JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

2/23/23

Millet Cultivation : Modern method cultivation of summer millet

Millet Cultivation(બાજરીની ખેતી): Summer Pearl Millet Cultivation_બાજરીની ઉનાળુ ખેતી
Millet Cultivation: Summer Pearl Millet CultivationMillet CultivationMillet Cultivation


બાજરીની ખેતી:  બાજરીની ઉનાળુ ખેતી (summer pearl millet cultivation)


બાજરી મુખ્યત્વે ધાન્ય પાક છે અને પોષકતત્વો ની દ્રષ્ટિએ પણ એક ઉતમ પાક છે. આપણાં ભોજનમાં અને પશુ ના ઘાસચાર એમ બંનેમા ઉપયોગી છે. તો આજે આપણે આ આર્ટીકલમાં જાણશું ઉનાળું બાજરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ની સંપૂર્ણ માહિતી.

બાજરીએ ડાંગર, ઘઉં અને જુવાર પછીનો અગત્યનો ધાન્યપાક છે. દેશના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયોમાં આશરે 90 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગુજરાત રાજય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા જીલ્લામાં બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં આશરે 8.50 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર સાથે 1440 કિ.ગ્રા.હેિકટર ઉત્પાદકતા ધરાવે છે. આપણા રાજયમાં બાજરીનો પાક ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે પરંતુ જ્યાં પિયતની પૂરતી સગવડતા ધરાવતા વિસ્તારોમાં ઉનાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર અંદાજે 2.30 લાખ હેકટર વિસ્તારમાં થાય છે.  જેમાંથી 5.30 લાખ ટન ઉત્પાદન મળે છે જેની સરેરાશ ઉત્પાદકતા 2300 કિ.ગ્રા./હેકટર થાય છે.

છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસું બાજરી હેઠળનો વિસ્તાર ઘટી રહ્યો છે અને ઉનાળુ બાજરી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે. ખાસ કરીને ઉનાળુ બાજરીનું વાવેતર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને કચ્છ જીલ્લાઓમાં પિયતની સગવડતાવાળા વિસ્તારમાં થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ જીલ્લામાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જીલ્લાઓમાં ઉનાળુ તથા પૂર્વ શિયાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર થાય છે. ઉનાળુ ઋતુમાં બાજરીનું ઉત્પાદન ચોમાસાની સરખામણીમાં વાતાવરણના સાનુકૂળ પરિબળોને લીધે બમણું ઉત્પાદન મળે છે. ચોમાસાની ઋતુની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં રોગ જીવાતનો ઉદભવ નહિવત રહેતો હોય છે. વળી ઉનાળાની ઋતુમાં દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશના કલાકો ચોમાસાની ઋતુ કરતાં વધારે હોવાથી પ્રકાશ સંશ્લેષણ દર ઊંચો રહે છે. ઉનાળુ ઋતુમાં ખેતીકાર્યો જેવા કે વાવણી સમયે ખાતર, પારવણી, ધામાં(ખાલા) પૂરવાં, નીંદામણ, આંતરખેડ અને પિયત વગેરે જરૂરિયાત મુજબ સમયસર કરી શકાય છે. બાજરીના પાકના વાવેતરમાં નીચે મુજબની બાબતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે.





બાજરીના પાકને અનુકુળ જમીન અને આબોહવા :
       ખેડૂતો સામાન્‍ય રીતે બાજરીનું વાવેતર નબળી જમીનમાં કરતા હોય છે. પરંતુ બાજરીનો પાક રેતાળ જમીનથી માંડી ને કાળી જમીનમાં પણ લઇ શકાય છે. બાજરીના પાકને રેતાળ ગોરાડું, મધ્યમ કાળી તથા સારા નિતારવાળી સમતલ જમીન અને વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. આા પાકને ગરમ અને મધ્યમ ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ આવે છે.
                બીજા અન્ય ઘાન્‍ય પાકોની સરખામણીમાં બાજરીનો પાક ખૂબજ વિવિઘતા ઘરાવતા વિષમ વાતાવરણમાં પણ લઇ શકાય છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનાં જીલ્‍લાઓ સિવાયના બઘાજ  જીલ્‍લામાં બાજરીનું થોડા અથવા વઘારે પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. રાજયમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પુર્વ શિયાળુ એમ ત્રણય ઋતુમાં થાય છે. ખરીફ ઋતુમાં તેની વૃ‍‍‍ધ્ધિ દરમ્‍યાન મઘ્‍યમ તા૫માનની જરુરીયાત રહે છે. ફુલ આવવાના સમયે વઘુ વરસાદની ૫રિ‍સ્‍થતિ હોય તો ૫રાગનયન અને ફલીનીકરણની ‍‍પ્રક્રિય પર વિપરીત અસર થાય છે. જે ને કારણે દાણા ઓછા ચડે છે અને ઉત્‍પાદન ઘટે છે.

Millet Cultivation
Millet Cultivation(બાજરીની ખેતી)



બાજરીના પાક માટે જમીનની તેયારી અને સેન્દ્રિય ખાતર :
       બાજરીના પાક માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે 10 ટન (25 ગાડી) સારૂ કોહવાયેલું છાણિયું ખાતર નાખ્યા બાદ ટ્રેકટર/હળ/કરબની 2 થી 3 ઊંડી ખેડ કરી જમીનમાં બરાબર ભેળવી જમીન તૈયાર કરવી. ઉનાળુ ઋતુમાં પિયતથી પાક લેવાનો હોવાથી જમીનને પોચી, ભરભરી અને સમતલ બનાવવી જોઈએ.



બાજરીના વાવેતર માટે યોગ્ય જાતની પસંદગી :
       ચોમાસું બાજરીની સરખમણીએ ઉનાળું ઋતુમાં બાજરીના વધુ ઉત્પાદન ક્ષમતાની શકયતાને ધ્યાનમાં લઈને બાજરી સંશોધન યોજના, સરદાર ક્રુષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર તથા જામનગર કેન્દ્ર ખાતે ચાલતાં ઘનિષ્ઠ સંશોધનના પરિણામે ઉનાળુ ઋતુમાં વાવણી માટે નીચે મુજબની સંકર જાતોનું વાવેતર કરવા ભલામણ કરેલ છે.
Millet Cultivation
Millet seed

(1) G.H.B.-526 : દાણાનું વધુ ઉત્પાદન આપતી મોટા દાણા અને હૂંડાનો સારો દેખાવ ધરાવતી તેમજ કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી આ જાત ઉનાળુ અને પૂર્વ શિયાળુ ઋતુમાં વાવણી માટે ભલામણ કરેલ છે. આ જાત 75 થી 80 દિવસે પાકે છે. દાણા અને સૂકાચારાનું મહત્તમ ઉત્પાદન 4809 કિ.ગ્રા./હે અને 8990 કિ.ગ્રા./હે આ જાત M.H.169 જાત કરતાં દાણાનું 14.7% વધુ ઉત્પાદન આપે છે.

(2) G.H.B.-558 : કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, મધ્યમ મોડી પાકતી, દાણાની આકર્ષક રંગ તથા આકાર ધરાવતી આ જાત સમગ્ર દેશમાં ચોમાસુ અને ઉનાળુ એમ બંન્ને ઋતુમાં વાવણી માટે ભલામણ કરેલ છે. આ જાત દાણા અને સૂકાચારાનું વધુ ઉત્પાદન આપે છે. ડુંડા જાડા અને આર્કષક દેખાવવાળા હોય છે. આ જાતનું દાણા અને ઘાસચારાનું મહત્તમ ઉત્પાદન અનુક્રમે 4638 કિ.ગ્રા./હે. અને 9950 કિ.ગ્રા./હે. મળેલ છે. આ જાત એમ.એચ. 179 જાત કરતાં દાણા અને ઘાસચારાનું અનુક્રમે 17% અને 8% વધુ ઉત્પાદન આપે છે.

(3) G.H.B.-538 : સૂકા તથા પાણીની અછતવાળા વિસ્તારો માટે ભલામણ કરેલ છે. આ જાત વહેલી (70-75 દિવસે) પાકતી, પાણીની અછતની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી, કુતુલ રોગ સામે તથા સાંઠાની માખી અને ગાભિમારાની ઈયળ સામે પ્રતિકારકશક્તિ ધરાવતી, ઢળી ન પડવાની ક્ષમતા ધરાવે છે. આ જાત પુસા-123 કરતાં દાણાનું 27.1% અને સૂકાચારાનું 12.5% વધુ ઉત્પાદન આપે છે.

ગુજરાતમાં હાઇબ્રીડ બાજરી માટે નીચે મુજબની કેટલીક જાતોનું વાવેતર કરવાથી વઘારે ઉત્‍પાદન મેળવી શકાય છે.
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-558 (GHB-558)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-538 (GHB-538)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-719 (GHB-719)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-744 (GHB-744)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-732 (GHB-732)
  • ગુજરાત હાઇબ્રીડ બાજરા-905 (GHB-905)


ઉનાળુ બાજરી વાવણીનો યોગ્ય સમય :
        કોઈપણ પાકની સમયસરની વાવણી એ ઉત્પાદન માટેનું અગત્યનું ખેતીકાર્ય છે. સમયસરની વાવણીથી છોડનો વિકાસ સારો થાય છે પરિણામે ઉત્પાદન સાથે સંકળાયેલા છોડના ભાગોનો વિકાસ સારો થાય છે. ઉનાળુ બાજરીના વાવેતર માટે ઠંડી ઓછી થતાં 15મી ફેબ્રુઆરી થી 15મી માર્ચ સુધીનો સમય વધુ અનુકૂળ રહે છે. આ સમય દરમિયાન વાવેતર કરવાથી દાણાનું વધુ ઉત્પાદન મળે છે. ઠંડીમાં વાવેતર કરતાં અંકુરણ મોડુ અને ધીમુ થાય છે. વળી, વાવેતર મોડું કરતાં પાક થુલી અવસ્થામાં હોય ત્યારે ચોમાસાની શરૂઆત થતાં પાકને નુકશાન થવાની શકયતા છે. માર્ચ પછી વાવણી કરતાં ઉત્પાદન ઓછું મળે છે. ઘણા ખેડૂતો એપ્રિલ માસ સુધી બાજરીની વાવણી કરતા હોય છે જે હિતાવહ નથી.


બાજરી વાવણી યોગ્ય અંતર :
પાકનું હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે એકમ વિસ્તારમાં નિર્ધારિત છોડની સંખ્યા હોવી ખૂબ જ જરૂરી છે. જો છોડની સંખ્યા વધારે હોય તો છોડને ફૂટ ઓછી આવે છે અને તેનો વિકાસ બરાબર થતો નથી. જો છોડની સંખ્યા ઓછી હોય તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. બાજરીના પાકમાં હેકટર દીઠ આદર્શ છોડની સંખ્યા 1.75  થી 2.0 લાખ જેટલી જાળવવા માટે બે હાર વચ્ચે 45 સે.મી.નું અંતર જાળવી વાવણી કરવી અને હારમાં બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી.નું અંતર પારવણીથી જાળવવું.

બાજરીનો બિયારણનો દર :
હેકટર દીઠ 3.75 થી 4.00 કિ.ગ્રા. પ્રમાણિત બિયારણનો દર રાખી વાવણી કરવી.


ઉનાળુ બાજરીના વાવેતર માટે બીજ માવજત :
બીજના સારા ઉગાવા માટે બાજરીના બીજને વાવણી પહેલા 2 થી 3 કલાક પાણીમાં પલાળી, બીજને છાંયામાં સૂકવી પારાયુકત દવા થાયરમ 1.5 કિ.ગ્રા. બીજ દીઠ 3.0 ગ્રામ દવાનો પટ આપવો. પરિણામે એકમ વિસ્તાર દીઠ નિર્ધારિત છોડની સંખ્યા જાળવી શકાય છે. આ ઉપરાંત જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટ/એઝોસ્પાઈરીલમ અને પીએસબી કલ્ચરની બીજ માવજત આપવી જેનાથી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.


રાસાયણિક ખાતરની જરૂરીયાત :
સંશોધન પરિણામો બતાવે છે કે સંકર બાજરી ઉનાળુ ઋતુમાં રાસાયણિક ખાતરોને સારો પ્રતિભાવ આપે છે કારણકે આ પાકમાં સૂર્યપ્રકાશના કાર્યક્ષમ ઉપયોગથી પ્રકાશસંશ્લેષણ વિસ્તારમાં વધારો કરી વધુ પોષક તત્વ ઊંચા દરે શોષણ કરી સંગ્રહ કરવાની અગાધ શક્તિ રહેલી છે. સામાન્ય રીતે ઉનાળુ બાજરીના પાકને રાસાયણિક ખાતર જમીનના પૃથ્થકરણ અહેવાલ મુજબ જ આપવું જોઈએ. તેમ છતાં ઉનાળુ બાજરીમાં હેકટરે 120 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 60 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો જોઈએ. ઉત્તર ગુજરાતની રેતાળ ગોરાડું જમીનમાં 160 કિ.ગ્રા.નાઈટ્રોજન આપવાની ભલામણ છે. બાજરીના પાક્માં પાયાનું ખાતર નીચે મુજબ આપવું જોઈએ.
(1).  ઉત્તર ગુજરાતની રેતાળ ગોરાડું જમીન: પાકની વાવણી પહેલા જમીનમાં 7 થી 8 સે.મી. ઊંડાઈએ વાવણિયાથી ઓરીને 80 કિ.ગ્રા. નાઈટ્રોજન  + 60 કિ.ગ્રા. ફોસ્ફરસ હેકટર દિઠ અને 130 કિ.ગ્રા. ડીએપી + 125 કિ.ગ્રા.યુરિયા રાસાયણીક ખાતર હેકટર દિઠ આપવું
(2).  ગુજરાતનો બાકીનો વિસ્તાર: પાકની વાવણી પહેલા જમીનમાં 7 થી 8 સે.મી. ઊંડાઈએ વાવણિયાથી ઓરીને 60 કિ.ગ્રા. નાઈટ્રોજન  + 60 કિ.ગ્રા. ફોસ્ફરસ હેકટર દિઠ અને 130 કિ.ગ્રા. ડીએપી + 80 કિ.ગ્રા.યુરિયા રાસાયણીક ખાતર હેકટર દિઠ આપવું
Millet Cultivation(બાજરીની ખેતી)
           આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ભલામણ કરેલ છે કે મધ્ય ગુજરાતના ખેડૂતોને ફેરરોપણી કરી બાજરીનું વાવેતર કરતી વખતે વર્મિકમ્પોસ્ટ હેકટરે 2 ટન આપી 120 કિ.ગ્રા. નાઈટ્રોજના હેકટરે બે સરખા હપ્તામાં પ્રથમ હમો ફેરરોપણી વખતે અને બીજો હપ્તો ફેરરોપણી પછી 30 દિવસે આપવાથી વધુમાં વધુ ઉત્પાદન તેમજ ચોખ્ખો નફો મળી શકે છે.

ઉનાળુ બાજરીના વાવેતર માટે વાવણી પદ્ધતિ :
          ઉનાળુ બાજરીનું વાવેતર પિયતથી ઓરવણ કરી વરાપ થયે સાંજના સમયે બે ચાસ વચ્ચે 45 સે. મી.નું અંતર જાળવી વાવણી કરવી. બીજ 4 સે.મી.ની ઊંડાઈએ પડતાં સારો ઉગાવો મળે છે. મધ્ય ગુજરાત વિસ્તારોમાં ખેત આબોહવા વિસ્તારમાં ધરૂઉછેર કરીને ફેરરોપણી દ્વારા વાવણી કરતાં વધુ ઉત્પાદન મળે છે. આ માટે ધરૂને 20 થી 25 દિવસે ફેરરોપણી કરવાની ભલામણ છે. આ માટે ધરૂના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઈરીલમ કલ્ચરના ચાર પેકેટને 15 લિટર પાણીમાં ભેળવી દ્રાવણમાં ધરૂના મૂળને 15 થી 20 મિનિટ બોળીને વાવણી કરવી અને હેકટરે 40 કિ.ગ્રા. નાઈટ્રોજન આપવાથી મહત્તમ ઉત્પાદન મળે છે.


ફેરરોપણી કરવી :
        સામાન્ય રીતે ઉનાળુ બાજરીનો પાક શિયાળુ પાકની કાપણી પછી લેવામાં આવે છે. ઘણી વખત શિયાળુ પાકની કાપણી મોડી કરવામાં આવે છે જેથી જમીન તૈયાર કરવામાં થોડો સમય જાય છે અને બાજરીની વાવણી મોડી કરવી પડે છે. આવા સંજોગોમાં બાજરીની સમયસરની વાવણી માટે શિયાળુ પાકની કાપણી કરવાના 20 થી 25 દિવસ પહેલાં બાજરીનું ધરૂ નાખવું જોઈએ અને શિયાળુ પાકની કાપણી પછી ધરૂની ફેરરોપણી કરવાથી બાજરીનો પાક સમયસર લઈ શકાય છે. ધરૂ તૈયાર કરવા માટે 7.5 મીટર x 1.2 મી. કયારા બનાવવા. એક હેકટરની ફેરરોપણી માટે 500 થી 600 ચો.મી. ના વિસ્તારમાં ધરૂ તૈયાર કરવામાં આવે છે. ઉપર મુજબના માપના કયારા તૈયાર કરી તેમાં 5 થી 10 કિ.ગ્રા.નાઈટ્રોજન આપવો અને કયારામાં 10 સે.મી. ના અંતરે છીછરા ચાસ કાઢી તેમાં બાજરીનું બીજ વાવવું. જે માટે 2 કિ.ગ્રા. બીજ એક હેકટર વિસ્તારની વાવણી માટે પૂરતુ છે. જયારે ધરૂ 3 અઠવાડીયાનું થાય ત્યારે ધરૂવાડીયામાં હળવું પિયત આપી બાજરીના છોડ ખેંચી લેવા અને છોડના ઉપરના ભાગના પાન દૂર કરવા. જેથી ધરૂમાંથી ઉત્સવેદન ઓછું થાય છે. જેથી જલદી સેટ થઈ જાય છે. બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરૂના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઈરીલમ કલ્ચરના ચાર પેકેટને ૧૫ લિટર પાણીના દ્રાવણમાં 15 થી 20 મિનિટ બોળી રાખી રોપણી કરવી અને પાયાનું ખાતર ઉપર મુજબ આપવું. ધરૂ રોપવા માટે ચાલુ પિયતે જ ધરૂ રોપવું. ત્યાર પછી બીજા દિવસે એક હલકું પિયત આપી દેવું જેથી ધરૂ સારી રીતે સેટ થઈ શકે.


પાછલી માવજત :
(1). પારવણી અને ગામાં પુરવા : બાજરીનો પાક 20 થી 25 દિવસનો થતાં ચાસમાં બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. અંતર જળવાય તે રીતે છોડની પારવણી કરવી તેમજ પારવણી પછી પિયત પાણી આપી જયાં ખાલાં પડયા હોય ત્યાં પારવણી કરેલા છોડથી ફેરરોપણી કરી ખાલાં પૂરવા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ મીની ટ્રેકટરથી ચાલતુ પારવણી ઓજાર વાપરવાથી બે છોડ વચ્ચેનું અંતર 10 થી 12 સે. મી. જળવાઈ રહે છે અને હાથથી કરવામાં આવતી પારવણીની સરખામણીમાં અંદાજે 70% જેટલો માનવ કલાક પ્રતિ હેકટરે બચાવી શકાય છે.
(2). આંતરખેડ અને નીંદામણ : બાજરીના પાકની વાવણી પછી 15 દિવસથી શરૂ કરી ત્રણ હાથ નીંદામણ 15 દિવસના અંતરે કરી કુલ ૪૫ દિવસ સુધી પાકને નીંદણ મુકત રાખવો. પાકની વાવણી પછી 15 માં દિવસથી નિંધલ અવસ્થા આવે ત્યાં સુધીમાં નીંદણ નિયંત્રણ માટે તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે બે થી ત્રણ વખત આંતરખેડ કરવી. છેલ્લી આંતરખેડ વખતે ચાસ પર પાળા ચઢાવવા જેથી પાકને ઢળી પડતો બચાવી શકાય અને પૂરતો ભેજ જળવાઈ શકે.
            જે વિસ્તારમાં મજૂરોની અછત હોય તે વિસ્તારમાં નીંદણનાશક દવા એટ્રાજીન 0.500 કિલોગ્રામ સક્રિય તત્વ હેકટર મુજબ વાવણી બાદ તુરત જ પરંતુ બીજના ઉગાવા પહેલા (પ્રિ. ઈમરજન્સ તરીકે) 500 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.




પૂર્તિ ખાતર આપવું :
પારવણી અને નીંદણ થઈ ગયા પછી જયારે બાજરીનો પાક 21 થી 30 દિવસનો થાય ત્યારે 60 કિ.ગ્રા. નાઈટ્રોજન (130 કિ.ગ્રા. યુરિયા) આપવું. પૂર્તિ ખાતર પિયત આપ્યા બાદ આપવું. પરંતુ હલકી રેતાળ જમીનમાં પૂર્તિ ખાતર અહીંયા નીચે દર્શાવ્યા મુજબ બે હપ્તામાં આપવું.
(1) 50 કિ.ગ્રા. નાઈટ્રોજન (60% નાઈટ્રોજન) અને 110 કિ.ગ્રા. યુરિયા અથવા 250 કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ 21 થી 30 દિવસ પિયત આપ્યા પછી છોડની હારથી 8 થી 10 સે.મી. દૂર પાટલામાં આપી જમીનમાં ભેળવી દેવું.
(2) 30 કિ.ગ્રા. નાઈટ્રોજન (40% નાઈટ્રોજન), 65 કિ.ગ્રા. યુરિયા અથવા 150 કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ 45 દિવસનો પાક થાય ત્યારે એટલે નિંધલ અવસ્થાએ છોડની હારથી 8 થી સે.મી. દૂર પાટલામાં આપી જમીનમાં ભેળવી દેવું.
         પુરક ખાતરનો જથ્થો પાકને પાણી આપ્યા બાદ આપવો. જેથી ખાતરમાં રહેલ નાઈટ્રોજન તત્વ જમીનમાં પાણી સાથે નીચે ઉતરી જવાનો ભય રહેતો નથી.

ઉનાળુ બાજરીમાં પિયત :
ઉનાળુ બાજરીના પાકને પિયત પાણીની સંખ્યા અને બે પિયત વચ્ચેનો ગાળો જે તે વિસ્તારની જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ઉનાળુ બાજરીના પાકને 7 થી 13 પિયત આપવાની જરૂરિયાત પડે છે.
         મહેસાણા જીલ્લામાં કે જયાં જમીન ગોરાડું અને જમીનનું સ્તર ઉંડું છે ત્યાં 6 થી 7 પિયત લગભગ 15 દિવસના ગાળે દરેક પાણી 75 મિ.લિ. જથ્થામાં આપવું જોઈએ.
ઉનાળુ બાજરીના પિયત અંગેના અખતરાઓના પરિણામો દર્શાવે છે કે ઉનાળુ બાજરીને વાવણી પછી 12, 24, 34, 43, 62 અને 70 દિવસે એમ કુલ 7(સાત) પિયત આપવાથી વધારે ઉત્પાદન મળે છે.
         બનાસકાંઠા વિસ્તારમાં રેતાળ જમીનમાં ફેબ્રુઆરી- માર્ચ દરમિયાન 8 થી 10 દિવસે અને ત્યારબાદ દરમિયાન 5 થી 6 દિવસે પિયત આપવું.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં જમીનનું પડ છીછરૂ હોવાથી પાકના મૂળ ઊંડા જઈ શકતા નથી જેથી આવા વિસ્તારમાં કુલ 12 થી 13 પિયત આપવા જરૂરી છે તેમ છતાં પિયતની કટોકટીની અવસ્થાને અવશ્ય પિયત આપવું. પાક થુલી અવસ્થાએ હોય ત્યારે પાકને પાણી આપી ભેજવાળું વાતાવરણ રાખવું જરૂરી છે.
      પિયતની કટોકટીની અવસ્થાઓ જેવી કે અંકુર અવસ્થા, ફુટની અવસ્થા, નીધલની અવસ્થા, થુલીની અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.

બાજરીની કા૫ણી :
        પાક જયારે 75 થી 85 દિવસે તૈયાર થયે સમયસર કા૫ણી કરી લેવી. ડૂંડાને દબાવતા દાણા છુટા ૫ડે તો સમજવું કે બાજરી કા૫ણી લાયક થઇ ગયેલ છે.
        બાજરીના ડૂંડાને બરાબર તપાવી, દાણાને છુટા પાડી, બરાબર સાફ કરી, પુરતા સુકવી, વદ્યારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્‍ય જગ્‍યાએ રાખવાં.

સંદર્ભ: સરદાર ક્રૂષિનગર દાંતીવાડા ક્રૂષિ યુનિવર્સિટી


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ઉનાળુ બાજરીની વૈજ્ઞાનિક ખેતી માટેની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 23, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




Your feedback is required.
Read More »

Nano Urea Fertilizer : What is Nano Urea Fertilizer? | What will be the benefit of this fertilizer?

Nano Urea Fertilizer : નેનો યુરિયા ખાતર શું છે(What is Nano Urea Fertilizer)? | What will be the benefit of this fertilizer?
Nano Urea Fertilizer
Nano Urea Fertilizer 



હવે ખેડૂતોને મળશે... 50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં 

નેનો યુરિયા ખાતર :
IFFCO એ કહ્યું કે નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે.


Now farmers will get... 50 kg of urea fertilizer now in only 500 ml bottle


Nano Urea Fertilizer:
IFFCO said that nano urea will be rich in nutrients, able to reduce soil water and air pollution. It will be very beneficial in reducing global warming.


IFFCO Nano Urea Fertilizer :
  • IFFCO Nano Urea Liquid IFFCO(ઇફકો) Nano Urea is the only nano fertilizer approved by the Government of India and included in the Fertilizer Control Order (FCO).
  • It is developed and patented by IFFCO.
  • Effective use of 1(one) bottle of nano urea can replace at least 1(one) bag of urea.
  • It has been tested on more than 90 crops at 11000 locations with the collaboration of ICAR - Krishi Vigyan Kendra, research institutes, state agricultural universities and progressive farmers of India.
  • When sprayed on leaves, its urea readily penetrates the foliage and other exposed parts and assimilation by plant cells is easily reversed from the source to the sink through the phloem as required by the plant. Unusable nitrogen is stored in plant vacuoles and gradually released for plant growth and development.
  • The small size of nano urea (20-50 nanometers) increases its availability in crops by more than 80%.

Nano Urea Fertilizer



Benefits of Nano Urea:
  • It effectively fulfills the nitrogen requirement of crops, increases photosynthetic activity in leaves, root biomass, effective tillers and branches.
  • Farmers' incomes are increased by increasing crop production productivity and reducing input costs.
  • Due to high efficiency it can reduce the requirement of conventional urea by 50% or more.
  • Farmers can easily store or handle one bottle (500 ml) of Nano Urea.
  • It helps to maintain soil air and water quality.




How to use Nano Urea? :
Dosage Time and Method of Application:
(1). Mix 2 to 4 ml of nano urea in 1 liter of water. And spray on crop leaves during active growth stage.
(2). Apply two foliar sprays for best results. First spray at active tillering / branching stage (30 to 35 days after germination or 20 to 25 days after transplant) 2-Second spray 20 to 25 days after first spray before flowering in this or crop. 
(3). Note Do not cut nitrogen applied by DAP or complex fertilizer at basal stage. A top-dressed reduction applied in just two to three sleet splits. The spray number can be increased or decreased depending on the crop and its nitrogen requirement.



ઇફકો(IFFCO) નેનો યુરિયા ખાતર :
  • ઇફકો નેનો યુરિયા પ્રવાહી ઇફકો(IFFCO) નેનો યુરિયા એ એકમાત્ર નેનો ખાતર છે જે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (એફસીઓ) માં સમાવવામાં આવેલ છે.
  • તે ઇફકો(IFFCO) દ્વારા વિકસિત અને પેટન્ટ થયેલ છે.
  • 1(એક) બોટલ નેનો યુરિયાનો અસરકારક રીતે ઉપયોગ ઓછામાં ઓછી 1(એક) થેલી યુરિયાને બદલી શકે છે.
  • આઈસીએઆર - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સંશોધન સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતના પ્રગતિશીલ ખેડૂતોના સહયોગથી 11000 સ્થળોએ 90 થી વધુ પાક પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  •  જ્યારે પાંદડા પર છાંટવામાં આવે છે ત્યારે તેનો યુરિયા સરળતા થી પર્ણરંધ્ર અને અન્ય ખુલ્લા ભાગોમાં પ્રવેશે છે અને છોડના કોષો દ્વારા એસિમિલેસન થાય છે તે સ્ત્રોતમાંથી સીંકમાં ફૂલોમ દ્વારા છોડની જરૂરિયાત મુજબ સરળતા થી વિપરીત થાય છે. બિન ઉપયોગી નાઇટ્રોજન છોડના વેક્યુઅલમાં સંગ્રહિત થાય છે અને ધીમે ધીમે છોડના વૃદ્ધિ અને વિકાસ માટે મુક્ત થાય છે.
  • નેનો યુરિયાના નાના કદ(20 -50 નેનો મીટર) તેની પાકમાં ઉપલબ્ધતા 80% થી વધુ નો વધારો કરે છે.


નેનો યુરિયાથી લાભ : 
  • તે પાકની નાઇટ્રોજન ની જરૂરિયાતને અસરકારક રીતે પૂર્ણ કરે છે, પાંદડામાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા, મૂળ બાયોમાસ અસરકારક ટીલર્સ અને શાખાઓને વધારે છે. 
  • પાકની ઉત્પાદન ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરીને ખેડૂતોની આવક વધારે છે.
  • ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે તે પરંપરાગત યુરિયાની જરૂરિયાતને 50% અથવા તેથી વધુ ઘટાડી શકે છે.
  • ખેડૂતો નેનો યુરિયાની એક બોટલ (500 મિલી) સરળતાથી સ્ટોર અથવા હેન્ડલ કરી શકે છે.
  • તે જમીન હવા અને પાણીની ગુણવત્તા અને જાળવી રાખવા માટે મદદ કરે છે.

નેનો યુરિયા કેવી રીતે વાપરવું ? :
માત્રા સમય અને અરજીની રીત :
(1). 1 લીટર પાણીમાં નેનો યુરિયાના 2 થી 4 મિલી મિશ્રણ કરો. અને પાકના પાંદડા પર સક્રિય વૃદ્ધિના તબક્કે છંટકાવ કરો.
(2).  શ્રેષ્ઠ પરિણામ માટે બે પર્ણીય છંટકાવ લાગુ કરો. પ્રથમ છંટકાવ સક્રિય ટીલરીંગ / શાખાઓના તબક્કે (30 થી 35 અંકુરણ પછીના દિવસો અથવા 20 થી 25 ટ્રાન્સપ્લાન્ટ પછીના દિવસો) 2-બીજો છંટકાવ પ્રથમ છંટકાવ પછી 20 થી 25 દિવસ પછી આ અથવા પાક માં ફૂલોના આવવાના પહેલા. 
(3).  નોંધ પાયાના તબક્કે ડીએપી(DAP) અથવા કોમ્પ્લેક્સ ખાતર દ્વારા લાગુ નાઇટ્રોજન કાપશો નહીં. ફક્ત બે ત્રણ સ્લીટ સ્પ્લિટમાં લાગુ કરેલ ટોપ ડ્રેસ્ડ ઘટાડો. પાક અને તેની નાઇટ્રોજનની જરૂરિયાતને આધારે સ્પ્રે નંબર વધારી અથવા ઘટાડી શકાય છે.


Some Important Notes on Using Nano Urea Fertilizer:
  1. Shake the bottle well before use.
  2. Use a flat fan or cut nozzle to spray the leaves.
  3. Spray during morning or evening hours to avoid dew.
  4. If rain occurs within 12 hours of spraying Nano Urea, it is advisable to repeat the spray.
  5. Nano Urea is easily mixed with 100% (one hundred percent) water soluble fertilizers and agrochemicals along with biological stimulants. It is always advisable to do a jar test before mixing and spraying for compatibility.
  6. For best results Nano UreaCina should be used within 2 (two) years from the date of manufacture.

નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ધાટન કરતા PM મોદી... કહ્યું- 'યુરિયાની એક બોરી હવે એક બોટલમાં સમાઇ ગઇ' 


નેનો યુરિયા ખાતર વાપરવા અંગે કેટલીક અગત્યની સૂચનાઓ :
  1. ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવો.
  2. પાંદડા પર છંટકાવ કરવા માટે ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરો.
  3. ઝાકળ ટાળવા(બચવા) માટે સવાર અથવા સાંજના કલાકો દરમિયાન છંટકાવ કરવો.
  4. જો નેનો યુરીયાના છંટકાવના 12 કલાકની અંદર વરસાદ થાય છે તો સ્પ્રેને પુનરાવર્તિત કરવાની સલાહ આપવામાં આવે છે.
  5. નેનો યુરીયા સરળતાથી જૈવિક ઉત્તેજકો સાથે 100%(સો ટકા) પાણીમાં દ્રાવ્ય ખાતરો અને એગ્રોકેમિકલ સાથે ભળી જાય છે સુસંગતતા માટે મિશ્રણ અને છંટકાવ કરતા પહેલા હંમેશા જાર પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.
  6. સારા પરિણામ માટે નેનો યુરિયાસિના ઉત્પાદક ની તારીખથી 2(બે) વર્ષમાં ઉપયોગ કરવો જોઈએ.


નેનો યુરિયા ખાતરના વપરાશ માટે સલામતી અને સાવચેતી :
  • ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી(ડીબીટી_DBT) ભારત સરકાર અને ઓસીડી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર નેનો યુરિયાની બાયો સેફટી અને ઝેરી માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • નેનો યુરીયા વપરાશ કરતા માટે સલામત છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે સલામત છે અને બિનજેરી છે તેમ છતાં પાક ઉપર છાતી વખતે ચહેરા પર માસ્ક અને ગ્લોઝ વાપરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ઊંચા તાપમાનને ટાળીને સૂકી જગ્યાએ સંગ્રહ કરો અને બાળકો તેમજ પાલતુ પ્રાણીઓની પહોંચથી દૂર રાખો.

Safety and Precautions for Use of Nano Urea Fertilizer :
  • Nano Urea has been tested for bio safety and toxicity as per Department of Biotechnology (DBT_DBT) Government of India and OCD international guidelines.
  • Nano Urea is safe to consume. Although safe and harmless to flora and fauna, face masks and gloves are recommended when touching crops.
  • Store in a dry place avoiding high temperature and keep out of reach of children and pets.


ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનમાંથી ક્લોલના ઈફફો(IFFCO) ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા(Nano Urea Plant) પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે  માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થાય છે. હવે બોટલમાં યુરિયાની એક બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે.


ખેડૂતોને નેનો યુરિયા ખાતર કેટલું ઉપયોગી ?
ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. 31 મે 2021 ના રોજ ઇફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.




50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં :
50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની IFFCO શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.
           IFFCO એ કહ્યું કે આ નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે. પાકના વિકાસમાં તેનું યોગદાન કોઈ પણ સંજોગોમાં ઘટશે નહીં. ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે.પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.


નેનો યુરિયાનો પરિવહન, જાળવણી ખર્ચ :
  • પરિવહન, જાળવણી ખર્ચ ખૂબ ઓછો છે.
  • નેનો યુરિયા ખેડૂતોને 240 રૂપિયા પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે અને નેનો યુરિયાની એક બોટલ એક થેલી સમાન છે. નેનો યુરિયાનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. અનેક સ્થળોએ ખેડૂતોની હાજરીમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન છંટકાવની પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 100 લીટર પાણી માટે 500 mlની બોટલ પૂરતી છે. સ્પ્રેના કારણે, આ યુરિયાનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. યુરિયાના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ વધારે નથી હોતું.

નેનો યુરિયાની 500 ml ની  કિમત :
નેનો યુરિયાની 500 ml ની બોટલનની કિમત 250/- રૂપિયાની આસપાસ છે.
નેનો યુરિયા, અન્ય ખાતરો તેમજ અન્ય કૃષિ વિષયક જાણકારી માટે - અહીંયા ક્લિક કરો.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને નેનો યુરિયા ખાતરની વિગતે(વિસ્તૃત) જાણકારી મળી હશે..!  અને તમને તે ગમ્યું જ હશે...  જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February 23, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
Read More »

Daily Lesson Planning: Annual/Monthly Day to Day Academic Lesson Planning for 2nd (બીજા) Semester of Class 3 to 8 for Primary Schools

Daily Lesson Planning: Annual/Monthly Day to Day Academic Lesson Planning for 2nd (બીજા) Semester of Class 3 to 8 for Primary Schools
Daily Lesson Planning
Daily Lesson Planning



દૈનિક પાઠ આયોજન: પ્રાથમિક શાળાઓ માટે ધોરણ 3 થી 8નું 2(બીજા) સત્ર માટે વાર્ષિક/માસિક ડે ટુ ડે શૈક્ષણિક પાઠ આયોજન


⇛ Concept of Daily Academic Lesson (Unit) Planning Concept of Academic Lesson (Unit) Structure :
A teacher plans to allocate 35 to 40 minutes per hour to teach a lesson (unit) of his subject. Without this type of lesson planning, higher-order academic goals or mastery levels of abilities are less likely to be achieved. It was realized as a result of experience. From this understanding came the idea of unit lesson planning. Holistic (Gestalt) psychologists affirmed a unitary plan of education. According to him, the form of any thing is due to the quality of perfection inherent in it. In fact, learning is a continuous, integrated process. There are relationships between different subjects within the same subject, between subjects with other subjects, and between school and out-of-school experiences. Modern Approach to Education - A view that considers education as a holistic experience, and advocates a holistic approach to education.
       A viable alternative to daily hourly lesson planning is lesson (unit) planning. It is essential that the material presented to the students in the classroom is systematically and systematically developed. Sequential educational presentation of content in different units and units of content is a key part of classroom learning. In short, annual/monthly daily academic lesson (unit) planning is required for every class. "A classroom without lesson (unit) planning is like a boat without a sailor."

Tas (class) lesson planning enables the teaching of small units - points, which remain unitary planning. It threatens the uniformity of content - units and can only provide limited educational experiences. Education does not become intensive, only limited achievement of objectives - abilities becomes possible. Thus, Taas lesson planning has several limitations. Unit lesson planning is a solid option to break free from these limitations. By combining the same subject as well as the related points of the subjects can be taught as a whole, the teaching can be intensified.

Generally, four to six hours of planning, covering an entire chapter or range of topics is called unit lesson planning. A subdivision of content is a unit. Actually in sociology many things are related to each other. Integrating all these things forms a unit of learning. Being a self-contained and self-explanatory component of learning, this unit has the potential to provide adequate educational experiences. The unit has the potential for students to achieve mastery in various capacities. Through unit lesson planning, teachers can bring about behavior-change in the desired abilities in students.
  • A unit is a series of possible learning experiences woven around any one major educational problem or problem.
  • The motto of the unit is, series of experiences.
  • A unit is a combination of different educational experiences at the same level.
  • Unit planning is such an experience. In which as many issues, experiences or educational aspects related to the academic subject are integrated as possible and the curriculum is integrated into a single unit so that the objectives of the entire curriculum, its competencies are achieved at a higher level.
  • Unit planning maintains the integrity of the content or sequence of learning experiences.
  • Although scholars have not agreed on the definition of a unit, the known concept of a unit is as follows:
  • A unit is an integrated learning experience.
  • It is a compilation of similar experiences.
  • A unit is a plan of instruction based on significant art of learning.


⇛ Daily Lesson / Unit Planning means (Unit General Meaning)... :
  • A unit (lesson) can be formed by holding different lessons prepared on different aspects of the subject matter of one lesson of the textbook.
  • Annual/Monthly/Daily Academic Lesson Planning is the planning of teaching different aspects of a single lesson.
  • Three or four hours of teaching can be organized by collecting works of equal value from the textbook and forming a unit of it.
  • A unit is a series of related experiences around any one major issue or problem.


⇛ Importance of Daily Unit (Lesson) Planning (Importance of Unit (Lesson)):
  • There is continuity in the learning process from unit (lesson).
  • A unit (lesson) can focus on general and specific objectives (behaviour-change) and competencies.
  • All points of the subject can be adequately determined. A detailed teaching-study of the subject becomes possible.
  • Students can be provided with rich, intimate, personalized, structured, specific and continuous learning experiences.
  • Saves teacher's energy and time.
  • Students get an opportunity to think broadly.
  • Students' thinking power is developed.
  • There is scope for organizing various activities.
  • Increases students' activeness and involvement in the learning process.
  • Educational tool – Opportunities remain for wider use of the material.
  • Develops the skill of finding supplementary information from reference texts and literature, develops study habits.
  •    As students get opportunities to work independently, self-study, their confidence and self-esteem increases. Their interest in studies increases and their individual differences are satisfied.
  • Chances of repetition are reduced, but room for consolidation remains.
  • Experiment with different methods, processes, techniques, approaches and experiments, be open to use, be flexible.


⇛ દૈનિક શૈક્ષણિક પાઠ (યુનિટ) ની કલ્પના શૈક્ષણિક પાઠ (યુનિટ) માળખાના આયોજનની કલ્પના :
શિક્ષક તેના વિષયના પાઠ (એકમ) શીખવવા માટે કલાક દીઠ 35 થી 40 મિનિટ ફાળવવાનું આયોજન કરે છે. આ પ્રકારના પાઠ આયોજન વિના, ઉચ્ચ-ક્રમના શૈક્ષણિક લક્ષ્યો અથવા ક્ષમતાઓના નિપુણતા સ્તરો પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે. તે અનુભવના પરિણામે સમજાયું. આ સમજણમાંથી એકમ પાઠ આયોજનનો વિચાર આવ્યો. સર્વગ્રાહી (ગેસ્ટાલ્ટ) મનોવૈજ્ઞાનિકોએ શિક્ષણની એકાત્મક યોજનાની પુષ્ટિ કરી. તેમના મતે, કોઈપણ વસ્તુનું સ્વરૂપ તેનામાં રહેલી પૂર્ણતાના ગુણને કારણે છે. હકીકતમાં, શીખવું એ સતત, સંકલિત પ્રક્રિયા છે. એક જ વિષયમાં વિવિધ વિષયો વચ્ચે, અન્ય વિષયો સાથેના વિષયો વચ્ચે અને શાળા અને શાળા બહારના અનુભવો વચ્ચે સંબંધ છે. શિક્ષણ પ્રત્યેનો આધુનિક અભિગમ - એક દૃષ્ટિકોણ જે શિક્ષણને સર્વગ્રાહી અનુભવ તરીકે માને છે, અને શિક્ષણ પ્રત્યે સર્વગ્રાહી અભિગમની હિમાયત કરે છે.
        દૈનિક કલાકદીઠ પાઠ આયોજનનો એક સક્ષમ વિકલ્પ એ પાઠ (એકમ) આયોજન છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને રજૂ કરવામાં આવતી સામગ્રીનો વ્યવસ્થિત અને વ્યવસ્થિત વિકાસ થાય તે જરૂરી છે. વિવિધ એકમો અને સામગ્રીના એકમોમાં સામગ્રીની અનુક્રમિક શૈક્ષણિક પ્રસ્તુતિ એ વર્ગખંડના શિક્ષણનો મુખ્ય ભાગ છે. ટૂંકમાં, દરેક વર્ગ માટે વાર્ષિક/માસિક દૈનિક શૈક્ષણિક પાઠ (એકમ) આયોજન જરૂરી છે. "પાઠ (એકમ) આયોજન વિનાનો વર્ગખંડ એ નાવિક વિનાની હોડી જેવો છે."

તાસ (વર્ગ) પાઠ આયોજન નાના એકમો - બિંદુઓને શીખવવા સક્ષમ બનાવે છે, જે એકાત્મક આયોજન રહે છે. તે સામગ્રી - એકમોની એકરૂપતાને ધમકી આપે છે અને માત્ર મર્યાદિત શૈક્ષણિક અનુભવો પ્રદાન કરી શકે છે. શિક્ષણ સઘન બનતું નથી, માત્ર હેતુઓ - ક્ષમતાઓની મર્યાદિત સિદ્ધિ શક્ય બને છે. આમ, તાસ પાઠ આયોજનમાં ઘણી મર્યાદાઓ છે. આ મર્યાદાઓમાંથી મુક્ત થવા માટે એકમ પાઠ આયોજન એ નક્કર વિકલ્પ છે. સમાન વિષયની સાથે સાથે વિષયોના સંબંધિત મુદ્દાઓને જોડીને સંપૂર્ણ રીતે શીખવી શકાય છે, શિક્ષણને વધુ તીવ્ર બનાવી શકાય છે.


