JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/31/24

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET (ધોરણ-5) | જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET (ધોરણ-૫) | જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૮) ૨૦૨૪-૨૫

ધોરણ-૫ વિદ્યાર્થીઓ ને  શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) - ૨૦૨૪-૨૫
કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET



રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) માટેના ફોર ભરવાનું હાલમાં 29/01/2024 થી ચાલુ થયેલ છે. જેની છેલ્લી તારીખ: 09/02/2024 છે. 

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 માં સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ...
  • જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
  • રક્ષાશક્તિ સ્કુલ્સ

Common Entrance Test 2024
યોજનાનુ નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
CET 2024                           
ફોર્મ ભરવાની તારીખ           29-1-2024 થી 9-2-2024
પરીક્ષા ફીનિ:શુલ્ક
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org


આ મુજબની શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને માટે શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું. રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડેલ સ્કુલ્સમાં 2024-25 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા_Common Entrance Test (CET) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ-6 થી 12 ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. 




પ્રવેશ માટેની યોગ્યતા / માપદંડ :
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ-5 નો અભ્યાસ પૂર્ણ ક૨ના૨ વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ-6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.

સ્વનિર્ભર/ ખાનગી શાળાઓના ધોરણ-5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ-6 માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.


મહત્વની તારીખો :
  • પરીક્ષાનું વિગતવાર જાહેરનામું ડાઉનલોડ કરવા માટે:  અહીં ક્લિક કરો
  • ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો: 29/01/2024 થી 09/02/2024 
  • કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ:  30/03/2024

ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 29 જાન્યુઆરી 2024 થી 09 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.


સરકારી શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે લીંક : Click here
ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે લીંક : Click here


ઓનલાઇન આવેદન :
સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
 
1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/પોર્ટલ પર જવું.
2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
૩. ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરવું.
4. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓનું લીસ્ટ જનરેટ થશે
5. ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.
6. વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી પર ટીક કરવું.
7. ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
8. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.


સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું
2. “Apply Online" પર Click કરવું
3. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌ પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યાબાદ સબમીટ આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે.
4. વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું. 5. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.


પરીક્ષા કેન્દ્ર :
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.


મહત્વની લીંક :

આધાર ડાયસ નંબરની અને બીજી સૂચનાઓ :

  • Child UID (18 Digit) વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • ધોરણ-૫ ના સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીનું રક્ષાશક્તિ સ્કુલ (કુલ બેઠકોના 25% બેઠકોની મર્યાદામાં) તેમજ જે તે તાલુકાના મોડેલ સ્કુલમાં પ્રવેશ માટે જ

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET



કસોટીનુ માળખુ :

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.
  • બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
  • કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય હોય છે.
  • કસોટીનુ માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા મા હોય છે.
  • ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર હોય છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.

ક્રમ     વિષય          પ્રશ્નો    ગુણભાર
૧. તાર્કીક ક્ષમતા    30     30
૨. ગણિત સજ્જતા    30     30
૩. પર્યાવરણ            20     20
૪. ગુજરાતી            20        20
૫. અંગ્રેજી-હિન્દી    20     20
                કુલ:    120    120


કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET)_ધોરણ-5
કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) પરીક્ષા મટેરિયલ અહીંયાથી ડાઉનલોડ કરો.
CET 2023,    27/04/2023 પરીક્ષા


કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET  નમૂનાની પ્રશ્નબૅંક
Sr. No.SubjectStandardViewDownload
1ગુજરાતી3ViewDownload
2ગુજરાતી4ViewDownload
3ગુજરાતી5ViewDownload
4પર્યાવરણ3ViewDownload
5પર્યાવરણ4ViewDownload
6પર્યાવરણ5ViewDownload
7ગણિત3ViewDownload
8ગણિત4ViewDownload
9ગણિત5ViewDownload
10અંગ્રેજી-ViewDownload
11હિન્દી-ViewDownload
12તાર્કિક ક્ષમતા - ૧-ViewDownload
13તાર્કિક ક્ષમતા - ૨-ViewDownload
14સામાજિક વિજ્ઞાન6ViewDownload
15સામાજિક વિજ્ઞાન7ViewDownload

પરીણામ અને મેરીટ લીસ્ટ :

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રોસેસ માથી પસાર થવાનુ હોય છે.

No comments:

Post a Comment