JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/20/15

ઓનલાઇન પાસપોર્ટ બનાવો.

  પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી
◇ ઓનલાઇન પાસપોર્ટ બનાવો.◇
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
JANUARY 6, 2015 ONLINE-JINDAGI LEAVE A COMMENT

 ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.
   પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ
શા માટે જરૂરી છે આધાર
   સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે.
શા માટે થતું હતું મોડુ
   ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.
 સ્ટેપ-1   પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો
સૌથી પહેલા

  પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટની વેબ ઓપન કરવા અહીં ક્લિક કરો. 

 પેજ પર  register now ની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.
 સ્ટેપ-2   લોગિન કરો
ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો.
   લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે.
   ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું.
 સ્ટેપ-3   વિકલ્પ પસંદ કરો
જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે.
   એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા.
    એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.
 સ્ટેપ-4   કૌટુંબિક વિગતો ભરવી
તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો.
   ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે.
    ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.
 સ્ટેપ-5   ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો.
‘વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો.
   ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/19/15

ટ્રાફિકના નિયમો જાણો.

◇ ટ્રાફિકની નિશાનીઓ/ટ્રાફિક સિગ્નલ (Traffic Signages) ની સમજ ◇


   માર્ગ સુરક્ષા માટે આટલું કરો.
  • વાહન હમેશાં રસ્તાની ડાબી બાજુ ચલાવો.
  • વાહનની જમણી બજુથી જ ઓવરટેક કરો. 
  • ઓવરટેક ત્યારેજ કરો જયારે તે સુરક્ષિત હોય. 
  • રોડ પરની નિશાનીઓ દ્વારા અપાતી સૂચનાઓને ધ્યાને રાખો અને વાહન ચલાવો.
  • હેલ્મેટ/સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરો. 
  • હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરો. 
  • વાહન સાથે ડ્રાઈવિંગ લાયસન્સ,રજીસ્ટ્રેશન બુક,વીમો અને પી.યુ.સી. અવશ્ય રાખો.
  • મોબાઈલ ઓફ સીટ બેલ્ટ ઓન   : Mobile off seat belt on :  
  માર્ગ પર થતા મોટા ભાગના અકસ્માત ડ્રાયવરની ભૂલના કારણે / માર્ગ ઉપરની નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) ની સમાજના અભાવના કારણે જ સર્જાય છે.
        તો....
તો તે અંગેનું જ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે આપવામાં આવે છે.પણ  વિદ્યાર્થીઓને માર્ગ ઉપરની નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) ની સમજ સરળતાથી આપી શકાય તે હેતુથી આપની સમક્ષ નિશાનીઓ અને ચિહ્નો (Traffic Signages) તથા તેની સમજ આપતું પ્રેઝન્ટેશન રજૂ કરેલ છે. તે માટે અહીં મુકેલ તમામ સાહિત્ય ડાઉનલોડ કરશો ખુબજ ઉપયોગી થશે.
  ટ્રાફિકના નિયમો સમજાવતી ટ્રાફિકની નિશાનીઓ/ટ્રાફિક સિગ્નલ (Traffic Signages) ની સમજમાટે ફોટોગ્રાફ, ફોટો ફાઈલ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, વિડિઓ વગેરે આપની સમક્ષ રજુ કરેલ છે.
વધુ માહિતી માટે તેમજ આ મટેરિયલ ડાઉનલોડ કરવા આ લીંક પર ક્લિક કરો.
  1.  ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) ફોટોગ્રાફ્સ ડાઉનલોડ 
  2.  ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) ફોટોગ્રાફ્સ ZIP FILE ડાઉનલોડ
  3.  ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) PDF  FILE ડાઉનલોડ
  4.  ટ્રાફિક સિગ્નલ(Traffic Signages)પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, ડાઉનલોડ
  5.  ટ્રાફિક સિગ્નલ(Traffic Signages) વીડીઓ (Video)
          ◇  વીડીઓ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
          ◇  વિડિઓ જુઓ.. અહીં ક્લિક કરો.

  • યુટ્યુબ પરનો આ સંપૂર્ણ વિડીયો નિહાણો ...


નોંધ:  પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, અને વિડીઓ ટૂંક સમયમાં મુકવામાં આવશે...  તેમજ આ પ્રેઝન્ટેશન ગમે          તો તેની ઓરીજનલ ડી.વી.ડી. એચ.ડી ફાઈલ મેળવવા માટે અચૂક સંપર્ક કરશો.

મિત્રો... જો તમને ગમે તો આગળ શેર/ફોરવર્ડ કરશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/13/15

જનરલ નોલેજ




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

2/2/15

એક સાથે WhatsApp પર 2 નંબરો વાપરો


  એક સાથે WhatsApp પર  2 નંબરો વાપરવા માટે ડાઉનલોડ કરો નવું OGWhatsApp
OGWhatsApp શું છે?  OGWhatsApp માં તમને એક એપ્સમાં એક સાથે  2 નંબરો વાપરવાની  પરવાનગી મળે છે  તે પણ (રુટ વગર)
OGWhatsApp નવું શું છે..?
  •    OGWhatsApp V2.11.432 નવું લેટેસ્ટ વર્ઝન છે.
  •  એન્ડ્રોઇડ વર્ઝન Android 4.4.2 પર સારામાં સારું કામ આપે છે.
OGWhatsApp ની ખાસિયતો..
  • તમે એક WhatsApp માં 2 નંબરો ઉપયોગ કરી શકો છો.
  • તમે માહિતીની બેકઅપ લેવા અને તેને પુનઃસ્થાપિત કરી શકો છો.
  • તમે આ એપ્લિકેશન માટે ચિહ્ન (app icon) પસંદ કરી શકો છો.
  • contacts status કોપી કરી સકાય છે.
  • ડાઉનલોડ કર્યા વિના ઑનલાઇન વિડિઓઝ જોઈ શકાય છે.   વગેરે.....
OGWhatsApp કેવી રીતે ઈન્સ્ટોલ કરશો..?
  • તમારા મેસેજનું  બેકઅપ લો.
  • WhatsApp  નો તમામ ડેટા ક્લીયર કરો. ( WhatsApp ફરી ઈન્સ્ટોલ કરો.)
  • sdcard માં OGWhatsApp માટે નામ બદલો / sdcard / WhatsApp ફોલ્ડર નું નામ બદલો.
  • તમારા જુના નંબર ચકાસી નવું OGWhatsApp અક્ટીવ કરો.


નવું લેટેસ્ટ ડાઉનલોડ...
Download The Latest Version OGWhatsApp v2.11.432




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

વોટ્સએપ ચલાવો તમારા PC પર Bluestacks વગર

    Download/Install Web WhatsApp on Desktop PC or Laptop with/without Bluestacks
       તમારે તમારા એન્ડ્રોઇડ ફોન પરનું WhatsApp મેસેન્જર હવે ચલાવો તમારા PC/Laptop  પર તે પણ without Bluestacks  છે ને... રસપ્રદ......
   તો રાહ શા માટે ?
તે માટે તમારે તમારું ચાલુ WhatsApp નું નવું અપડેટ ડાઉનલોડ કરી લો.
ત્યાર બાદ...
તમારા ફોનનમાં WhatsApp ઓપન કરો. ચિત્રમાં બતાવ્યા મુજબ તેમાં ઓપ્સન ખોલો.. તેમાં WhatsApp Web ઓપ્સન ખોલો... સાથે સાથે તમારા  PC/Laptop પર પણ નેટ ચાલુ કરી,તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝર પર https://web.whatsapp.com ખોલો.
એમાં ચિત્રમાં બતાવ્યા મુજબ QR કોડ જોવા મળશે.  તમારા મોબાઈલ માં  WhatsApp Web ઓપ્સન ઓપન કરતાં તમારા ફોનનો કેમેરો ઓન થઇ જશે તેમાં તમારા  PC/Laptop પર જોવા મળતો  QR કોડ  સ્કેન કરો. કોડ સ્કેન થતાજ તમારા WhatsApp  કોપી તમારા PC/Laptop પર જોવા મળશે. 

વધું વિગત માટે આ વિડીયો નિહાળો...



હવે તમે  તમારા PC/Laptop પર WhatsApp નો આનંદ માની સકશો.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

"મહાત્મા ગાંધી અને સફાઈ" (૩૦ મી જાન્યુઆરી ૨૦૧૫, )

  "મહાત્મા ગાંધી અને સફાઈ"  (૩૦ મી જાન્યુઆરી ૨૦૧૫, )
        શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ(કચ્છ).
ગાંધી નિર્વાણદિને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ તેનો યુટ્યુબ પર નો આ વિડિઓ નિહાણો..



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/28/15

મહાત્મા ગાંધી નિર્વાણદિને ચિત્ર સ્પર્ધા


  "મહાત્મા ગાંધી અને સફાઈ"  (૩૦ મી જાન્યુઆરી ૨૦૧૫, )
ગાંધી નિર્વાણદિને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું હોઈ તે માટેનો પરીપત્ર,  ચિત્ર સ્પર્ધાનું આયોજન, સ્વચ્છતાને લગતા સુવિચારની ફાઈલ, તેમજ સ્વચ્છતા અંતર્ગત  સ્વચ્છતાને લગતા ચિત્રો...તેમજ પીડીએફ ચિત્ર ફાઈલ  અત્રે મુકેલ છે જેમાં એક સાથે ૨૫ ફોટોગ્રાફ્સ  ડાઉનલોડ કરો..


   MS WORD માં  બનાવેલ ફાઈલો... ડાઉનલોડ કરો..




    


               


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »