JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/16/14

મહેસુલ વિભાગમાં રેવન્યુ તલાટીઓની ભરતી

▒░░░ મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી ░░░▒

મહેસુલ વિભાગમાં ૧પ૦૦ રેવન્યુ તલાટીઓની ભરતી માટે પ્રક્રિયા : મહિલાઓને વયમર્યાદામાં પ વર્ષની છુટછાટ

આજે સાંજથી તા. ૩૦ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ધો. ૧ર પાસ જરૂરી : ફેબ્રુઆરીમાં પરીક્ષા : ભરતીને લગતી  સઘળી માહિતી માટે  

રાજકોટ, તા. ૧૬ : રાજયના મહેસુલ વિભાગ દ્વારા તલાટી  વર્ગ-૩ની ૧પ૦૦ જગ્‍યાઓ માટે આજથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાખો યુવક-યુવતિઓ પરીક્ષા આપે  તેવી ધારણા છે. સામાન્‍ય વર્ગ માટે વયમર્યાદા ૧૮થી ર૮ વર્ષ છે. પરંતુ બહેનો માટે ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ  આપવામાં આવી છે. પ્રથમ પાંચ વર્ષ રૂ. પ૩૦૦ ફીકસ પગાર  અને ત્‍યારબાદ પર૦૦-ર૦ર૦૦ રૂપિયાનો પગાર ગ્રેડ મળશે.  ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે.
            સરકારે જાહેર કર્ર્યુ છે કે મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના  કલેકટર કચેરીઓમાં મહેસૂલી તલાટી વર્ગ-૩ની ૧પ૦૦ જગ્‍યાઓ  પર નિમણૂંક માટે ઉમેદવારો પસંદ કરવા મેરીટ યાદી તૈયાર કરવા  માટે જગ્‍યાઅના સંદર્ભમાં ઉલ્લેખ કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા  ઉમેદવારો પાસેથી નિયત નમૂનાના ઓજસ વેબસાઇ પર ઓનલાઇન  અરજીઓ માંગવામાં આવે છે. આ માટે ઉમેદવારે  
http://ojas.guj.nic.in   વેબસાઇટ પર  તા. ૧૬/૧/ર૦૧૪ (સાંજના ૪:૦૦ કલાક) થી તા. ૩૦/૧/ર૦૧૪ (રાત્રિના ૧૧.પ૯ કલાક સુધી) દરમ્‍યાન અરજી કરવાની રહેશે. ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (15kb) અને સહીનો નમૂનો  (15kb સાઇઝથી વધે નહીં તે રીતે) જેપીજી ફોર્મેટમાં સ્‍કેન કરી ઓનલાઇન અરજીમાં આપલોડ કરવાનો રહેશે. ઉમેદવારે પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના  રહેશે અને અરજીપત્રકમાં તે મુજબની વિગતો ભરવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા હેતુલક્ષી પ્રશનોવાળી ઓ.એમ.આર. પદ્વતિથી લેવાનાર પરીક્ષા રહેશે.પરીક્ષા સદર્ભની બધી જ સૂચનાઓ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ.થી આપવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ  નંબર અવશ્‍ય દર્શાવવો અને પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય ત્‍યાં સુધી તે નંબર  જાળવી રાખવો જરૂરી છે. ૧૦૦ ગુણનું હેતુલક્ષી પ્રશ્નોનું પેપર રહેશે.
          ઉમેદવાર ઉચ્‍ચત્તર માધ્‍યીમક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી. (ધોરણ-૧ર) અથવા સરકારે માન્‍ય કરેલ તેની સમકક્ષ પરીક્ષામાં ઉતીર્ણ  થયેલ હોવા જોઇએ.નક્કી કરેલ અભ્‍યાસક્રમ મુજબ કોમ્‍પ્‍યુટર અંગેનું  બેજીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ તાલીમ સંસ્‍થાનું  પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર માન્‍ય  યુનિવર્સિટી અથવા સંસ્‍થામાં કોમ્‍પ્‍યુટર જ્ઞાન અંગેના કોઇપણ  ડિપ્‍લોટમાં અભ્‍યાસક્રમમાં કોમ્‍પ્‍યુટર એક વિષય તરીકે હોય તેવા  પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા કોમ્‍પ્‍યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે. આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ નિમણૂંક મેળવતા પહેલા આવું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે.હિન્‍દી, અંગ્રેજી તથા ગુજરાતી ભાષાનું પૂરતુ જ્ઞાન અને ગુજરાતી ભાષા પર પ્રભુત્‍વ હોવું જોઇશે.ઓનલાઇન અરજી સ્‍વીકારવાની છેલ્લી તારીખ એટલે કે તા. ૩૦/૧/ર૦૧૪ના રોજ ઉમેદવારની વય ૧૮ વર્ષથી ઓછી નહીં અને ર૮ વર્ષથી વધુ નહિ તેવી હોવી જોઇશે. મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના, ઉમેદવારો તથા તમામ મહિલા, વિકલાંગ તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબ છુટછાટ આપવામાં આવશે.સામાન્‍ય મહિલા ઉમેદવારોને - પ વર્ષ, અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને -પ વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને-૧૦ વર્ષ, સામાન્‍ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને-૧૦ વર્ષ, સામાન્‍ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને -૧પ વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારો-૧પ વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારો-ર૦ વર્ષ સુધી મર્યાદામાં છુટ રહેશે.


સીધી જ ઓનલાઇન અરજી કરવા માટેની લીંક

જિલ્લા વાઈઝ ખાલી જગ્યાઓની સંપૂર્ણ  માહિતી તેમજ ઓનલાઇન અરજી કરવા અંગેની સામાન્ય સુચનાઓ 









આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

No comments:

Post a Comment

Recent Posts