STD-10: Useful information for teachers, students and parents regarding percentile rank and percentage in standard 10 (SSC).
ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
Standard: What is 10th percentile rank?
What is percentile rank in standard 10? Learn about Percentile Rank. Over the last few years, the Gujarat Board of Secondary Education has changed the examination system as well as the result system. Previously, students were evaluated on the basis of their percentage in the results of the board. But now the percentile is also evaluated along with the percentile. At a time when there is growing confusion among parents and students about the method of assessing percentiles, let us try to understand the method of percentiles introduced in the standard 10 results announced by the board.
Percentile rank is a different method of evaluating the performance of a class of students. Which differs slightly from the traditional percentage system. According to the prevailing percentage system, the practice of recognizing the marks obtained by dividing the marks obtained by the student with the number of subjects as a percentage was implemented. While now the percentile method is implemented.
What is Percentile Rank?
Percentile rank represents the rank of each candidate compared to other candidates. Percentile rank is a measure of a student's position relative to other students. E.g. A student who has got 5 percentile, it shows that this student comes in the examination immediately after five percent (100 - 5) candidates in the total students of Bethel. In other words, this student is ahead of other 5% candidates. If we take the total number of candidates, then immediately everyone can know how many their number is in the complete list, for example, if the total number of candidates is 1 lakh, then the rank of these candidates will be around 3000. This means that this student can be considered as one of the top 3000 students.
How is Percentile Rank Calculated?
The formula for this is as follows.
Percentile Rank = Number of candidates falling below these candidates ૪ 100 Total number of seated candidates How can your rank be determined on the basis of percentile rank?
How to calculate:
Percentile rank = L / n x100
Where x = the number of marks on which the percentile rank is to be derived
T = Total number of students getting marks from 0 to x-1
n = Number of all students covered in the group (n = 866814 can be counted in March 2019)
This is how the percentile is calculated :
When it comes to calculating the percentile rank, the number of students who get X marks in a single assessment is ahead of the number of students in the whole group, that is, the number of students in the rank order is to be compared on a scale of 100 percent. Simply put, if some students scored 473 (x) marks out of 500 and the number of those who got 0 to 472 marks was 95,000 (L) and the total student mass was 100,000 (n) then the percentile rank of students who got 472 marks would be divided by 95000 with 100,000 students. A score of 0.95 and multiplied by 100 is obtained. To put it simply, students who get 473 marks are among the top 5 percent of the total students.
Which students are included?
In calculating the percentile rank, the scores of all the candidates appearing in the examination of six subjects taken by the board are taken into consideration among the regular, private and recurring students (appearing in all subjects except subject exemption).
What is the advantage of percentile system?
Instead of giving only 1 to 10 rank earlier by the board, now by giving percentile rank, every student will be able to know his approximate rank. What percentage is important for getting admission but when there is competition with others, my position is more important than others. Suppose a student gets a percentage of only 5% but his percentile rank is 5% of the total students then it means that the student is included in the top 5% of the students. In this way, based on the percentile rank, the student will be able to know in which college he is likely to get admission.
👉 હવે... તમે ઘરે બેઠા જ નોકરી કરો અને પૈસા કમાઓ Paytm દ્વારા.👉 3D HD વ્યૂ: ભારતમાં 3D અને 360° ડિગ્રી દૃશ્ય.
હાલ ધોરણ:10 નું પરિણામ પણ આવી ગયું છે. ત્યારે માર્કશીટમાં કુલ માર્ક, વિષય દીઠ ગુણ અને ટકાવારી તેમજ ગ્રેડ બધુ જ આપેલું હોય છે. ધોરણ-10 એસએસસી(SSC) ના પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પર્સન્ટાઇલ રેન્ક, પર્સન્ટેજ સંદર્ભે દ્વિધા છે. ઉપરાંત દરેક વાલીઓએ તેમના બાળકને પ્રવેશ ક્યાં ધોરણે અપાશે તે પણ જાણવું જરૂરી છે. આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગ મુજબની જાણકારી પ્રમાણે પરિણામની સમગ્ર પધ્ધતિની છણાવટ કરવામાં આવી છે. માર્કશીટમાં બધા વિષયના માર્ક, કુલ માર્ક અને ટકાવારી પણ અપાયેલ છે. ગ્રેડ પણ આપેલ છે જેથી ખબર પડે કે કેટલા ટકાએ કયો ગ્રેડ આવે? પર્સન્ટાઇલ એટલે શું? તો દાખલા તરીકે એ ગ્રૂપમાં કુલ 63000 વિદ્યાર્થીઓ છે તેમાંથી પોતાનો ક્રમાંક કયો તે વિદ્યાર્થી જાણી શકશે. અત્યાર સુધી એકથી દસ ક્રમ જ જાણી શકાતા હવે દરેક વિદ્યાર્થી રાજ્યમાં પોતાનો રેન્ક કેટલામો તે જાણી શકશે. 63000 પૈકી અંદાજિત 3000 નો વિદ્યાર્થી g હોય તે બોર્ડમાં 95 ટકાની આસપાસ મેળવેલો હોય તેવી ધારણા થઇ શકે. આખો શબ્દ પર્સન્ટાઇલ રેન્ક છે. જેનો પર્સન્ટાઇલ રેન્ક 75 ટકા હોય, તેણે એવું સમજવાનું કે તેની ઉપર રપ ટકા વિદ્યાર્થીઓ અને તેના પછી 75 ટકા વિદ્યાર્થીઓ છે. કોઇ વિદ્યાર્થીને દાખલા તરીકે 63 ટકા આવે તોજ તેનું પરિણામ નબળું માનવામાં આવે છે. પરંતુ તેનો પર્સન્ટાઇલ રેન્ક 91 હોય તો વાલીઓને પણ એવી ખાતરી થાય કે, તેનાથી ઉપર માત્ર 9 ટકા જ વિદ્યાર્થીઓ છે.
ધોરણ:10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ? જાણો Percentile Rank વિશે, છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રજૂ કરવામાં આવેલી પર્સેન્ટાઈલની પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ
પર્સેન્ટાઈલ રેન્ક વિદ્યાર્થીઓના એક વર્ગના દેખાવની મૂલવણી કરવાની જુદી પદ્ધતિ છે. જે પરંપરાગત ટકાવારી પદ્ધતિથી થોડી જુદી પડે છે. પ્રચલિત ટકાવારીની પદ્ધતિ મુજબ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણને વિષયની સંખ્યા સાથે ભાગતા જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે હવે પર્સેન્ટાઈલ પદ્ધતિનો અમલ થાય છે.
પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
પર્સેન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. પર્સેન્ટાઇલ રેન્ક એટલે જે તે વિધાર્થીનું સ્થાન અન્ય વિધાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ. દા.ત. જે વિધાર્થીને ૯૫ percentile મળેલ હોય, તો તે એ દર્શાવે છે કે આ વિધાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલના વિધાર્થીઓમાં પાંચ ટકા ( ૧૦૦ – ૯૫ ) ઉમેદવારો પછી તરત આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી અન્ય ૯૫% ટકા ઉમેદવારો કરતાં આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લીસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે, જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા જો ૧ લાખની હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં લગભગ ૫૦૦૦ આસપાસનો થાય . એટલે કે આ વિધાર્થી ટોપ ૫૦૦૦ વિધાર્થીમાં આવે છે તેમ ગણી શકાય.
પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે?
આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે.
પર્સેન્ટાઇલ રેન્ક = આ ઉમેદવારોની નીચે આવતા ઉમેદવારોની સંખ્યા ૪ ૧૦૦ કુલ બેઠેલા ઉમેદવારોની સંખ્યા પરસેન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નકકી કરી શકાય?
ગણવાની રીત:
પર્સેન્ટાઈલ રેન્ક=L/n x100
જ્યાં x= જે ગુણ સંખ્યા પર પર્સેન્ટાઈલ રેન્ક કાઢવાની હોય છે તે
L=0થી x-1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
n= સમૂહમાં આવરી લેવાયેલા તમામ વિદ્યાર્થીઓની સંખ્યા (માર્ચ-2019માં n=866814 ગણી શકાય)
આ રીતે થાય છે પર્સેન્ટાઈલની ગણતરી :
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી અંગે વાત કરીએ તો કોઈ એક મૂલ્યાંકનમાં X માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છે, એટલે કે રેન્કના ક્રમમાં તેમના કરતા કેટલા વિદ્યાર્થીઓ છે, તેની તુલના 100 ટકાના સ્કેલમાં કરવાની રહે છે. તેને થોડી સરળ રીતે સમજીએ તો કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000(L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 100,000(n) હોય તો 472 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સેન્ટાઈલ રેન્ક 95000ને 100,000 વિદ્યાર્થીઓ સાથે ભાગતા 0.95 અને તેને 100 સાથે ગુણતા 95નો આંક પ્રાપ્ત થાય છે. જેને સરળ ભાષામાં સમજીએ તો 473 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના ટોપ 5 ટકા વિદ્યાર્થીઓમાં આવે.
કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે?
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષય મુક્તિ સિવાય તમામ વિષયમાં ઉપસ્થિત રહેલા) વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવામાં આવેલી 6(છ) વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.
પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે?
પહેલાં બોર્ડ ધ્વારા માત્ર 1 થી 10 ના રેન્ક આપવામાં આવતા હતાં તેની જગ્યાએ હવે પર્સેન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિધાર્થી પોતાનાં અંદાજીત રેન્ક જાણી શકશે. એડમીશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્વનું છે પણ જયારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્વનું છે. માન લો વિધાર્થીને પરસેન્ટેજન માત્ર 55 % મળેલ હોય પરંતુ તેનો પરસેન્ટાઇલ રેન્ક કુલ રૃપમાં બેઠેલ વિધાર્થીઓમાં 75 % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિધાર્થીનો સમાવેશ ટોપ 25% વિધાર્થીમાં થાય છે. આ પ્રકારે પરસેન્ટાઇલ રેન્કના આધારે વિધાર્થીને પોતાને ખબર પડી શકશે કે પોતાને કઇ કોલેજમાં એડમીશન મળવાની શકયતા છે.
Your feedback is required.
No comments:
Post a Comment