JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

3/4/14

તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક પરીક્ષાનું રીઝલ્ટ

તલાટી કમ મંત્રીજુનિયર ક્લાર્ક પરીક્ષાનું રીઝલ્ટ જોવા
            અહીં લીંન્ક પર ક્લીક કરો.
                                 
                           Click here
                                  
          તલાટી કમ મંત્રી,જુનિયર ક્લાર્ક પરીક્ષાનું રીઝલ્ટ અહીં ક્લીક કરો.


            આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

3/1/14

શિક્ષકોની સામાન્ય માહિતિ,પગાર સ્લીપ સરળતાથી તૈયાર કરવા


     શિક્ષકોની સામાન્ય માહિતિ તેમજ  શિક્ષકોની પગાર સ્લીપ અલગ અલગ ખુબજ સરળતાથી તૈયાર              કરવા આ એક્સેલ સીટમાં બનાવેલ પોગ્રામ ડાઉનલોડ કરો.
     આ એક્સેલ પોગ્રામમાં અલગ અલગ મોંઘવારીની ટકાવારી(%)મુજબ સરળતાથી ગણતરી કરી શકાસે.
 
           download
       

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/28/14

ન્યુ અપડેટ,બાલસૃષ્ટિ,જીવનશિક્ષણ,ગુ. રો.સમાચાર ડાઉનલોડ

Read More »

2/10/14

CPF ખાતાની ઓનલાઈન કપાત જોવા

   મિત્રો.... 


    શું આપ આપના CPF ખાતાની કપાત ઓનલાઈન જોવા માંગો છો?  તો તે માટે નીચે મુજબના કેટલાક પગલાને અનુસરો.

પગલું - 1  આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર  ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.    
  1.  12 અંકનો પ્રાણ નંબર 
  2.  I  PASSWORD (Internet Password)
  3.  T PASSWORD (Teliphonik Password) 

   પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2  અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 
                 https://cra-nsdl.com/CRA/

પગલું - 3  વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨ આંકડા નો, પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password  ના ખાનામાં પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે., ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે  હાલનો  (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોયતે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરોઅને ફરી નવેસરથી  પ્રાણનંબર  અને  આપના  નવા પાસવર્ડથી લોગીન થાઓ.  

પગલું - 4  આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details, Statements Of Holding,Statements 
Of Tranaction જોઈ શકો છો. તથા પ્રિંટ કરી શકો છો.
         
              આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

રેવન્યુ તલાટી કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ

▒░░ "રેવન્યુ તલાટી કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ કરો" ░░▒

   રેવન્યુ તલાટી કોલ લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ

આજ રોજ તારીખ 10/02/2014 (2:00 pm) થી 16/02/2014 સુધી માં ડાઉનલોડ કરી સકાશે. લેટર/હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અહીં આપેલ લીંક પર ક્લિક કરો.

કોલ લેટર Download  કરો click here
          Link 1
          Link 2, 
          Link 3 


Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : -

  •  Select Job માથી જાહેરાત પસંદ કરવી.
  • તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો)  અને  જ્ન્મતારીખ દાખલ કરવી.
  • Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે
  • જેથી Call Letter નવી Window  માં ખુલશે.
  • Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

પરીક્ષા તારીખ 16-02-2014 ના રોજ લેવાશે.
પરીક્ષા સમય 12 to 1 નો રહેશે.

પ્રશ્ર્નપત્રનું માળખું

  • ગુજરાતી ૨૦ ગુણ
  • ગુજરાતી વ્યાકરણ ૨૦ ગુણ
  • ગણિત ૧૫ ગુણ 
  • અંગ્રેજી ગ્રામર ૧૫ ગુણ 
  • જનરલ નોલેજ ૩૦ ગુણ

   કુલ ગુણ ૧૦૦,  સમય કલાક ૧ નો રહેશે.
 Best of Luck my all friends....


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/16/14

મહેસુલ વિભાગમાં રેવન્યુ તલાટીઓની ભરતી

▒░░░ મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી ░░░▒

મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી માટે પ્રક્રિયા : મહિલાઓને વયમર્યાદામાં પ વર્ષની છુટછાટ

આજે સાંજથી તા. ૩૦ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ધો. ૧ર પાસ જરૂરી : ફેબ્રુઆરીમાં પરીક્ષા : ભરતીને લગતી  સઘળી માહિતી માટે  

