JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/17/22

G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં જોડાઓ અને લાખોના ઇનામ મેળવો.

G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં જોડાઓ અને લાખોના ઇનામ મેળવો.
G3Q Quiz 2022

G3Q Quiz 2022: Gujarat Gyan Guru Quiz. Join Gujarat Gyan Guru Quiz and win lakhs of prizes.


Gujarat Gyan Guru G3Q Quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3q Quiz Registration | www.g3q.co.in | Gujarat Gyan Guru Quiz | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન ઓનલાઇન


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(Gujarat Gyan Guru Quiz) - 2022 :
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસિક અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે... જેમાં શિક્ષણ સાથે જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકની અંદર જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે. 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ તેજસ્વી, પ્રતિભાશાળી અને જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ: 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ  “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.




સરકારશ્રીનો આ ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’  મૂળ-મંત્ર રહેલો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે "ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ" જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાયન્સ સિટી અમદાવાદથી કર્યો. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઇ અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ એક મેઘા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ  કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્યના ધોરણ 9 થી 12 અને કોલેજ યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને તાલુકા-જિલ્લા અને રાજ્યકક્ષા એમ તમામ સ્તરે વિજેતા ઉમેદવારોને આકર્ષક ઈનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકારશ્રી તરફથી પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ ઉજાશે અને 15 અઠવાડિયા સુધી સતત ચાલશે. 10મી જુલાઈથી 9મી સપ્ટેમ્બર સુધી આ G3Q ક્વિઝમાં કુલ-9 રાઉન્ડ યોજાશે અને દરેક રાઉન્ડના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ સપ્તાહના દર શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર મુકવામાં કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ 9 રાઉન્ડમાં સારું મેળવનાર ઉમેદવારોને જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય-સ્તરની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવાની તક મળશે.

આ ક્વિઝમાં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરિકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે ક્વિઝમાં પ્રત્યે અઠવાડિયે 252 તાલુકા નગરપાલિકા 170 વોટ ના વિજેતા ઉમેદવારો ને 1.60 કરોડના ઇનામો મળી કુલ 15 અઠવાડિયાના આશરે 25 કરોડના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.

આપને જણાવી દઈએ કે આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2022 તારીખ:10/07/2022 થી શરુ થઇ ગયેલ છે જેનું પ્રથમ અઠવાડિયું(સપ્તાહ ) પૂર્ણ પણ થઇ ગયેલ છે. અને તેનું રીઝલ્ટ પણ ગત શનિવારે આવી ગયેલ છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રથમ સપ્તાહના પરિણામની લીંક લેખમાં આપવામાં આવેલ છે. 


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)-2022
લેખનો પ્રકાર: G3Q ક્વિઝનું રજીસ્ટ્રેશન
G3Q ક્વિઝનો ધ્યેય મંત્ર :‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)–ક્વિઝના પ્રકાર :કુલ-12 પ્રકારના વિષયો આવરી દીધા.
G3Q ક્વિઝમાં કોણ કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ: 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો.
ક્વિઝ શુભારંભ :તારીખ: 07 જુલાઈ 2022
ક્વિઝ શુભારંભ સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
ક્વિઝ સ્પર્ધા શુભારંભ:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે
અંદાજિત કુલ ઈનામોની રકમ₹ 25 કરોડથી વધુના ઈનામો
G3Q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
G3Q ક્વિઝ ઓફિસિયલ સાઈટClick Here
હોમપેજClick Here


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ-2022 વિશે ખાસ વાત : 
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશે બીજી સૌથી મહત્વની વાત આપને જણાવી દઈએ કે બીજા અઠવાડિયાની ક્વિઝ 17 જુલાઈ 2022 થી રોજ સવારે 8:00 વાગ્યે થી શરુ થશે. તો જે પણ મિત્રોએ આ ક્વિઝમાં જોડાવું હોય તે હજુ પોતાનું રજીસ્ટ્રેશન કરી અને ક્વિઝ્માં જોડાઈ શકાશે. આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા-2022 ના ઇનામો (G3Q Prizes) :
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંતર્ગત દર અઠવાડિયે તાલુકા-નગરપાલિકા 252 અને વોર્ડના 170 વિજેતાઓને રૂ. 1.60 કરોડના ઈનામો. 15 અઠવાડિયામાં, કુલ રૂ. 25 કરોડના ઈનામો અને અભ્યાસ પ્રવાસ આપવામાં આવશે



ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ-2022 સમય પત્રક :
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ માટેનું સમયપત્રક નીચે મુજબ છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે G3Q ક્વિઝ પોર્ટલ પર ભાગ લેનાર ઉમેદવારોના સ્કોર્સ જાહેર કરવામાં આવશે.





ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન આ મુજબ સ્ટેપને અનુસરવું : 
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ  10મી જુલાઈ 2022 થી શરુ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવ્યું હતું.
  • પગલું-1: સૌ પહેલા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન-2022 ગૂગલ પર સર્ચ કરો.(ડાયરેક્ટ લીંક)
  • પગલું-2: સર્ચ લીસ્ટમાં“www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • પગલું-3: રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ. 
  • પગલું-4: રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરતા તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
 એપ્લિકેશન ફોર્મ આ મુજબનું હશે જેમાંની સંપૂર્ણ વિગતો ભરવી.
G3Q Quiz 2022




G3Q Quiz ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવું.
  • ઓનલાઈન અરજી ફોર્મ(Online Application Form) માં અલગ-અલગ વિગતો જોવાની રહેશે.
  • ત્યાર પછી પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલ(Email)ની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત, પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • તમે જે ધોરણમાં અભ્યાસ કરતા હોવ પણ લખવું.
  • તમે જો ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પસંદ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • અને હવે છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.





ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રીઝલ્ટ કઈ રીતે જોવું? :
  • પ્રથમ, @g3q.Org દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ
  • તમારા ID પાસવર્ડ સાથે ત્યાં લોગિન કરો
  • પરિણામ પોર્ટલ પર ક્લિક કરીને તમારો સાપ્તાહિક સ્કોર તપાસો
  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ છાપવા માટે જસ્ટ પ્રિન્ટ પસંદ કરો
  • તે પછી, તમે G3Q ક્વિઝ પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.


મહત્વપૂર્ણ લીંક :


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)-2022ની પ્રશ્નોતરી :
પ્રશ્ન.- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે?
જ.- ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

પ્રશ્ન.- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલો છે?
જ.-  ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા-07 જુલાઈ 2022 ના રોજ સાયન્‍સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો.

પ્રશ્ન.- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જ.-  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ની વેબસાઈટ www.g3q.co.in છે.

પ્રશ્ન.- ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે?
જ.- ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

પ્રશ્ન.- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ઈનામ ની રકમ કેટલી હશે?
જ.-  G3Qમાં રૂપિયા ₹ 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.


આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)ની સંપૂર્ણ જાણકારી તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન વિશેની સંપૂર્ણ જાણકારી  આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમને આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે મુંજવણ હોય તો આપ આમને કોમેન્ટ(Comment) માં કોમેન્ટ લખી જણાવશો. અમે આપના પ્રશ્નનો ચોક્કસ જલદી જ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.  આભાર.. 

આવી અન્ય માહિતી માટે આપ આમારા અહીંયા નીચે આપેલ WhatsApp અને Telegram ના માધ્યમની લીંક પરથી અમારી સાથે જોડાઈ શકો  છો. અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને.

મુલાકાત લેવા બદલ આભાર: www.rkgoyalcreation.blogspot.com પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....

તમે www.rkgoyalcreation.blogspot.com ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને www.rkgoyalcreation.blogspot.com વિશે જણાવો.

તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊  ધ નોલેજ ઝોન  📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર   📊  𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞  📊  ને પણ સબસ્ક્રાઈબ કરો.

મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.


Important Notice
Author: R.K.GOYAL
Updated on July 17, 2022
Hello Readers, https:rkgoyalcreation.blogspot.com is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.


આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.


Your feedback is required.

No comments:

Post a Comment