⇛  Important link :
ધોરણ:- 1 થી 8 નું દ્રિતીય સત્રનું  ડે ટુ ડે આયોજન અહીંયાથી ડાઉનલોડ કરો.
SAME-2



સામાન્ય રીતે, ચારથી છ કલાકના આયોજન, સમગ્ર પ્રકરણ અથવા વિષયોની શ્રેણીને આવરી લે છે તેને એકમ પાઠ આયોજન કહેવામાં આવે છે. સામગ્રીનું પેટાવિભાગ એક એકમ છે. વાસ્તવમાં સમાજશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ એકબીજા સાથે સંબંધિત છે. આ બધી બાબતોને એકીકૃત કરવાથી શિક્ષણનું એક એકમ બને છે. શીખવાના સ્વ-સમાયેલ અને સ્વ-સ્પષ્ટીકરણ ઘટક હોવાને કારણે, આ એકમ પર્યાપ્ત શૈક્ષણિક અનુભવો પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. એકમ વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષમતાઓમાં નિપુણતા હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. એકમ પાઠ આયોજન દ્વારા, શિક્ષકો વિદ્યાર્થીઓમાં ઇચ્છિત ક્ષમતાઓમાં વર્તન-પરિવર્તન લાવી શકે છે.
  • એકમ એ કોઈપણ એક મોટી શૈક્ષણિક સમસ્યા અથવા સમસ્યાની આસપાસ વણાયેલા સંભવિત શીખવાના અનુભવોની શ્રેણી છે.
  • એકમનું સૂત્ર છે, અનુભવોની શ્રેણી.
  • એકમ એ સમાન સ્તર પર વિવિધ શૈક્ષણિક અનુભવોનું સંયોજન છે.
  • એકમ આયોજન એવો અનુભવ છે. જેમાં શૈક્ષણિક વિષયને લગતા જેટલા મુદ્દાઓ, અનુભવો અથવા શૈક્ષણિક પાસાઓ શક્ય હોય તેટલા એકીકૃત કરવામાં આવે છે અને અભ્યાસક્રમને એક એકમમાં એકીકૃત કરવામાં આવે છે જેથી સમગ્ર અભ્યાસક્રમના ઉદ્દેશ્યો, તેની યોગ્યતાઓ ઉચ્ચ સ્તરે પ્રાપ્ત થાય.
  • એકમ આયોજન સામગ્રીની અખંડિતતા અથવા શીખવાના અનુભવોના ક્રમને જાળવી રાખે છે.
  • વિદ્વાનો એકમની વ્યાખ્યા પર સહમત ન હોવા છતાં, એકમનો જાણીતો ખ્યાલ નીચે મુજબ છે:
  • એકમ એ સંકલિત શિક્ષણનો અનુભવ છે.
  • તે સમાન અનુભવોનું સંકલન છે.
  • એકમ એ શીખવાની નોંધપાત્ર કળા પર આધારિત સૂચનાની યોજના છે.






⇛  દૈનિક પાઠ / એકમ આયોજન એટલે(એકમ સામાન્ય અર્થ કે)... :
  • પાઠ્યપુસ્તકના એક પાઠના વિષયના વિવિધ પાસાઓ પર તૈયાર કરેલા વિવિધ પાઠોને પકડીને એકમ (પાઠ)ની રચના કરી શકાય છે.
  • વાર્ષિક/માસિક/દૈનિક શૈક્ષણિક પાઠ આયોજન એ એક જ પાઠના વિવિધ પાસાઓના શિક્ષણનું આયોજન છે.
  • પાઠ્યપુસ્તકમાંથી સમાન મૂલ્યની કૃતિઓ એકત્રિત કરીને તેનું એક એકમ બનાવીને ત્રણ કે ચાર કલાકનું શિક્ષણ ગોઠવી શકાય છે.
  • એકમ એ કોઈપણ એક મુખ્ય સમસ્યા અથવા સમસ્યાની આસપાસના સંબંધિત અનુભવોની શ્રેણી છે.


⇛ દૈનિક એકમ (પાઠ) આયોજનનું મહત્વ(એકમ(પાઠ)નું મહત્વ) :
  • એકમ (પાઠ) થી શીખવાની પ્રક્રિયામાં સાતત્ય છે.
  • એકમ (પાઠ) સામાન્ય અને ચોક્કસ હેતુઓ (વર્તન-ફેરફાર) અને યોગ્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
  • વિષયના તમામ મુદ્દાઓ પર્યાપ્ત રીતે નક્કી કરી શકાય છે. વિષયનું વિગતવાર અધ્યાપન-અધ્યયન શક્ય બને છે.
  • વિદ્યાર્થીઓને સમૃદ્ધ, ઘનિષ્ઠ, વ્યક્તિગત, સંગઠિત, ચોક્કસ અને સતત શીખવાના અનુભવો પ્રદાન કરી શકાય છે.
  • શિક્ષકની શક્તિ અને સમય બચાવે છે.
  • વિદ્યાર્થીઓને વ્યાપક સ્તરે વિચારવાની તક મળે છે.
  • વિદ્યાર્થીઓની વિચાર શક્તિનો વિકાસ થાય છે.
  • વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો અવકાશ છે.
  • શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સક્રિયતા અને સંડોવણી વધે છે.
  • શૈક્ષણિક સાધન - સામગ્રીના વ્યાપક ઉપયોગ માટે તકો રહે છે.
  • સંદર્ભ ગ્રંથો અને સાહિત્યમાંથી પૂરક માહિતી શોધવાનું કૌશલ્ય વિકસાવે છે, અભ્યાસની ટેવ વિકસાવે છે.
  •   જેમ જેમ વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળે છે તેમ તેમ સ્વ-અભ્યાસ, તેમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધે છે. અભ્યાસમાં તેમનો રસ વધે છે અને તેમના વ્યક્તિગત તફાવતો સંતોષાય છે.
  • પુનરાવર્તનની શક્યતા ઘટે છે, પરંતુ એકત્રીકરણ માટે અવકાશ રહે છે.
  • વિવિધ પદ્ધતિઓ, પ્રક્રિયાઓ, તકનીકો, અભિગમો અને પ્રયોગો સાથે પ્રયોગ કરો, ઉપયોગ માટે ખુલ્લા રહો, લવચીક બનો.

⇛ એકમ (પાઠ) આયોજનના મુખ્ય પગલાં(એકમ(પાઠ) બેઠકના મુખ્ય સોપાનો):
(1.) એકમનું નામ (પાઠ): જો મુખ્ય એકમ અથવા વિષય નક્કી કરવામાં આવે, તો સમગ્ર એકમનું નામ અહીં લખવાનું રહેશે. દા.ત. 'ઝબક જ્યોત' મુખ્ય એકમ છે, પછી તેનું નામ લખવામાં આવે છે. પણ જો અભ્યાસક્રમમાં ત્રણ-ચાર ભક્તિ કવિતાઓ હોય તો તેને મુખ્ય વિષય તરીકે પસંદ કરીને શીર્ષક "ભક્તિ કવિતાઓનો અભ્યાસ" લખી શકાય.

(2.) એકમ (પાઠ) એકમો : તસ્વાર પેટા-એકમો તાસની સંખ્યા અનુસાર રેકોર્ડ કરવામાં આવે છે જેમાં સમગ્ર એકમ વિભાજિત થાય છે. જેમ...
  • તાસ-1 : ઝબકજ્યોત - લેખક પરિચય અને વાંચન
  • તાસ-2 : વર્ણન, ઘટનાઓ, મૂડ
  • તાસ-3 : પાત્રાલેખન, શીર્ષકની પ્રામાણિકતા, લેખકની શૈલી
  • તાસ-4 : માધ્યમિક વ્યાકરણ
  • તાસ-5 : "રાષ્ટ્રધ્વજ" કવિતા – ગીત – ભાવનીરૂપણ

(3.) એકમના શૈક્ષણિક ઉદ્દેશ્યો (પાઠ): સમગ્ર એકમને ધ્યાનમાં લઈને સામાન્ય અને વિશિષ્ટ ઉદ્દેશ્યો નોંધવામાં આવે છે. દરેક સામાન્ય હેતુ હેઠળ બે થી ત્રણ વિશિષ્ટ હેતુઓ ક્રમિક રીતે લખી શકાય છે.
દા.ત.
સામાન્ય ઉદ્દેશ્ય: વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થ સમજે છે.
ખાસ ઉદ્દેશ્ય
  • વિદ્યાર્થીઓએ ધ્યાનથી સાંભળવું જોઈએ.
  • વિદ્યાર્થીઓ મોટેથી સાંભળે છે.
  • વિદ્યાર્થીઓને વક્તાનાં વિચારોનું મૂલ્યાંકન કરવા કહો.

(4.) એકમ (પાઠ) વિષયવસ્તુના મુદ્દાઓ : સમગ્ર એકમને ધ્યાનમાં લેતા, મુદ્દાઓને જે વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે તે મુજબ સામગ્રીની ટૂંકમાં નોંધ લેવી જોઈએ. 
દા.ત.
તાસ-1 : પ્રસ્તાવના - કવિ પરિચય - પાઠનું પઠન - વિરામચિહ્નની સમજ.

(5.) એકમની વિભાવનાઓ (પાઠ): એકમમાં આવરી લેવામાં આવેલા કેટલાક મૂળભૂત ખ્યાલો આ પગલામાં એક કે બે ઉદાહરણો રજૂ કરીને સમજાવવાના છે.
દા.ત.
 રૂઢિપ્રયોગ, સંધિ, અલંકાર, સમાસ વગેરે દરેકની વિભાવના રજૂ કરવી જોઈએ અને પાઠના આધારે એક કે બે ઉદાહરણોની નોંધ લેવી જોઈએ. વિદ્યાર્થીઓની ઉંમર, સ્તર, જ્ઞાન અને અનુભવની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ખ્યાલ આપવો જોઈએ.


(6.) એકમ (પાઠ)ની શીખવવાની પદ્ધતિઓ: આ પગલામાં, સમગ્ર એકમ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને તકનીકોની નોંધ લેવી જોઈએ. 
દા.ત.
વ્યાખ્યાન પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ, ગાયન ટેકનિક, નાટ્યકરણ ટેકનિક વગેરે.

(7.) એકમના શૈક્ષણિક સાધનો (પાઠ): એકમની વિગતો અને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને ઉપયોગમાં લેવાતી શૈક્ષણિક સામગ્રી અને સાધનોની નોંધ કરવામાં આવે છે. 
દા.ત.
 કવિ પરિચય, ચાર્ટ, ટેપ રેકોર્ડર, રોલ-અપ બોર્ડ વગેરે.

(8.) એકમ (પાઠ)ની શીખવાની પ્રવૃત્તિઓ: વિદ્યાર્થીઓએ સમગ્ર એકમ દરમિયાન, વર્ગની અંદર કે બહાર, વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે તે રેકોર્ડ કરવામાં આવે છે.
દા.ત.
  • વિદ્યાર્થીઓ કવિ પરિચય ચાર્ટનું અવલોકન કરશે.
  • વિદ્યાર્થીઓ ટેપ રેકોર્ડર પર ગવાતી કવિતા સાંભળશે.
  • વિદ્યાર્થીઓ રોલ અપ બોર્ડ પર પ્રસ્તુત શ્લોકોનું પઠન કરશે.
(9.) એકમ (પાઠ) મૂલ્યાંકન : મૂલ્યાંકન કસોટી સમગ્ર એકમના આધારે તૈયાર કરવામાં આવી છે અને તમામ પાઠના અંતે એક કસોટી લેવામાં આવે છે. જેમ કે લેસન પ્લાનિંગનું મૂલ્યાંકન પાઠની છેલ્લી પાંચ મિનિટમાં કરવામાં આવે છે તેમ, એકમનું આયોજન દરેક પાઠ દરમિયાન કરવામાં આવતું નથી, પરંતુ સમગ્ર એકમના શિક્ષણનું મૂલ્યાંકન પાઠના અંતે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરાયેલી કસોટી દ્વારા કરવામાં આવે છે.

(10.) એકમનું સ્વાધ્યાય (પાઠ): દરેક તાસમાં પેટા એકમના સંદર્ભમાં સ્વાધ્યાય કાર્ય આપવામાં આવે છે. દરેક કલાકના અંતે, કરેલ સ્વાધ્યાય આપવામાં આવશે, તેની નોંધ લેવી પડશે.
 દા.ત. તાસ -
  • આખો પાઠ ધ્યાનથી વાંચો.
  • દીપકના પાત્રનું પાત્રાલેખન લખો.

(11.) એકમ (પાઠ) સંદર્ભ સાહિત્ય : પાઠ્યપુસ્તક સિવાય શિક્ષક દ્વારા સમગ્ર એકમ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય કોઈપણ પુસ્તકો, સામયિકો, અખબારો અથવા શબ્દકોશો અહીં નોંધવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ કે સ્થળની મુલાકાત લેવામાં આવી હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે.



We hope this article has given you complete information about Class-3 to 8 Annual/Monthly Daily Academic Lesson Plan 2(Second) Semester Year-2022-23 Download..! And you must have loved it. If you still have any query about it then you can ask us through message in comment section. And we will surely answer your question soon. We will continue to provide you with such interesting and useful information. Thank you very much for reading this article…


Writing Edit :  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group ( Leading Education and Information Group of Kutch/Gujarat ) You are reading this article through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 Group. The accuracy or reliability of any information / content / calculations contained in this article is not guaranteed. This information has been collected and sent to you through various means. Our aim is to bring you the latest information only, not to hurt the sentiments of any religion or community.


Copying the text of this article requires our written permission. 


From our 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 page for educational updates, government and private jobs, general knowledge, all competitive exams, interesting, health, horoscope, predictions, poems, stories, cooking, technology, current affairs, funny Get the latest updates on your mobile for information on jokes, Bollywood, home and abroad, beauty tips, music, sports, traveling, finance, business and jobs etc. Join Whatsapp Group 📊 ધ નોલેજ ઝોન 📊  group via below link to get latest updates on your mobile. Also stay connected with us by subscribing to 📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊 on Telegram channel.


We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on February  22, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



If you want to get such interesting information on your mobile... you should follow our blog so that you will get information about our new post through notification. Also you can connect with us through 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒's WhatsApp group and Telegram channel and get the latest information.

We will continue to bring you such interesting and useful information. Thank you for reading this article..


If you like the information then share it with your friends, share button is provided above.



Your feedback is required.
Read More »