રાજકોટ, તા. ૧૬ : રાજયના મહેસુલ વિભાગ દ્વારા તલાટી  વર્ગ-૩ની ૧પ૦૦ જગ્‍યાઓ માટે આજથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાખો યુવક-યુવતિઓ પરીક્ષા આપે  તેવી ધારણા છે. સામાન્‍ય વર્ગ માટે વયમર્યાદા ૧૮થી ર૮ વર્ષ છે. પરંતુ બહેનો માટે ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ  આપવામાં આવી છે. પ્રથમ પાંચ વર્ષ રૂ. પ૩૦૦ ફીકસ પગાર  અને ત્‍યારબાદ પર૦૦-ર૦ર૦૦ રૂપિયાનો પગાર ગ્રેડ મળશે.  ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે.
            સરકારે જાહેર કર્ર્યુ છે કે મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના  કલેકટર કચેરીઓમાં મહેસૂલી તલાટી વર્ગ-૩ની ૧પ૦૦ જગ્‍યાઓ  પર નિમણૂંક માટે ઉમેદવારો પસંદ કરવા મેરીટ યાદી તૈયાર કરવા  માટે જગ્‍યાઅના સંદર્ભમાં ઉલ્લેખ કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા  ઉમેદવારો પાસેથી નિયત નમૂનાના ઓજસ વેબસાઇ પર ઓનલાઇન  અરજીઓ માંગવામાં આવે છે. આ માટે ઉમેદવારે  
http://ojas.guj.nic.in   વેબસાઇટ પર  તા. ૧૬/૧/ર૦૧૪ (સાંજના ૪:૦૦ કલાક) થી તા. ૩૦/૧/ર૦૧૪ (રાત્રિના ૧૧.પ૯ કલાક સુધી) દરમ્‍યાન અરજી કરવાની રહેશે. ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (15kb) અને સહીનો નમૂનો  (15kb સાઇઝથી વધે નહીં તે રીતે) જેપીજી ફોર્મેટમાં સ્‍કેન કરી ઓનલાઇન અરજીમાં આપલોડ કરવાનો રહેશે. ઉમેદવારે પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના  રહેશે અને અરજીપત્રકમાં તે મુજબની વિગતો ભરવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા હેતુલક્ષી પ્રશનોવાળી ઓ.એમ.આર. પદ્વતિથી લેવાનાર પરીક્ષા રહેશે.પરીક્ષા સદર્ભની બધી જ સૂચનાઓ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ.થી આપવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ  નંબર અવશ્‍ય દર્શાવવો અને પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય ત્‍યાં સુધી તે નંબર  જાળવી રાખવો જરૂરી છે. ૧૦૦ ગુણનું હેતુલક્ષી પ્રશ્નોનું પેપર રહેશે.
          ઉમેદવાર ઉચ્‍ચત્તર માધ્‍યીમક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી. (ધોરણ-૧ર) અથવા સરકારે માન્‍ય કરેલ તેની સમકક્ષ પરીક્ષામાં ઉતીર્ણ  થયેલ હોવા જોઇએ.નક્કી કરેલ અભ્‍યાસક્રમ મુજબ કોમ્‍પ્‍યુટર અંગેનું  બેજીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ તાલીમ સંસ્‍થાનું  પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર માન્‍ય  યુનિવર્સિટી અથવા સંસ્‍થામાં કોમ્‍પ્‍યુટર જ્ઞાન અંગેના કોઇપણ  ડિપ્‍લોટમાં અભ્‍યાસક્રમમાં કોમ્‍પ્‍યુટર એક વિષય તરીકે હોય તેવા  પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા કોમ્‍પ્‍યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે. આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ નિમણૂંક મેળવતા પહેલા આવું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે.હિન્‍દી, અંગ્રેજી તથા ગુજરાતી ભાષાનું પૂરતુ જ્ઞાન અને ગુજરાતી ભાષા પર પ્રભુત્‍વ હોવું જોઇશે.ઓનલાઇન અરજી સ્‍વીકારવાની છેલ્લી તારીખ એટલે કે તા. ૩૦/૧/ર૦૧૪ના રોજ ઉમેદવારની વય ૧૮ વર્ષથી ઓછી નહીં અને ર૮ વર્ષથી વધુ નહિ તેવી હોવી જોઇશે. મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના, ઉમેદવારો તથા તમામ મહિલા, વિકલાંગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબ છુટછાટ આપવામાં આવશે.સામાન્‍ય મહિલા ઉમેદવારોને - પ વર્ષ, અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને -પ વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને-૧૦ વર્ષ, સામાન્‍ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને-૧૦ વર્ષ, સામાન્‍ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને -૧પ વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારો-૧પ વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારો-ર૦ વર્ષ સુધી મર્યાદામાં છુટ રહેશે.


સીધી જ ઓનલાઇન અરજી કરવા માટેની લીંક

જિલ્લા વાઈઝ ખાલી જગ્યાઓની સંપૂર્ણ  માહિતી તેમજ ઓનલાઇન અરજી કરવા અંગેની સામાન્ય સુચનાઓ 









આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/9/14

ગુજરાત રોજગાર સમાચાર (08 January 2014)


ગુજરાત રોજગાર સમાચાર, 
પી.ડી.એફ. ફોર્મેન્ટમાં વાંચો તથા 
ડાઉનલોડ કરો
 Rozgaar Samachar (08 January 2014)




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »