JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

5/29/15

તમારા વાળનું અમૃત...શાકભાજી


    દોસ્તો....આપ જાણો છો..?   કે  શાકભાજી વાળનું  છે.  શું વાળ માટે શાકભાજી ફાયદો કરે છે ખરા ?
તમે  વિચારતાં હશો કે વાળની તકલીફ જેમ કે વાળનું ખરવું, સફેદ થવું, ખોડો જૂં-લીખ વગેરે રોગો થયા હોય તો  એ માટે વાળ પર લગાવવાના તેલો  અને  ખાવાની દવા આ બધી ટ્રીટમેન્ટ કરવાથી વાળમાં ફાયદો થાય છે.  તમારૂ અનુમાન સાચું જ છે, પરંતુ એ સાથે શાકભાજીનો  યોગ્ય  ઉપયોગ કરવામાં આવે તો તેનું પરિણામ  જલ્દી મળે છે.
      આપણે  સૌ જાણીએ છીએ  જ  કે દરેક શાકભાજીમાં બધા જ પ્રકારના વિટામીન્સ, ફોસ્ફરસ, પ્રોટીન, લોહ વગેરે તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે  
● 《 કાકડી 》    
કાકડીનો ગુણ પણ ઠંડક ઉત્પન્ન કરનાર છે. મગજમાં અતિશય ગરમી લાગતી હોય તો કાકડીનો ઉપયોગ કરવો જોઇએ. વાળમાં પણ અતિશય ગરમી લાગતી હોય તો કાકડીને છીણી કપડામાં લપેટી માથા પર મૂકવાથી ખૂબ જ ઠંડક લાગે છે અને માનસિક સાંત્વના મેળવી શકાય છે.
● 《 ડુંગળી 》   

ડુંગળી સ્વાદમાં તીખી હોય છે. તેમજ તેનો ગુણ પણ ગરમ હોય છે. જેને Acidity રહેતી હોય તેણે ડુંગળીનો ખાવામાં ઉપયોગ કરવો નહીં બાકી જેમને તકલીફ ન હોય તેમને માટે ડુંગળી પુષ્ટિકર, વીર્યવર્ધક છે. ડુંગળીને ‘‘ગરીબોની કસ્તુરી’’ નામ આપવામાં આવેલું છે. ગરીબો કસ્તુરી ખાઈ શકતા નથી પરંતું કસ્તુરી જેવા જ ગુણો ડુંગળીમાં છે એટલા માટે જ ઉપર્યુક્ત ઉપમા આપવામાં આવી છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી જૂં મરી જાય છે. વાળ ધોવાના ૧ કલાક અગાઉ ડુંગળીનો રસ માથામાં ભરી દેવો. ત્યાર બાદ કડવા લીમડાના ઉકાળતા પાણીને ઠંડુ કરી આ જ પાણીથી વાળ ધોવાથી જૂં મરી જાય છે. જો જૂં વારંવાર થતી હોય તો સાથે ખાવાની દવા લેવાથી કાયમી ફાયદો મેળવી શકાય છે. જો કોઇકવાર જ જૂં થતી હોય તો ઉપરનાં ઉપચાર કરવાથી પરિણામ મેળવી શકાય છે. સરગવાના પાનના રસનું માથા પર મસાજ કરવાથી ખોડો મટે છે.
● 《 દૂધી 》    
દૂધીનો તેલમાં ઉપયોગ થાય છે. એ તો આપ જાણો જ છો. ગરમપ્રકૃત્તિ એટલે કે પિત્તના પ્રકોપને કારણે માથુ ગરમ રહેતું હોય અને ગુસ્સો ખૂબ આવતો હોય આવા સમયે દૂધીને છીણી તેનો રસ કાઢી તેનું તેલ બનાવી રોજે રોજ ઉપયોગ કરવાથી વાળમાં ઠંડક થાય છે. અલબત્ત સાથે સાથે પ્રકૃત્તિ પ્રમાણે બીજી વનસ્પતિનો તો ઉપયોગ સવિશેષ કરવો જોઇએ. દૂધીનો હલવો સ્વાદિષ્ટ અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરનાર છે. પિત્તના પ્રકોપને કારણે વાળ ખરતાં હોય તો અથવા સફેદ થયા હોય તો દૂધીનો હલવો ખાવાથી ફાયદો થાય છે.
● 《 પરવળ 》  

 પરવળ બે પ્રકારના હોય છે. એક તો મીઠા અને બીજા કડવા. મીઠા પરવળ પચવામાં હલકાં હોય છે અને લોહી વધારનાર છે. મીઠા પરવળનો સૂપ બનાવી પીવાથી પણ ખરતાં વાળમાં ફાયદો થાય છે. મીઠા પરવળ ખાવાના કામમાં આવે છે. જ્યારે કડવા પરવળ દવા તરીકે લગાવવાના કામમાં આવે છે. કડવા પરવળના પાનનો રસ માથાની ઉંદરી (ઇન્દ્રલુપ્ત) પર ચોપડવાથી નવા વાળ આવે છે. ઉંદરી એટલે વાળને જાણે ઉંદરે કાપી નાંખ્યા હોય એવા ચકામાં પડ્યા હોય તેને ઉંદરી કહેવામાં આવે છે. વાળમાં જો ફોડલાઓ થયા હોય તો કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડાને ધોવાથી ખૂબ જ ફાયદો થાય છે.
● 《 ગાજર 》    

ગાજરમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ, ફોસ્ફરસ, ગંધક અને સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત વિટામીન ‘એ’નું પ્રમાણ વધુ હોય છે. ગાજરમાં લોહ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસનું તત્વ હોવાને કારણે વાળમાં ફાયદો કરે છે. શરીરમાં લોહતત્વ અને કેલ્શિયમની ઉણપને કારણે વાળ મૂળમાંથી ખરે છે. આ ખામી પૂરી કરવા માટે ગાજરનો રોજે રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કાચા ગાજર ન ખાઈ શકો તો તેના કટકા કરી મીઠું અને લીંબુ મેળવી ખાવું. ગાજર હંમેશા કુમળાં જ ખાવા જોઈએ અને ગાજરનો સવારે સવારે જ ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. જો ગાજર ન ભાવતા હોય તો ૫ થી ૬ કુમળા ગાજર લઈ તેનો રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.
● 《 તાંદળજાની ભાજી  》     
તાંદળજામાં વિટામીન ‘એ’ ‘બી’ અને ‘સી’ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ છે. જેમાં રક્તવર્ધક (લોહી વધારનાર) રક્તશોધક (લોહી સુધારનાર) જંતુનાશક અને પાચક ગુણો છે. તાંદળજાની ભાજીને કૂકરમાં બાફી વધાર કરી ઉપયોગમાં લેવી જોઈએ. ભાજીમાં લગભગ બધાજ રસો આવી જતાં હોવાથી મીઠુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તાંદળજાનો રસ પીવાથી પણ ફાયદો થાય છે. વાળ ખરતાં હોય, સફેદ થયા હોય તો તાંદળજાની ભાજીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો જોઈએ. આજકાલ લોહીની ઓછપને કારણે ઘણાં રોગો થવાનો સંભવ રહે છે. આવા વખતે વિટામીન્સ કે આર્યનની ગોળીઓ ખાવા કરતાં જો તાંદળજાના રસનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં Himoglobin નું પ્રમાણ વધી જાય છે.
       પાલકની ભાજીમાં પણ વિટામીન એ, બી, સી અને ઈ તેમજ પ્રોટીન, સોડીયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને લોહ છે. એ લોહીના રક્તાણુઓને વધારે છે.
● 《  લીંબુ  》     
લીંબુમાં સાઈટ્રીક એસીડ, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું, સાકર, કેલ્શિયમ, પોટાશ, ફોસ્ફરસ, અને લોહ છે. લીંબુમાં વધુ પડતુ વિટામીન ‘સી’ હોય છે
તેમજ વિટામીન બી-૧ નું પ્રમાણ હોય છે. લીંબુનો રસ માથાના વાળમાં નાંખી મસળી અને સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લૂખાશ દૂર થાય છે. તેમજ વાળ સ્વચ્છ બને છે. વાળ ધોવાના એક કલાક અગાઉ વાળમાં ખાટું દહીં અને લીંબુનો રસ મેળવી લગાવવાથી વાળમાં રહેલ ખોડો મટે છે.
      આમળાના પાવડરને લીંબુના રસમાં મેળવી ૫-૬ કલાક પલાળી રાખવું. ત્યારબાદ રાત્રે તે તે પાવડર વાળમાં લગાડી સવારે ધોઈ લેવું. આનાથી લાંબા ગાળે સફેદ વાળ કાળા બને છે.
       મિત્રો....,  આમ આપણે રોજબરોજ વાપરતાં શાકભાજીનો ઉપયોગ કરવાથી કેટલા બધા ફાયદા થાય છે એ જોયું. શાકભાજીને બને ત્યાં સુધી અગ્નિના ઓછા સંપર્કમાં આવે એ પ્રમાણે રાંધવા જોઈએ. વધુ પડતા શાકભાજીને બાફવાથી અથવા ફક્ત તેલમાં જ બનાવવાથી શાકના ગુણો નાશ પામે છે, અને શાકમાં ફક્ત સ્વાદ જ રહે છે.
      તેથી બને ત્યાં સુધી શાકભાજી જે કાચા લઈ શકો તો કાચા જ ખાવા જોઈએ, અને જે કાચા ન ખાઈ શકાતા હોય તેને કૂકરમાં બાફી વઘાર કરી ખાવાથી તેના ગુણો જળવાઈ રહે છે. શાકભાજીમાં વધુ પડતાં મરીમસાલાનો ઉપયોગ પણ શરીરને માટે નુકશાનકર્તા છે. આ પ્રકરણ વાંચ્યા પછી આશા છે તમે પણ તમારા રોજબરોજના ખોરાકમાં શાકભાજીને મહત્વનું સ્થાન આપશો તો વધુ આનંદ થશે.
     વાળના સૌંદર્ય માટે માટી પણ અગત્યનું ઘટક છે.
● 《  ટામેટા  》  

