JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label Govt scheme. Show all posts
Showing posts with label Govt scheme. Show all posts

9/13/22

Govt of Gujarat: Kunvarbainu Mameru Yojana for daughters of socially and economically backward families in Gujarat


Govt of Gujarat: Kunvarbainu Mameru Yojana for daughters of socially and economically backward families in Gujarat
Kunvarbainu Mameru Yojana
કુંવરબાઈનું મામેરું યોજના


ગુજરાત સરકાર:  ગુજરાતમાં સામાજિક અને આર્થિક રીતે પછાત પરિવારોની દીકરીઓ માટેની કુંવરબાઈનું મામેરું યોજના


⇛  Kuvarbai Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) :
Fill online form for Kunvarbai Mameru Yojana.
In the state of Gujarat, the Kunvarbai Mameru Yojana has been implemented through the e-Samaj Kalyan portal of the Gujarat Government, esamajkalyan.gujarat.gov.in. This scheme is a Gujarat government scheme. Under the Kuvarbai Mameru Yojana, financial help is provided at the time of marriage of a daughter living in Gujarat. Financial assistance of Rs. 10,000 was given for the marriage of daughters of families of socially and economically deserving applicants, which has now been increased to Rs. 12,000. Kuvarbai has to register on e-Samaj kalyan portal to avail Mameru Yojana. Rs.12000 is provided to the bride in a direct bank account. Gujarat state government has released this great scheme for girls. So in today's article we will know about Kunvarbai's Mameru Yojana. So... let's know in detail what is Kunvarbai's plan? Who can take its benefit, documents required for it, how much benefit will be available and how to apply. Learn about etc


કુંવરબાઈનું મામેરું યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી | મંગળસૂત્ર યોજના 2022 | Kunwar Bai Nu Mameru Yojana 2022 | કન્યાને મળશે ₹.12000 |  ઓનલાઈન અરજી કેવી રીતે કરાવી? | લાભ કોણ લઇ શકે?





⇛  કુંવરબાઈ નું મામેરું યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો.
ગુજરાત રાજ્યમાં  ગુજરાત સરકારના ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ esamajkalyan.gujarat.gov.in દ્વારા  કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના એક ગુજરાત સરકારી યોજના છે. કુંવરબાઈનું મામેરું યોજના(Kuvarbai Mameru Yojana) અંતર્ગત ગુજરાતમાં રહેતી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ આપવામાં છે. સામાજિક અને આર્થિક રીતે નબળા પાત્રતા ધરાવતા અરજદારના પરિવારોની દીકરીઓના લગ્નમાં ₹.10,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવતી હતી, જે હવે ₹.12,000 કરવામાં આવી છે. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e-Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને ₹.12000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે આ એક ઉમદા યોજના બહાર પાડી છે. તો આજના આ આર્ટીકલમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે જાણીશું. તો... ચાલો જાણીએ વિસ્તૃત માં કે કુંવરબાઈનું મામેરું યોજના શું છે? તેના લાભ કોણ લઈ શકે છે, તેના માટે જરૂરી દસ્તાવેજો, કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી. વગેરે વિશે જાણો.



⇛  Kuvarbai Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) : 
The Ministry of Women and Child Development of Gujarat State has launched this scheme called Kuvarbai Mameru Yojana. “Kunvarbai no Mameru Yojana” has been running for a long time in the state of Gujarat for the welfare of daughters of socially and economically weak poor families and to help them financially. In the Kuvarbai no Mameru Yojana, assistance is paid directly to the bank account of the married daughters through DBT. This scheme is also known as Mangalsutra scheme. In Mangalsutra Yojana financial assistance is provided by the government to the applicant. Which was earlier Rs.10,000, now it has been increased to Rs.12,000.



⇛  Main objective of Kuvarbai Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) નો મુખ્ય ઉદ્દેશ :
This scheme has been started to provide financial assistance to the daughters of socially and economically weaker poor families after their marriage.
Rs.12,000/- will be paid as per the revised rate under Kunvarbaiina Mamera Yojana (to brides married after 01/04/2021) on the occasion of marriage of two adult girls belonging to socially and economically weaker poor families, while to brides married before this date Assistance of Rs.10,000/- will be paid as per old rate.





⇛  Kuvarbai Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) : 
ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈનું મામેરું યોજના નામની આ યોજના શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં સામાજિક અને આર્થિક રીતે નબળા ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નું મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળસૂત્ર યોજનામાં અરજદારને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા ₹.10,000 હતા હવે તેને વધારી ને ₹.12,000 કરી દેવામાં આવ્યા છે.


⇛  Main objective of Kuvarbai Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) નો મુખ્ય ઉદ્દેશ :
સામાજિક અને આર્થિક રીતે નબળા ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કન્યાના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
સામાજિક અને આર્થિક રીતે નબળા ગરીબ પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ ₹.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ ₹.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.


⇛  Kuvarbai Nu Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) -2022 માટે પાત્રતા અને માપદંડ :
દોસ્તો...  Kuvarbai Nu Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) -2022 એટલે કે મંગળસૂત્ર યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી રહે છે.  
  • સૌ પ્રથમ આ યોજના માટે  અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ યોજના માટે અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(2) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક ₹. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક ₹. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરી શકે છે.
  • જો કોઈ કન્યાના પુન:લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.



⇛  Kuvarbai Nu Mameru Yojana(કુંવરબાઈનું મામેરું યોજના) -2022 માટે કેટલી સહાય મળવાપાત્ર છે?
કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ ₹.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ ₹.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.

મંગળસૂત્ર યોજના યોજનાની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યાના નામ પર આપવામાં આવશે.



⇛  કુંવરબાઈનું મામેરું યોજના(Kunwarbai Nu Mameru Yojana) માટે જરૂરી દસ્તાવેજ :
  • કન્યાનું ચૂંટણીકાર્ડ.
  • કન્યાનું આધાર કાર્ડ.
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ.
  • કન્યા નો જાતિનો દાખલો.
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો.
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો).
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક).
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર).
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર).
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ).
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે).
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું.
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક.
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો.





⇛  કુંવરબાઈનું મામેરું યોજના(Kunwarbai Nu Mameru Yojana)-2022 માટે અરજી કેવી રીતે કરવી? 
  • કુંવરબાઈનું મામેરું યોજના-2022 સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણની ઓફિસિયલ વેબસાઈટ પર આ https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx લીંક જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
  • સૌ પ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને ID અને Password તમારા ઇમેઇલ એડ્રેસ પર મોકલવામાં આવશે.
  • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી(ID) અને પાસવર્ડ(Password) થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈનું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  • એકરારનામું ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.



⇛  મહત્વૂર્ણ લીંક :

 

ખાસ નોંધ: તમે ઈ સમાજ કલ્યાણ યોજના-2022 વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો જાણી અને ડાઉનલોડ કરી શકો છો.  


⇛  કુંવરબાઈનું મામેરું યોજના(Kunwarbai Nu Mameru Yojana)-2022 ને લઈને વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs):
પ્રશ્ન-1 : કુંવરબાઈનું મામેરું યોજના કેટલી સહાય મળે છે?
જવાબ : કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ ₹.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ ₹.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.

પ્રશ્ન-2 : કુંવરબાઈનું મામેરું યોજના 2022 નો લાભ કોણ લઈ શકે?
જવાબ : અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના નો લાભ લઇ શકશે.

પ્રશ્ન-3 : કુંવરબાઈનું મામેરું યોજના-2022 નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?
જવાબ : ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક ₹.1,20,000 થી વધુ ન હોવી જોઈએ. અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક ₹.1,50,000 થી ન હોવી જોઈએ.

પ્રશ્ન-4 : કુંવરબાઈનું મામેરું યોજના-2022 sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ શું છે?
જવાબ : કુંવરબાઈનું મામેરું યોજના-2022 sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.




અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને કુંવરબાઈનું મામેરું યોજના (Kunwarbai Nu Mameru Yojana)-2022 વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September 13, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




Your feedback is required.
Read More »

9/10/22

SSY: Sukanya Samrudhi Yojana | સુકન્યા સમૃદ્ધિ યોજના-2022 | Full information of the plan form, document, plan

SSY: Sukanya Samrudhi Yojana  | સુકન્યા સમૃદ્ધિ યોજના-2022 | Full information of the plan form, document, plan
Sukanya Samrudhi Yojana

SSY: Sukanya Samrudhi Yojana | સુકન્યા સમૃદ્ધિ યોજના-2022 | યોજના ફોર્મ, ડોક્યુમેન્ટ, યોજનાની સંપૂર્ણ માહિતી.


સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 :
"સુકન્યા સમૃધ્ધિ યોજના" ડિસેમ્બર-2014 થી શરૂ કરવામાં આવી છે. જેમા 10 વર્ષની ઉમર સુધીની દીકરીઓ માટે આ યોજનાનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામાં જમા થયેલ રકમ પર સારું વ્યાજ મળે છે. મળેલ વ્યાજ પર તમારે કોઇપણ ટેક્ષ ભરવાનો થતો નથી. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ બચત યોજનાઓ પર આવકવેરા મુક્તિ અને ઉચ્ચ વ્યાજ દર આપવામાં આવે છે. જેથી કરીને લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય.  સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ “બેટી બચાઓ, બેટી પઢાઓ” મિશનનો જ આ એક ભાગ છે.

Sukanya Samrudhi Yojana
સુકન્યા સમૃદ્ધિ યોજના-2022

 



જો... તમારા ઘરમાં એક નાનકડી દીકરી છે, તો તમે તેના અભ્યાસ અથવા લગ્ન સમયે એકીકૃત મદદ મેળવવા માટે કેન્દ્ર સરકારની આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ઉચ્ચ શિક્ષણ અને 10 વર્ષથી ઓછી વયની પુત્રીના લગ્ન માટે બચત કરવા માટેની આ સારી રોકાણ માટેની યોજના છે. આ સુપર રોકાણ વિકલ્પમાં નાણાંનું રોકાણ તમને આવકવેરા બચાવવામાં પણ મદદ કરે છે. જેઓ શેરબજારના જોખમોથી દૂર રહેવા માંગે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં ઘટી રહેલા વ્યાજ દરથી પરેશાન છે તેમના માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજના એક મહાન પગલું સાબિત થઈ શકે છે.



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 શું છે? 
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ દીકરીઓ માટેની કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે. જે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બચત યોજનામાં શ્રેષ્ઠ વ્યાજ દર આપતી યોજના છે.

હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં 7.6% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ, તેને 9.2 ટકા સુધીનું કરમુક્ત વ્યાજ પણ આપવામાં આવતું હતું. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું જે ખૂબ ઓછી રકમથી ખોલી શકાય છે. તે એવા પરિવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે કે જે નાની બચત દ્વારા બાળકના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે નાણાં જમા કરવા માગે છે. સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર દિપાલી સેને જણાવ્યું હતું કે, “સુકન્યા સમૃદ્ધિ યોજના તે લોકો માટે ખૂબ જ સારી યોજના છે જેમની આવક ઓછી છે અને જેઓ શેરબજારમાં નાણાં રોકવામાં માનતા નથી. નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષા આ યોજનાની વિશેષતા છે.



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 યોજનાનો લાભ કોણ લઈ શકે? :
  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે.
  • એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે.(લેટેસ્ટ જાણકારી મુજબ હવે 3 ત્રીજી દીકરીને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.)
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો.
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે.
  • પોસ્ટ ઓફિસ અથવા રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે.
  • 10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો.



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 ની પ્રક્રિયા :
  • સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ.250 અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2(બે) જ એકાઉન્ટ ખોલી શકો. આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા/પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100 ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર.એમ.પટેલે જણાવ્યું હતું.

Sukanya Samrudhi Yojana
સુકન્યા સમૃદ્ધિ યોજના-2022






⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 ના ફાયદાઓ :
  • કેન્દ્ર સરકાર સૌથી વધારે વ્યાજદર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે.
  • ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે.
  • બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે 50% ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને 21 વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે.
  • કલમ 80-C સી અંતર્ગત Income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે.
  • બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે.



⇛  Also read  👇.👉   ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000👉  વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.👉  600 કરતા પણ વધુ MP3 રસપ્રદ બાળવાર્તાઓ.👉  ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરુ.👉  તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.👉  મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨.👉  Riser App से इनकम कैसे होगी❓👉  KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓





⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 માં ડિજિટલ એકાઉન્ટ દ્વારા પૈસા જમા કરી શકાય છે. :
  1. ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ પેમેન્ટ કરવા માટે પોસ્ટ ઓફિસ જવું પડે છે. પરંતુ હવે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ ડિજિટલ એકાઉન્ટ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.
  2. હવે અન્ય બેંકોની જેમ પોસ્ટ ઓફિસમાં પણ ડિજિટલ બચત ખાતાની સેવા શરૂ કરવામાં આવી છે. આ ડિજીટલ ખાતાના કારણે હવે ખાતાધારકોને ખાતામાં પૈસા જમાં કરાવવા માટે હવે પોસ્ટ ઓફિસમાં જવાની જરૂર નહીં પડે. તે પોતાના મોબાઈલ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
  3. આ ડિજિટલ એકાઉન્ટ ખોલવા માટે તમારે પોસ્ટ ઓફિસ જવાની પણ જરૂર નથી. આ ખાતું આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા ઘરે બેઠા ખોલી શકાય છે અને પોસ્ટ ઓફિસની કોઈપણ યોજનામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ ડિજિટલ એકાઉન્ટ 1 વર્ષ માટે માન્ય છે.



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022  ના મુખ્ય તથ્યો :
જેમ તમે બધા જાણો છો કે સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમના શિક્ષણ અને લગ્ન માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણ કરીને દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે. આ યોજનાની કેટલીક વિશેષતાઓ છે જે નીચે મુજબ છે.
  1. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે.
  2. ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખોલાવી શકાય છે.
  3. આ યોજના હેઠળ એક પરિવારના વધુમાં વધુ બે બાળકોનું ખાતું ખોલાવી શકાય છે.
  4. અમુક ખાસ સંજોગોમાં એક પરિવારના ત્રણ બાળકોનું ખાતું પણ ખોલી શકાય છે.
  5. આ યોજના હેઠળ, ઓછામાં ઓછા ₹250 માં ખાતું ખોલાવી શકાય છે.
  6. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, 1 નાણાકીય વર્ષમાં લઘુત્તમ ₹ 250 અને વધુમાં વધુ ₹ 1.5 લાખનું રોકાણ કરી શકાય છે.
  7. આ યોજના હેઠળ 7.6%નો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે.
  8. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આ યોજના હેઠળ કર મુક્તિ પણ ઉપલબ્ધ છે.
  9. આ સ્કીમ દ્વારા મળતું રિટર્ન પણ ટેક્સ ફ્રી છે.
  10. દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી 50% રકમ ઉપાડી શકાય છે.
  11. સુકન્યા સમૃદ્ધિ યોજના 2021 એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે.
  12. આ યોજના હેઠળ, લાભાર્થી પોતાની પુત્રી માટે આ તમામ બેંકો જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, પોસ્ટ ઓફિસ, SBI, ICICI, PNB, એક્સિસ બેંક, HDFC વગેરેમાં ખાતું ખોલાવી શકે છે.





⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 માં ટ્રાન્ઝેક્શન કરવા IPPB એપ લોન્ચ.
પોસ્ટ ઓફિસ દ્વારા IPPB એપ પણ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવશે. આ એપ દ્વારા, પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાય છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે અન્ય પોસ્ટ ઓફિસ યોજનાઓમાં પૈસા જમા કરી શકાય છે. આ એપ દ્વારા ડીજીટલ એકાઉન્ટ ઘરે બેઠા ખોલી શકાય છે. આ ડિજિટલ એકાઉન્ટ ખોલવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 માં  બેંકમાં ખાતું ખોલાવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે?
  • બાળકીનું જન્મ પ્રમાણપત્ર.
  • માતા-પિતા કે વાલીનો સરનામાનો પુરાવો.
  • માતા-પિતા કે વાલીની ઓળખનો પુરાવો.
  • બાળક અને માતા-પિતા કે વાલીના ત્રણ ફોટા.
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ.



⇛  મહત્વપૂર્ણ લીંક :



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 માટેની અધિકૃત બેંકો :
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાઓ ખોલવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અધિકૃત કુલ 28 જેટલી બેંકો છે. ઉપયોગર્તાઓ નીચેની કોઈપણ બેંકોમાં SSY ખાતું ખોલાવી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI)
  • બેંક ઓફ બરોડા (BOB)
  • એક્સિસ બેંક
  • આંધ્ર બેંક
  • અલ્હાબાદ બેંક
  • બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)
  • બેંક ઓફ ઈન્ડિયા (BOI)
  • કોર્પોરેશન બેંક
  • IDBI બેંક
  • ICICI બેંક
  • કેનેરા બેંક
  • દેના બેંક
  • સ્ટેટ બેંક ઓફ પટિયાલા (SBP)
  • સ્ટેટ બેંક ઓફ મૈસુર (SBM)
  • ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)
  • ઈન્ડિયન બેંક
  • પંજાબ નેશનલ બેંક (PNB)
  • સિન્ડિકેટ બેંક
  • સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર (SBBJ)
  • સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર (SBT)
  • ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)
  • સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ (SBH)
  • પંજાબ એન્ડ સિંધ બેંક (PSB)
  • યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
  • યુકો બેંક
  • યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા
  • વિજય બેંક



⇛  સુકન્યા સમૃધ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) વિશેની પ્રશ્નોતરી :
સુકન્યા સમૃધ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) વિશે વારંવાર પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ દ્વારા તમને તમામ સારી અને સાચી માહિતી મળી રહેશે. આ યોજના વિશે આ મુજબની પ્રશ્નોતરી કરવામાં આવે છે.
⇒ 1.  સુકન્યા સમૃધ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana)નું ખાતું કોણ ખોલવી શકે છે?
જવાબ : આ યોજના માત્ર કન્યાઓ માટે છે. ૧૦ વર્ષથી નાની દીકરીઓ માટે ખાતું ખોલવામાં આવે છે. Suknya samriddhi yojana માત્ર ભારતીય નાગરીકો માટે છે.
⇒ 2.  દીકરીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજનાનુ ખાતું ક્યાં ખોલાવવું?
જવાબ : તમારી અનુકુળતા મુજબ પોષ્ટઓફિસ, SBI Bank, Bank Of Baroda, Bank Of India, ICICI તેમજ કેટલીક માન્ય બેંકો વગેરે કોઇપણ એકમાં તમે દીકરીના નામનું ખાતું ખોલાવી શકો છો. ત્યાં જઈને તમારે આ યોજના ખાતાનું ફોર્મ ભરવાનું હોય છે અને જરૂરી દસ્તાવેજ(Documents) આપવાના હોય છે.
⇒ 3.  ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડે છે?
જવાબ : 
  • તમે ભરેલું  Suknya Yojana Account Form 
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર/દાખલો
  • દીકરીનું આધાર કાર્ડ
  • માતા-પિતાના ઓળખપત્ર (ચૂંટણીકાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસંસ)
  • રહેઠાણના પુરાવા ( રેશન કાર્ડ, લાઇટબીલ, આધાર કાર્ડ)
⇒ 4.  આ યોજનામાં તમે દીકરીના કેટલા ખાતા ખોલાવી શકો છો?
  • જવાબ : તમે એક દીકરીના નામ પર એક જ ખાતું ખોલાવી શકો છો. ત્રણ દીકરીઓ સુધી ખાતા ખોલાવી શકો છો.
  • જો તમે એક દીકરીના નામ પર એકથી વધુ ખાતા ખોલાવેલા હશે તો એક જ ખાતામાં વ્યાજ મળશે, બીજા ખાતા બંધ કરી દેવામાં આવશે.
⇒ 5.  સુકન્યા યોજના (Suknya Yojana) ખાતું(Account)માં કેટલી રકમ જમા કરી શકાય છે?
જવાબ : સુકન્યા સમૃધ્ધિ યોજનાનુ ખાતું રૂ.250/- થી ખોલવામાં આવે છે.
તમે 1 વર્ષમાં રૂ. 1 લાખ, 50 હજાર સુધી જમાં કરાવી શકો છો અને તે પણ એક જ ખાતામાં.
રૂ.1 લાખ, 50 હજારથી વધારે રકમ પર તમને કોઇ વ્યાજ આપવામાં આવશે નહી.
⇒ 6.  સુકન્યા યોજનામાં જમાં થયેલી રકમ ક્યારે મળે છે?
  • જવાબ : તમે જે તારીખથી ખાતું ખોલાવો છો તે તારીખથી 21 વર્ષ પુરા થાય ત્યારે જમા કરેલ રકમ પાકે છે (દીકરીના 21 વર્ષ નહી ખાતું શરૂ થયુ તેના 21 વર્ષ ગણવા)
  • જો તમારે દીકરીના લગ્ન માટે વચ્ચેથી પૈસાની જરૂર પડી તો તમે ખાતુ બંધ કરીને જમા થયેલી રકમ ઉપાડી શકો છો.  (ત્યારે દીકરીની ઉમર 18 વર્ષની હોવી જોઇએ. લગ્ન પહેલા 3 મહીનામાં કે પછીના 3 મહીનામાં અરજી કરવી) 
⇒ 7.  આ યોજનામાં વચ્ચે પૈસાની જરૂર પડી તો જમા રકમ ઉપાડી શકાય કે નહી?
  • જવાબ : દીકરીના લગ્ન માટે રકમ ઉપાડી શકો છો. કુલ જમાં થયેલ રકમના 50% રૂપિયા મળશે અને દીકરીની ઉમર 18 વર્ષની હોવી જોઇએ.
  • દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પણ રકમ ઉપાડી શકો છો. જેમાં દીકરીની ઉમર 18 વર્ષની હોવી જોઇએ અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ. જેમા તમારે અભ્યાસ માટે ભરવાની થતી તમામ ફીની પહોંચ આપવી પડશે અને ફીમાં જે રકમ લખેલી છે તેટલી જ રકમ તમને મળશે.
⇒ 8.  કેટલા વર્ષ સુધી ખાતામાં રૂપિયા ભરવાના હોય છે?
જવાબ : તમે જે તારીખથી ખાતું ખોલાવો છો ત્યારથી લઇને ખાતાના 15 વર્ષ પુરા થાય ત્યા સુધી રકમ જમા કરવાની છે.
16 માં વર્ષની શરૂઆતથી લઇને 21 વર્ષ (6 વર્ષ સુધી) તમારે કોઇપણ રકમ ભરવાની થશે નહી. પરંતુ કુલ જમા થયેલી રકમ પરનું આ 6 વર્ષ સુધીનું વ્યાજ તમને મળતું રહેશે.
 ⇒ 9.  સુકન્યા સમૃધ્ધિ યોજનામાં જમા થયેલી રકમ પરનું કેટલું વ્યાજ મળે છે?
જવાબ : મિત્રો લગભગ દર વર્ષે વ્યાજનો દર બદલાતો રહે છે. હાલમા 7% આસપાસ વ્યાજ મળે છે. તમે જે હપ્તો ભરો છો તે 80C હેઠળ ટેક્ષમાં બાદ મળે છે. 



ડિસક્લેમર : આ લેખ ફક્ત માહિતી હેતુ માટે જ છે અને આ સંપૂર્ણ જાણકારી અલગ અલગ સરકારી વેબસાઇટ પરથી એકત્રિત કરવામાં આવી છે. વાચકો સમજી શકે તે માટે તેને સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samrudhi Yojana)-2022 વિશેની માહિતી હાલના નિયમો મુજબની છે. અમે તેમાં કોઈપણ ફેરફાર માટે જવાબદાર રહેતા નથી.

⇛  વધુ માહિતી માટે તમે જેતે ઓફિસિયલ વેબસાઈટ કે તમારા વિસ્તારની પોસ્ટ ઓફિસની મુલાકાત લઇ શકો છો.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samrudhi Yojana) - 2022 વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September  10, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

9/7/22

Govt Scheme: Gujarat Government's Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022 Required Forms, Information, Documents, Office Contact

Govt Scheme: Gujarat Government's Vahali Dikri Yojana-2022 Required Forms, Information, Documents, Office Contact
Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022

સરકારી યોજના : ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના જરૂરી ફોર્મ,માહિતી, ડોક્યુમેન્ટ, કચેરીનો સંપર્ક
ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Vahali Dikri Yojana in Gujarati 2022


ગુજરાત સરકારની યોજનાઓ | વહાલી દીકરી યોજના-2022 | ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Official website | PDF Form Download | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download






⇛  ગુજરાત વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana in Gujarat)-2022 :
ગુજરાત સરકાર દ્વારા સમય-સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હાજાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.  ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.  આ યોજના પાછળનો સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ "બેટી બચાવો-બેટી પઢાઓ" રહેલો છે.

આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે  મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. 
Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022




⇛  ગુજરાત વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana in Gujarat)-2022 :
ગુજરાત વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana in Gujarat)-2022 :
યોજનાનું નામ :વ્હાલી દીકરી યોજના
ભાષા :ગુજરાતી અને English
ઉદ્દેશ :સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ, શિક્ષણનો વ્યાપ, બાળલગ્નો અટકાવવા વગેરે..
લાભાર્થી :તા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ
સહાયની રકમ :કુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર)
અધિકૃત વેબસાઈટ :https://wcd.gujarat.gov.in/
અરજી કરવી :નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી) ની કચેરીએ જમા કરાવવું
અરજીની સમય મર્યાદા :દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં
અરજી પ્રક્રિયા :ઓનલાઈન / ઓફલાઈન
હોમ પેજ :અહીંયા ક્લિક કરો.


વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ  ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.  

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે. જેથી અમો તમને આ યોજનાથી સંપૂર્ણ રીતે વાકેફ કરી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.




આ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા અને લાભ લેવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.


⇛  Also read  👇.👉   ₹ 1000 ભરો... અને દીકરીના લગ્ન(21 વર્ષે) મેળવો ₹ 6,00,000👉  વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળશે ₹ 1,10,000 રૂપિયા.👉  600 કરતા પણ વધુ MP3 રસપ્રદ બાળવાર્તાઓ.👉  ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરુ.👉  તમારૂ E- ચૂંટણી કાર્ડ તમે PDF માં ડાઉનલોડ કરો.👉  મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨.👉  Riser App से इनकम कैसे होगी❓👉  KYC એટલે શું❓KYC કયાં જરુરી છે❓




⇛  ગુજરાત વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?
ગુજરાત સરકારની આ વહાલી દીકરી યોજનાનો લાભ એ છે કે ગુજરાતની દીકરીને એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આર્થિક રીતે સહાય આપવામાં આવ્યા છે. આમ આ યોજના હેઠળ દીકરીને આપવામાં આવતી સહાય એ દીકરીને ત્રણ હપ્તા માં આપવામાં આવે છે.

Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022

Vahali Dikri Yojana(વ્હાલી દીકરી યોજના)-2022




⇛  વ્હાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો:
જ્યારે દીકરીનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રથમ ધોરણમાં નામ નોંધણી થાય ત્યારે...  દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-ની સહાયનો પહેલો હપ્તો પ્રાપ્ત થાય છે.

વહાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો:
વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા અરજી કરેલ છે તે દીકરી વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 9(નવ)મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.




⇒  વહાલી દીકરી સહાય યોજના ત્રીજો (છેલ્લો)  હપ્તો :
આ યોજના હેઠળ જ્યારે દીકરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે દીકરીને ગુજરાત સરકાર દ્વારા રૂ.1,00,000/- ( એક લાખ રૂપિયા) ની આર્થિક સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં.   દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ તથા તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.


⇛  વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022 નો મુખ્ય  હેતુ :
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજનાનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતની બધી દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેમના લગ્ન દરમિયાન લગ્નના ખર્ચ માટે આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. 



⇛  વહાલી દીકરી યોજનાને માટે જરૂરી ડોક્યુમેન્ટ(Required Documents of Vahali Dikri Yojana) - 2022 :
જે માતાપિતા તેમની દીકરી માટે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગે છે તેમના માતા-પિતાને નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટની આવશ્યક જરૂરિયાત રહેશે.
  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર.
  • માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરીનું આધાર કાર્ડ હોય તો.
  • આવકનો દાખલો.
  • દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની ઝેરોક્ષ.
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
  • વહાલી દિકરી યોજનાનું સોગંદનામું.




ખાસ નોંધ:-  જો કોઈ કારણસર દીકરીનું 18 વર્ષ પહેલાં આકસ્મિક મૃત્યુ થવા પામે તો તેમને બાકી સહાયની રકમ મળવાપાત્ર થશે. 
આવકની મર્યાદા:– Income Limit of Vahli Dikri Sahay Yojana



⇛  વહાલી દીકરી યોજનાની માટે પાત્રતા ( Eligibility for Dear Vahli Dikri Yojana) :
કોઈ વ્યક્તિ વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ એ નીચે મુજબ આપેલી બધી જ પાત્રતા રાખવી જરૂરી છે.
  • વહાલી દીકરી યોજનાની અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • વહાલી દીકરી યોજનાની અરજી કરનાર વ્યક્તિએ  ગુજરાત  રાજ્યોમાં રહેતી હોવી જરૂરી છે.
  • વહાલી દીકરી યોજનાની અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિની વાર્ષિક આવક કે 2,00,000(બે લાખ) રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ. 



⇛  વ્હાલી દીકરી યોજના(Vahali Dikri Yojana PDF Form Downlaod) - 2022 ફોર્મ  :
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.
2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.
તેમજ...
વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે WCD ગુજરાતની ઓફીસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાંથી તમે વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022 Form PDF ફોર્મેન્ટમાં Download કરી શકો છો.


⇛  મહત્વપૂર્ણ લીંક :



⇛  વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) -2022 બાબતે પ્રશ્નોત્તરી :
પ્રશ્ન : ગુજરાત વ્હાલી દીકરી યોજના એ શું છે?
જવાબ : આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને 110000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?
જવાબ : વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામા માટેનો કોઈ નિયત નમૂનો ખરો?
જવાબ : વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
જવાબ : આ યોજનાનું અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્રમાંથી, CDPO કચેરી ખાતેથી અથવા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે.

પ્રશ્ન : શું વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) ના ફોર્મ  ઓનલાઈન(Online) ભરી શકાશે ?
જવાબ : હા, ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ટૂંક સમયમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન કોની પાસેથી કરી શકાશે.?
જવાબ : વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) ઓનલાઈન માટે ગ્રામ પંચાયત ખાતે VCE પાસે, તાલુકામાંથી મામલતદાર કચેરીમાંથી અથવા ATVT(જન સેવા કેન્દ્ર) માંથી ભરી શકાશે.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજના(Vahali Dikari Yojana) માટે અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?
જવાબ : આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના જન્મ પછી 1(એક) વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.

પ્રશ્ન : વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી નક્કી કરેલી છે?
જવાબ : આ યોજનાનો લાભ લેવા માટે “દંપતિની કુલ વાર્ષિક આવક 2(બે) લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. આ દાખલો સક્ષમ અધિકારીશ્રીનો હોવો જરૂરી છે.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને વ્હાલી દીકરી યોજના(Vahli Dikri Yojana)-2022  વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on September  07, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.
Read More »

Recent Posts