સમર્થ-૨ પ્રોજેકટ-ચાલો પશુ પક્ષીઓ વિશે જાણીએ
એકમ : સિંહ અને ઉંદરકેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? : ૧૭, કુમાર: ૧૧ કન્યા: ૦૬
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
પ્રોજેક્ટનુ નામ :
ચાલો
પશુ-પક્ષીઓને જાણીએ
આ
પ્રોજેક્ટ કયા ધોરણનો છે? : ધોરણ-3 આ પ્રોજેક્ટ ક્યાં વિષય પર છે? : ગુજરાતી સત્ર : સત્ર-૧
આ પ્રોજેક્ટ બાળકોમાં કઈ અધ્યયન નિષ્પત્તિ/નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે
કરવામાં આવ્યો છે?:
પરિચિત
વસ્તુઓ પશુ-પક્ષીઓનું વર્ણન કરે તેના રહેઠાણની સમજ ધરાવે છે.
ધ્યેય :
ધોરણ ત્રણના પ્રથમ એકમ સિંહ અને ઉંદર
ચિત્ર વાર્તા માં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કર્યા બાદ પશુ અને પક્ષીના
રહેઠાણ વિશે ચર્ચા કરવામાં આવી અને પશુ પક્ષી ના રહેઠાણ વિશે પ્રશ્નોત્તરી કરવામાં
આવી ત્યારે વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓને જવાબ આપવામાં મુશ્કેલી જણાઈ તેથી
વિદ્યાર્થીઓને પશુ-પક્ષીની ઓળખ અને તેના રહેઠાણ વિશેની સમજ ધરાવે એ આ પ્રોજેક્ટનું
મુખ્ય ધ્યેય છે.
પ્રવૃતિનું વિગતવાર વર્ણન :
વિદ્યાર્થીઓમાં પશુ અને પક્ષી ની ઓળખ અને
તેના ખોરાક તેમજ પશુ-પક્ષીના રહેઠાણની સંકલ્પના સિદ્ધ કરવા માટે શિક્ષક દ્વારા
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું. આમ આ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ફાઈલમાં
પશુ અને પક્ષી ની સમજ કેળવાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પાવર પોઈન્ટ
પ્રેઝન્ટેશન બાળકોને બતાવવામાં આવ્યું ત્યારબાદ પ્રશ્નોત્તરી કરવામાં આવી. આ પાવર
પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઇ બાળકો સરળતાથી પશુ અને પક્ષી ને ઓળખી શક્યા. તેમના રહેઠાણ
પણ યાદ રાખી શક્યા. કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બાળકોને અભ્યાસ
કરાવવાથી શિક્ષણમાં નવીનતા આવી ગઈ. ત્યારબાદ પશુ અને પક્ષીના ચાર્ટ બતાવી જૂથ
ચર્ચા કરવામાં આવી.આ ટેકનિકથી બાળકો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શિવાયના પક્ષીઓ અને
પ્રાણીઓના અવાજની નકલ કરવા લાગ્યા અને તેના વિષે જાણતા થયા અને આ સાથે એક ચિઠ્ઠીની
રમત રમાડવામાં આવી એમાં જે બાળકને જે પક્ષી કે પ્રાણીનું નામ લખેલ આવે તેને તેનો
અવાજ કાઢવાનો અને તેના વિષે વર્ણન કરવાની બાળકોને ખુબજ મજા પડી ગઈ. વર્ગના બધાજ
બાળકો હોંશથી ભાગ લેતા થયા.
મૂલ્યાંકન અને પરિણામ :
વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
દ્વારા અભ્યાસ કરાવવાથી તેમની હાજરીમાં વધારો થયો. તેમને ભણવાની પણ મજા આવી. પશુ
પક્ષીઓ વિશે સારી રીતે સમજી શક્યા. તેમના જ્ઞાનની ચકાસણી કરવા માટે મૂલ્યાંકન
પ્રવૃત્તિ ની રચના કરવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીને ક્રમશઃ ઉભા કરી પક્ષીપોથી
માંથી શિક્ષક જે પક્ષીને ઓળખવા કહે તે પક્ષીનું ચિત્ર વર્ગના અન્ય વિદ્યાર્થીને
બતાવશે અને તે પક્ષીનું નામ વર્ગ સમક્ષ રજૂ કરશે. તે પક્ષીના રંગ તેમની ચાંચ તેમના
પગના પંજા નો રંગ વગેરેનું વર્ણન વિદ્યાર્થી વર્ગ સમક્ષ રજૂ કરશે. ત્યાર બાદ
વિદ્યાર્થી તે પક્ષીના માળા વિશે વર્ણન કરશે. આ જ રીતે પશુ વિશે પણ મૂલ્યાંકન
કરવામાં આવ્યું. આમ વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ પશુ અને પક્ષીના વર્ણન કરતા થયા. તેમને ઓળખતા થયા. તેમના અવાજ પરથી
ઓળખતા થયા. તેમના અવાજની નકલ કરતા થયા. તેમનામાં પશુ અને પક્ષી વિશે સંકલ્પના
સિદ્ધ થઈ. પશુ અને પક્ષીઓનું આપણા જીવનમાં મહત્વ સમજ્યા. પશુઓ અને પક્ષીઓ પ્રત્યે
પ્રેમ ભાવનાનો વિકાસ થયો.
ચિંતન :
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા
પશુ-પક્ષીઓની સમજ આપવાથી તેઓ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે તેઓની હાજરીમાં વધારો
જોવા મળ્યો નવીન પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાથી વર્ગ જીવંત બન્યો. વિદ્યાર્થીઓમાં
પ્રાણીપ્રેમ વિકાસ પામ્યો. આ પ્રવૃતિ પછી બીજા દિવસે જ્યારે અમે શાળાએ આવ્યા
ત્યારે ધોરણ-3 ની સાથે
સાથે શાળાના બીજા બાળકો પણ વિવિધ પક્ષી-પ્રાણીના આવજની નકલ કરતાં જોવા મળ્યા. પાવર
પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અભ્યાસ કરવાથી બાળકોને સરળતાથી યાદ રહી જાય છે તેમને
ભણવાની ખૂબ જ મજા આવે છે શાળામાં આવું ગમે છે. તેમજ આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની
કોપી બાળકોના વાલીના વોટસએપ ગ્રુપમાં શેર કર્યું જે બાળકો શાળા સમય બાદ પણ તેનો
ઉપયોગ કરવા લાગ્યા. તેમજ તેની લિન્ક પણ શેર કરી. આ પ્રવૃતિથી વાલી પણ વધુ જાગૃત
બન્યા. વાલી અને શાળાનો સબંધ વધુ આત્મીય બન્યો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
(o)
ReplyDelete