JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/4/23

Dragon Fruit (ડ્રેગન ફ્રુટ): Subsidy of up to 50% of cost to the farmers of the state by the government for the cultivation of dragon fruit-kamalam fruit.

Dragon Fruit (ડ્રેગન ફ્રુટ): Up to 50% subsidy of the expenditure incurred by the Gujarat government for the cultivation of dragon fruit-kamalam fruit to the farmers of the state. 
Dragon Fruit


ડ્રેગન ફ્રુટ(Dragon): ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ડ્રેગન ફ્રુટ_કમલમ ફ્રુટના વાવેતર માટે ખર્ચના 50% સુધીની સબસીડી 

કમલમ ફ્રૂટની ખેતી | ખેતીવાડી યોજના | સરકારી યોજના | Dragon (kamalam) Fruit Farming in Gujarat | I Khedut Portal | Gujarat Government Schemes | ડ્રેગન ફ્રુટ(Dragon)ની ખેતી | Gujarat Dragon Fruit Subsidy.

કમલમ ફ્રુટ(ડ્રેગન ફ્રુટ)ની ખેતી માટે ગુજરાત સરકાર ખેડૂતો ને વાવેતર ખર્ચ ના 50% સુધી ની સબસીડી આપી રહી છે.


ડ્રેગન(Dragon) ફ્રુટ_કમલમ ફ્રૂટ(kamalam Fruit) Farming in Gujarat | ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતી :
   ગુજરાત રાજ્યના ખેડૂતો આજે ખેતીમાં કંઈક નવું કરવું તેવો અભિગમ સાથે નવા નવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. અને અવનવી સિદ્ધિઓ પણ હાસિલ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે  અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે.
      ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં બાગાયત ક્ષેત્રે નવાજ પાક તરીકે ઉભરી આવતો પાક એટલે કે ડ્રેગન(કમલમ) ફ્રુટ છે. ડ્રેગન(કમલમ) ફ્રુટ એ સામાન્ય રીતે ઔષધિ ગુણોથી ભરપૂર હોઈ છે. અને તેમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. જે મનુષ્યના શરીર માટે તો ઉપયોગી છે જ પરંતુ તેટલાજ પ્રમાણમાં જમીનની ફળદ્રુપતા માટે પણ ઉપયોગી છે. તેથીજ ખેડૂતો આ પાક તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત ડ્રેગન(કમલમ) ફ્રુટના માર્કેટમાં બજારભાવ પણ સારા એવા મળે છે. 
      પણ... ખેડૂતોને શરૂમાં ડ્રેગન(કમલમ) ફ્રુટનું પ્લાન્ટેશન કરવું જ  ખુબજ ખર્ચાળ અને લાંબા સમયે તેનું ઉત્પાદન મળતું હોવાથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો આવા પાકનું વાવેતર કરી સકતા નથી.
        આ માટે આથી આવા ખેડૂતોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર આગળ આવી છે. અને ખેડૂતો નવા નવા પાકોનું વાવેતર કરીને અવનવી સિદ્ધિ હાસિલ કરે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન રૂપી આ સહાય યોજના બહાર પાડી છે.  ગુજરાત સરકાર પણ ખેડૂતલક્ષી નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. જેનો લાભ લઈને ખેડૂતો  આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને રાખીને બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે.  તો દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ લેખ(આર્ટીકલ)માં આજે આપણે ગુજરાત સરકારશ્રીની ખેડૂતો માટેની એક સહાય યોજના એટલે કે ડ્રેગન ફ્રુટના વાવેતર માટે સરકારશ્રીની 50% સુધીની સહાય યોજના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશુ. 

  આ યોજના અંતર્ગત સહાય તથા સબસીડી મેળવવા માટે Online Application આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.




ડ્રેગન ફ્રુટ(કમલમ ફ્રુટ) ફાર્મિગ સબસિડી/કમલમ ફ્રુટ ખેતી માટેની સહાય યોજનાનો મુખ્ય હેતુ :
        આજના આ આધુનિક યુગમાં દિવસે ને દિવસે ઝેર યુક્ત આહારને લીધે આપણું સ્વાસ્થય બગડી રહ્યું છે. ટેકનોલોજીના આ યુગ દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે. Climate Change થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. આવા સમયે ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફ્રુટ સારા એવા પ્રમાણમાં સહાય રૂપ બની શકે તેમ છે. કારણ કે ડ્રેગન ફ્રુટ એ વિટામિન C(સી), કેલ્શિયમ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરના પ્રમાણને જાળવવા માટે મદદરૂપ બને છે. અને સાથે  સાથે ડાયાબિટસને પણ રોકવામાં મદદ રૂપ થાય છે. આવા બધા ફાયદાઓને લીધે જ સરકાર પણ આવા પાકોનું વાવેતરનું પ્રમાણ વધે તે માટે રાજ્યના ખેડૂતોને સહાય આપે છે. 


ડ્રેગન ફ્રુટ(કમલમ ફ્રુટ) ફાર્મિગ માટેની સબસિડી સહાય યોજના :
યોજનાનું નામGujarat Dragon Fruit Farming Scheme
ભાષા :ગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશ :ઔષિધી ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે
ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
યોજના લાભાર્થી :ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1 :ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ.2.50/- લાખ/હેક્ટર
ખેડૂતોને ખર્ચના 50 ટકા મુજબ 1.25 લાખ સુધી સહાય મળશે.
ઓફિસિયલ વેબસાઈટ :https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી ?ઓનલાઈન 
અરજી કરવાની છેલ્લી તારીખ: 30/01/2022




ડ્રેગન ફ્રુટ-કમલમ ફળની ખેતી યોજનાની પાત્રતા :
  • ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ i khedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
  • ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના અને સિમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેને આ યોજનાનો લાભ મળે.
  • સમિતિ દ્વારા રજીસ્ટર થયેલ નર્સરી અને ટીસ્યુ લેબ પાસેથી પ્લાન્ટિંગ(રોપા) ખરીદ કરી શકાશે.
  • ખેડૂતોને ફક્ત એકજ વાર આ યોજનાનો લાભ મળશે.
  • એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.


ડ્રેગન(કમલમ) ફ્રૂટની ખેતી સહાય યોજના માટેનું સહાય ધોરણ:
બાગાયતી યોજના દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતો કમલમ ફ્રૂટની ખેતી કરે તો અલગ-અલગ પ્રકારની સહાય એમના બેંક ખાતામાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • આ યોજનામાં પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થી દીઠ 2-હેક્ટરની મર્યાદામાં ખેડુત ખાતેદારને આ સહાય આપવામાં આવશે.
  •  લાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત રૂ.2.50 લાખ હેક્ટરની મર્યાદામાં કરવાનો રહેશે. ખેડૂતે કરેલા ખર્ચના 50% અથવા રૂ.1.25 લાખની સહાય હેકટરને ધ્યાને લઈને આપવામાં આવશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.




ડ્રેગન(કમલમ) ફ્રૂટ સહાય મેળવવા જરૂરી ડોક્યુમેન્‍ટ :
  • ગુજરાત સરકાર દ્વારા i Khedut Portal પર ચાલતી કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.
  • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
  • લાભાર્થી ખેડૂતના આધારકાર્ડની નકલ
  • લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • લાભાર્થીના રેશનકાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થી જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • લાભાર્થી ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • લાભાર્થીની જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • કોઈ લાભાર્થી ખેડૂત સહકારી મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગતો ( લાગુ પડતું હોઈ તે)
  • કોઈ લાભાર્થી ખેડૂત દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગત જણાવી ( લાગુ પડતું હોઈ તે)
  • લાભાર્થી આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીની બેંક ખાતાની પાસબુકની નકલ


ડ્રેગન(કમલમ) ફ્રુટ ફાર્મિંગ સહાય માટે ઓનલાઈન  અરજી કેવી રીતે કરવી ? :
Agriculture Department Gujarat દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત કચેરી ખાતે VC મારફતે, નજીકના Common Service Center  કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકાય છે. તેમજ જાતેજ અરજી કરવા આ મુજબના સ્ટેપને અનુશરો.

  • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut Official Website ખોલવાની રહેશે.
  • તેમાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજના(Yojana) પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ હાલમાં ચાલતી ક્રમ નંબર-16 પર “કમલમ ફ્રુટ” પર ક્લિક કરવું.
  • જેમાં “ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય”  યોજનામાં “અરજી કરો” તેના પર ક્લિક(Click) કરીને આગળ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેશે.
  • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા ikhedut portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ I khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્‍ટ મેળવી શકશે.

#Agricultural Yojanao
#GOVT YOJNAO
#GUJARAT GOVT.YOJNAO
#I KISHAN PORTAL
#KISHAN CORNER
#KISAN YOJNAAO
#Dragon Fruit
#Kamlam Fruit



અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને ડ્રેગન ફ્રુટ(કમલમ ફ્રુટ) સહાય યોજના વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..


Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 04, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎


જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.



Your feedback is required.

No comments:

Post a Comment