JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

12/30/22

Kankaria Lake: Watch Kankaria Carnival Ahmedabad-2022 | Fair of Kankaria.

Kankaria Lake: Watch Kankaria Carnival Ahmedabad-2022 | Fair of Kankaria.
Kankaria Carnival
Kankaria Carnival

કાંકરિયા તળાવ: કાંકરિયા કાર્નિવલ અમદાવાદ-2022 નિહાળો | કાંકરીયાનો મેળો. કાંકરીયાનો મેળો નિહાળવોએ એક લહાવો છે.

⇛  Kankaria lake Ahmedabad :
Kankaria lake is the largest lake in Ahmedabad city. Let's know a little about Kankaria Lake in this post. Kankaria Lake is located in Maninagar area in the southern part of Ahmedabad city. Kankaria Lake, the heart of Ahmedabad, is a tourist attraction with many sightseeing and dining options. The circumference of this Kankaria lake is about 2.5 km. In the middle of the Kankaria lake is a garden called Nagina Wadi (the word Nagina means beautiful in Urdu). It has an entrance from one end of the lake which leads to the middle of the lake. Every day of the year, for twelve months, people can be seen roaming here from dusk till late night.

The Kankaria Lake premises houses the Ambubhai Purani Gymnasium, a zoo, a beautiful aquarium and a playground for children. Every year Kankaria Carnival is celebrated colorfully from 25th to 31st December. Cultural and social activities are organized in this weekly programme.

Also, there are playgrounds and amusement rides. There are several small lakes that also allow for boating. Bird lovers can also catch a glimpse of several different species of migratory birds here. Children of all ages can play any sport in the spacious grounds available here while the elderly can go for a walk in the various parks or even join one of the yoga centers.


⇛ Renovation of Kankaria Lake :
It is said that Kankaria lake is very mythical. According to information, the Kankaria lake was built in the 15th century by Sultan Qutubuddin Ahmadshah, another emperor. The construction of which was completed around 1451. And the Kankaria Lake at that time was known as "Qutub-Hauj" and "Hauj-e-Qutub".
Finally Rs. The inauguration ceremony of Kankaria Lake, renovated at a cost of 30 crores, was held on 25th December 2008. A week-long event called Kankaria Carnival was held to mark the official inauguration of Kankaria Lake. Which was the first of its kind. It was organized by the Ahmedabad Municipal Corporation. Since then Kankaria Carnival is organized grandly every year from 25th to 31st December. Watching the Kankaria Carnival is also a treat. Also, along with the renovation of the Kankaria Lake, the central garden and walkway were also renovated and their amenities were enhanced.





⇛  કાંકરિયા તળાવ અમદાવાદ :
   કાંકરિયા તળાવ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. ચાલો આ પોસ્ટમાં કાંકરિયા તળાવ વિશે થોડું જાણીએ. અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારમાં કાંકરિયા તળાવ આવેલું છે. અમદાવાદનું હાર્દ, કાંકરિયા તળાવ, ઘણા જોવાલાયક સ્થળો અને જમવાના વિકલ્પો સાથે પ્રવાસીઓનું આકર્ષણ છે. આ કાંકરિયા તળાવનો પરિઘ 2.5 કિમી જેટલો છે. કાંકરિયા તળાવની મધ્યમાં નગીના વાડી (ઉર્દૂમાં નગીના શબ્દનો અર્થ સુંદર થાય છે) નામનો બગીચો છે. તેમાં તળાવના એક છેડેથી પ્રવેશદ્વાર છે જે તળાવની મધ્યમાં જાય છે. વર્ષના દરેક દિવસે, બાર મહિના સુધી અહીં સાંજથી મોડી રાત સુધી લોકો ફરતા જોવા મળે છે.

કાંકરિયા તળાવ પરિસરમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, પ્રાણી સંગ્રહાલય, સુંદર માછલીઘર અને બાળકો માટે રમતનું મેદાન છે. દર વર્ષે કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર સુધી રંગીન રીતે ઉજવવામાં આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

ઉપરાંત અહીંયા રમતના મેદાન અને રમતની સવારીનો સમાવેશ પણ થાય છે. ત્યાં ઘણા નાના તળાવો છે જેમાં બોટિંગ માટેની પરવાનગી પણ આપે છે. પક્ષી પ્રેમીઓ માટે અહીં સ્થળાંતર કરતા પક્ષીઓની કેટલીક વિવિધ પ્રજાતિઓની ઝલક પણ મેળવી શકે છે. અહીં ઉપલબ્ધ વિશાળ મેદાનમાં તમામ ઉંમરના લોકો બાળકો કોઈપણ રમત રમી શકે છે જ્યારે વૃદ્ધ લોકો વિવિધ ઉદ્યાનોમાં ફરવા જઈ શકે છે અથવા તો કોઈ એક યોગ કેન્દ્રમાં જોડાઈ શકે છે.


⇛  કાંકરિયા તળાવનું નવીનીકરણ :
   કહેવાય છે કે કાંકરિયા તળાવ આમતો ખુબજ પૌરાણિક છે. એક જાણકારી મુજબ કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજા નામના બાદશાહે એ 15મી સદીમાં બંધાવેલુ છે. જેનું બાંધકામ આશરે 1451માં પૂર્ણ થયું હતું. અને જે તે સમયે કાંકરિયા તળાવ તે "કુતુબ-હૌજ" તથા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું.
છેલ્લે રૂ. 30 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ વર્ષ-2008 ના ડીસેમ્બર માસની 25 તારીખે યોજવામાં આવ્યો હતો. કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો. જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું. ત્યારથી દર વર્ષે 25 થી 31 ડીસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલ નિહાળવો એ પણ એક લ્હાવો છે. તેમજ કાંકરિયા તળાવના રીનીવેશનની સાથે  કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતું અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.

Kankaria Carnival Ahmedabad



⇛  કાંકરિયા તળાવના કેટલાક આકર્ષણો (Some attractions of Kankaria Lake) :
(1). બાલવાટિકા(Balwatika) :
   કાંકરિયા તળાવ પાસેની બાલવાટિકા તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે.જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ. બાલવાટિકામાં બોટ-હાઉસ, અરીસા-ઘર અને પ્લે હાઉસ છે. અહિયાં બાળકોને ખુબજ મજા પડે તેવું છે.

(2). કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય (Kankaria Lake Zoo) :
   કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય એ 21એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલુ છે. જે કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયથી ઓળખાય છે તેનુ નિર્માણ કાર્ય 1951માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણી સંગ્રહાલય 1974માં એશિયામાં આવેલ તમામ પ્રાણી સંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તેમાં 2000 જેવા પક્ષી,  450 જેટલા સસ્તન, 140 આસપાસ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં સિંહ, વાઘ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ ઉપરાંત હરણો, ચિંકારા, વાંદરા,મોર, અને ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને 1974માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી 
એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

(3). કાંકરિયા કિડ્ઝ સીટી (Kankaria Kids City) :
   કાંકરિયા કિડ્ઝ સીટી નાના બાળકો માટે નિર્માણ કરાયેલ બાળવિશ્વ છે. કાંકરિયા કિડ્ઝ સીટી અંદાજે 4,240 ચોરસ મીટરમાં એરિયામાં ફેલાયેલ છે. કાંકરિયા કિડ્ઝ સીટી વિસ્તારમાં 18 પ્રવૃત્તિ કેન્દ્રો આવેલા છે. તેમાં બેંક, અગ્નિશામક હાઉસ, રેડિયો સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.

(4). કાંકરિયા અમદાવાદ આઇ(Kankaria Ahmedabad I) I :
કાંકરિયા અમદાવાદ આઇ(I) કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બ્લુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.

(5). કાંકરિયા અટલ એક્સપ્રેસ ટ્રેન (Kankaria Atal Express Train) :
અટલ એક્સપ્રેસ ટ્રેન - અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન કાંકરિયા બનાવવામાં આવેલ છે. જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવેલ છે. અટલ એક્સપ્રેસ ટ્રેન જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે  લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ અટલ એક્સપ્રેસ ટ્રેન તળાવની ફરતે 2.4 માઈલ(miles_3.9 km)ના પથ(રસ્તા) પર 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ અટલ એક્સપ્રેસ ટ્રેન કુલ 150 (36 પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ અટલ એક્સપ્રેસ ટ્રેન "સેવર્ન લેમ્બ" નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. અટલ એક્સપ્રેસ ટ્રેન રજુ કરાયાના માત્ર 11 મહિના માંજ લગભગ 1,00,000(દસ લાખ) મુલાકાતીઓને આકર્ષ્યા હતા. અટલ એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.

(6). નગીના વાડી ટાપુ કાંકરિયા અમદાવાદ(Nagina Wadi Island Kankaria) :
નગીના વાડી ટાપુ કાંકરિયા ખુબજ લોકપ્રિય છે, જે કાંકરિયા તળાવની બરાબર મધ્યમાં આવેલું છે. તે અન્ય એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જ્યાં પ્રખ્યાત મુઘલોના રહેઠાણો અહિયાં જોવા મળી શકે છે. આ સ્થળે પહોંચવા માટે વ્યક્તિએ લગભગ અડધા તળાવ સુધીનું અંતર વચ્ચે પાર કરવું પડે છે. આ ટાપુ પર હાજર ઈમારતોનું આર્કિટેક્ચર મનમોહક અને નોંધનીય છે.


⇛  Important Links:


⇛  Some attractions of Kankaria Lake (કાંકરિયા તળાવના કેટલાક આકર્ષણો):
(1). Balwatika(બાલવાટિકા):
    Balwatika near Kankaria Lake is a children's amusement park, which was later named after Jawaharlal Nehru. Balvatika has a boat-house, a mirror-house and a play house. Children have a lot of fun here.

(2). Kankaria Lake Zoo(કાંકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય):
    Kankaria Lake Zoo is spread over an area of 21 acres. Known as Kamala Nehru Zoo, it was constructed in 1951 by Reuben David. This zoo has been rated as the best zoo in Asia in 1974. It includes about 2000 birds, about 450 mammals, about 140 reptiles. It includes wild animals like lions, tigers, pythons, snakes, elephants, deer, chinkaras, monkeys, peacocks, and emus. Reuben David was awarded the Padma Shri in 1974 for this zoo
An award was also presented.

(3). Kankaria Kids City(કાંકરિયા કિડ્ઝ સીટી) :
    Kankaria Kids City is a children's world built for young children. Kankaria Kids City is spread over an area of approximately 4,240 square meters. There are 18 activity centers located in the Kankaria Kids City area. It includes Bank, Fire House, Radio Station, Police Station, Court House. The Ahmedabad Municipal Corporation has also acquired the design rights and patents for each of these games.

(4). Kankaria Ahmedabad I (કાંકરિયા અમદાવાદ આઇ(I) :
Kankaria Ahmedabad I(I) is the name of the blue ride built after renovation of Kankaria premises. There is also a restaurant and heritage exhibition. It is managed by the Ahmedabad Municipal Corporation.

(5). Kankaria Atal Express Train (કાંકરિયા અટલ એક્સપ્રેસ ટ્રેન):
Atal Express Train - A train named Atal Express is built in Kankaria. Which is named after the former Prime Minister of India Atal Bihari Vajpayee. Atal Express train which is called from London for children in Kankaria lake premises. At present, this Atal Express train runs at a speed of 10 kilometers per hour on a 2.4 miles (miles_3.9 km) track around the lake. This Atal Express train has a total capacity of 150 (including 36 adults) persons. This Atal Express train is manufactured by a train manufacturing company named "Severn Lamb". The Atal Express train attracted nearly 1,00,000 (ten lakh) visitors within just 11 months of its introduction. After the success of Atal Express train, another train called Swarnim Jyanti Express has also been started.

(6). Nagina Wadi Island Kankaria Ahmedabad(નગીના વાડી ટાપુ) :
Nagina Wadi Island Kankaria is very popular, located right in the middle of Kankaria lake. It is another popular tourist destination where famous Mughal residences can be found here. To reach this place one has to cross a distance of about half of the lake. The architecture of the buildings present on this island is captivating and noteworthy.



⇛  Kankaria Lake Ahmedabad Entry Fee is as follows :
  • For Adults : Rs.25 per person
  • For Children : -10 per person
  • For Senior Citizens and Children below 3 years : 0 (Free Entry).
  • For Educational Tour : Per Person - 1(Rs.)
  • Tour timings are from 4:00 am to 8:00 am. Entry is free for joggers.


⇛  Time Table of Kankaria Lake Ahmedabad :
The timings of movement during the day are as follows.
  • Monday : Closed / Holiday
  • Tuesday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Wednesday: 4:00 AM to 8:00 AM_9:00 am to 10:00 pm
  • Thursday : 4:00 AM to 8:00 AM_9:00 am to 10:00 pm
  • Friday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Saturday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm
  • Sunday : 4:00 am - 8:00 am_9:00 am to 10:00 pm


⇛  Contact Number for Kankaria Lake Ahmedabad :
Phone - 079 2546 3415

⇛  Kankaria Lake Ahmedabad Address :
Himmatnagar Village, Maninagar Area, Ahmedabad, Gujarat, 380022, India


⇛  Best Time To Visit Kankaria Lake Ahmedabad :
The best time to visit Kankaria Lake Ahmedabad is in the last week of December as the Kankaria Lake Carnival is held here. A laser light show and a musical fountain run in the evening. And that is why it is recommended to visit the place especially in the evening.
       Carry water bottles while visiting Kankaria Lake. Because there is still some problem of drinking water in the lakefront.


⇛  કાંકરિયા તળાવ અને તેની આસપાસના જોવાલાયક સ્થાનોનો નકશો.



⇛  How to reach Kankaria Lake Ahmedabad :
  • To reach Kankaria Lake you can go by taxi or private car via Punt Maharaj Road opposite Nelson's Primary School.
  • If you prefer to go by train, the nearest railway station to Kankaria Lake is Ahmedabad Junction Train Station. Which is located at a distance of 5 km from the tourist attraction.
  • You can also opt for a private cab from one of the top car rental companies in Ahmedabad and visit all the popular attractions in Ahmedabad in great comfort.





⇛  કાંકરિયા તળાવ અમદાવાદ પ્રવેશ ફી આ મુજબ છે :
  • પુખ્ત વયના લોકો માટે : વ્યક્તિ દીઠ-25
  • બાળકો માટે : વ્યક્તિ દીઠ -10
  • વરિષ્ઠ નાગરિકો અને 3 વર્ષથી નીચેના બાળકો માટે : 0 (મફત પ્રવેશ).
  • શૈક્ષણિક પ્રવાસ માટે : વ્યક્તિ દીઠ - 1(રૂપિયો)
  • ફરવાનો સમય સવારે 4:00 થી 8:00 સુધીનો છે. જોગર્સ માટે મફત પ્રવેશ છે.

⇛  કાંકરિયા તળાવ અમદાવાદનું સમય પત્રક :
દિવસનો દરમ્યાન ફરવાનો સમય આ મુજબનો છે.
સોમવાર : બંધ / રજા
મંગળવાર : સવારે 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
બુધવારે : સવારે 4:00 થી 8:00 સુધી
9:00 am થી 10:00 pm સુધી
ગુરુવારે : સવારે 4:00 થી 8:00 સુધી
9:00 am થી 10:00 pm સુધી
શુક્રવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
શનિવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી
રવિવાર : 4:00 am - 8:00 am
9:00 am થી 10:00 pm સુધી


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ માટે સંપર્ક નંબર :  
ફોન - 079 2546 3415

⇛  કાંકરિયા તળાવ અમદાવાદનું સરનામું :  
હિંમતનગર વિલેજ, મણિનગર એરિયા, અમદાવાદ, ગુજરાત , 380022, ભારત


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય :
કાંકરિયા તળાવ અમદાવાદની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેસ્ટ છે કારણ કે તે સમયે અહીંયા કાંકરિયા તળાવ કાર્નિવલ યોજાય છે. જેમાં લેસર લાઇટ શો અને મ્યુઝિકલ ફાઉન્ટેન સાંજે ચાલે છે. અને તેથીજ ખાસ સાંજના સમયે સ્થળની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.  
      કાંકરિયા તળાવનો મુલાકાત દરમ્યાન પાણીની બોટલો સાથે રાખવી. કારણ કે લેકફ્રન્ટમાં હજુ પીવાના પાણીની થોડી તકલીફ રહે છે.


⇛  કાંકરિયા તળાવ અમદાવાદ કેવી રીતે પહોંચી શકાય :
  • કાંકરિયા તળાવ સુધી પહોંચવા માટે તમે નેલ્સનની પ્રાથમિક શાળાની સામેના પંટ મહારાજ રોડ દ્વારા ટેક્સી અથવા ખાનગી કાર દ્વારા જઈ શકો છો. 
  • જો કોઈ ટ્રેન દ્વારા જવાનું પસંદ કરો છો તો કાંકરિયા તળાવનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન અમદાવાદ જંકશન ટ્રેન સ્ટેશન છે. જે પ્રવાસી આકર્ષણથી 5 કિમીના અંતરે આવેલું છે. 
  • તમે અમદાવાદની ટોચની કાર ભાડે આપતી કંપનીઓમાંથી ખાનગી કેબ પણ પસંદ કરી શકો છો અને અમદાવાદના તમામ લોકપ્રિય જોવાલાયક સ્થળોની ખૂબ આરામથી મુલાકાત લઈ શકો છો.

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on December 30, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.

No comments:

Post a Comment