Wel come to science Fair-2014
Kotda & Varali C.R.C.
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪
આજ રોજ તા: ૨૫/૦૭/૨૦૧૪ ના શ્રી કોટડા ઉ. C.R.C. / શ્રી વરલી C.R.C.નું સંયુક્ત ભવ્ય ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં બન્ને C.R.C. ની કુલ ૧૨ શાળાઓ એ ભાગ લીધો હતો.
તેમાં
૧. શ્રી કોટડા ઉ. ગ્રુપ પ્રાથમિક શાળા,
૨. શ્રી કોટડા આથમણા પ્રાથમિક શાળા,
૩. શ્રી નાનાથરાવડા પ્રાથમિક શાળા,
૪. શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા,
૫. શ્રી વરલી પ્રાથમિક શાળા,
૬. શ્રી સુમરાવાઢ પ્રાથમિક શાળા,
૭. શ્રી ચકાર પ્રાથમિક શાળા,
૮. શ્રી જાંબુડી પ્રાથમિક શાળા,
૯. શ્રી કૈલાશનગર પ્રાથમિક શાળા,
૧૦. શ્રી સણોસરા પ્રાથમિક શાળા,
૧૧. શ્રી નાનાબંદરા પ્રાથમિક શાળા,
૧૨. શ્રી મોટાબંદરા પ્રાથમિક શાળા.
ગ્રુપની દરેક શાળાઓએ ભાગ લીધો હતો. દરેક શાળા માંથી બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ એક-એક થી ચડિયાતી કૃતિ ઓ રજૂ કરી હતી. વાદળછાયા વાતાવરણમાં ઝરમર વરસાદની વચ્ચે પણ બહોળી સંખ્યામાં આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીગણ તથા દર્શકોએ આ મેળો ખુબજ રસ પૂર્વક નિહાળ્યો હતો.
આ વિજ્ઞાનમેળા માં અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા તથા શ્રી નાનાથરાવડા પ્રાથમિક શાળા, શ્રી કોટડા આથમણા પ્રાથમિક શાળા, તેમજ શ્રી સુમરાવાઢ પ્રાથમિક શાળા ની કૃતિઓ એ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેચ્યું હતું. એમાં પણ અમારી શ્રી મોટાથરાવડા શાળાની કૃતિ (સૌરઊર્જા દ્વારા સંચાલિત- સોલાર એર કુલર ) કૃતિએ સૌ દર્શકો તેમજ નિર્ણાયકશ્રી ઓ ને આકર્ષિત કર્યા હતા.
અમારી ગ્રુપ શાળાના આચાર્યશ્રી તથા અમારા C.R.C. કૉઓડીનેટરશ્રીના માર્ગદર્શન તેમજ શિક્ષકોના સહિયારા પ્રયાસથી અમારુ આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૪ સફળ રહ્યું હતું.
આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન નિહાળવું એ એક લહાવો હતો.
વિજ્ઞાનમેળાની આછેરી ઝલક ::-
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »