોક (Password Lock) પર ક્લિક કરતા પાસવર્ડ માંગશે પાસવર્ડ દાખલ કરો.  આ પાસવર્ડ લોકમાં તમે તમને ગમતો પાસવર્ડ સેટ કરી શકશો. જેમાં નામ,નંબર વગેરે.... 

  •  કન્ટીન્યુ પર ક્લિક કરો.. બીજી વખત પાસવર્ડ દાખલ કરો. ઓકે આપો. 
  •   ઓકે આપો. થઇ ગયો તમારો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ...
  • મોબાઈલ અનલોક કરવા તમે સેટ કરેલ પાસવર્ડ દાખલ કરો. પાસવર્ડ એન્ટર કરતાજ તમારો મોબાઈલ અનલોક થઇ જશે.
ખાસ નોંધ: મોબાઈલ લોક દરમ્યાન વધારે વખત ખોટી પેટ્રન, ખોટો પીન, ખોટો પાસવર્ડ, દાખલ કરવામાં આવે ત્યારે ધણી વખત આપ સાચો પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, દાખલ કરશો તો પણ તમારો મોબાઈલ અનલોક નહી થાય... આમુક વખત ટાઈમ માગશે.. તેના પછી ખોટી ટ્રાય કરવામાં આવે ત્યારે આપનો મોબાઈલ એકદમ લોક થઇ જશે.. એ વખતે તમારે તમારા ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ થી તમારો મોબાઈલ અનલોક કરી શકાશે. માટે તમારે તમારા પેટ્રન કોડ, પીનકોડ, પાસવર્ડ, તેમજ ગુગલના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ અચૂક યાદ રાખવાના રહેશે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


No comments:

Post a Comment

Recent Posts