 ટામેટામાં પણ આર્યનનું પ્રમાણ હોય છે. શરીરમાં લોહીની ઓછપને કારણે જો વાળ ખરતાં હોય તો ટામેટાનો રસ અથવા ટામેટાના સલાડનો રોજે રોજ ઉપયોગ કરવાથી જરૂર ફાયદો થાય છે.
● 《  માટી  》  
 મિત્રો..... માટી  પણ  વાળ માટે  ખૂબ ફાયદાકારક છે. પહેલાનાં જમાનામાં તો લોકો સાબુને બદલે કાળી માટીથી વાળ ધોતાં હતાં. અને તે સમયે લોકોને વાળ ખરવાની કે સફેદ થવાની ફરિયાદ જોવા મળતી ન હતી. માટીથી વાળ ધોવાથી કુદરતી ચમક જળવાઈ રહે છે. તથા વાળ સ્વચ્છ થઈ મુલાયમ અને કાળા બને છે. 
(૧)  સફેદ વાળ વાળાએ કાળી માટીમાં ત્રિફળા, લોહભસ્મ તથા ભાંગરો ઉમેરી બકરીના મૂત્રમાં લસોટી તેનો લેપ વાળમાં રાત્રે કરવો સવારે ધોઈ લેવું. આનાથી લાંબે ગાળે વાળ કાળા થાય છે.
(૨)  કાળી માટીની જેમ મુલતાની માટી પણ વાળ માટે ફાયદાકારક છે. જેના લુખ્ખા વાળ હોય તેમણે મુલતાની માટીમાં થોડું કોપરેલ કે વાળમાં નાંખવાનું તેલ તથા થોડું દહીં મીક્ષ કરી વાળમાં પચાવવું. એકાદ-બે કલાક બાદ વાળ ધોઈ લેવા. આનાથી ધીમે ધીમે વાળ સુંવાળા બને છે. તથા તેની ચમક વધે છે.
(૩)  જેના વાળ ખૂબ તૈલી હોય તેઓએ મુલતાની માટીને થોડા ગરમ પાણીમાં પલાળવી તથા તેમાં થોડો લીંબુનો રસ કે નારંગીનો રસ ભેળવી વાળમાં પચાવવું. એક કલાક બાદ વાળ ધોઈ લેવા આનાથી વાળ કાળા તથા છૂટ્ટા બને છે. આમ માટી પણ વાળનું સૌંદર્ય બક્ષે છે.
(૪)  જમીનના સફેદ ક્ષાર જેનાથી માથું ધોવાથી વાળ એકદમ મુલાયમ,શીલકી બને છે..તેમજ ઝૂ નો પણ નાશ  થાય છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી


  અત્યારે ચાલી રહેલી પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી તા: ૨૮/૦૫/૨૦૧૫ ના ૧૧:૦૦ કલાક થી  તા:૦૧/૦૬/૨૦૧૫  ૨૩:૫૯ કલાક સુધી ઓન લાઈન અરજી કરી શકાશે.
     ત્યાર બાદ તા: ૨૮/૦૫/૨૦૧૫ કન્ફોમ કરેલ અરજી માટેના જરૂરી આધાર પુરાવા સાથે તા: ૨૮/૦૫/૨૦૧૫ ૧૧:૦૦ કલાકેથી તા: ૦૨/૦૬/૨૦૧૫ ના ૧૭:૦૦ કલાક સુધીમાં આપના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી ને પહોચત્તી કરવી.
  》 પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલી માટે ઓનલાઈન ફોર્મ કેમ ભરવું?  શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે, સહી તથા ફોટો ઉપલોડ કેટલી સાઈઝ કેમ કરવો, સ્થળની પસંદગી કઈ રીતે કરવી અને છેલ્લે અરજી કન્ફોમ કરવી,તથા પ્રિન્ટ કેમ કાઢવી. વગેરે...ની  વિસ્તૃત જાણકારી ફોટો સાથે...

》 આ મુજબ સાઈટ ખુલશે.

《1》 તેમાં છેલું ઓપ્સન ઓન લાઈન અરજી ભરવા માટે પર ક્લિક કરો. આ સાઈટ પરથી બદલી માટેની સૂચનાઓ તથા ખાલી જગ્યાની માહિતી પણ મેળવી સકાસો.
●  ઓન લાઈન અરજી ભરવા માટે પર ક્લિક કરતા 
તમારો હાલ નો જીલ્લો પસંદ કરો
  

તમારો જીલ્લો પસંદ કરવો.. ત્યાર બાદ   આ મુજબ ફોર્મ ખુલશે.. તેમાં જરૂરી તમામ વિગત ભરવી.
નીચેની માહિતી જણાવો (અંગ્રેજી માં ફોર્મ ભરવુ)(KACHCHH)

શાળા નો પ્રકાર
 પ્રાથમિક  ઉચ્ચતર પ્રાથમિક 
વિષય નું નામ
ધોરણ ૧ થી ૫ ભાષા ગણિત/વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન 
શિક્ષક નું પૂરું નામ
અટક

નામ

પિતા/ પતિ નું નામ

જાતી
 Male  Female 
શૈક્ષણિક લાયકાત
   
તાલીમી લાયકાત
   
પાનકાર્ડ નંબર

મોબાઈલ નંબર

ઈમેલ આઈ ડી

હાલ ની શાળાનો ડાયસ કોડ

શાળા નું નામ
ગામ નું નામ
તાલુકા નું નામ
જીલ્લા નું નામ
પે સેન્ટર નો ડાયસ કોડ

પે સેન્ટર નું નામ
ગામ નું નામ
તાલુકા નું નામ
જીલ્લા નું નામ
જન્મ તારીખ
       
ખાતા માં દાખલ તારીખ
       
આપ કયા પ્રકારની બદલી ઈચ્છો છો?
 વધ  માગણી 
હાલ ની શાળા ની દાખલ તારીખ/જો વધ હોય તો મૂળ શાળાની તારીખ.
       
સિનીયોરીટી બદલી / અગ્રતા બદલી / મૂળ શાળા પરત
 મૂળ શાળા પરત  અગ્રતા બદલી  સિનીયોરીટી બદલી 
આથી હું બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે. જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે. મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે.
 હા  ના 

●   પૂરેપૂરું ફોર્મ ભરી સબમિટ કરવું. 

ફોર્મ સબમિટ કરતા જ તમારા પીસી ની સ્ક્રીન પર  તમારો રજીસ્ટર નંબર G../..A.../2...15/7....2..1 છે, જેને અચૂક નોંધી લેવો એપ્લીકેશન કન્ફોર્મ કરવી જરૂરી છે. કન્ફોર્મ કર્યા વગર ની એપ્લીકેશન માન્ય ગણવામાં આવશે નહિ.
તમારી જન્મતારીખ ..../09/19.... છે.  મેસેજ મળશે  તેના દ્વારા તમે  લીગીન  થઇ શકસો.
《2》 અરજી સબમિટ કરાયા પછી તેમાં સુધારા વધારા કરવા  EDIT પેજ ઓપન કરી લોગીન થવું.
ત્યારબાદ તમારા ફોર્મમાં સુધારો કરી શકાસે.
《3》 ત્યાર બાદ સહી અને ફોટો અપલોડ કરવા UPLOAD પેજ ઓપન કરી લોગીન થવું.
ફોટો


સહી


Application Number
શિક્ષક નું પૂરું નામ
તાલુકો
BHUJ
શાળા નું નામ

તમારી સહી અને ફોટો અપલોડ કરવો
Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ
•  (i) Photo સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવો (પાસપોર્ટ સાઈઝ).
•  (ii) Photo નું માપ 5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 3.6 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.
•  (iii) Photo ની Size 50 KB અને Signature ની Size 20 KB થી વધારે રાખવી નહિ.
•  (iv) જો Photo ની Size 50 KB અને Signature ની Size 20 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટીંગ બદલીને ફરીથી સ્કેન કરવુ.
•  (v) Signature માટે સફેદ કાગળ ઉપર કાળા/બ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરો.
•  (vi) Signature નું માપ 2.5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 7.5 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.
 સેવ કરવું.
《4》 જગ્યા પસંદ કરવા  PREFERENCES (પસંદગી) પેજ ઓપન કરી લોગીન થવું. ત્યાર બાદ તેમાં તમારો તાલુકો પસંદ કરી તેમનું સ્થળ પસંદ કરવું. અને પસંદગી મુજબ ક્રમમાં સેટ કરવું.
તેમાં તમારી પસંદગીનું સ્થળ ઉપર-નીચે તેમજ ડીલીટ કરી શકાશે.

《4》 તમારું ફોર્મ કન્ફોમ કરવું...
《5》 તમારા ફોર્મની પ્રિન્ટ કાઢવી.૧ થી વધુ પ્રિન્ટ કાઢવી. (જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી ને આપવાની છે.) 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

5/27/15

દુનિયાની પહેલી બોલ ઘડિયાળ



  મિત્રો...આ રહી દુનિયાની પહેલી બોલ ઘડિયાળ....
      તેનો ઉપયોગ કરી તમે સમય જોઈ શકો છો.
તેમાં ઉપરની ત્રણ  સ્ટીક આપેલી  છે.  તેમાં સૌથી ઉપરની સ્ટીક તેના બોલ મીનીટ દર્શાવે છે.
બીજા નંબરની વચેની સ્ટીક તેના બોલ ૫ (પાંચ) ના રાઉન્ડફિગર માં મીનીટ બતાવે છે
અને નીચેની સ્ટીકના બોલ કલાક દર્શાવે છે...!   દોસ્તો જરૂરથી ટ્રાય કરી જુઓ....
છે..... ને.....  મજાની બોલ ઘડિયાળ........
જો તમને સમય ખબર પડી જય તો કોમેન્ટ માં લખીને સાબિતી આપજો...!  OK.....




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

ઈન્ટરનેટ પર ફાઈલો શેર કરવી.


   મિત્રો અત્યારના આ આધુનિક ફાસ્ટ યુગમાં ઇન્ટરનેટની પણ સ્પીડ વધી છે.. પણ  તમારે તમારી મોટી ફાઈલો   ઇન્ટરનેટ મારફતે શેર કરાવી છે તો શું કરવું.. જો તમારે કોઈ મોટી ફાઈલને કોઈની સાથે ઈન્ટરનેટ પર શેર કરવી હોય તો તેના કેટલાક સરળ રસ્તા છે.
        એક તો તમે એ ફાઈલને મેઈલ માં અટેચ કરીને મોકલી શકો છો અથવા તો ફાઈલ એટલી મોટી હોય કે ઈમેઈલમાં ના આવી શકે તો કોઈ ઓનલાઈન સ્ટોરેજ સર્વરમાં અપલોડ કરો અને તેની ડાઉનલોડ લીંક મેઈલમાં મોકલો અને તે લીંકથી ડાઉનલોડ કરાવો.
       તો હવે આપણે એવા સર્વિસ પ્રોવાઇડર વિષે ચર્ચા કરીએ જે આવી સર્વિસ આપે છે અને તેનાથી ઈન્ટનેટ પર મોટી ફાઈલ શેર કરવી ઘણીજ આસાન થઇ જાય છે અને તદન ફ્રી પણ છે.

૧.  અત્યારના ફાસ્ટ ઈન્ટનેટ યુગમાં તમે નવો એન્ડ્રોઇડ ફોન વાપરો છો તેમાં એન્ડ્રોઇડ સિસ્ટમ સ્ટાટ કરવા  સૌ પ્રથમ  તેમાં તમારે ગુગલ એકાઉન્ટની જરૂર પડે.  આ ગુગલ આપણને ગુગલ ડ્રાઈવ (Google Drive) દ્વારા આપની નાની-મોટી ફાઈલને સ્ટોર કરવાની તેમજ તેને શેર કરવાની ફેસેલીટી આપે છે. તેના દ્વારા તમે તમારી સ્ટોર કરેલ ફાઈલની લીંક તમે મેઈલ મારફતે અથવા સોસીયલ મિડીયા વોટ્સએપ ફેસબુક મારફતે ફાઈલની લીંક દ્વારા તમે તમારી ફાઈલ શેર કરી શકો છો.
૨.  તેમજ ગુગલ એક બીજી પણ ફેસેલીટી આપે છે જે છે સાઈટ ગુગલ ડોટ કોમ (http://sites.google.com) જેમાં તમે તમારા ગુગલ એકાઉન્ટ થી જ સાઇન થઈ એક વેબ પેજ બનાવી શકો છો. આ પેજ પર આપ તમામ ટાઈપ ની ફાઈલ અપલોડ કરી શકો છો,તેમજ શેર પણ કરી શકો છો.

૩.  ઈમેઈલ દ્વારા શેર કરવી:   જેમાં જીમેઇલ, રિડિફમેઈલ, યાહુ મેઈલ, હોટ મેઈલ  વગેરે સાઈડ દ્વારા આપ ફાઈલ મેઈલ કરી શકો છો. જીમેઇલ ૨૫ એમબી થી મોટી ફાઈલને ઈમેઈલમાં અટેચ કરવાની સુવિધા નથી આપતું. તેના અવેજી તરીકે હોટમેઈલ ૧૦ જીબી સુધીના અટેચમેન્ટ કરવાની સુવિધા આપે છે, પરંતુ એક ફાઈલ ૫૦ એમબીથી મોટી ના હોવી જોઈએ.
     એચજે સ્પ્લીટ જેવી યુટીલીટી થી તમે કોઈ પણ ફાઈલ ના ઈચ્છો તેટલા ટુકડા કરી શકો છો અને ઈચ્છો ત્યારે એ ટુકડાઓને જોડી પણ શકો છો. તેમજ તમે કોઈ ફાઈલને વિનરાર કે ઝીપ જેવા સોફ્ટવેર થી પણ રાર કે ઝીપ માં કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરતી વખતે તેના ટુકડા કરી શકો છો. અને જયારે તમે તેને અનઝીપ અથવા અનરાર કરો ત્યારે તે ફરી એક મોટી ફાઈલ બની જાય છે. તો આવી ફેસીલીટી દ્વારા તમે ફાઈલના ટુકડા કરી અને મોટી ફાઈલ ને હોટમેઈલ માં અટેચ કરી શકો છો.
      પરંતુ....  હવે પ્રોબ્લેમ એ થાય કે મોટા ભાગના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને ઇવન જીમેઇલ પણ ખુબ મોટી ફાઈલ અટેચ કરી હોય એવા ઈમેઈલ ને રિસીવ નથી કરતુ. આથી બધી મહેનત પાણી માં જાય છે.જો તમે જેને મેઈલ મોકલતા હોય એ ઈમેઈલ અડ્રેસ પણ હોટમેઈલનું જ હોય અથવા ફાઈલ ૫૦ એમ બી કરતા નાની હોય ત્યાં સુધી ઠીક છે, બાકી આ સુવિધાનો કોઈ જ અર્થ રહેતો નથી. તો હવે આપને જોઈએ ઈમેઈલ વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી.

૪. ફાઈલને ઈમેઈલ સર્વિસ વગર શેર કરવી:
     ઈમેઈલ વગર કોઈ ફાઈલને શેર કરવી હોય તો તેનો બેસ્ટ રસ્તો કોઈ હોય તો એ છે.... 
  •   ડ્રોપબોક્ષ (www.dropbox.com). એક વખત તમે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૨ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૨ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ ડ્રોપબોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. પરંતુ એ ફાઈલ ૩૦૦ એમ બી થી મોટી ના હોવી જોઈએ.
  •   બોક્ષ (www.box.com).એક વખત તમે બોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૧૦ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૧૦ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ બોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. 
  •   બીજો રસ્તો છે ગૂગલ ડોક્સ. ગૂગલ ડોક્સ માં તમે ૨૫૦ એમ બી સુધી ની કોઈ પણ ફોરમેટ ની ફાઈલ અપલોડ કરી શકો છો. તેમાં તમને ટોટલ ૧ જીબી જેટલું સ્ટોરેજ કરવા મળે છે. હવે આ બંને સર્વિસ માં એક જ પ્રોબ્લેમ છે અને એ છે કે તમે રીઝ્યુંમ ના કરી શકો. એટલે કે એક વખત ફાઈલ ડાઉનલોડ કે અપલોડ કરતી વખતે ઈન્ટરનેટ બંધ થઇ ગયું અથવા ડાઉનલોડ કે અપલોડ અટકી ગયું તો આખી ફાઈલ ફરી વાર ડાઉનલોડ કે અપલોડ કરવી પડે. અને જેને સ્લો ઈન્ટનેટ હોય તેમના માટે આ સુવિધા ખરેખર માથાના દુખાવા જેવી સાબિત થઇ શકે છે.

       સ્કાય ડ્રાઈવ (http://skydrive.live.com/) પણ આવી જ સર્વિસ પ્રોવાઇડ કરે છે અને તે માઈક્રોસોફ્ટની પોતાની સર્વિસ છે. સ્કાઈડ્રાઈવ ૨૫ જીબી સુધીનું સ્ટોરેજ સ્પેસ આપે છે. પરંતુ ૫૦ એમબી થી મોટી ફાઈલ તમે અપલોડ કરી શકતા નથી. આથી તમારે મોટી ફાઈલના ટુકડા કરવા પડે અને પછી તેને અપલોડ કરવા પડે.
      ફાઈલ ઉપલોડ કર્યા બાદ તમે તે ફાઈલની લીંક મેઈલ મારફતે અથવા સોસીયલ મિડીયા વોટ્સએપ ફેસબુક મારફતે ફાઈલની લીંક દ્વારા તમે તમારી ફાઈલ શેર કરી શકો છો. તે લીંક પરથી તમારી ફાઈલ સીધી ડાઉનલોડ કરી સકાય છે.

૫ . કોઈપણ જાતના સાઈનઅપ કે લોગીન વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી:
     જો તમારે ખુબજ મોટી ફાઈલને શેર કરવી હોય અને તમારું એકાઉંટ ઉપરની કોઈ પણ સર્વિસ કે વેબસાઈટમાં ન હોય અને તમને ફાઈલ શેર કરવાની ઉતાવળ હોય અને જલ્દી થી કામ પતાવવું હોય તો યુસેન્ડઈટ (https://www.yousendit.com/) અને વીટ્રાન્સફર (https://www.wetransfer.com/) જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં તમારે ફક્ત વેબસાઈટ ઓપન કરવાની અને ફાઈલ અપલોડ કરવાની અને જેને ઈમેઈલ માં આ લીંક મોકલવાની હોય તેનું ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરી અને સેન્ડ બટન દબાવી દો. બસ થઇ ગઈ ફાઈલ શેર. વીટ્રાન્સફર ૨ જીબી સુધીની ફાઈલ શેર કરવા આપે છે જયારે યુસેન્ડઈટ નું ફ્રી વર્ઝન ૧૦૦ એમબી સુધીની ફાઈલ અપલોડ કરવા આપે છે.

 ફાઈલને ઝીપ ફાઈલ અથવા રાર ફાઈલ બનાવવાથી તે ફાઈલની સાઈઝ ઘટાડી શકાય છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

શું આપના મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું..?


   શું આપના મોબાઈલમાં ગુજરાતી નથી વંચાતું..?  મોબાઈલ પરથી ફેસબુક વાપરતા ગુજરાતી નથી વંચાતું ? આ છે સોલ્યુશન !

  • સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ માં ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ડાઉનલોડ કરો.
  • ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરમાં ઉપર ચિત્રમાં બતાવ્યા મુજબ ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર ઓપન કરો. 
  • ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝરના સર્ચ બોક્ષમાં અબાઉટ કન્ફિંગ (abautconfing) ટીપ કરો.
  • હવે તેમાં નવા ઓપ્સન જોવા મળશે.તેમાં "Use bitmap fonts for complex scripts" ઓપ્સનમાં No હશે તેને બદલે Yes  સિલેક્ટ કરો.
  • ત્યાર બાદ લાસ્ટમાં નીચે Save નું બટન કસે તેના click પર કરો.. 
  • હવે તમારું ઓપેરા મીની (Opera mini) બ્રાઉઝર રીસ્ટાટ કરી ઓપન કરો.. તેમાં ફેસબુક અથવા કોઈ પણ ગુજરાતી વેબસાઈટ ઓપન કરો ગુજરાતી વાંચી સકાશે.
  તેમજ તમારા ફોનમાં ગુજરાતીમાં ટાઈપ કરવા માટે...
   ગુજરાતી ટાઈપ માટે પાણીની કી બોર્ડ તમારા ગુગલ પ્લે સ્ટોર અથવા એન્ડરોઈડ માર્કેટ માં પાણીની કી બોર્ડ સર્ચ કરી ડાઉનલોડ કરો.. આ  કી બોર્ડથી તમે ગુજરાતી ટાઈપ કરી શકશો.

Hello Friends ! as many of you are using facebook by your mobile you might not be able to read  in gujarati fonts, Here is the solution

* recommend Gujarati PaniniKeypad v 2.1.3. Visit the links from your Android device

Gujarati PaniniKeypad v 2.1.3 ( http://market.android.com/search?q=pname%3Acom.paninikeypad.gujarati )

* You can also use Opera mini to see gujarati fonts in your cell phones


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ? શું તમે તે જાણવા માંગો છો ?

  શું તમે જાણવા માંગો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ.
      તો નીચેની પદ્ધતિ અનુસરો...
(1).  તમારા ફેસબુક એકાઉન્ટ માં લોગ ઇન થાવ
(2).  ત્યાર પછી સેટીન્ગ માં જાવ
(3). પછી તમને security ટેબ જોવા મળશે, તેના પર click કરો.
(4).  ત્યાં તમને active session ટેબ જોવા મળશે, ત્યાં edit પર click કરો.
(5). જો તમને ત્યાં એક વધારે session જોવા મળે તો તમારૂ ફેસબુક એકાઉન્ટ હેક થયેલું હોવાની શક્યતા છે. અને જો આમ થાય તો શું કરશો?
સિમ્પલ છે….
(6). end all active session નાં બટન પર click કરો, તેનાથી તમે જે કોઈ પણ device માંથી લોગ ઇન હશો તે તમામ લોગ આઉટ થઇ જશે.

આ માહિતી તમારા મિત્રો તથા સ્નેહીજનો ને શેર કરવાનું ભૂલતા નહિ , આ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »