પ્રોજેક્ટનુ નામ : મૂળાક્ષરની ઓળખ
ધોરણ-1,ગુજરાતી
આ પ્રોજેક્ટ કયા ધોરણનો છે? : ધોરણ-1
આ
પ્રોજેક્ટ ક્યાં વિષય પર છે? : ગુજરાતી
એકમ : અજબ જેવી વાત છે
કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? : 21
કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? : 21
આ પ્રોજેક્ટ બાળકોમાં
કઈ અધ્યયન નિષ્પત્તિ/નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે?
:
મૂળાક્ષરની ઓળખ વધુ દ્રઢ થાય છે.
ધ્યેય :
ધોરણ૧ ના વિદ્યાર્થીઓને મૂળાક્ષર
શીખવવા ખુબજ કઠીન પડતું હતું ચીટકકામ અને રેતીકામ પણ કરાવ્યું પણ ૪૦% વિદ્યાર્થીઓ
વેકેશન માંથી પાછા આવતા ત્યારે ભૂલી જતા હતા ત્યારે આ સમસ્યા નિવારવા રમત દ્વારા
શીખવવાનું નક્કી કર્યું.મૂળાક્ષરને ગોખવા ન પડે અને રમત દ્વારા મૂળાક્ષરની ઓળખ વધુ
દ્રઢ રીતે કરે એ આ પ્રોજેક્ટનું ઘ્યેય છે.
પ્રવૃતિનું વિગતવાર
વર્ણન :
મૂળાક્ષરની ઓળખ માટે પ્રવૃત્તિ દ્વારા શીખવવાનું નક્કી
કર્યું. મૂળાક્ષર વધુ દ્રઢ રીતે શીખે તે માટે જુદી જુદી રમતો રમાડી શકાય છે આ
પ્રોજેક્ટમાં બે રમત દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે. મૂળાક્ષરની ઓળખ માટે
પ્રવૃત્તિ દ્વારા શીખવવાનું નક્કી કર્યું. મૂળાક્ષર વધુ દ્રઢ રીતે શીખે તે માટે
જુદી જુદી રમતો રમાડી શકાય છે આ પ્રોજેક્ટમાં ત્રણ રમત દ્વારા શિક્ષણ આપવામાં
આવ્યું છે. રમત:૧ વર્ગખંડના ભોયતળીયે ચાર વિભાગ પાડી તેમાં મોટા અક્ષરે ન,મ,ગ,જ, એમ ચાર મૂળાક્ષરો લખ્યા ત્યારબાદ જયારે શિક્ષક દ્વારા
“ન” બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓ એક પછી એક “ન” ના ખાનામાં જઈને ઊભા રહે, “મ” બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓ એક પછી એક “મ” ખાનામાં આવી જાય. શિક્ષક દ્વારા “ન” બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓ એક પછી એક “ન” ના ખાનામાં જઈને ઊભા રહે, “મ” બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓ એક પછી એક “મ” ખાનામાં આવી જાય. રમત:૨ વર્ગખંડના ભોયતળીયે મૂળાક્ષર
અલગ અલગ ખાનામાં લખી તેના પર કૂદકા મારીને બોલતા જવાનું જેમકે, “ન” નગારાનો ન, “મ” મરચાનો મ,એમ દરેક મૂળાક્ષરની ઓળખ કરતા જશે અને કૂદકા મારતા
જશે. રમત:૩ મૂળાક્ષરોના મોટા કાર્ડ બાળકોના ગળામાં લટકાવી “ન” મૂળાક્ષર બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓ ન વાળા
મૂળાક્ષર ને પકડે એવી રીતે બીજા મૂળાક્ષર બોલાય તો તેને પકડવા જાય.જેના ગળામાં જે
મૂળાક્ષર લટકેલો હશે એને એ મૂળાક્ષર મગજમાં છપાઈ જશે.
મૂલ્યાંકન અને પરિણામ
:
આ રમતો પ્રથમ સત્રમાં ગુજરાતી વિષય હોય
ત્યારે ૩૦મિનીટ રમાડવામાં આવે છે.પરિણામ સારું જોવા મળ્યું, રમતો દ્વારા મૂળાક્ષરોની સમજ આપવામાં
આવી તો બાળકો લાંબા સમય બાદ કે વેકેશન બાદ શાળાએ આવતા તો પણ મૂળાક્ષર ભૂલી જતા ન
હતા તેમને રમત દ્વારા વધુ સરળતાથી મૂળાક્ષર યાદ રહી ગયા આ રમતથી મેં મારી શાળામાં
૧ થી ૨૦ ના અંકો પણ શીખવ્યા છે તેમાં પણ સારું પરિણામ જોવા મળ્યું.જેથી એકાગ્રતા
પણ વિકસે છે. જે તેમને ખૂબ જ મજા આવશે અને રમતો રમવાથી તેઓની હાજરી પણ નિયમિત જોવા
મળી મૂળાક્ષરો આવડી જવાથી વાંચતા પણ જલદી શીખ્યા.આ રમતો રમાડીને ધોરણ ૧ના
વિદ્યાર્થીઓને મૂળાક્ષરો વધુ દૃઢ કરાવ્યા.
ચિંતન :
વિવિધ રમતો દ્વારા મૂળાક્ષર શીખવવાથી
તેમને શિક્ષણ અઘરું લાગતું નથી. મૂળાક્ષરો ને ઓળખતા રમત-રમતમાં શીખી જાય છે. અને
ધોરણ-૧માં નવા આવેલા બાળકો શરમાળ હોય છે, જુથમાં રહીને રમવાથી તેમની મિત્રતા વધે
છે. શાળામાં નિયમિત આવતા થઇ જાય છે..તેમની હાજરીમાં ઘણાંઅંશે સુધારો જોવા મળે
છે.રમતગમત દ્વારા તેઓ શિક્ષક સાથે વધુ આત્મીયતાનો સંબંધ કેળવે છે તેમનામાં
એકાગ્રતા પણ કેળવાય છે તેમજ શિક્ષક શું બોલે છે શું કરવાનું છે સૂચનાઓ સાંભળે છે
સમજે છે અને તેનું પાલન પણ કરે છે આ પ્રવૃત્તિઓ ધોરણ એક પ્રજ્ઞા વર્ગમાં ખૂબ જ
ઉપયોગી સાબિત થઇ શકે છે. રમતો દ્વારા મૂળાક્ષર શીખવવાથી તેમને શિક્ષણ સહેજપણ
બોજરૂપ લાગતું નથી.
(O)
ReplyDelete